SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન પૃષ્ઠ ૨૮ પ્રબુદ્ધ જીવન : ગાંધીજી : ગઈકાલ-આજ-આવતીકાલ : સદા નિરંતર ૬ ઓક્ટોબર ૨૦૧૬ રાષ્ટ્રનિર્માણના સ્થપતિ : ગાંધીજી E પ્રસ્તુતિ : કનુભાઈ સૂચક મહાન વિચારકોના વિચારનો આધાર અને તેની સમાનતાને [ કનુભાઈ સૂચક શિલ્પ-સ્થાપત્યના મર્મજ્ઞ અને સાહિત્ય સર્જક છે. ] ગાંધીજીનું જીવન એ વિચારોની વિકાસયાત્રા છે. એમના વિચારધારા ઐતિહાસિક. પરંતુ તેનો ઉન્મેષ યુગપ્રવર્તક. આપણા જીવનની પળેપળ વિચારોનુ અનુસંધાન છે અને તેનો વ્યાપ સંપૂર્ણ મૂર્ધન્ય સાહિત્યકાર સ્વ. ઉમાશંકર જોશીની આ એક પંક્તિ આ વિશ્વને આવરી લે છે. એકાંત વનમાં બૈરી સાધના કરે તેવા ઋષિઓથી જુદી આ યુગપુરુષની સાધના છે. તેમની સત્યની શોધની ચેતનાનો વિસ્તાર પ્રત્યેક માનવના હૃદય સુધી પ્રસરે છે. આ અતિશયોક્તિ નથી. જવાહરલાલ નહેરુએ લખ્યું છેઃ ગાંધીજી લોકોની હ્રદયવીણાના હક તારને જાણે છે. નિષ્ણાત સંગીતકારની જેમ ધ્યે પ્રસંગે ક્યો તાર સ્પર્શવાથી તે યોગ્ય રીતે ઝણઝણી ઉઠશે તે જાવો છે.' એ મહાત્મા તરીકે ઓળખાયા પરંતુ વાસ્તવમાં તો સામાન્યજન હતાં. માનવ હતા. તેમણે એજ રીતે વિચાર્યું અને ભૂલ પણ થઈ શકે એ સમજ સાથે એવું જ વર્તન કર્યું. માનવ કરી શકે અને જે મેળવી શકે તેવાં જ ડગ ભર્યાં. મને યાદ છે ૧૯૪૮ની ૩૦મી જાન્યુઆરીનો દિવસ. હું નવ વર્ષની વયનો બાળક હતો છતાં ગાંધીજીના નિધનના દિવસે ડૂસ્કે ડૂસ્કે રડ્યો. મારું કુટુંબ, મારા પાડોશીઓ, રસ્તે ચાલતાં દરેક માણસને મેં રડતાં જોયાં. તે દિવસે જવાહરલાલ નહેરુએ રાષ્ટ્રને સંબોધી પ્રવચન કર્યું હતું તે મને જ્યારે સમજણ આવી ત્યારે જાણ્યું. આ પ્રવચનમાં તેમણે કહ્યું: ‘The light has gone out of our Ives.' દેશવાસીઓએ તે દિવસે એક જ્ઞાનપ્રભાનો અસ્ત જોયો. પરંતુ આ પ્રભા એવી અસ્ત થાય તેવી પ્રભા ન હતી. લોકજીવનમાં સતત પ્રકાશ ફેલાવતી રહે તેવી શાશ્વત પ્રભા હતી. આ રાષ્ટ્રપુરુષ જનસમાજના હરેક સ્તરે વ્યાપ્ત બની રહ્યા. રાષ્ટ્રપિતા કહેવાયા. તેઓ કેવા યુગપુરુષ હતા તે મહાન વૈજ્ઞાનિક રોબર્ટ આઇન્સ્ટાઇન આ શબ્દોથી જણાય છે; ‘આવો મહાન યુગપ્રવર્તક આ ધરણી પર હાલતો ચાલતો એક માણસ હતો તેવું ભાવિ પેઢી માનશે નહીં." અઢી લાખ વર્ષ પુરાણી આ માનવ સંસ્કૃતિ છે. વિચારો તો થયા જ હોય. પાંચ હજારથી વધુ વર્ષ પુરાણા આપણા વેદ-પુરાો. આ વિચારોના પ્રભાવ માનવ જીવનમાં વ્યાપ્ત હોય જ. સમય સાથે બદલાતી જીવનપ્રણાલી અને તેને અનુરૂપ વિચારો થતાંજ રહે. વિચારોમાં ક્રાંતિ કહી શકાય તેવા સફળ અને નિષ્ફળ પ્રચો થતાં રહ્યાં. ગાંધીજાએ પણ સ્વાભાવિક રીતે જ એ અસરો ઝીલી. ગાંધીજીએ પોતાના જીવનકાર્યમાં આવી અસરો અંગે પોતાની આત્મકથા ‘સત્યના પ્રયોગો'માં ઉલ્લેખ કર્યો છે. ૧૯મી સદીમાં બે મહાન વ્યક્તિઓ માર્ક્સ અને ગાંધી. સમયની બે વિચારધારાઓ. જુદી જુદી છતાં સમાન. બન્ને ૢ પ્રબુદ્ધ જીવન : ગાંધીજી : ગઈકાલ-જ-આવતીકાલ ઃ સદા તિરંતર પ્રબુદ્ધ જીવનૢ : ગાંધીજી : ગઈકાલ-જ-આવતીકાલ ઃ સદા નિરંતર પ્રબુદ્ધ જીવન ઃ ગાંધીજી : ગઈકાલ-આજ-આવતીકાલ ઃ સદા નિરંતર પ્રબુદ્ધ જીવન : પ્રબુદ્ધ જીવન તે આવતીકાલ સ્પષ્ટ કરે છે. 'ભૂખ્યાં જનોનો જઠરાગ્નિ જાગશે. ખંડેરની ભસ્મકણી નવ લાધશે.' ઔદ્યોગિક ક્રાંતિ પછીના સમયને વર્ણવતા એક કવિ કહે છે: ‘વાત્ ઢેર પર વૈડી હૈ યે દુનિયા.' આવા કપરા સમયમાં જે સંઘર્ષ હતો તે માનવ અને માનવ વચ્ચે, પરિસ્થિતિએ સર્જેલ વર્ગો વચ્ચે, રાજ્ય અને પ્રજા વચ્ચે, રાજ્ય અને અન્ય રાજ્યો વચ્ચે હતો. માર્ક્સ આ વર્ગવિગ્રહને સદંતર નેસ્તનાબૂદ કરવાના પક્ષમાં હતા. ગાંધીજી પણ વર્ગવિગ્રહ પરિસ્થિતિજ સંઘર્ષ અને અસંતોષનું કારણ છે તે જાણતા હતા. પરંતુ તેઓ સંઘર્ષને અહિંસક સમજાવટ દ્વારા ઘટાડવાની તરફેણમાં હતાં. હિંસાથી જ ટેવાયેલા વિશ્વને આ વિચાર કંઈક અવ્યવહારુ લાગતો હતો. ‘શમે ના વેરથી વેર’ એ ભારતીય વિચારધારા ગાંધીજીની રગરગમાં સ્થાયી હતી. ગાંધીજીએ આ સંઘર્ષના મૂળમાં બે તત્વોની ઓળખ કરી. ઉદ્યોગોમાં મૂડીવાદીઓ અને મજૂર અને ખેતીવાડીમાં જમીનદાર અને ગણોત ખેડૂતો. આ વર્ગોના સંપર્કને સમજાવટ અને પ્રેમથી ઓછો કરવા માટે અહિંસક માર્ગની હિમાયત કરી. જરૂર પડે સત્યાગ્રહનું શસ્ત્ર અનુમાવવાનું સમજાવ્યું. આ નવતર પ્રયોગ હતો. માણસાઈને માણસાઈ તરફ દોરવાનો પ્રયાસ હતો. જેની સામે વિરોધ છે. તે સ્વયં અનિષ્ટ નથી પરંતુ પરિસ્થિતિજન્ય તેનામાં પ્રવેશી ગયેલ અનિષ્ટતાનો તેને પરિચય કરાવવાનો હતો. મૂડી અને શ્રમની સમાનતા સિદ્ધ કરવાનો હતો. શ્રમથી મૂડી નીપજે છે. શ્રમનું મહત્વ મૂડીથી વધુ છે તેની સમજ આપવાનો હતો. આવી સમજ્જાનો અભાવ વાગે ત્યાં સત્યાગ્રહનો ઉપયોગ કરવાનો હતો. અસહકા૨ કરી અધિકાર માગવાનો હતો. અધમ વર્તાવ સામે સ્વમાન જાગૃત ક૨વાનો આ પ્રયોગ હતો. તેમની આત્મકથા સ્વરૂપ પુસ્તક 'સત્યના પ્રયોગો'માં તેમણે કહ્યું છે, ‘મનુષ્ય દોષને ઝટ ગ્રહણ કરે છે. ગુણ ગ્રહણ કરવાને સારુ પ્રયાસની આવશ્યકતા છે.’ `That service is the noblest which is rendered for its own sake.' આવતીકાલ : સદા તિરંતર = પ્રબુદ્ધ જીવત: -pusic : Fc : છpG lon pe) ale : bi[pplie *blic : Galle આવતીકાલ ઃ સદા નિરંતર પ્રબુદ્ધ આવશ્યનાને વ્યવહારમાં પરિવર્તિત કરવાનો અઘરો રસ્તો ગાંધીજીએ અપનાવ્યો. જ્યાં સંઘર્ષ જ હતો ત્યાં પ્રેમપૂર્વક સમજાવટનો રસ્તો લીધો. એક બાજુ દેશના સ્વાતંત્ર્ય માટે લડત અને બીજી બાજુ ખખડી ગયેલ સમાજ વ્યવસ્થામાં માનવીય ભાવ પ્રેરિત કરવાનું કામ. તે પણ નાના કસબામાં કે ગામને આવતીકાલ
SR No.526099
Book TitlePrabuddha Jivan 2016 10
Original Sutra AuthorN/A
AuthorSejal Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2016
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy