________________
૪
વ્યાખ્યાનમાળાના પ્રમુખ ડૉ. ધનવંત શાહ, શ્રી મુંબઈ જૈન યુવક સંઘના પદાધિકારીઓ, બહેનો તથા ભાઈઓ.
પ્રબુદ્ધ જીવન
આજે શ્રી મુંબઈ જૈન યુવક સંઘે યોજેલ પર્યુષણ વ્યાખ્યાનમાળામાં મને પણ શામેલ થવાનો અવસર મળવા બદલ હું મારી જાતને અત્યંત ખુશનસીબ માનું છું. અને મને તેનો ઘો જ આનંદ છે. ભૂતકાળમાં આવી ગયેલ વક્તાઓની યાદી જોતાં જણાય છે કે આપણાં દેશની અતિ મહાન અને નામાંકિત વ્યક્તિઓ જેવી કે ડૉ. રાધાક્રિશ્નન, મધર ટેરેસા, શ્રી ક. મા. મુન્શી, ડૉ. વિજયાલક્ષ્મી પંડિત, જસ્ટીસ એમ. સી. ચાગલા અને જયપ્રકાશ નારાયણ વગેરેએ આ વ્યાસપીઠ ઉપરથી વ્યાખ્યાનો આપ્યા છે.
શ્રી મું. જૈ. યુ. સંઘના આજના તથા ભૂતકાળના પદાધિકારીઓને ૭૫ વર્ષ સુધી આટલી સુંદર વ્યાખ્યાનમાળાનું આયોજન કરવા બદલ હું ખૂબ ખુબ ધન્યવાદ આપું છું. સંઘની અનેક પ્રકારની પ્રવૃત્તિઓને પણ હું બિરદાવું છું. બીજા અનેક તહેવારો કરતાં સહેજ જુદા એવા દુનિયાભરમાં ઉજવાતા આ પર્યુષણ પર્વની મહત્તા ઘણી છે.
બીજા ઘણાં તહેવારો આનંદપ્રમોદના હોય છે જ્યારે આ પર્વ મનુષ્યના આત્માને ઓળખી, પ્રભુ સમક્ષ હાજર થવાનો અથવા પ્રભુમય બની મોક્ષ પામવાના પ્રયત્નોનું આ પર્વ છે. આ પર્વમાં લોકો તપશ્ચર્યા, નિયમોપાલન, ધાર્મિક વાંચન અને શ્રવણ દ્વારા આત્માની ઉન્નતિ માટેના પ્રયત્નો કરતા હોય છે. આ પર્વમાં સગાંસંબંધીઓ, મિત્રો, સહકાર્યકર્તાઓ તથા અન્યો સાથે ક્ષમાયાચના કરતા હોય છે.
જ્યારે ક્ષમાપનાની વાત આવે ત્યારે અચૂક ગાંધીજીની યાદ આવે. તેઓએ કહ્યું છે, ‘ક્ષમા આપવાનો ગુણ તો અભય મનુષ્યને જ શોભે. ભયભીત અથવા બીકણ મનુષ્ય ક્ષમા ન આપી શકે.' મને ખાત્રી છે જો આ ધરતીને સુંદર રહેવાલાયક સ્થાન બનાવવું હોય તો આપણે સર્વેએ, એટલે કે દરેક મનુષ્યો, જાતિઓ, વિશ્વના દેશોએ ભૂતકાળમાં આચરેલી ભૂલો બદલ ક્ષમાયાચનાની આપલે કરવી જોઈએ. બહેનો તથા ભાઈઓ,
સપ્ટેમ્બર, ૨૦૦૯
કે સામાજીક, આર્થિક અને ધાર્મિક પ્રશ્નોનો ઉકેલ આવી જાય. બૌકિક અને તાર્કિક એવા જૈન દર્શને આપણા ભારતને ગૌરવવંતો બનાવ્યો છે.
