________________
પ્રબુદ્ધ જીવત :
દુપ્રબુદ્ધ જીવન : ગાંધીજી : ગઈકાલ-આજ-આવતીકાલ ઃ સદા તિરંતર પ્રબુદ્ધ જીવત : ગાંધીજી : ગઈકાલ-આજ-આવતીકાલ ઃ સદા નિરંતર પ્રબુદ્ધ જીવન : ગાંધીજી : ગઈકાલ-આજ-આવતીકાલ ઃ સદા નિરંતર પ્રબુદ્ધ જીવત
ઓક્ટોબર ૨૦૧૬ ૪પ્રબુદ્ધ જીવન : ગાંધીજી : ગઈકાલ-આજ-આવતીકાલ ઃ સદા નિરંતર પૃષ્ઠ ૨૧
:
આગોટમાંથી દરબારી લોંચમાં, પછી મછવામાં, પછી બળદ ગાડીમાં અને છેને. કાદવમાં પર્ગ ચાલીને કિનારે આવ્યા.
ગાંધીનો ઉતારો રાજ્ય તરફથી સંસ્કૃત પાઠશાળાના મકાનમાં રાખવામાં આવ્યો હતો. ગાંધીજીને સરઘસાકારે જાહેરસભાના સ્થળે લઈ જવામાં આવ્યા. પણ સભામાં અંત્યજોને અલગ બેસાડવામાં આવ્યા હતા. ગાંધીજીએ ત્યાં જઈ ભાષણ કર્યું.
બીજે દિવસે ૨૩મી તારીખે ગાંધીજીએ કચ્છના મહારાવની મુલાકાત લીધી. ફરી જાહેરસભા થઈ ત્યારે અંત્યજોને દૂર ન બેસાડ્યા. કોટડામાં અંત્યજશાળાનો પાર્યો ગાંધીજીના હાથે નખાયો. રાત્રે આગળ જવા નીકળ્યા. બળદગાડી, ગાડું, પાલખી અને ચાર પૈડાવાળા ગાડામાં ૨૮ માઇલની મુસાફરી કરી. ૨૬મીએ કોઠારા ગામમાં જાહેરસભા યોજાઈ અને માનપત્ર અપાયું. ૨૭મીએ વીંઝાણમાં જાહેરસભા થઈ, ગોધરા (કચ્છ)માં ૨૯મીએ જાહેરસભા થઈ. ઉતારો શેઠ ઠાકરશીના બંગલે હતો. ૩૦મી ઓક્ટોબરે ગોધરાથી સંઘ માંડવી પહોંચ્યો. કચ્છમાં ગાંધીજીને કડવા અનુભવો થઈ ચૂક્યા હતા. કચ્છના મુંબઈ અને વિદેશમાં વ્યવસાય ક૨ના૨ા મોટા ગજાના શાહુકારો હરિજનફાળો વગેરેમાં ઘણું ધન આપશે એવી અપેક્ષા હતી. પણ મુંબઈથી જ આદેશો આવી ગયેલા કે કચ્છનું ધન કચ્છમાં જ રહેવું જોઈએ. એટલે ગાંધીજીને ખાસ સહકાર મળ્યો નહિ.
માંડવીમાં ગાંધીજીની સાથે બહેન આનંદિની આશર હતાં. તેમને કોઈ ઓળખે નહિ. સૌએ માની લીધું કે તે હરિજન કન્યા લક્ષ્મી જ હોવી જોઈએ. એટલે ગાંધીજી માટે ઉતારો શોધવાનું મુશ્કેલ બન્યું. તેના કરતાંય કપરું કામ સભાસ્થાન મેળવવાનું હતું. આયોજકોએ પસંદગી કરીને રિઢગર બાબા જે જાણીતા અને શ્રીમંત સાધુ હતા તેઓ ગાંધીજીનું સ્વાગત કરે, તેમની બ્રહ્મપુરીમાં સભા ભરાય તેવું ગોઠવેલું, પણ દ્વિગરે નક્કી કરેલું કે ગાંધીજી સ્પર્શાસ્પર્શમાં માનનારાઓના દરવાજેથી પ્રવેશે અને તેમના માટે ત્યાં નિશ્ચિત કરેલા સ્થાને બેસે.
પણ ગાંધી તો હરિજનો માટે અલગ રાખેલા દરવાજેથી પ્રવેશ્યા. રિદ્ધગરને તે જરાય માન્ય નહોતું. તેણે તો તેના ચેલાઓને મોકલી હરિજનોને સભામંડપમાંથી દૂર કરાવવાનું આરંભ્યું. પોતે સભામાંથી ચાલ્યા ગયા. ગરબડ મચી ગઈ. ગાંધીજીએ સભા બરખાસ્ત કરી.
૩૧મીએ માંડવીમાં વનસ્પતિશાસ્ત્રી જયકૃષ્ણ ઈંદ્રજીના આયોજન પ્રમાણે વૃક્ષારોપણ થયું. સ્થળનું નામ “ગાંધીકુંજ' અને ઝાડનું નામ‘ગાંધીવડો' રાખ્યું. રાજચંદ્ર જન્મતિથિ અંગે પ્રવચન કર્યું, માંડવીમાં ગાંધીજીના કાર્યક્રમમાં અપમાનજનક વર્તાવ થયો.
પ્રબુદ્ધ જીવત
પહેલી નવેમ્બરે ભૂજપુરમાં સવારે સાત વાગે સભા થઈ. જૂનવાણીઓએ સભા ન કરી તેથી સભા હરિજનવાસમાં થઈ. હરિજનોની સૌથી વધારે અવગણના બીજી તારીખે મુંદ્રામાં થઈ. માનપત્ર પ્રમુખે ઊંચેથી ગાંધીજીના હાથમાં મૂક્યું, જેથી સ્પર્શે ન ક૨વો પડે. ગાંધીજીએ માનપત્ર સ્વીકાર્યું નહિ. ઊંડા હૃદયની વેદના વ્યક્ત કરી.
કચ્છથી દરિયાઈ રસ્તે નીકળી ૪થી નવેમ્બરે જામનગરના રોઝી બંદરે ઊતર્યા. રાજ તરફથી સત્કાર કરાયો. ત્યાંથી રાજકોટ થઈ અમદાવાદ પરત ફર્યા.
૧૯૨૮ના જાન્યુઆરીની ૨૦મી તારીખથી પો૨બંદ૨માં મળી રહેલી ચોથી કાઠિયાવાડ રાજકીય પરિષદમાં હાજરી આપવા પોરબંદર પહોંચ્યા. બેઠકના પ્રમુખસ્થાને ઠક્કરબાપા હતા.
૨૩ નવેમ્બ૨ ૧૯૨૮ના રોજ ગાંધીજીએ વરતેજમાં અંત્યજમંદિરનું ખાતમુહર્ત કર્યું, સભાઓમાં વ્યાખ્યાનો કર્યાં, મોઢ જ્ઞાતિનું માનપત્ર સ્વીકાર્યું.
૩૦મી માર્ચ ૧૯૨૯ના દિવસે સરદાર વલ્લભભાઈ પટેલના પ્રમુખસ્થાને મોરબીમાં આરંભાઈ રહેલા કાઠિયાવાડ રાજકીય પરિષદના અધિવેશનમાં હાજરી આપી.
૧૯૩૪ના જુલાઈની પહેલી તારીખે હરિજન યાત્રાના ભાગ રૂપે ભાવનગરમાં ભંગીવાસનો પાથી ગાંધીજીના હાથે નખાયો. સનાતનીઓની સભા રાખી પણ કોઈ આવ્યું નહિ, જાહેરસભા થઈ. બીજી જુલાઈએ કાઠિયાવાડ હરિજન સેવક સંઘ અને કાઠિયાવાડ રાજકીય પરિષદની અંત્યજ સમિતિની સંયુક્ત બેઠકમાં હાજરી આપી.
૧૯૩૬ના ઓક્ટોબરની ૨૯ તારીખે ગાંધીજીએ રાજકોટની મુલાકાત લીધી હતી. મોટાભાઈ ખુશાલચંદને તેઓ મળવા ગયા હતા.
૧૯૩૮ના ઓગસ્ટ આસપાસથી રાજકોટમાં જવાબદાર રાજતંત્રની માગણી થતી હતી. રાજવી ધર્મેન્દ્રસિંહજી વિલાસી અને ઉડાઉ સ્વભાવના હતા. દીવાન વીરાવાળા કુટિલ અને ખટપટી નીતિરીતિથી રાજકાજ ચલાવતા હતા. લોકો પર કરવેરા વધારતા હતા. તેમાં જવાબદાર રાજતંત્રની માગણી થતાં દમનનીતિ શરૂ થઈ. ગાંધીજીની સલાહ લઈ સરદાર વલ્લભભાઈ લડતમાં દોરવણી આપતા હતા.
આવતીકાલ : સદા તિરંતર " પ્રબુદ્ધ જીવન : ગાંધીજી : ગઈકાલ-આજ-આવતીકાલ ઃ સદા નિરંતર પ્રબુદ્ધ જીવત :
`In a gentle way, you can shake the world.'
-pi#ic : Galle : છpWon # સર્જી 13 : PI[]
૨૬ ડિસેમ્બર ૧૯૩૮ના રોજ સરદાર વલ્લભભાઈ પટેલ અને લડત સમિતિને ઠાકોર ધર્મેન્દ્રસિંહ અને દીવાન વીરાવાળા સાથે સમાધાન થયું. પણ રાજ્ય તરફથી તેનો વારંવાર ભંગ થયો, કસ્તુરબા આવેલાં તેમને જેલમાં પૂર્યાં. અંતે ખુદ ગાંધીજી ૨૭ ફેબ્રુઆરી ૧૯૩૯ના રોજ મુંબઈથી રાજકોટ આવ્યા. રાજ્યના
ને આવતીકાલ
-bßI : G[B]lc : ppt