________________
નીકળેલા આ ચુંબકીય વેલાઓમાં હું ક્યારે સમર્પિત થઈ ગઈ એની મને જાણ નથી રહી. પણ સાવ સાચું તો એ છે કે મને હવે આ મધુકરની આદત પડી ગઈ છે. અહીંથી મુક્તિની ક્ષિતિજ જોઈ શકાય છે પરંતુ મારગ નથી દેખાતો. દૂરથી જોઈને રોમાંચિત થયા કરવાનું પણ જ્યારે ત્યાં જવાનું આવે ત્યારે કોઈ ને કોઈ કારણોસર રોકાઈ જવાનું, આ અનુકુળ-મનનીય વિશ્વમાં આને જાગૃતિ કહું કે અતિજ્ઞાનની મોહાંધ દશા. જાણવા છતાં એમાં જ રહેવાની કરુણતા ધીરે ધીરે આ કોલાહલ સમજાય છે અને ત્યારે જ એની છટકબારી પણ મળી જાય છે. જ્યાં સુધી વસ્તુ-વ્યક્તિ પ્રત્યે વૈરાગ/અભાવ ઉપજતો નથી, ત્યાં સુધી એનાથી છટકવું ક્યાં સહેલું છે ? પણ એકવાર લોહચુંબકીય આકર્ષણ ઘટે અને લોહચુંબક પરથી લોખંડના બધા જ કણ ખરી પડે એમ બધું જ આકર્ષણ ખરી પડે અને નરી નિભ્રાંતની અવસ્થા મળે. કોઈ પણ ભાર વગરની, કોઈ બંધન વગરની, પારેવાના પાંખ જેવી હળવી અને જાત સાથે સીધો જ સંવાદ ક૨ાવે તેવી અવસ્થા. જન્મ સમયે હોય એવી સાવ ડોહળાયા વગરની અવસ્થા. સહુને એ ખાણ મળો જ્યાંથી મુક્તિ તરફ જવાની છટકબારી ખુલતી હોય.
*
**
પ્રબુદ્ધ જીવન
આપણે જોઈએ છીએ કે કેટલાંકને થોડાં પુરુષાર્થથી ઉત્તમ પરિણામ મળે છે તો કેટલાંકને પ્રબળ પુરુષાર્થ કરવા છતાં પરિણામ શૂન્ય મળે છે. આ જ તો પ્રત્યેકની નિયતિ.
વ્યક્તિ આધ્યાત્મિક બને એ પણ એની નિયતિ છે.
જાન્યુઆરી, ૨૦૧૭
વહાકાને સમુદ્રમાં તરવા મુકતા પહેલાં કુવાસ્તંભને તપાસી લીધો, બરાબર સ્થિર અને જોડાયેલો હતો. સઢને તપાસી લીધા, પછી કપડામાં ક્યાંય કાણું કે ફાટેલાં તો નથીને તે તપાસ્યું! ચારે કે તે તરફથી તપાસી લીધા, બહુ ઢીલા નહીં અને બહુ મકપણે બાંધેલા નહીં. એટલી નજાકત રાખવી પડે કે પવનના વહેણ પ્રમાણે દોરી શકાય અને સાથે મન ફાવે તે દિશામાં ચાલી પણ ન જાય. આટલું તપાસી વહાણને તરવા મૂક્યું સમયના વહેણમાં જીતવા કાળજીભરી રીતે. સલામતી સાથે, ડરથી મુક્ત થવાની યાત્રા. ...ચાલો જઈએ સમુદ્રમાં બધું જ બરોબર ગોઠવ્યું છે. હવે ઓછામાં ઓછી મુસીબત આવશે અને સંજોગો અનુકુળ રહેશે. આટલું કર્યા પછીય વહાણ અટવાય છે, કાબૂ બહાર જતું રહે છે. તો પછી શું ? મિત્રો, આ તો જીવન છે. કેટલીય પૉલિસી કે સલામતીના ઈન્સ્યુરન્સ વગ૨. અહીં કોઈ બંધન નથી, અહીં દરેકે પોતાનો અનુભવ પોતે લેવાનો છે. કોઈને કોઈનું પદ્મપેપર ચાલતું નથી. પોતે જ પોતાનું જવાબપત્ર જાતે જ તૈયા૨ ક૨વાનું છે. ચાલો આ રજને ગજ કરતી યાત્રામાંથી મુક્તિ મેળવી લઈ પોતાની નવી યાત્રા તરફ....