જૈન દર્શનમાં દર્શાવાયેલા ઉમદા અને આધ્યાત્મિક સિદ્ધાંતોના આચરણની તો દુનિયાભરમાં અને પેઢી દર પેઢી અસર જોઈ શકાય છે. અહિંસાવાદનો સિદ્ધાંત જો અપનાવીએ તો જીવન પ્રત્યેનો આપણો અભિગમ જરૂર બદલાઈ જાય. તેના સિદ્ધાંતો જાતિવાદની વિરૂદ્ધ છે. આજે પણ એ સિદ્ધાંતો એટલા જ ઉપયોગી છે. જૈન દર્શનના તાર્કિક સિદ્ધાંતોએ વિજ્ઞાનની તરફેણ કરી છે અને અંધશ્રદ્ધાનો વિરોધ કર્યો છે. જૈન દર્શને અનેકાંતવાદને મહત્ત્વ આપ્યું છે. આ સિદ્ધાંત અપનાવવાથી જગતના અનેક પ્રશ્નો, જેવા
પંડિત જવાહરલાલ નહેરૂ જેમની સાથે મને કામ કરવાનો મોકો મળ્યો છે, તેમના અતિપ્રખ્યાત પુસ્તક ‘ધી ડિસ્કવરી ઑફ ઈન્ડિયા'માં તેઓએ પણ જૈન દર્શન વિષે ઉલ્લેખ કર્યો છે. તેમણે લખ્યું છે કે જૈન દર્શને આપણને દરેક જીવ પ્રત્યે સમભાવથી જોવાનું શીખવ્યું છે. તેઓ વધુમાં લખે છે, ‘જૈન દર્શન આપણને સારું અને ઉચ્ચ જીવન' જીવવાની પ્રેરણા આપે છે.
જીવન પ્રત્યેના આવા અભિગમથી આજના જમાનામાં
મનુષ્યજાતિ કુદરતી વાતાવરણ અને ધરતી પ્રત્યે વિચારતી થઈ છે. જીવન પ્રત્યે સદા માનથી જોવું જોઈએ અને આપણા મનમાં તેનો સતત અહેસાસ થવો જોઈએ. મનુષ્યજાતિનો ઉદ્ધાર એમાં જ છે. આજના ભૌતિક પદાર્થો પાછળની દોડમાં આપણે આપણા આધ્યાત્મિક વારસાને ઘણીવાર ભૂલી જઈએ છીએ. આપણી કપરી પરિસ્થિતિમાં ભૌતિક અને આધ્યાત્મિક પ્રશ્નો વચ્ચેની સમતુલા જાળવવી ઘણી અગત્યની છે. હું મક્કમપણે માનું છું કે જેનો દુનિયાના આજના પ્રશ્નોના ઉકેલમાં અને શાંતિ સ્થાપવામાં ઘણો અગત્યનો ભાગ ભજવી શકે
હું પોતે તો ક્રિશ્ચિયન છું અને મારો ધર્મ તો દરેક મનુષ્યમાં ભગવાનનો અંશ જોવાનું શીખવે છે. ખરેખર તો દરેક ધર્મ શાંતિ અને એકતા જ શીખવે છે. આ દુનિયાનો એક પણ ધર્મ આપણને એકબીજા પ્રત્યે વેરભાવ રાખવાનું શીખવતો નથી. આજે તો શાંતિ જ માનવજાતને ઘટાવી ગઈ છે. આ તબક્કે મારા મત પ્રમાણે દુનિયાના દરેક ધર્મને એક ગજબનો પડકાર છે કે વ્યક્તિગત સ્તરે અને બીજા અનેક સ્તરે શાંતિ સ્થાપી બતાવે.
શાંતિ સ્થાપવા માટે સૌથી અગત્યની વાત તો ભ્રાતૃભાવ કેળવવાની છે. બીજી એક અગત્યની વાત તે દરેક વ્યક્તિમાં સેવાભાવ કેળવવાની છે. જગતમાં જો એક નાનો હિસ્સો કે અમુક લોકો મોજશોખ, એશઆરામમાં રહે અને મોટો હિસ્સો ગરીબીમાં રહે તો દુનિયામાં કદી શાંતિ સ્થપાય નહીં.
દરેક ધર્મના સાધુ-સંતોનો આપણને સીધો સવાલ છે કે જો તમે તમારા બંધુ ભાઈ-બહેનોને પ્રેમ ન કરો તો ભગવાન પાસે પ્રેમ કેવી રીતે માંગી શકો ? આજના જમાનામાં જો કોઈ સાચી સેવા હોય તો તે પ્રભુ પ્રત્યેના પ્રેમમાંથી ઉદ્ભવતી આધ્યાત્મિક સેવા છે. એક સંત મહાત્માએ કહ્યું છે, ‘કાર્ય વગરની પ્રાર્થના એ પ્રાર્થના વગરના કાર્ય જેટલું જ ખરાબ છે.'
સાચા ધાર્મિક મનુષ્ય થવું હોય કે કહેવડાવવું હોય તો વહેંચતા શીખવું જોઈએ. આપણી કમાણીનો દશમો ભાગ આપણે પ્રભુને ગમતાં કાર્યો અને મનુષ્યો માટે રાખવો જોઈએ. આ રીતે જ આપણે