________________
મે, ૨૦૦૯
તદુપરાંત બીજી રકમો મોકલાવતા રહીએ છીએ. નેત્રયજ્ઞની તારીખો બે મહિના અગાઉ નક્કી થાય. કાકા સ્થળ જણાવે અને સાથે પૂછે કે આ વખતે કયા તીર્થની જાત્રાએ જો ?'
પ્રબુદ્ધ જીવન
મુંબઈથી અમે આઠ–દસ સભ્યો ચિખોદરા જઈએ અને ત્યાંથી નેત્રયજ્ઞના સ્થળે જઈએ. આ રીતે બાવીસ વર્ષ દરમિયાન અમારા સિત્તેરથી વધુ પ્રવાસ થયા હશે અને એટલી જ તીર્થયાત્રા થઈ હશે. અમારા જૈન યુવક સંઘ તરફથી આ રીતે આણંદ, પંચમહાલ, વડદા અને સુરત જિલ્લામાં ઘણું ફરવાનું થયું હતું, અમે ઠાસરા, બોરસદ, વડવા, વડતાલ, બોચાસણ, ધોળકા, વેડછી, નારંમર, સરોશ, સાગતાળા, ધોળી ડુંગરી, રાજપીપળા, ઝઘડિયા, મંગલભારતી, બાંધણી, કપડવંજ, માતર, ગોધરા, દાહોદ, દેવગઢ બારિયા, બોડેલી વગેરે સ્થળોએ દોશીકાકાની આંખની હોસ્પિટલ દ્વારા નેત્રયજ્ઞનું આયોજન કર્યું હતું. કેટલેક સ્થળે એક કરતાં વધારે વાર નેત્રયજ્ઞો યોજાયા હતા. દરેક નેત્રયજ્ઞનો જુદો જ અનુભવ થતો. વળી કાકાની સાથે સતત પ્રવાસ દરમિયાન કાકાના વિવિધ અનુભવોની વાત નીકળે. કોઈ વાર ગાંધીજી, કોઈ વાર રવિશંકર દાદાની, કોઈ વાર ગંગાબાની પ્રેરક વાર્તા જાણવા મળે. કોઈ વાર નજીકમાં કોઈ જોવા જેવી સંસ્થા હોય તે બતાવે. કોઈ વાર નજીકમાં હોય એવા કબીર વડ, માલસર, અંગારેશ્વર, મનન આશ્રમ, બહાઈ મંદિર, નારેશ્વર, ગરુડેશ્વર, નર્મદા ડેમ, વણાકબોરી ડેમ, અગાસ આશ્રમ, વડવા, બાંધણી, વેડછીનો આશ્રમ, બાજુમાં શબરીશાળા, વાત્સલ્યધામ, પાવાગઢ વગેરે અમને બતાવ્યાં હતાં.
કાકાને ખેડા (આણંદ સહિત જિલ્લામાં અને પંચમહાલ જિલ્લામાં ગામેગામ કેટલાય કાર્યકરો ઓળખે. કાકાની સરળ, નિરભિમાની, પ્રામાણિક, સેવાભાવી પ્રકૃતિને કારણે કાકાનું કામ સૌ કોઈ કરવા તૈયાર. આથી જ કાકા ગામેગામ નેત્રયજ્ઞોનું આયોજન કરે ત્યારે બધા સ્થાનિક કાર્યકર્તાઓની ટીમ વ્યવસ્થાની બધી જવાબદારી ઉપાડી લે. પ્રત્યેક અઠવાડિયે કાકાના નેત્રયજ્ઞો ચાલતા જ હોય. ચિખોદરા હૉસ્પિટલનો સ્ટાફ ખાટલા, ગાદલાં, અનાજ, પરેશન થિયેટરની સામગ્રી, ચક્રમાં વગેરે માટે દરેકને સોંપવામાં આવેલી જવાબદારી તેઓ બરાબર સંભાળે. સ્ટાફ પણ અત્યંત વિનથી. ક્યારેય કોઈ પ્રશ્ન ઊભો થયો હોય તો છેવટનો નિર્ણય કાકાનો હતો.
દોશીકાકા સાથેના અમારા અનુભવના કેટલાક પ્રસંગો વર્ણવતાં પહેલાં દોશીકાકાના જીવનની અહીં ટૂંકી રૂપરેખા આપી છે. શ્રી આર. કે. દેસાઈએ ‘કર્મયોગી શ્રી રમણીકભાઈ દોશી' નામની પુસ્તિકા લખી છે જેમાં દોશીકાકાના જીવનની વિસ્તૃત રૂપરેખા આપી છે.
