SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ પ્રબુદ્ધ જીવન ધારો કે તમે અડ્ડાઈ કરી...આઠ દિવસ સુધી ખાધું-પીધું નહીં એટલે એટલો પુન્યનો બંધ પડશે-પરંતુ અઠ્ઠાઈ કરતી વખતે તમારામાં ઊંડે ઊંડે જે ભાવ હશે જેમકે...કાઈને લોકોમાં દેખાડો કરવાનો ભાવ હશે...કોઈને મનમાં કાર હશે...કોઈના મનમાં ભોજનનું ચિંતન હ....કોઈના મનમાં હશે કે જો મેં આટલું કર્યું, કોઈ શાતાય પૂછે છે? કોઈના મનમાં શું શણગાર સજવો? કયા વસ્ત્ર પરિધાન કરવા, શેમાં સૌથી સુંદર દેખાઈશ ? કોઈ વિચારે કે ન કોઈ માથું દબાવવાનું પૂછે છે, ને કોઈ પગ દબાવે છે. આપણા તપ સહેલા થોડા છે ? અરે મારા માટે પાણી પણ ઉકાળીને નથી રાખ્યું ? ગાદલું પણ નથી પાથર્યું? આવા આવા અનેક વિચારોનું થમસાા મનમાં ચાલતું હશે, કે જેનો કોઈ અંત જ નથી. તો આ જે વિચારો છે, આ જે ભાવ છે, તેના લીધે અનુબંધ પાપનો પડશે આ એટલે કે તમારા ઉપવાસ તમને આપે પુન્થનો બંધ અને અંદરની ભાવના તમને આપે પાપનો અનુબંધ, એટલે આ બની ગયું. પાપાનુબંધી પુન્ય. જાન્યુઆરી, ૨૦૧૭ આપણે જે કાંઈ ખાઈએ, પીઈએ છીએ તેનું ઉર્જા શક્તિમાં રૂપાંતર થાય છે. તે રૂપાંતર કરવા માટે શરીરના વિવિધ અંગોને કાર્ય કરવું પડે છે, તે અંગો કાર્ય કરવા માટે ઉર્જાશક્તિનો ઉપયોગ કરે છે. તેથી આપણી ઉર્જા શક્તિ આમ જ વપરાઈ જાય છે. અગર તમે ખોરાક નથી લેતા...તો આ વિવિધ અંગોમાં વહેંચાઈ જવા વાળી શક્તિ બચે છે. ઉપવાસ દરમ્યાન આ બચેલી ઉર્જાશક્તિનો ઉપયોગ ઉદીરણામાં આવેલ કર્મોને નિર્ઝરવા માટે કરવાનો છે; કેમકે કર્મોને છંદતા તે સાથે સમતામાં સ્થિર થવું તે ખાવાના ખેલ નથી. તેના માટે પછી ઉર્જાશક્તિની જરૂર પડે છે. આમ ભોજન છોડવાથી કે ઉર્જાશક્તિ (ચેતના) વધે છે તે બધી ઉર્જાશક્તિ મગજને મળે છે...મગજ જાગૃતિ સાધવામાં સમર્થ બની જાય છે. (મહાવીરની જાગૃતિનું હજાર કારણોમાંનું આ પણ એક કારણ છે) આ જાગૃત મન દ્વારા, સતત સખત પ્રયત્ન દ્વારા રાગ-દ્વેષ દૂર કરી સમતામાં સ્થિર રહી શકાય તો જ આ તપનો અનુબંધ શુભ પડે અને તો જ ‘તપશ્ચ નિર્જરા’ તે સાધ્ય કરી શકાય. આ આંતરિક જાગૃતિ તેજ સાધ્ય છે. ઉપવાસ તો સાધન છે. આપણે સાધનને મહત્ત્વ આપી હવે અનુબંધ એટલે શું? અને પાપના અનુબંધવાળું પુન્ય શું કરે? તે પણ જાણી લો...અનુબંધ હંમેશાં બંધની સાથે પૂંછડાની જેમ જોડાયેલું હોય. દરેક બંધની સાથે તેનો અનુબંધ સાથે ને સાથે જ રહે. બંધ જેવું ઉદયમાં આવ્યું કે તેની સાથે અનુબંધ પણ હાજર થઈ જાય. એક ઉદાહરણથી સમજીએ...ધારો કે તમે અઠ્ઠાઈ કરી તે પુન્યના બંધના પ્રતાપે તમને સુંદર એવું રૂપ મળ્યું. પણ અંદરના ભાવને હિસાબે જે પાપનો અનુબંધ પડ્યો હતો તે સાથે જ હાજર થશે અને તમને રૂપનું અભિમાન, અહંકાર કરાવશે. કદાચ વેશ્યાવાડે પણ લઈ જશે. આમ આ અભિમાન-અહંકાર-વૈશ્યાગીરી તમને દુર્ગતિમાં ઘસડી જશે. આમ આ તમારું પુન્ય, તમારી તપસ્યા શૂન્ય બની ગઈ બીજું એક ઉદાહરણ જુઓ, ધારો કે આવા કોઈ તપને લીધે પુન્યનો બંધ પડ્યો જેથી પૈસે-ટકે ઘણા સુખી બન્યા પણ અંદરના ભાવ પ્રમાણે અનુબંધ પાપનો પડ્યો જેના લીધે