SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ પ્રબુદ્ધ જીવન પહોંચવાની જાણકારી રૈવકૠષિએ જાનુશ્રુતિ પોત્રાયણને આપી. જે વાત સૈદ્ધાંતિકરૂપે એમી કહી, એ સ્પષ્ટરૂપે સમજાવવા એમણે પછી એક દૃષ્ટાંતકથા કહી. આ સંવર્ગવિદ્યાને જાણીને જે સર્વોચ્ચ તત્ત્વ બ્રહ્મને ઓળખી શક્યો હતો તેવો એક બ્રહ્મચારી, શૌનક અને અભિતારી નામના બે વિજ્ઞાન અને ડાહ્યા લોકો ભોજન કરી રહ્યા હતા, ત્યાં તેમની પાસે જઈને ભિક્ષા માગીને ઊભો રહ્યો. એ બ્રહ્મચારીની આધ્યાત્મિક કક્ષા કેવી છે, એ જાણવાને ઈરાદે એ લોકોએ એને મિક્ષા આપવાનો ઇન્કાર કર્યો. ત્યારે એ બ્રહ્મચારીએ એમને કહ્યું; જે દેવ ચાર મોટા દેવોને પણ ગળી ગયા છે, એ દેવ કોણ છે એ જાણો છો ? દરેક લોકને પાળનાર તથા અનેક રીતે એ લોકની અંદર જ રહેનાર એ ૫૨મ દેવતા છે. એને કોઈ જોઈ શકતું નથી. એ દેવને માટે જ આ અશ છે, છતાં તમે એને એ આપ્યું નહિ ? જાન્યુઆરી, ૨૦૧૭ તમામ ચેતન જીવોમાં વેગ અને કંપન દેખાય છે. અંડજ, સ્વેદજ, ઉદ્ભિજ અને જરાયુજ - આ ચારેય યોનિના જીવોમાં આવાં વેગ અને સ્પંદન એલો છે, એટલે એ જન્મે છે, વૃદ્ધિ પામે છે, વિકાસ સાધે છે, વિષ્ણુ થાય છે, મનુષ્ય શરીરમાં હૃદયના ધબકાર (heart bats) અને નાડી વેગ (pulse rate) રૂપે એ અનુભવાય છે. આધુનિક તબીબી વિજ્ઞાન એની ચિકિત્સા અને નિદાન પ્રક્રિયામાં સ્ટેથોસ્કોપ જેવા સાધન દ્વારા અને સોનોગ્રાફી જેવી પરીક્ષણ પ્રક્રિયા દ્વારા આ સ્પંદનને સમજવાનો જ પ્રયત્ન કરે છે. શરીરમાં લોહી, ખોરાક, મળ, શોણિત-શુક્રની ગતિવિધિ આ સ્પંદનને જ આભારી છે. યંત્રોમાં પણ (gait) ગતિ અને વેગ (velocity) આ સ્પંદનને જ આભારી છે. ગુરુત્વાકર્ષણ અને ઉર્ધ્વકર્ષણનાં બળો પણ આ શક્તિને કારણેજ કાર્યસાધક બને છે. એક કોષી અમીબા સંકોચ-વિકાસ દ્વારા જ વૃદ્ધિ પામે છે. વરાળથી ચાલતાં યંત્રો (steam engine)માં પણ આ શક્તિ જ કામ કરી રહી છે. પક્ષીઓ અને વિમાનોનું આકાશમાંનું ઉડ્ડયન પણ આ વાયુશક્તિનેજ કા૨ણે છે. વાવંટોળ, વાવાઝોડાં, ઝંઝાવાર્તામાં આ વાયુની અપાર શક્તિનો અહેસાસ થાય છે. પુષ્કરજ અને પરાગનું સ્થાનાંતર વાયુથી જ થાય છે. શરીરમાંથી પ્રાણ ચાલ્યો જતાં બાકીની બધી ઈન્દ્રિયો અને બાકીનાં બધાં અંગો નિષ્કાશ, નિશ્ચેતન અને નિષ્ક્રિય થઈ જાય છે. બ્રહ્મચારીનો આવો જવાબ સાંભળતા બંને જ્ઞાનીપુરુષો પામી ગયા કે આ બ્રહ્મચારી સાચો જ્ઞાની છે. એણે કરેલી વાત પર વિચાર કરતાં એમને એ સમજાયું કે એ જે પરમ દેવતાની વાત કરે છે તે બ્રહ્મદેવ છે. તેથી તેમની પાસે જઈને એમણે કહ્યું: બ્રહ્મ જ દેવોને અને બધી પ્રજાને પેદા કરનાર છે. સોનાની દાઢવાળો (હિરણ્યદંષ્ટ્ર) છે. અને છેવટે સૌનો નાશ કરનાર પણ એજ છે. એ મહાબુદ્ધિમાન અને મહાબળવાન છે. એનો મહિમા ઘણો મોટો છે એમ કહેવાય છે કારણ કે પોતે નહિ ખાતો હોવા છતાં, બીજું, અન્ન ન હોય એવું તે ખાય છે. તે ભક્ષણશીલ છે. એ પ૨મદેવની જ અમે ઉપાસના કરીએ છીએ. વાયુ અને પ્રાણને બે સંવર્ગોને આખરી તત્ત્વ માનવાને બદલે બધા દેવતાઓ અને બધી ઇન્દ્રિયોના સર્જક અને વિનાશક એવા બ્રહ્મતત્ત્વને જ સર્વાશ્લેષી અને સર્વગ્રાહી મૂળતત્ત્વ સમજવું જોઈએ. જે આ રીતે એ આખરી તત્ત્વને સમજી, એની ઉપાસના કરે છે તે સગુણ બ્રહ્મરૂપને પામી, ક્રમશઃ કર્મમુક્તિ પામે છે. એટલું કહીને એમણે બ્રહ્મચારીને ભિક્ષા આપી. આ બધી વાતનો સાર એ છે કે માણસની અંદરની અને બહારની સૃષ્ટિમાં વાયુ અને પ્રાણ મુખ્ય અને મહત્વની શક્તિ (power) તરીકે કામ કરે છે. પરંતુ એ બંનેને સક્રિય અને શક્તિપ્રદ ક૨ના૨ તત્ત્વ તો ચૈતન્ય શક્તિ (super spirit) છે, આધિભૌતિક, આધિદૈવિક અને આધ્યાત્મિક – એમ ત્રર્ણય લોકમાં જે કાંઈ છે, તેમના વડે આ સર્વોચ્ચ (supreme) અને આખરી (ultimate) તત્ત્વ, જેને આપણે પરમ ચૈતન્ય, મહાઊર્જા અને સર્વોચ્ચ શક્તિ કહીને ઓળખીએ છીએ, તે તત્ત્વને જ ઉપનિષદના સ્રષ્ટાઓ બ્રહ્મતત્ત્વ કહે છે. આ લઘુકથાનો મર્મ સમજવો જરૂરી છે. સૂર્ય, ચંદ્ર, અગ્નિ, જળ અને વાયુ એ પાંચ દેવતાઓ, વાશી, આંખ, કાન, મન અને પ્રાશ એ પાંચ ઇન્દ્રિયો મળીને કુલ દશ થાય છે. આ દશનો આંકડો, દશ બ્રહ્મતત્ત્વમાંથી આ સૃષ્ટિ અને તેમાંના તમામ આવિર્ભાવોની ઉત્પત્તિ થાય છે અને એ બધાનો લય પણ એમાં થાય છે. માટે એ સંવર્ગ છે. સંવર્ગવિદ્યા દ્વારા જે એ તત્ત્વને ઓળખે છે તે ખુદ બ્રહ્મસ્વરૂપ બની જાય છે. આંકવાળા જુગારના પાસા જેવો છે. દર્શાય દિશાઓમાં રહેલું અન્ન‘કદંબ’બંગલો, ૭૫, પ્રોફેસર સોસાયટી, મોટાબજાર, વલ્લભ વિદ્યાનગરપણ પાસાની જેમ દશકૃત છે. એ અન્નનું ભક્ષણ કરનાર વિરાટ આત્મા ૩૮૮ ૧૨૦. ફોન નં. ૦૨૬૯૨ ૨૩૩૭૫૦.સેલ નં. ૦૯૭૨૭૩૩૩૦૦૦. છે. પાંચેય દેવતાઓ અને પાંચેય ઇન્દ્રિયો – દર્શથનું ભક્ષણ કરનાર આ વિરાટ છે. આ દશેય એ વિચારમાં લીન થાય છે. આ વિરાટ આત્મા કે પરમ દેવતા એટલે બ્રહ્મતત્ત્વ આ દશેયનો સંવર્ગ છે. આ બ્રહ્મમાંથી જ બધું જન્મે છે, અને અંતે એ બધું બ્રહ્મમાં જ લીન થાય છે. આજે આપણે આ વિદ્યા વિશે વિચારીએ ત્યારે આપી તર્કબુદ્ધિથી ચકાસીએ કે વાયુ અથવા પ્રાણને શા માટે સંવર્ગ ગણવામાં આવેલ કે હતો. આ આખું વિશ્વ કોઈ એક વિરાટ અને અવિચ્છિન્ન સ્પંદનના આધારે કામ કરી રહ્યું છે. આ સ્પંદન એટલે શક્તિ, ધબકાર, સંકોચવિકાસ કૈં સમાય ત્તત્ત્વ. જડ કે ચેતનતત્ત્વમાં ગતિ સ્પંદન હૈયાં છે. શ્રી મુંબઈ જૈન યુવક સંઘને મળેલ અનુદાન પરદેશ લવાજમ ૬૭૦૦.૦૦ મનોજભાઈ . દોષી, ઓસ્ટ્રેલીયા ૬૭૦૦.૦૦ કુલ રૂપિયા સંઘ આજીવત સભ્ય ૫૦૦૦.૦૦ અશોક એમ. શાહ, અમદાવાદ ૫૦૦૦.૦૦ કુલ રૂપિયા
SR No.526102
Book TitlePrabuddha Jivan 2017 01
Original Sutra AuthorN/A
AuthorSejal Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2017
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy