________________
પ્રબુદ્ધ જીવન : ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક * પ્રબુદ્ધ જીવન ઃ ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક ♦ પ્રબુદ્ધ જીવન ઃ ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક ♦ પ્રબુદ્ધ જીવન ઃ ભારતીય ગુરુપરંપચ વિશેષાંક ♦ પ્રબુદ્ધ જીવન ઃ ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક
5 પ્રબુદ્ધ જીવન : ભારતીય ગુરુ પરંપરા વિશેષાંક
ગુરુતત્ત્વ વિષે તાત્ત્વિક ચિન્તન આચાર્યશ્રી વિજયશીલચન્દ્રસૂરિ
લેખક પરિચય : જૈન-જૈનેતર વિદ જગતમાં ખુબજ આદર અને સ્નેહથી લેવાતું નામ એટલે આચાર્યશ્રી વિજયશીલચંદ્રસૂરિ, શ્રી વિજયનેમિસૂરિ સમુદાયના આચાર્યશ્રી વર્તમાન પ્રબુદ્ધ આચાર્યોમાંના એક છે. જૈન શાસ્ત્રો - આગમોના ઊંડા અભ્યાસી છે. સંસ્કૃત – પ્રાકૃત, જુની ગુજરાતી ભાષા પર અસાધારણ પ્રભુત્વ ધરવતા આચાર્યશ્રીના માર્ગદર્શન હેઠળ ‘અનુસંધાન’ નામક સંશોધન - વિવેચનનું સામયિકપ્રગટ થાય છે. બહુઆયામી વ્યક્તિત્વના સ્વામી આચાર્યશ્રી સારા કવિ, ઉત્તમ વક્તા, ઉમદા લેખક-વિવેચક હોવાની સાર્થોસાથ જૈન શ્રમણ પરંપરાના એક સંનિષ્ઠ સંવાહક છે.
ઉપનિષદના ઋષિ પાસે કોઈ અજાણ્યો ઋષિપુત્ર આવે છે, અને તે ઋષિના ચરાવન કર્યા પછી આંખોમાં આતુરતા ભરીને તે ઊભો રહે છે. ત્યારે વેદપાઠ, યજ્ઞ, અધ્યાપન જેવા નિત્ય કૃત્યોમાં પરોવાયેલા ઋષિ, જ્યારે પોતાના તે કાર્યમાંથી પરવારીને ઊંચું જુએ ત્યારે તે આગંતુક કિશોર ઋષિપુત્રને તેનો પરિચય અને આગમનનું કારશ પૂછે છે. ત્યારે પેલો આગંતુક જે પ્રત્યુત્તર આપે છે તે જીવનની પાટી ૫૨ આલેખી રાખવા જેવો છે. તે બોલે છે : 'શિષ્યસ્તે, શધિ માં ત્વાં પŕ'.
-પ્રભુ, હું આપનો શિષ્ય છું; આપના આશ્રયે આવેલા મને આપ અનુશાસન કરો!
કેવા અદ્ભુત શબ્દો! કેવી ઓજસ્વી પ્રસ્તુતિ! કેવી વિવેકમય શરણાગતિ!
આ ઉપનિષદ્-વચનના એક એક શબ્દને સમજવો પડે. તેમ છે. તે શબ્દોને તેના સ્થૂલ અને શબ્દકોષીય અર્થમાં જ લઈશું, તો તેના તત્ત્વને પામવાનું ચૂકી જવાશે.
આગંતુક પોતાને ‘શિષ્ય' તરીકે વર્ણવે છે, એનો મતલબ એ જેમની સમક્ષ ઉપસ્થિત થયો છે તે ‘ગુરુ' છે, અને પોતે તેમને 'ગુરુ' સમજીને, પોતાના ગુરુ લેખે સ્વીકારવાના નિર્ધાર સાથે અહીં આવ્યો છે, એ સ્પષ્ટ થાય છે. 'શિષ્ય' સાપેક્ષ શબ્દ છે, પદાર્થ છે; તેને ‘ગુરુ'પદની અનિવાર્ય અપેક્ષા રહે
છે.
‘શિષ્ય’ એટલે શું ? જેના પર (ગુરુ) શાસન કરી શકે તે શિષ્ય, ગુરુનું શાસન એટલે ગુરુની આશા, ગુરુની ઈચ્છાનુસાર વર્તવાની સૂચના. એ સ્વીકારવાની સજ્જતા તથા તત્પર હોય તે ‘શિષ્ય' બની શકે. પોતાની ઈચ્છા કે અનિચ્છા અને પોતાની રુચિ કે અરુચિ પ્રમાણે વર્તવાની સ્વતંત્રતા અબાધિત રાખીને જે ‘શિષ્ય' થવા આવે, તે કદીય ‘શિષ્યત્વ’ પામી ન શકે, અને તેને 'ગુરુ'પદ પણ મળે કે ફળે નહિ જ
ઓગસ્ટ – ૨૦૧૭
પોતાની વાજબી કે ગેરવાજબી ઈચ્છાઓને મ્યાનમાં રાખવાની તેમજ ગુરુની ગમતી-અણગમતી સઘળી ઈચ્છાઓને, મનમાં કચવાટ વિના જ અનુસરવાની તૈયારી ધરાવે-કેળવે, તે જ ‘શિષ્ય’પદને લાયક નિવડી શકે.
આગંતુક કહે છે કે અત્યાર સુધી હું હું (અ ં) હતો, પરંતુ આ શૈકાથી હું હું મટીને આપનો શિષ્ય છું. કેવો મજાનો પદાર્થ છે! અહંનુ વિસર્જન તે જ શિષ્યત્વ! શિષ્ય થનારે પોતાના આગવા અહંકારનું-વ્યક્તિત્વનું વિસર્જન કરવું ઘટે. આ ભૂમિકા જ તેને અહેતુકી કૃપાને પાત્ર બનાવે.
જ્યારે આ પ્રકારનું શિષ્યત્વ આગંતુકને માન્ય કે સ્વીકાર્ય બને છે ત્યારે તે ગુરુચરોમાં નિવેદન કરવાનો અધિકાર મેળવે છે, અને તે કહે છે : ‘શધિ માં’- મને અનુશાસિત કરો! આપનું અનુશાસન જ હવે મારા જીવનનું કર્તવ્ય છે; આપ ઈચ્છો તેવી આશા કરી શકો છો, અને હું તેને બંધાઉં છું.
અનુસરવા
શિષ્યે સ્વેચ્છાએ સ્વીકારેલું આ બંધન, તેના આ શબ્દો દ્વારા છતું થાય છેઃ 'ત્યાં પ્રસં' - મેં આપને સ્વીકાર્યાં છે; આપના શરણને મેં સ્વીકાર્યું છે; અને શરણાગતને તો આશ્રયદાતાની ઈચ્છા - આશાનું જ બંધન હોય; એ પોતાની ઈચ્છા અનુસાર વર્તવા મુક્ત ન હોય.
–
કેમકે તેને પ્રતીતિ થઈ છે કે આ બંધનમાં, આ પરતંત્રતામાં જ મારી સાચી-યથાર્થ સ્વતંત્રતા છૂપાયેલી છે. અન્યથા મારી સ્વૈચ્છિક સ્વતંત્રતા તે સ્વછંદતા જ બની રહે,
જે મારા અહિતનું જ નિદાન બની રહે.
તો, સાચા શિષ્યની પ્રાર્થના શું હોય, મનઃસ્થિતિ અને તત્પરતા કેવી હોય, તેની આ વાક્ક્સ આપણને પ્રતીતિ
કરાવી
જિનમાર્ગમાં પણ ગુરુ-આશા-પાતંત્ર્યનો બહુ મોટો મહિમા છે. શિષ્ય બનનારે ગુરુ પરતંત્ર થયું અનિવાર્ય.
૬ પ્રબુદ્ધ જીવન : ભારતીય ગુરુ પરંપરા વિશેષાંક
૧૭
દ્ધ જીવન : ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક * પ્રબુદ્ધ જીવન : ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક * પ્રબુદ્ધ જીવન : ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક ♦ પ્રબુદ્ધ જીવન : ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક
પ્રબુદ્ધ જીવન : ભારતીય ગુરુ પરંપરા વિશેષાંક -