અતિભયંકર કાળા નાગ જેવો ક્રોધ પ્રગટ થયો. હવે આ પૈસાપાત્ર પણ ક્રોધી વ્યક્તિએ ક્રોધના આવેશમાં એવા એવા કામ કર્યું કે આ કોર્પ એને ક્યાંય દુર્ગતિના ખાડામાં ફેંકી દીધો. આ કામ અનુબંધનું. અને આ અનુબંધમાં જ તાકાત છે કે તે નવું કર્મ કેવું બંધાવશે. એટલે સમજો તમારા માટે બંધ કરતાં અનુબંધનું મહત્ત્વ વધારે છે. માટે હંમેશાં અનુબંધથી ચેતો. પ્રથમ બાહ્યતપ અનેસને નાનો હોય કે મોટો એ તો ફક્ત પુન્યનો બંધ આપશે પણ તે સાથે અંદરના ભાવ પ્રમાર્ગ, અંદરના રાગદ્વેષ, મોહ-માયા-કપટ-હઠાગ્રહ-દુરાગ્રહ અનુસાર જ તેનો અનુબંધ પડશે. જ્યારે પણ, જે પણ ભાવમાં આ પુન્યનો બંધ ભોગવટામાં આવશે, ત્યારે તેની સાથે જ પૂંછડાની જેમ અનુબંધ હાજર થઈ જશે, ને તમને દુર્ગતિની ખાઈમાં ધકેલી દેશે. માટે માણસે સતત જાગ્રત રહેવું કે અનુબંધ ખોટો નથી પડી રહ્યો ને ? બંધ કરતાં અનુબંધી ચેતો...ક્યાંક એવું ન બને કે આટલા તપ કરીને, કષ્ટ વેઠીને અંતે હાથમાં શૂન્ય જ આવે, દીધું ને સાધ્યને ખોઈ નાખ્યું. સાપ ચાલ્યો ગયો ને કાંચળી હાથમાં રહી ગઈ. વળી આપણને થાય છે કે મેં અઠ્ઠાઈ કરી... મેં માસક્ષમણ કર્યું... એક વાત હંમેશાં ધ્યાનમાં રહે કે તમે કાંઈ કરતા નથી જે કાંઈ થાય છે ને કોઈ પૂર્વ જન્મમાં એવા કોઈ કર્મ નાખીને આવ્યા છો તેનો પાકવાનો સમય પૂરો થતાં તે ઉદયમાં આવે છે અને તમારાથી તપસ્યા થઈ જાય છે. તમે કરવાવાળા કોઈ નથી. અત્યારે કોઈ કેવલી વિચરતા હોત તો તમને જણાવત કે...કોઈ જનમમાં આ પ્રમાણેનું કર્મ કર્યું હતું તેના પરિણામ રૂપે આજે આ માસક્ષમણ ઉદયમાં આવ્યું છે. આમ ઉદયમાં આવેલી ચીજને તમે ‘મેં કર્યું' 'હું કરું છું' એવા અહંપદમાં સ્થાપિત કરો છો, તેથી પણ અનુબંધ પાપનો પડે છે. આદિનાથ દાદાનું ઉદાહરણ આપણી સમક્ષ છે. તેમણે તેર મહિનાના ઉપવાસ કર્યા નથી...પરંતુ પૂર્વ જન્મમાં તેર કલાક સુધી બળદનું મોઢું બાંધી દેવાથી ઉપાર્જન થયેલું કર્મ ઉદયમાં આવ્યું છે. વળી એ પણ જુઓ કે એ કર્મ બાંધતી વખતે એમને એ બળદો પ્રત્યે કોઈ દ્વેષ ભાવના ન હતી માટે ભલે બંધ ખોટો હતો પણ અનુબંધ પુન્યનો હતો. માટે એ પાપના બંધ રૂપે તેમને તેર મહિના સુધી ગોચરી ન મળી પણ શુભ અનુબંધના પરિણામે તે ઉર્જાશક્તિનું ન ઉર્ધ્વગમન કરી...રાગદ્વેષથી મુક્ત થવામાં ને સમતામાં સ્થિર થવામાં તેનો ઉપયોગ કર્યો...જેથી મોક્ષપદને પામ્યા. જો એમનો અનુબંધ પણ ખોટો હોત તો, અશુભ બંધને કારણે તેર મહિના સુધી ગોચરી તો ન જ મળત પણ સાથે રાગ-દ્વેષના ઢગલા કરી દુર્ગતિમાં ફેંકાઈ જાત. ઘણી વાર કોઈ તપની તીવ્ર ઈચ્છા કરી હોય તો પણ તે હૃદયમાં આવે છે...પણ જુઓ શાસ્ત્રમાં કહ્યું છે કે..‘ઈચ્છા નિરોધ તપઃ' ઈચ્છાને રોકવી તે જ તપ છે. શા માટે એવું કહ્યું તે પણ સમજો... ધારો કે તમે તીવ્ર ઇચ્છા કર્યાં કરી કે 'મારે માસક્ષમણ કરવું છે...'
SR No.526102
Book TitlePrabuddha Jivan 2017 01
Original Sutra AuthorN/A
AuthorSejal Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2017
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy