________________
જાન્યુઆરી, ૨૦૧૭
પ્રબુદ્ધ જીવન
ઉપનિષદમાં સંવર્ગવિધા
સંવર્ગ મૂળ સંસ્કૃત ભાષાનો શબ્દ છે. એ ગુજરાતી ભાષામાં પણ ઉતરી આવેલો છે. પરંતુ બંને ભાષાઓમાં એ શબ્દના અર્થસંકેતો જુદા છે. આજકાલ ગુજરાતી ભાષામાં આ શબ્દ અંગ્રેજી ભાષાના cadre શબ્દના પર્યાયરૂપે વપરાય છે. જ્યારે સંસ્કૃત ભાષામાં આ શબ્દનો અર્થ થાય છે, જે સર્વગ્રાહી છે તે; જે મૂળરૂપ તત્ત્વ છે તે.
મનુષ્ય માત્રને એક વાત જાણવાની તીવ્ર ઈચ્છા છે. એ વાત એટલે, આ સૃષ્ટિ અને એમાં જે કાંઈ સત્ત્વો-તત્ત્વો-પદાર્થો છે તે કોણે પેદા કર્યા છે અને એ સો નાશ પામે ત્યારે ક્યાં જાય છે ? મતલબ કે આ સૃષ્ટિ અને એમાં વસેલી સમષ્ટિની ઉત્પત્તિ કોણે કરી છે અને આખરે એ શામાં ભળીને લુપ્ત થાય છે? મનુષ્ય માટે આ એક મોટું રહસ્ય રહેલું છે. આ રહસ્ય ઉકેલવાની મથામણ વિજ્ઞાન (science) અને અધ્યાત્મ (spirituality) બંનેએ કરી છે. તે બંનેમાંથી અધ્યાત્મવિદ તત્ત્વદર્શીઓએ આ રહસ્ય ઉકેલવા જે પ્રયત્નો કર્યા હતા, તેના ફળસ્વરૂપે એ ક્ષેત્રમાં આ વિદ્યા અસ્તિત્વમાં આવી હતી. આ તત્ત્વદર્શીઓના મત મુજબ સંવર્ગ એટલે સર્વને પોતાનામાંથી પેદા કરતું અને અંતે પોતાનામાં સમાવી લેતું મુળભૂત તત્ત્વ. આ તત્ત્વને પામવાની વિદ્યા એટલે સંવર્ગવિદ્યા,
આ વિદ્યાની રજૂઆત ‘છાંદોગ્ય ઉપનિષદ’ના ચોથા અધ્યાયના ખંડ એકથી ત્રણમાં થયેલી છે. આ વિદ્યાના જાણકાર હતા ઋષિ કા. એમની પાસેથી રાજા જાનુશ્રુતિએ શિષ્યરૂપે આ વિદ્યા ગ્રહણ કરતી.
જનશ્રુતિ કુળમાં પેદા થયેલો રાજા જાનુશ્રુતિ પૌત્રાયણ એના અનેક સદ્ગુણો અને માયાળુ પ્રજાવત્સલ સ્વભાવને કારણે યશસ્વી બન્યો હતો. એ શાસ્ત્રજ્ઞ તો હતોજ, પરંતુ દાનેશ્વરી પણ હતો. તે ધર્મશાળાઓ બંધાવતો હતો અને અન્નક્ષેત્રો પણ ચલાવતો હતો. એના આવાં ઇષ્ટાપુત્ત કર્મોને કારણે કીર્તિમંત અને જ્ઞાની હોવાનો એ ગર્વ અનુભવતો હતો. પરંતુ બ્રહ્મવિદ્યા જેવી સર્વોચ્ચ વિદ્યાનો એ જાણકાર ન હતો. એ વાતની જાણકારી જ્યારે તેને થઈ ત્યારે એ વિદ્યા જાણવા માટે એ ઉત્સુક અને તૈયાર થયો. એ વિદ્યાના જાણકાર રૈકવ નામનો એક ગાડાવાળો સામાન્ય માણસ છે એવી માહિતી મળતાં જ, એણે એમની શોધ આદરી. એની ભાળ મળતાં જ એ વખતની પરંપરા મુજબ સુવર્ણના અલંકારો, ગાય, ઉત્તમ રથ વગેરેની ભેટો લઈને એમની પાસે ગયો, અને સંવર્ગવિદ્યા શીખવવાની એમને વિનંતી કરી. પરંતુ એમણે એ માન્ય ન રાખી. એક સામાન્ય ગાડાવાળાએ પોતાની વિનંતીનો અસ્વીકાર કર્યો તેને પોતાનું અપમાન ગાવાને બદલે ફરી એક વખત તે ઋષિ ચૈવ પાસે ગયો, વધારે ઘનદોલત અને પોતાની યુવાન પુત્રીની બક્ષિસ લઈને, ત્યારે તેની વિનમ્રતા અને સાચી જ્ઞાનપિપાસા જોઈને ઋષિએ એનો શિષ્ય તરીકે સ્વીકાર કરી સંવર્ગવિદ્યા શીખવી, એવી ટૂંકી કથા ઉપરોક્ત
ઘર્ડા. નરેશ વેદ
૧૭
અધ્યાયમાં આવેલી છે.
રૈકવૠષિ જાનુશ્રુતિ રાજાને આ વિદ્યાની સમજ દ્રષ્ટાંતોથી આપે છેઃ એક આધિદૈવિક દૃષ્ટાંતથી અને બીજી આધ્યાત્મિક દૃષ્ટાંતથી. સૂર્ય, ચંદ્ર, અગ્નિ, જળ અને વાયુ એ પાંચ તત્ત્વોમાં વાયુ સૂક્ષ્મ તત્ત્વ છે અને બાકીનાં સ્થૂળ તત્ત્વો છે. સ્થૂળ તત્ત્વો હંમેશાં સૂક્ષ્મ તત્ત્વોમાં વિલીન થાય છે. એટલે એ ચારેય તત્ત્વો વાયુમાં વિલીન થાય છે. માટે વાયુ સંવર્ગ તત્ત્વ છે. આ થઈ આધિદૈવિક દૃષ્ટિ.
હવે આધ્યાત્મિક દૃષ્ટિએ ઋષિ સમજાવે છે કે વાણી, ચક્ષુ, કર્ણ, મન અને પ્રાણ એ પાંચ ઇન્દ્રિયોમાં પ્રાણ સૂક્ષ્મ તત્ત્વ છે અને બાકીની ઇન્દ્રિયો સ્થૂળ છે. સ્થૂળ હંમેશાં સૂક્ષ્મમાં વિલીન થાય છે, એ મુજબ માણસની સુષુપ્તિ અવસ્થામાં બાકીની ચારેય ઇન્દ્રિયો પ્રાણમાં વીન થાય છે. અહીં પ્રાણ આત્માના અર્થમાં છે. ગાઢ નિદ્રામાં ચારેય સ્થૂળ ઇન્દ્રિયો આત્મા (પ્રાણ)માં શાંત થઈ જાય છે. માટે પ્રાણ (આત્મા) સંવર્ગ છે. આ થઈ આધ્યાત્મિક દૃષ્ટિ.
આનો અર્થ એ થયો કે સૂર્ય, ચંદ્ર, અગ્નિ અને જળ જેવા દેવતાઓમાં વાયુ સંવર્ગ છે અને આંખ, કાન, માઁ, મન જેવી ઇન્દ્રિયોમાં પ્રાણ સંવર્ગ છે. સંવર્ગ એટલે સર્વગ્રાહી મૂળ તત્ત્વ, એટલે વાયુ અને પ્રાણ સર્વગ્રાહી છે. હકીકતે વાયુ અને પ્રાણ બંને એક જ છે. સમગ્ર બ્રહ્માંડમાં વ્યાપ્ત વાયુ એજ મહાપ્રાણ છે અને શરીરમાં શ્વાસોશ્વાસની પ્રક્રિયામાં ચયાપચય (metabolism) અને રુધિરાભિસરણ (blood circulation ) પ્રક્રિયામાં આ વાયુ જ પ્રાણરૂપે કાર્ય કરે છે. માણસ જીવે છે પ્રાણ (વાયુ)થી અને મૃત્યુ પામે છે પ્રાણ (વાયુ) મહાપ્રાણ (વાયુ)માં ભળી જવાથી. માટેજ પ્રાણ (વાયુ)ને સૃષ્ટિ અને સમષ્ટિનું ઉત્પત્તિકા૨ણ અને નિમિત્તકા૨ણ ગણવામાં આવ્યો છે. તેને ૫૨મેષ્ઠિ તત્ત્વ કહેવામાં આવ્યો છે અને અને માનર્દિષ્ઠા એવી ઓળખ આપવામાં આવી છે.
તો એમ નથી સમજવાનું કે આ વાયુ ઉર્ફે પ્રાણ આ સૃષ્ટિ અને સમષ્ટિનું અંતિમ અને મૂળ તત્ત્વ છે. કારણકે આ સૃષ્ટિ-સમષ્ટિમાં જે કાંઈ
છે તેમના ચાર શરીરો છે: સ્થૂળ, સૂક્ષ્મ, કારણ અનેં મહાકારણ. એની ઉત્પત્તિ વખતે જેમ એ મહાકારણમાંથી ક્રમશઃ સ્થૂળ શરીર પામે છે, તેમ મૃત્યુ સમયે સ્થૂળ શરીરમાંથી મહાકારણ શરીરમાં રૂપાંતિરત થાય છે.
પરંતુ એ પણ ધ્યાન રાખવાનું છે કે આ વાયુ અને પ્રાણ પણ આખરી તત્ત્વ નથી. આ સચરાચર, જડ અને ચેતન સૃષ્ટિનાં સર્વ સત્ત્વોતત્ત્વોનાં સર્જન અને વિનાશ એક તત્ત્વને કારણે થાય છે. એ મૂળ તત્ત્વ છે, અને બ્રહ્મ કહે છે. બ્રહ્મ જ આ સૌની ઉત્પત્તિ અને વિનષ્ટિનો સ્રોત છે. એ જ આ સૌનું ઉપાદાન કારણ અને નિમિત્ત કારણ છે. એ મૂળ તત્ત્વમાંથી જ બધું પ્રગટે છે અને અને બધું એમાં જ વિલય પામીને સમાય છે. બ્રહ્મ જ સર્વોપ્રસારી અને સર્વગ્રાહી છે. સૃષ્ટિમાં રહેલાં સર્વ સત્ત્વો અને તત્ત્વોનો સંવર્ગ શોધી આખરે પરમ સંવર્ગ સુધી