SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ ડિસેમ્બર, ૨૦૧૬ અવસ્થા જ મુક્તિ છે. સેવા કરીને કંઈક મેળવવું છે તો તે કર્મબંધ છે, છૂટાતું નથી. જેનાથી છુટાતું નથી તે તપ નથી બહુ ઉંડો ભેદ છે. મહાવીરે વૈયાવચ્ચને બાર તપમાં છે. આઠમે સ્થાને મૂર્યા અને કારણ જ એ છે કે જે સેવામાં કોઈ રસ નથી, કોઈ પ્રયોજન નથી, કોઈ ગૌરવ કે ગરિમા નથી, કોઈ જા મેળવવાની કે પુન્ય કમાવાની ભાવના નથી, કોઈ નામ-દામની ઇચ્છા નથી, માત્ર દ્ગુણ-દેશ પૂરા કરવાના છે, તો આવી સેવા કરવી ખૂબ જ કઠીન છે. કે તમે કોઈ કોઢીના પગ દબાવતા હો ને કોઈ આવીને કહેશે કે ‘ભાઈ તમે તમારા કોઈ પૂર્વજન્મના કર્મની નિર્જરા કરી રહ્યા છો? પૂર્વ પાપનું પ્રક્ષાલન કરી રહ્યા છો ? તો તમારી જે પગ દબાવવાની મજા છે તે ચાલી જશે....તમને તો તમે આવી સેવા કરતા હો, ત્યારે તમારા કોઈ ફોટા પાડે, અખબારોમાં છપાય, કોઈ તમારી પ્રશંસા કરે, મહાસેવક તરીકે ઓળખાઓ, તેમાં રસ છે. મહાવીર તો કહે છે કે તમારી જાતને, સ્વયંનેય ખબર ન પડે કે તમે સેવા કરી છે, તો વૈયાવૃત્ય છે. આપણે કંઈ કરીએ ને એના કર્તા ન બનીએ તો એથી મોટું તપ શું હોઈ શકે ? કોઈ કોંઢવાળા માણસના પગ દબાવે, છતાં મનમાં કર્તાના ભાવ ન જાગે તો તે તપ બની જશે. મોટું આંતરિક તપ બની જશે. પ્રબુદ્ધ જીવન ટૂંકમાં સેવા કરતી વખતે જો ભવિષ્ય ઉન્મુખતા પેદા ન થતી હોય...પુન્યનો કે કર્તાનો ભાવ પેદા ન થતો હોય, ‘હું કાંઈ ખાસ વિશેષ કરી રહ્યો છું એવો ભાવ પેદા ન થતો હોય, અને જાણે કાળા પાટિયા પર લખેલું ભુંસી રહ્યા છો એવું લાગે ત્યારે સમજો કે હવે તમે ભીતરમાં ખાલી થઈ ગયા. ત્યારે તમે આ અત્યંતર તપમાં પ્રવેશ પામશો. જેને દરેકે દરેક કૃત્યમાં ફક્ત અને ફક્ત પોતાની ભૂલ જ દેખાતી હોય...(પ્રાયશ્ચિત) જેના હૃદયમાં જીવમાત્ર પ્રત્યે વિનય પેદા થયો હોય...કોઈ શરતને આધિન ન હોય, કોઈ તુલનાને આધિન ન હોય (વિનય) તે જ મહાનુભાવ આવી સેવા (વૈયાવચ્ચે) કરી શકે. જે ખૂબ જ, ખૂબ જ કઠીન છે... મહાવીર જે સેવાની વાત કરે છે તે દવા જેવી છે અને આપણે જે સેવા કરીએ છીએ તે ટોનિક જેવી છે. જો આપણે કરેલી સેવામાં કંઈપણ મેળવવાની ભાવના નહીં હોય, અને ફક્ત એજ ભાવ હશે કે આ વૈયાવચ્ચ કરીને હું ફક્ત મારા પૂર્વ કર્મનો હિસાબ ચૂકતે કરૂ છું, તો સેવા કરીને