અંતરની અમીરાતઃ ડૉ. ધનવંત શાહ
(શ્રી ધનવંતભાઈ શાહની કલમે લખાયેલા તંત્રીલેખમાંથી 'પ્રબુદ્ધ જીવન'ના દરેક અંકમાં હવે વોડો અંશ લખારો, તેમની અંતરની લાગણીઓનું એશ્વર્ય માળાવાનું સૌને ગમશે એ ભાવ સાથે...)
નિયતિની સાચી સમજણ દુ:ખમુક્ત કરે છે!
નિયતિ બદલી શકાતી નથી, જો બદલી શકાય તો તે નિયતિ નથી. નિયતિમાં લખાયું હોય એ મહાન બને છે. કોઈ વસ્તુનું સ્વતંત્ર કર્તૃત્વ જ નથી.
કોઈ કોઈને સુખી કે દુ :ખી બનાવી શકતું નથી. બધાં જ નિયતિનાં રમકડાં છે. સફ્ળતા કે નિષ્ફળતા નિયતિ યોર્જિત જ છે.
એક મોટી શિલા છે. એના બત્રા ભાગ પડે છે. એક મોટી મૂર્તિ બની પૂજાય છે. બીજું દાદરનું પગથિયું બની ઘસાય છે. ત્રીજું શૌચાલયમાં મૂકાય છે. બન્નેની આ નિયતિ છે.
ઓચિંતુ ધન કે કીર્તિ કમાવાય, તો એને ભાગ્યોદય કહેવાય છે, પણ નિયતિમાં લખાયેલું હોય તો જ ભાગ્યોદય થાય છે. ‘ભાગ્યોદયો સર્વોદયઃ ભાગ્ય નાશમ્ સર્વ નાશમ્'
ઉપદેશ અને પુરુષાર્થથી બધાં જ મહાન નથી બનતાં. ઉપદેશ તો બધાં જ સાંભળે છે. પુરૂષાર્થ તો બધા કરે છે પણ જેના ભાગ્યમાં
D સેજલ શાહ sejalshah702@gmail.com Mobile : +91 9821533702
મારવું એ હિંસા છે, પણ સ્વદેશના રક્ષણ માટે લડાઈમાં શત્રુને મારવા એને હિંસા નહીં દેશભક્તિ કહેવાય છે. કર્મ એક જ છે, દૃષ્ટિ અલગ છે. ઉપયોગિતા બદલાય એટલે માન્યતા બદલાય છે. આ જ નિયતિ,
મીરાં, ઇસુ, સોક્રેટીસ, મહાત્મા ગાંધીજી બધાં જ સત્કર્મી અને મહાન હતા છતાં એમને ઝે૨, વધસ્થંભ અને ગોળી શા માટે ? એમણે કોઈ ખરાબ કર્મ કર્યા નથી. છતાં આવું કેમ ? આ જ નિયતિ.
નિયતિની રેખાઓ માત્ર અનંત જ નથી, પણ અમિટ છે. જગતમાં આકસ્મિક કશું જ નથી, આકસ્મિક શબ્દ જ આકસ્મિક છે. આકસ્મિક બનવું એ જ આકસ્મિક છે. બધું જ પૂર્વ આયોજીત છે. આ આયોજન કોઈ બુદ્ધિમાન વ્યક્તિ દ્વારા નહિ પણ નિયતિ દ્વારા જ થયું છે. બુદ્ધિમાન વ્યક્તિ ઉપર નિયતિનો જ અધિકાર છે.
નિયતિનો નિયમ સ્વીકારવાથી વ્યક્તિ અહંભાવ અને કર્તુત્વભાવથી મુક્ત થાય છે.
નિયતિની સાચી સમજણ આપણને દુ:ખ મુક્ત કરે છે. સંકલન: દીપ્તિ સોનાવાલા