________________
ઑક્ટોબર, ૨૦૦
ગુણસંપદા જાણવાની અને સમજવાની વર્ષોથી અતિ જિજ્ઞાસા હતી અને પરમાત્માની કૃપાથી આવો યોગ અનાયાસે પ્રાપ્ત થયો. એક ધન્ય દિવસે અધ્યાત્મયોગી આચાર્યદેવ શ્રીમદ્ વિજય કલાપૂર્ણસૂરીશ્વરજી મ.સા.ના વંદનાર્થે હું લોનાવલા ગયો હતો. પ્રથમ વખતના દર્શને જ પૂજ્યશ્રીએ મને દેવચન્દ્ર ચોવીસી ભણવાની ભલામણ કરી.
પ્રબુદ્ધ જીવન
શરૂઆતમાં આ અભ્યાસ ખૂબ જ ગહન લાગ્યો પરંતુ વારંવાર પૂ. કલાપૂર્ણસૂરીજીના સાન્નિધ્યથી, તેમની કૃપાદૃષ્ટિના કારણે ધીમે ધીમે વનોના અર્થ અને રહસ્યો ખૂલવા લાગ્યા. પૂજ્યશ્રીને એક ગાથાનો અર્થ પૂછતાં તેઓશ્રી આરંભથી અંત સુધી, પૂરા સ્તવનનો અર્થ સવિસ્તૃત સમજાવતા, એટલે સવિશેષ રસ જાગવાથી, ઉત્તરોત્તર, આ ચોવીસીના ગાનમાં આનંદ વધતો ચાલ્યો અને આરાધનામાં પ્રગતિ થવા લાગી.
પૂ. દેવચન્દ્રજીના સ્તવનો અત્યંત હૃદયવેધક છે અને જેમ જેમ આ સ્તવનોનું સ્મરણ, મનન અને ચિંતન કરાય છે તેમ તેમ પ્રસન્નતા અને હર્ષ અનુભવાય છે. જ્યારે જ્યારે ચૈત્યવંદન આદિ ક્રિયાઓમાં આ સ્તવનોની માર્મિક ગાથાઓનું ઉપયોગપૂર્વક ગાન થાય ત્યારે ત્યારે અતિ ભાવોલ્લાસ જાગે છે. હૃદય પુલકિત બને છે.
છે.
ગ્રંથકાર મહાત્માએ આવા તત્ત્વદુષ્ટિરૂપી પુોને સ્તવનરૂપી માળામાં ગૂંથીને 'પરમતત્ત્વની ઉપાસના'ના ઈચ્છુક પર મહાન ઉપકાર કર્યો છે. પૂજ્યશ્રીની કવિત્વ શક્તિ પણ વચનાતીત હોવાથી સ્તવનો વિશેષરૂપથી હૃદયંગમ બને છે.
આ સ્તવનોનો અભ્યાસ કરતી વખતે તેઓશ્રીના ‘સ્વોપન્ન બાવોધ તથા પરમતત્ત્વની ઉપાસના' વિગેરે અનેક ગ્રંથોનો ઉપયોગ કર્યો. સ્વીપન્ન કાલાવોધમાં તેઓએ આગમ અને બીજા ઘણા સુંદર ગ્રંથોમાંથી સંસ્કૃત-પ્રાકૃત અવતરણો લીધાં છે. તેનો અર્થ અમે આ સાથે આપવાનો પ્રયાસ કર્યો છે.
આ સ્તવનોના અધ્યયન પછી એવી ભાવના ઉત્પન્ન થઈ કે દેવચન્દ્ર ચોવીસીનો એવો ગ્રંથ પ્રકાશિત કરવો કે જે જિજ્ઞાસુ સાધક સરળતાથી સમજી શકે. તેથી પ્રસ્તુત ગ્રંથમાં સ્તવનોના અર્થ અને સાર પૂ. કલાપૂર્ણસૂરીશ્વરજી કૃત 'પરમતત્ત્વની ઉપાસના'માંથી લીધા છે.’’
આ ગ્રંથમાં પરમ પૂજ્ય આચાર્ય દેવશ્રી વિજય કલાપૂર્ણસૂરીશ્વરજીનો ર્જિન ભક્તિની મહિમા ગાર્તા અધ્યયનશીલ લેખ ગ્રંથ મુગટમાં મોરપિચ્છ સમાન છે.
આ ચોવીશીની પ્રત્યેક ગાથા એક ગહન ગ્રંથ જેવી છે. પ્રત્યેક શબ્દને જિનમૂર્તિ સમજીને એને સ્થિર અને એકાગ્ર દૃષ્ટિથી નિરખો, એ શબ્દ સામે સ્થિર થાય અને જૈન તત્ત્વોના અગમ્ય રહો જેવા કે નય, સપ્તભંગી, સ્યાદવાદ, જ્ઞાનયોગ, શ્રદ્ધાયોગ, ચારિત્રયોગ, કર્મયોગ અને ભક્તિયોગ વગેરે ભાવકની પ્રજ્ઞા અને હૃદયમાં ઉઘડવા લાગશે. ત્યારે એવી પ્રતીતિ થશે કે પ્રીત કરવી તો કોઈ પુદગલ કે પિંડની સાથે શા માટે પ્રીત કરવી? પિંડની પ્રીત એ તો અનિત્ય છે,
૫
સાચી અને નિત્યભાવી પ્રીત તો આ જિન ભક્તિની જ છે, એટલે એ જ કરવી.