કર્મની નિર્જરા કરીને છૂટી જશો, એ જીવ સાથેના લેણદેણના સંબંધ પૂરા થશે, નવું બંધન નહીં થાય. જેમકે દવાથી નવું કાંઈ મેળવવાનું નથી પણ રોગથી છૂટકારો મળે છે. પરંતુ આપણે જે સેવા કરીએ છીએ તે ટોનિક જેવી છે. ટોનિકથી કંઈક મળે છે. ટોનિકથી શક્તિ મળે છે. તેમ આપણી સેવામાં કાંઈક મેળવવાની ભાવના છે. પછી ભલે તે ધન હોય, યશ હોય, કદર હોય, નામ હોય. સ્વર્ગ હોય, પુન્ય હોય, મોક્ષ હોય... સેવા કરીને કંઈક મેળવવું જ છે તો કર્મબંધ છે. છૂટાતું નથી. કંઈક મેળવવાની ભાવનાથી એ જીવ જોડે નવા લેશદેશના સંબંધ ઉભા થાય છે. આમ મહાવીરે બતાવેલું વૈયાવચ્ચ તપ અઘરું જરૂર છે, પણ સાચી સમજ આવી જાય તો અશક્ય નથી. વૈયાવૃત્યનો અર્થ જ છે કો ઉત્તમ સેવા' એવી સેવા કે જેમાં એક બોધ હોય કે, ‘હું જેનાથી બંધાયેલો હતો પૂર્વ કર્મને કારણે તે બંધનને તોડવું, પરંતુ જો તેમાં રસ લેવાનું શરૂ કરશો તો ફરીથી સંબંધ નિર્મિત થશે. વડીલોની સેવા કરો કે બાળકોની કે મિત્રોની કે સાધુ-સંતોની પણ એ વિચારથી કરો કે આજે આપશે કોઈનું કરીશું તો કાલે આપણને જરૂર પડશે તો કોઈ આપશું કરશે...' તો એ પણ ખોટું.એ પણ મહાવીરે બનાવેલ તપ નથી. કોઈ સેવા ન કરે તો ન કરનાર પર કોંધ નહિ, ધૃણા નહિ. એ ન કેમ ન કરે ? એવો રૂઆબ નહિ. જો એ તમારી સેવા કરે છે તો તેના એ પૂર્વકર્મના પાપ એ છે, જો કોઈને પાપ ધોવાના બાકી ન હોય, તો વાત પૂરી થઈ ગઈ. સમતાભાવને જ પુષ્ટ કરવાનો છે. જો મહાવીરે સમજાવેલાં વૈષાવૃત્ય તપ સાચા અર્થમાં સમજી જવાય તો અડધું જગત શાંત થઈ જાય. ૧૯, ધર્મપ્રતાપ, અશોક રોડ, કાંદિવલી (ઈસ્ટ). Mob. : 9892163609. શ્રાવણ ગીત મેઘલ દિનનું પ્રથમ કંદબલ તે ધરી દીધું, તને હું ધરું આ આવજાગીન ૨૧ વાદળઘેર્યા અંધારામાં એને છુપાવ્યું એ તો ખારું સૂરખેતરનું પહેલું સોનેરીધાન. આજે આપ્યું કાલે ન પણ આપે તારી ફૂલડાળી રિક્ત થાય. મારું આ ગીત હરેક શ્રાવણ-શ્રાવણમાં તારા વિસ્મૃતિ ઝરણામાં નાહીને ફરી ફરીને તારું સન્માન હોડીમાં હંકારતું લાવશે. ઇરવીન્દ્રનાથ ટાગોર D અનુ. નલિની માડગાવકર
SR No.526101
Book TitlePrabuddha Jivan 2016 12
Original Sutra AuthorN/A
AuthorSejal Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2016
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy