________________
Regd. With Registrar of Newspaper for India No.RNI 6067/57 વર્ષ : (૫૦) + ૧૯૦ અંક: ૯ ૯ સપ્ટેમ્બર, ૨૦૦૯ ૦ વિક્રમ સંવત ૨૦૬૫ ૦ વીર સંવત ૨૫૩૫૦ ભાદરવા વદિ – તિથિ ૧૨ ૦
૦ ૦ ૦ શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું માસિક મુખપત્ર ૦ ૦ ૦
પ્ર
QUO6i
૦ ૦ પ્રબુદ્ધ જીવન પાક્ષિક ૧૯૩૯થી ૧૯૮૯ : ૫૦ વર્ષ ૦ ૦ વાર્ષિક લવાજમ રૂ.૧૨૫/-૦ ૦ છૂટક નકલ રૂા. ૧૦-૦ ૦
માનદ્ મંત્રી : ધનવંત તિ. શાહ
વૈશ્વિક શાંતિનો ધર્મ ઃ જૈન ધર્મ બૌધિક અને તાર્કિક એવા જૈન દર્શને આપણા ભારતને ગૌરવવંતો બનાવ્યો છે
–મહામહિમ શ્રી એસ. સી. જમીર, મહારાષ્ટ્ર રાજ્યના રાજ્યપાલ [શ્રી મુંબઈ જેન યુવક સંઘની ૭૫ મી વ્યાખ્યાનમાળા પ્રસંગે તા. ૨૧-૮-૨૦૦૯ના સવારે ૧૦-૨પનાના મારાષ્ટ્ર રાજ્યના રાજ્યપાલ મહામહિમ શ્રી એસ.સી. જમીર, ડો. રમણલાલ ચી. શાહ લિખિત ગુજરાતી ગ્રંથોના હિન્દી ભાષામાં અનુવાદિત બે ગ્રંથો જૈન ધર્મ તન અને જૈન સાવર ટન તેમજ ગુજરાતી પુસ્તક “નમો તિર્થીમ્સ'નું લોકાર્પણ કરવા પધાર્યા.
શ્રી રુપચંદજી ભંસાલીજીની સ્મૃતિ અર્થે એઓશ્રીના પરિવારના ટ્રસ્ટ, રુપમાણક ભંશાલી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઉપરના બે હિંદી ગ્રંથોનું પ્રકાશન થયું. સંસ્થાના માનદ્ મંત્રી ડૉ. ધનવંત શાહે રાજ્યપાલશ્રીનું સ્વાગત કરી, મહામહિમ શ્રી એસ. સી. જમીરનો પરિચય આપ્યો, અને અંતમાં શ્રી રૂપચંદજીના સુપુત્ર અને એ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી વલ્લભભાઈ ભંસાલીએ સંત સમાન પોતાના પિતાશ્રીના જીવનનો પરિચય આપી આભારની લાગણી વ્યક્ત કરી હતી.
આ અંકના સૌજન્યદાતા : સ્વ. સુશીલાબહેન ચીમનલાલ ઝવેરી
૧૯૩૧માં નાગાલેન્ડમાં જન્મેલા રાજ્યપાલશ્રી એસ.સી. જમીરે અલહાબાદ વિશ્વવિદ્યાલયમાંથી બી.એએલએલ.બી. સુધી શિક્ષણ લીધું છે. કોલેજ કાળ દરમ્યાન ટુડન્ટ ક્રિશ્ચિયન મુવમેન્ટમાં સક્રિય રહ્યા.
૧૯૬૦માં નાગાલેન્ડ રાજ્યનું નિર્માણ થયું. એના પ્રણેતા શ્રી જમીર હતા, અને પોતાના શ્રેષ્ઠતમ વર્ષો એઓ એ નાગાલેન્ડની પ્રગતિ માટે સમર્પિત કર્યા. એટલે જ એઓશ્રી આધુનિક નાગાલેન્ડના ઘડવૈયા કહેવાયા છે.
૧૯૬ ૧માં નાગાલેન્ડ તરફથી લોકસભા માટે એઓશ્રી ચૂંટાયા, અને પંડિત જવાહરલાલ નહેરુના પાર્લામેન્ટરી સેક્રેટરી તરીકેની ફરજ પણ એઓશ્રીએ બજાવી, તેમજ એ સમયે એક્સટર્નલ અફેરના મિનિસ્ટરનો હોદ્દો પણ સંભાળ્યો. ઉપરાંત ૧૯૬૬ થી ૧૯૭૦ સુધી ભારતના પ્રધાન મંડળમાં વિવિધ ખાતાના પ્રધાન તરીકે પણ પોતાની સેવા આપી.
૧૯૭૧ થી નાગાલેન્ડની ધારાસભામાં એઓશ્રી વારંવાર ચૂંટાતા રહ્યા. ૧૯૮૦ થી ૨૦૦૩ સુધી નાગાલેન્ડની સરકારને પોતાની વિવિધ પ્રકારની સેવા આપી, અને પૂરા ચાર સત્રમાં ચાર વખત નાગાલેન્ડના મુખ્ય પ્રધાન તરીકે નિયુક્ત થયા, નાગાલોન માટે આ એક અદ્વિતિય ઘટના છે.
૧૭ જુલાઈ ૨૦૦૪માં શ્રી જમીર ગોવા રાજ્યના રાજ્યપાલ તરીકે નિયુક્ત થયા, અને ૧૯ જુલાઈ ૨૦૦૮માં મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે નિયુક્ત થયા તેમજ જુલાઈ ૨૦૦૯થી ગુજરાતના રાજ્યપાલ તરીકેનો વધારાનો હોદ્દો પણ એઓ સંભાળી રહ્યા છે.
જીવન ચરિત્રાત્મક અને વિવિધ ચિંતનાત્મક વાંચન તેમજ તરણ અને રમતગમતના શોખીન શ્રી જમીરે પોતાના જીવનના ૫૦ વર્ષ રાષ્ટ્રની સેવામાં વિવિધ પ્રકારે સમર્પિત કરી અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે.
આવા અનેક સિદ્ધિ પ્રાપ્ત મહામહિમ રાજ્યપાલશ્રીએ આ ૭૫માં પર્યુષણ પર્વ વ્યાખ્યાનમાળા પ્રસંગે ઉપરના ગ્રંથોનું લોકાર્પણ કરતા આપેલા મનનીય પ્રવચનનો અમારી સંસ્થાના વિદુષી સન્નારી શ્રીમતિ પુષ્પાબહેન ચંદ્રકાંત પરીખે કરેલો ગુજરાતી અનુવાદ યથાતથ પ્રસ્તુત કરીએ છીએ. ઉપરાંત અંગ્રેજી પ્રવચન પણ પ્રસ્તુત છે.-તંત્રી].