________________
પ્રબુદ્ધ જીવન : ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક પ્રબુદ્ધ જીવન ઃ ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક ♦ પ્રબુદ્ધ જીવન ઃ ભારતીય ગુરુ પરંપરા વિશેષાંક ♦ પ્રબુદ્ધ જીવન ઃ ભારતીય ગુરુપરંપચ વિશેષાંક ♦ પ્રબુદ્ધ જીવન ઃ ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક
5 પ્રબુદ્ધ જીવન : ભારતીય ગુરુ પરંપરા વિશેષાંક
હતી ને બહુ મોટી જવાબદારીની પણ. વિષયના સંદર્ભે ચર્ચા ચાલી ને ‘ભારતીય ગુરુ પરંપરા અને ગુરુ માહત્મ્ય' પર પસંદગીનો કળશ ઢળ્યો. ગુરુ તત્ત્વ મારો પ્રિય વિષય હતો. પરંતુ સામાયિક સંપાદનનો મારો કોઈ અનુભવ ન હોઈ થોડો સંકોચ થતો હતો. હું બેઠી છું ને !' એવા સેજલબેનના શબ્દોએ મારો એ સંકોચ પણ કરી લીધો. સંપાદક તરીકે પૂર્ણ સ્વતંત્રતા આપીને તેમણે મને સ્વાયત નિર્ણયો લેવા દીધા; સાર્થોસાથ મુજવતી બાબતમાં મારી સતત પડખે રહ્યા. તેમના આવા સ્વસ્થ વ્યવહારની દિક્ષા પણ મને આ નિમિત્તે અનાયાસ જ મળી ગઈ.
ગુરુ તત્ત્વ વિશે કેટલાક સામાયિકોના વિશેષાંકો તેમજ પુસ્તકો પણ પ્રગટ થયેલા હોઈ કંઈક નવા અભિગમથી સંપાદન કરવાનું વિચાર્યું. મારા પરમ ઉપકારી ગુરુવર્ય પ.પૂ.ઉપા.શ્રી ભુવનચંદ્રજી સાથે આ સંદર્ભે વિમર્શ કર્યા બાદ લેખકો અને તેમના વિષયની સૂચિ તૈયાર થઈ. પ્રબુદ્ધ જીવનમાં
નિયમિત લખતા લેખોના અભ્યાસ સંપન્ન લેખનનો લાભ
તો મળે જ છે, પણ એમાં કેટલાક નવા ઉત્તમ લેખકો ઉમેરાય તો કેવું? એમ વિચારી કેટલાક ઉત્તમ લેખકોને લેખ માટે વિનંતી કરી જે તેમણે સહર્ષ સ્વીકારી. આ રીતે તેમનું પ્રબુદ્ધ જીવન સાથે પ્રથમ અનુસંધાન થયું. આ કારણસર જે જુના લેખકો અત્રે રહી જવા પામ્યા છે તેમની ક્ષમા ચાહું છું.
ગુરુ તત્ત્વ વિશેના લેખો એક પછી એક આવવા લાગ્યા ને આ નિમિત્તે મારો અભ્યાસ પણ પુષ્ટ થતો રહ્યો. વિજ્ઞાન લેખકોના વિચાર-મંથનરૂપ લેખો મારા ઉત્સાહને વધારતા રહ્યા. ઉત્તમ આચાર્ય ભગવંતો, સાધુભગવંતોના લેખોથી આ અંક સમૃદ્ધ થયો છે, તો વિદ્વાન લેખકોના અભ્યાસપૂર્ણ
૧૬
લેખોએ આ અંકને વિશેષ ગરિમા બક્ષી છે. ગુરુ તત્ત્વની મારી સમજનો આ સૌ સારસ્વતોએ ચૈર્તાવિસ્તાર કર્યો છે. હું એ તમામ શબ્દ ઉપાસકો પ્રત્યે સર્વ પ્રથમ કૃતજ્ઞતા વ્યક્ત કરું છું. પ્રસ્તુતૃ અંકના વિચારને ચરિતાર્થ કરી આપનાર એ સર્વ લેખકોનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું.
