________________
૬૮
ચારે આહા૨ના ત્યાગ સાથે કરી હતી અને ક્યારેય એક ઉપવાસ કે લગાતાર આહાર કર્યો નથી.
પ્રબુદ્ધ જીવન : મહાવીર સ્તવન વિશેષાંક
* કરે કરાવે પાપ નહી ને, ના કદી અનુમોદના, ગૃહસ્થોના ભોજનમાંથી નિર્દોષ આહાર શોધતા: ભૂખ્યા કાગડા પક્ષીઓને ચાતો જોઈને પ્રભુ. વિઘ્ન ના પડે તેમને એમ ભિન્નાએ જાતા લીધું... (૧૩) * શ્રમણ બ્રાહ્મણ ભિખારી કે ચાંડાલ કૂતરા બિલાડી, ગવેષણા કરી આહારની, ના કોઈના ભોજનમાં છેદ પાડી; શુષ્ક અને વાસી મળે, કયારેક મળે વ્યંજન રસાળ, તન્મય બન્યા સંયમમાં,પ્રભુએ રાખ્યું છે મન વિશાળ... (૧૮) અહીં ભગવાનની એષણા સમિતિ અંગે વિશિષ્ટ સાવધાની અને અહિંસક વૃત્તિનું આબેહૂબ વર્ણન છે. તીર્થંકરે પણ સાધક અવસ્થામાં સમિતિ અને ગુપ્તિના વિધિ નિયમોની આરાધના કરવાની હોય છે.
* વિવિધ આસનોમાં બેસી, સ્થિર ચિત્તને કરતા,
જીવ અન્ય આદિ ત્રણ લોક વિશે, સ્થિત ધ્યાનને ધરતા; વિષયોમાં અનાસક્ત ભાવે, આત્માની શુદ્ધિ કરી, પ્રમાદ દોષ સેવન છોડી, સમ્યક સંયમ આચરી... (૧૯)
ધ્યાન માટે ઉક્કડુ, ગોદુહાસન, વીરાસન આદિ આસનોમાં સ્થિત થઈને, ત્રણ લોકના જીવ અવાદિ પદાર્થોના દ્રવ્ય-પર્યાય, નિત્યાનિત્યને ધ્યાનનો વિષય બનાવતા હતા અને સંકલ્પ-વિકલ્પોથી દૂર રહીને આત્મસમાધિને સાધતા હતા. ભગવાને ઇન્દ્રિયાદિના વિષર્ધામાં અમૂર્છિત બની, કાર્યોની ઉપશાંતતા કરી, કર્મ સામે સંયમનો યજ્ઞ માંડ્યો હતો.
* સ્વયં તત્ત્વો જાળી લઈને, ત્રિયોગે રાખી જાગૃતિ, જાગજ્જીવ પાંચ સમિતિ પાળી, ત્રા ગુપ્તિમાં નિવૃત્તિ ધર્મધુરંધર વીર પ્રભુની, ના છે કેવળ કલ્પના, અનંતશક્તિનો સ્વાર્યો કરે છે. સ્વામી ઉપાસના...(૨૦)
પ્રભુએ સ્વતઃ તત્ત્વોને સારી રીતે જાણી લીધા હતા કારણ કે તીર્થંકર
પરમાત્મા સ્વયંબુદ્ધ હોય છે, તેમને કોઈ ગુરુ હોતા નથી. એવા જૈન
ધર્મના શાસનપતિ ભગવાન મહાવીરં, જીવનપર્યંત અપ્રમત્તપણે તપધ્યાનની સાધના સંયમવિધિપૂર્વક કરી આ કેવળ કલ્પના માત્ર નથી પરંતુ આત્માની અનંતશક્તિનો ઉપયોગ કરી યોગીમાંથી અયોગી
બન્યા હતા.
એપ્રિલ, ૨૦૧૩
રાખી સાધકને સાવચેત કર્યા છે. કોઈ પણ સંયોગોમાં કોઈ બહાનાં કાઢ્યાં ન હતાં. સમા, અહિંસા, સહનશીલતા, સહિષ્ણુતાના અો શસ્ત્ર શૂરવીરતાથી લડ્યા અને વર્તમાનમાંથી વીર અને વીરમાંથી મહાવીર
* 'ભોમિ ભંતે' નહીં પરંતુ 'કરેમિ ભંતે' કરી કહ્યું, સાધકને સાવધાન કરે કશી પોતે જે છે અનુભવ્યું
ગૃહસ્થ કે ગૃહના ત્યાગમાં, ધ્યેયને ના છોડ્યું, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવનું કારણ ના એમને નડ્યું... (૨૧) ભગવાન મહાવીરે પોતાના જીવનમાં અનુભવેલી અવસ્થાને સામે
બન્યા.
* દીર્ઘ તપસ્યા એકાંત ધ્યાને સંયમમાં ના લગન.
કષ્ટ પરીષહ ઉપસર્ગોની, જરી ન અડી એમને અન; અષ્ટ કર્મને નષ્ટ કર્યા, વીરરસમાં થયા મગન, ગૌરવવંતા જિનશાસનની, ધજા ફરકે ઊંચે ગગન.....(૨૨)
* અનાદિકાળના પૂર્વ સંસ્કારોને હવે છેદવા,
ભવમા ચોરાશી ચક્કરોને હવે ભેદવા; ચાર ગતિ ચોવીશ દંડકનાં દુઃખો નથી વેદવા, ગરવા ગુણો દેવાધિદેવના ગાઇએ એ છે દવા... (૨૩) શૂરવીરતાનું પાન કરીએ આપના ગુરાગ્રામથી, મુક્તિનો નશો ચડે છે, ભાવભક્તિના જામથી; દોષમય છે મમજીવન ને ક્યાં તારું ઉજ્જવળ કવન ? શ્રદ્ધા છે કે મહાવીર માર્ગે, તો સહુ આવાગમન.... (૨૪) ક્યાં મારા વીરપ્રભુનું નિર્મળ વન ચરિત્ર ? ને ક્યાં મારા જીવનની કરમ કહાણી? ક્યાં મારા વીરપ્રભુની પળે પળની જાગૃત્તિ ? ને ક્યાં મારી ક્ષણેક્ષણની પ્રમત્તત્તા ? તોંચે... તોયે... સમ્યક્ હા છે કે પરમ સખા પ્રભુ મહાવીર દયા, કરુણાની સખાવત કરી મારી કહાણીનો સુખદ અંત લાવશે....!
સોનીકામાં ચરમ તીર્થંકર ધર્મચક્રવર્તી એવા શ્રમકા ભગવાને મહાવીરની સ્તવના ચોવીશ ગાથા વડે કરીને, ચાર ગતિ, ચોવીશ દંડક અને ચોરાશીના ચક્કરને ચીરવા એક નવો ચીલો ચાતરી, શ્રી આચારાંગ સૂત્રના નવમા અધ્યયનને મારા ક્ષોપશમ પ્રચાઇ હરિગીત છંદમાં ઢાળવાનો પ્રયાસ કર્યો છે. તેમાં જિનાજ્ઞા વિરુદ્ધ કાંઈપણ લખાયું હોય તો ત્રિવિધ મિચ્છામિ દુક્કડં.... પાદટીપ :
(૧) ઇર્યા સમિતિ : જયણા રાખી, ઉપયોગ સહિત, ચાર હાથ જેટલું
પ્રમાણ જમીન, નજરે જોઈ ચાલવું તે.
(૨) એષા સમિતિ : સમ્યક્ પ્રકારે નિર્દોષ આહાર, આદિની ગર્વિષા કરવી.
(૩) અપ્રતિજ્ઞ : આહાર, નિવાસસ્થાન આદિ અંગે કોઈ અપેક્ષા, સંકલ્પ
નોવો.
(૪) મહામાહણ : અહિંસક.
(૫) ગવિધણા : શુદ્ધિ-અશુદ્ધિની સાવધાની રાખવી તે.
૫૫, સ્વામી લીલા શાહ સોસાયટી, ગાર્ડન લેન, સાંગાણી એસ્ટેટ, ઘાટકોપર (વેસ્ટ), મુંબઈ-૪૦૦ ૦૮૬.
ફોન ઃ ૨૫૦૦૪૦૧૦; મોબાઈલ : ૯૩૨૩૫૫૬૯૯૯