માં
યોગી પુરુષ દેવચંદ્રએ પ્રભુ ભક્તિમાં લયલીન થઈ, મસ્ત થઈ, દેહાતિત થઈ, બાહ્ય ભાવથી પરામ્મુખ બની, પરરૂપને સદંતર વિસરી સ્વરૂપમાં ઓતપ્રોત થઈ તીર્થંકર ભગવાનના ગુન્નો અને મહિમા ગાતી મન હિમાલયમાંથી ગંગા જેવી વહાવેલી આ તત્ત્વરસ, અધ્યાત્મરસ, વૈરાગ્યરસ અને સમતારસથી તેમજ કાવ્યત્વ અને ગેયત્વથી છલકાતી આ રચનાઓમાં શરીર અને હૃદયને ઝબોળીએ તો જીવનની એ પળો ધન્ય ધન્ય બની જાય, અને સંસારી આત્મા મોક્ષનો સાધક બની જાય, ત્યારે આત્મદર્શન પરમાત્માદર્શન બની જાય.
એક બીજમાં જેમ અસંખ્ય વૃક્ષો ઉત્પન્ન કરવાની શક્તિ છે એજ રીને એક માત્ર ભિક્ત બીજથી જ આત્મામાં અનંત જ્ઞાનના ક્ષોનું નિર્માણ થાય છે. વૃક્ષ નિર્માણ માટે આ બીજને ધરતીની માટી અને પાણીની જરૂર છે એમ ભક્તિ સાથે ક્રિયા અને જ્ઞાન ભળે પછી તો આત્મામાં કલ્પવૃક્ષનું નિર્માણ થાય છે, જે સાધકને નિર્વાણ કક્ષા સુધી દોરી જાય. આ ભક્તિમાં આ ઉપરાંત બહિરાત્મા, અંતરાત્મા
અને પરમાત્માનો ત્રિવેણી સંગમ છે. નિતર્યાં જળના એ સ્નાનથી આત્માને પોતાના શુદ્ધ સ્વરૂપનું જ્ઞાન થાય છે, તેમજ સમતારસ, પરમાનંદ અને શાશ્વત અને અવિનાશી આત્મિક સુખની પ્રાપ્તિ થાય છે.
પ્રભુને ભજીએ તો જીવનમાં પ્રભુતા પ્રગટે. પૂજ્યની પૂજા કરવાથી જ પૂજ્ય પદ પ્રાપ્ત થાય છે.
જિન સ્વરૂપ થઈ જિન આરાધે, તે સહી જિનવર હોવે રે.
X X X
શીતલ જિન પતિ પ્રભુતા પ્રભુની, મુઝથી કહી ન જાય છે, અનંતતા નિર્મલતા પૂર્ણતા, જ્ઞાન વિના ન જણાય જ, (૧૦)૧
X X X
સમ્યગ્ દૃષ્ટિ મોર, તિહાં હરખે ઘણું રે; દેખી અદ્ભૂત રુપ, પરમ જિનવ૨ તણું રે. પ્રભુ ગુણનો ઉપદેશ, તે જલધારા વહી રે; ધર્મ રુચિ ચિત્ત ભૂમિ, મંડી નિશ્વલ રહી હૈ. (૨૧) ૪
આ નૂતન વર્ષે આવા ઉત્તમ ગ્રંથના સાગરમાંથી થોડાં બિંદુની અંજલિ 'પ્રબુદ્ધ જીવન'ના વાચકોને અર્પણ કરવાનું સદ્ભાગ્ય આ લખનારને પ્રાપ્ત થાય છે એ માટે આ ગ્રંથના રચયિતા સાધક શ્રાવક શ્રી પ્રેમલ કાપડિયાને અંતરથી અભિનંદન આપી અભિવંદન કરું છું.
ગુજરાતી અને હિંદી બે ભાષા આ ગ્રંથમાં છે, પરંતુ આ ગ્રંથના વિજ્ઞાન સંપાદકને વિનંતિ કરીએ કે થોડો વધુ શ્રમ કરી ભવિષ્યમાં આ ગ્રંથમાં અંગ્રેજી ભાષા-ગદ્યને પણ સ્થાન આપ આપો તો અંગ્રેજીભાષી અસંખ્ય જિજ્ઞાસુજનો પાસે આ ગ્રંથ પહોંચી શકશે, અને આ અદ્ભૂત ગ્રંથને આંતરરાષ્ટ્રીય સિદ્ધિ અવશ્ય પ્રાપ્ત થશે.