________________
Regd. With Registrar of Newspaper for India No.RNI 6067/57 વર્ષ : (૫૦) + ૧૯
અંક : ૭ ૭ જુલાઈ, ૨૦૦૯
વિક્રમ સંવત ૨૦૬૫૭ વીર સંવત ૨૫૩૫ શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું માસિક મુખપત્ર છે
પ્રભુદ્ધ જીવ
પ્રબુદ્ધ જીવન પાક્ષિક ૧૯૩૯થી ૧૯૮૯ : ૫૦ વર્ષ ૦ ૦ વાર્ષિક લવાજમ રૂા.૧૨૫/- ૭ છૂટક નકલ રૂા. ૧૦/માનદ્ તંત્રી : ધનવંત તિ. શાહ
વિહાર : માર્ગ અકસ્માત અને આધુનિકતા
અષાઢ વદિ – તિથિ ૯
હમણાં હમણાં થોડાં થોડાં સમયે પાદવિહાર દરમિયાન જૈન સાધુ-સાધ્વીઓના માર્ગ વાહનો દ્વારા અકસ્માત થયાના સમાચાર મળવા લાગ્યાં છે. આમાંના ઘણાં અકસ્માતો તો ગંભીર ઈજા અને જીવલેણ-મૃત્યુ સુધીના છે. આ હકીકતો જેટલી દુઃખદ છે એટલી આ યુગમાં વિચાર-ચર્ચા પ્રેરક પણ છે. આમ પણ વર્તમાન કાળમાં જૈન સાધુ-સાધ્વીની કુલ સંખ્યામાં પ્રતિવર્ષ ઘટાડો થતો જાય છે એ પણ એક ચિંતા, ચર્ચા અને એ દિશામાં જાગૃતિનો વિષય તો છે જ . આ સાધુ-સાધ્વી સમાજે જ જૈન શાસનને સર્વદા ચેતનવંતો રાખી જૈન જગત ઉપર અગણિત ઉપકારો કર્યા છે.
પરિણામે અંશતઃ જૈન સાધુ-સાધ્વી વાહનોનો ઉપયોગ કરતા થયાં છે, અને એથીય વિશેષ વિમાનનો ઉપયોગ પણ થઈ રહ્યો છે, કે જેના ચાલન અને ઉડ્ડયનથી અસંખ્ય પાદચારી તેમજ વાયુકાય જીવોની હિંસા થાય છે. તેમજ અંતે આ બધાં મોટા ખર્ચાનો આર્થિક ભાર શ્રાવક વર્ગ ઉપર જ આવે છે, જ્યારે સામે છેડે આર્થિક ભીંસમાં અનેક અભાવો સાથે માંડ માંડ જીવતા જૈન શ્રાવકોની સંખ્યા નાનીસૂની નથી! દેશને આઝાદી અપાવનાર ગાંધીજીની સાદગી યાદ આવે છે. ઉપરાંત આ અંશતઃ વર્ગ વિજળી અને વિજળીથી સંચાલિત દીવા, માઈક, પંખા, એરકંડીશન, લિફ્ટ, ટેલિફોન, મોબાઈલ અને લેપટોપનો પણ ઉપયોગ કરે છે, જેમાં સૂક્ષ્મ જીવ હિંસા છે જ. આ ઉપયોગથી જૈન જગતને અન્ય ઘણાં લાભો થાય
છે એવી દલીલો પણ આનો ઉપયોગ કરનાર વર્ગ કરે છે.
હવે સડકો ડામર તેમજ કોન્ક્રીટની હોવાથી ઉનાળાના તાપમાં ઉઘાડા પગે એના ઉપર ચાલવું અતિ કષ્ટદાયક અને ક્યારેક ઈજાકારક પણ બને છે; એટલે હવે કપડાંના પગરખા તો લગભગ સ્વીકારાઈ ગયા છે. એજ રીતે શહેરોમાં રોકાણ દરમિયાન નિહાર માટે આધુનિક શૌચાલયનો ઉપયોગ પણ સાધુ સમાજ માટે અનિવાર્ય બન્યો છે.
વિહારમાં અશક્ત સાધુ-સાધ્વી માટે પહેલાં ડોળીનો ઉપયોગ થતો હતો, બે અથવા ચાર માણસો ડોળીના ચાલક હોય, આ શ્રમિકોને એમનું મહેનતાણું એ ગામના સંઘો તરફથી અથવા કોઈ શ્રેષ્ઠિઓ તરફથી મળતું. ડોળી પછી વ્હીલચેર આવી. આવી વ્હીલચેરને શિષ્યો અથવા શ્રમિકો ચલાવતા હોય, કેટલીક વ્હીલચે૨ની પાછળ ‘વિહાર વાહિની’ લખ્યું હોય એવું પણ વાંચવામાં વર્તમાનમાં આવી તેમજ અન્ય આધુનિકતાની દલીલો થાય છે. આવે છે. અહીં હિંસાપ્રેરક યંત્રનો ઉપયોગ નથી એટલે પરિસ્થિતિવશ
સાધુ જીવન માટે જ્યારે નિયમો ઘડાયા ત્યારે એ યુગમાં આવો વાહન વ્યવહાર ન હતો. તેમજ જંગલની કેડીઓ કે કાચા રસ્તા જ હતા. અને આવો વાહન વ્યવહાર પણ ન હતો. ઉપરાંત વાહન માટે ચાલક બળ માત્ર પ્રાણીઓ જ હતા, એટલે જૈન ધર્મ અહિંસા અને અપરિગ્રહ પ્રધાન હોઈ, પશુઓને દુઃખ ન પહોંચાડાય એ હેતુ એવા વાહનોનો ઉપયોગ કરવાની આ અને અન્ય અનેક કારણે શાસ્ત્ર આજ્ઞા ન હતી. તો એ યુગમાં યંત્ર ચાલિત વાહન હોત તો એનો ઉપયોગ કરવાની સંમતિ મળી હોત એવી આધુનિક દલીલો કરી શકાય ? આવી જ રીતે ત્યારે વર્તમાનના અનેક વૈજ્ઞાનિક સાધનો-ઉપકરણો ઉપલબ્ધ ન હતા. વિહાર દરમિયાન નદી પાર કરવા માટે નાવનો ઉપયોગ અનિવાર્ય હતો, પણ એનો અર્થ એ નથી કે સ્ટિમરનો ઉપયોગ કરી શકાય; કારણ કે સ્ટિમરના ચલનમાં જળ પ્રાણીની હિંસા છે. જ્યારે નાવના ચલનમાં જળ પ્રાણીની સ્થૂળ હિંસા નથી.
સૌજન્ય
ભગવતીબેન પન્નાલાલ સોનાવાલા