૫
રાજકોટ રાજ્યના દીવાન હતા. તેઓ કાર્યદક્ષ, સત્યનિષ્ઠ, પ્રામાણિક, દૃઢસંકલ્પ, ધીરગંભીર સ્વભાવના અને પ્રગતિશીલ વિચાર ધરાવનાર હતા. એટલે રાજકોટના નરેશ લાખાજીરાજ પર એમનો ઘણો સારો પ્રભાવ હતો. તેઓ પોતે સુશિક્ષિત હતા એટલે સંતાનોને પણ ઉચ્ચ શિક્ષણ અપાવવાની દૃષ્ટિવાળા હતા. તેઓ એટલા પ્રમાણિક હતા કે રાજ્યના કારભાર માટે પેન જુદી રાખતા અને અંગત વપરાશની જુદી રાખતા. રાજ્ય તરફથી મળેલ ટેલિફોનનો ઉપયોગ તેઓ અંગત કામ માટે કરતા નહિ, રામજીભાઈએ બે વાર લગ્ન કર્યાં હતાં અને એમને સાત દીકરા અને એક દીકરી એમ આઠ સંતાન હતાં. રામજીભાઈએ પોતાના કેટલાક દીકરાઓને અભ્યાસ માટે કરાંચી મોકલ્યા હતા. એટલે દોશીકાકાએ પછા થોડો વખત કરાંચીમાં અભ્યાસ કર્યો હતો. એ દિવસોમાં બહુ ઓછા વિદ્યાર્થીઓ દાક્તરી વિદ્યાનો અભ્યાસ કરી ડૉક્ટર થતા. રામજીભાઈના પાંચ દીકરા ડૉક્ટરો થયા હતા. દોશીકાકા અમદાવાદમાં એલ.સી.પી.એસ. થયા અને મુંબઈમાં ડી.ઓ.એમ.એસ. થયા. એમણે કચ્છના ભચાઉમાં, તથા પાનેલી, જામજોધપુર વગેરે સ્થળ દાક્તર તરીકે અને નડિયાદમાં તે વિષયોના પ્રાધ્યાપક તરીકે સેવાઓ આપી હતી.
દોશીકાકાનો જન્મ ઈ. સ. ૧૯૧૬ની બીજી સપ્ટેમ્બરના રોજ રાજકોટમાં થયો હતો. એમના પિતાશ્રી સ્વ. રામભાઈ દોશી
દોશીકાકાના ધર્મપત્ની ભાનુબહેન કાકાને દરેક કાર્યમાં સહયોગ આપતાં રહે છે. જૂનાગઢનાં વતની, પરંતુ રંગૂનમાં ઊછરેલાં ભાનુબહેન બીજા વિશ્વયુદ્ધ પછી પોતાના માતાપિતા સાથે જૂનાગઢ પાછાં ફર્યાં હતાં. રાજકોટના ડૉ. રમણીકલાલ દોશી સાથે એમનાં લગ્ન થયાં. દોશી–દંપતીને સંતાન નહિ, પણ તેઓએ પોતાના ભાઈઓના સંતાનોને ઘરે રાખી પોતાના સંતાનોની જેમ સારી રીતે ઉછેર્યાં,
ભાનુબહેન શ્રીમંતાઈમાં ઊછર્યાં હતાં, પછા કાકા સાથે લગ્ન પછી એમણે કાકાની સાદાઈ, સેવા અને સમર્પણની ભાવનાને આત્મસાત્ કરી લીધી હતી. અમે વડોદરા જઈએ તો કેટલીયે વાર ત્યાં ભાનુબહેનની સાથે એમના ભાઈનું પણ આતિથ્ય માણ્યું છે. હૉસ્પિટલમાં ભાનુબહેન રસોડાનું ધ્યાન રાખે. દોશીકાકા બહારગામ હોય તો ડૉ. છોટુભાઈ અને અંબાલાલ ધ્યાન રાખે, પણ ભાનુબહેન પણ હૉસ્પિટલનું ધ્યાન રાખે. વિદેશથી આવેલાં કપડાંનું ગરીબોમાં વિતરણ કરે. ભાનુબહેન સવારના આંગણામાં પક્ષીઓને ચણ નાંખે ત્યારે મોર, પોપટ, કબૂતર, કાબર, ચકલી વગેરે પક્ષીઓ એકસાથે મળીને ચો એ રંગબેરંગી મનોહર દશ્ય રળિયામણું અને શાંતિપ્રેરક લાગે, આણંદમાં ઉપાય બંધાવવા માટે ફંડ એકત્ર કરવામાં ભાનુબહેને ઘણે ઘરે ફરીને સારી મહેનત કરી હતી. આમ કાકાની અર્ધાંગિની તરીકે ભાનુબહેને પણ પોતાના જીવનને સાર્થક કર્યું છે અને શોભાવ્યું છે.
ત્યાર પછી દોશીકાકાએ અમદાવાદમાં રીલિફ રોડ ઉપર એક