મારા પ્રત્યેક વિદ્યાકીય કાર્યમાં પડખે રહેનાર મારા ગુરુજનો ઉપા. ભુવનચંદ્રજી તથા ડૉ. દર્શનાબેન ધોળકિયાનું શિષ્યત્વ પામ્યાની ધન્યતા આ ક્ષણે અનુભવું છું ને તેમના આ અનન્ય સહયોગ માટે તેમને નતમસ્તક વંદન કરું છું. અંકનું સુંદર મુખપૃષ્ઠ તૈયાર કરી આપવા માટે કિરીટ ગ્રાફિક્સ - અમદાવાદના શ્રી શ્રેણીકભાઈ શાનો ખુબ જ આભારી છું. એકના રિક્ત સ્થાનોની પૂર્તિ અર્થે ઉત્તમ ગુરુઓના જીવન પ્રસંગોને પોતાના સંપાદન ‘અમીઝરમાં 'માંથી ઉદ્ધૃત કરવાની અનુમતિ આપનાર શ્રી રમેશભાઈ સંઘવીનો પણ આભારી છું. આ સમગ્ર ઉપક્રમ પાછળ જેમનો મુખ્ય દોરીસંચાર રહ્યો છે તેવા ડૉ. સેજલબેન શાહનો તો જેટલો પાડ માનું તેટલો ઓછો છે. મોટા ભાગની જવાબદારીનું વહન સ્વયમ કરી મને યશ અપાવવાની તેમની ભાવના પાછળ રહેલા તેમના ભારોભાર સ્નેહને ભીતર જ સંકોરતા મારી વાત સંકેલું છું.
nun
ડૉ. રમજાન ઇસળિયા ગવર્મેન્ટ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ આઈ.ટી.આઈ. કેમ્પસ, રાપર-કચ્છ,
મો. ૦૭૫૬૭૦૬૪૯૯૩ ramjanhasaniya@gmail.com
અમરતવાણી
નાનક એક ગામમાં ગયા અને ત્યાંના લોકોએ તેમનો ખૂબ આદર સત્કાર કર્યો. જતી વખતે નાનકદેવે આશીર્વાદ આપ્યો - આ ગામ ઉજ્જડ થઈ જાઓ !' એ પછી બીજા ગામમાં ગયા. ત્યાંના લોકોએ નાનક અને તેમના શિષ્યોનું બિલકુલ સ્વાગત ન કર્યું અને માન પણ ન આપ્યું. જતાં જતાં નાનકદેવે તે ગામને આશીર્વાદ આપ્યા : ‘આ ગામ આબાદ રહો.' સાથે જે શિષ્યો ચાલી રહ્યા હતા તેમને આવા આશીર્વાદથી આશ્ચર્ય થયું. તેમણે કહ્યું : ‘પ્રભુ, આપની વાત કંઈ સમજાઈ નહીં. જે ગામે આપનો આદર કર્યો તેને આપે કહ્યું ઉજ્જડ થઈ જાઓ જેમણે આપણો તિરસ્કાર કર્યો તેને કહ્યું : આબાદ રહો ! આ સમજાયું નહીં.' નાનક કહે ‘સજ્જન લોકો ઉજ્જડ થઈ વિખેરાઈ જશે તો જ્યાં જશે ત્યાં સજ્જનતા ફેલાવશે. જ્યારે દુર્જન લોકો ન વિખેરાય તે જ ઠીક કારણ કે નહીંતર જ્યાં જશે ત્યાં અશાંતિ ફેલાવશે એટલે તેઓ ત્યાં જ આબાદ રહે તે બરાબર.1
અને
ન
(સૌજન્ય : અમીઝરણાં, સંપા. રમેશ સંઘવી)
5 પ્રબુદ્ધ જીવન : ભારતીય ગુરુ પરંપરા વિશેષાંક !;
ઓગસ્ટ – ૨૦૧૭
#B] Then ef d{peo: <ps »for * #dj rahehele Pelo : <>@ for * #sè] heh
પ્રબુદ્ધ જીવન : ભારતીય ગુરુ પરંપરા વિશેષાંક ♦ પ્રબુદ્ધ જીવન : ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક જ પ્રબુદ્ધ જીવન ઃ ભારતીય