SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ મે, ૨૦૦૯ પ્રબુદ્ધ જીવન જયભિખ્ખુ જીવનધારા : ૬ _ડૉ. કુમારપાળ દેસાઈ [ગુજરાતી સાહિત્યમાં નવલકથા, નવલિકા, ચરિત્ર, બાલસાહિત્ય જેવા સ્વરૂપોમાં મૂલ્યવાન પ્રદાન કરનાર સર્જક જયભિખ્ખુના જન્મરાતાબ્દીના વર્ષમાં એમનું જીવનચરિત્ર નહીં પ્રસ્તુત કરીએ છીએ. પ્રત્યેક સર્જકના ચિત્તમાં એનું બાપા સૌથી વધુ જડાઈ જતું હોય છે, એમના બાપાના પ્રસંગો આલેખતું એમની જીવનકથાનું કરજ ] મહાન દેવતાની પધરામણી વ્યક્તિમાં બાળપણની સમગ્ર સૃષ્ટિનું કેન્દ્ર એની નિશાળ હોય છે. બાલ્યાવસ્થામાં ચિત્તમાં નિશાળનું સ્મરણ એવું જડાઈ જાય છે કે ગમે તેટલી મોટી વયે પણ પોતાની નિશાળની છબી માનસચક્ષુથી તાદ્દશ કરી શકે છે. આ નિશાળ એને મિત્રો, ગુરુજનો અને જીવનનો રાહ આપે છે. વરસોડાની નિશાળ ભીખાલાલ (જયભિખ્ખુનું હુલામણું નામ)ના ચિત્તમાં એના રમણીય પ્રાકૃતિક વાતાવરણને કારણે સદાકાળ માટે વસી ગઈ. આમેય દૂધ ભરેલી રૂપાળી સાબરમતી નદીના કિનારાની ઊંચી ભેખડ પર વસેલું વરસોડા ગામ ભીખાલાલના મનમાં છવાઈ ગયું હતું. માનવીની માયા ઝંખનારા બાળકને આ ભૂમિની ગોદ વધુ વહાલસોયી લાગી. ગામની કુર્તા, ધર્મશાળા, સ્ટેશન એ સઘળાં એની બાળસૃષ્ટિના રમણીય સ્થળો બની ગયા. અહીં કરતી વખતે એના અંતરમાં એવી મીઠી આનંદ થતો કે મનહતો. રાજના સલાટ આવે તો પોતાના કાફલા સાથે અહીં ઊતર્યા કે આનાથી ધરાતું નહીં, બલ્કે વારંવાર એ જગાએ રખડવા માટે પ્રેરતું હતું, હવે સ્વજનોની ખોટ અને સાલતી નહોતી, કારણ કે ગામનું પાદર, નિશાળ, પાંજરાપોળ અને સાબરમતી નદીના કોતરો એના પ્રિય સ્થાનો બની ગયાં હતાં. ૨૧ વરસોડાની ભૂમિને ચાહનાર ભીખાલાલને મિત્રો કે શિક્ષકો કરતાં વધુ આકર્ષણ નિશાળની આસપાસની સૃષ્ટિએ જગાવ્યું. નિશાળના આંગણામાં નાનો એવો ફૂલબાગ હતો. ગુલાબ, મોગરો અને જાસૂદના ફૂલછોડ ઊગ્યા હતા. નિશાળના થાંભલા પર ચડીને વીંટળાયેલી જાઈ જૂઈની વેલીઓ આ નિશાળિયાની આંખમાં અનેરી ચમક જગાવતી હતી. એના રળિયામણા આંગણામાં અને એના છાપરા ૫૨ મો૨ આખો દિવસ મીઠા ટહુકા કરતો રહેતો. એની એક તરફ પારસગુંદી ઊગી હતી. નિશાળના આંગણામાં આવેલો ઘેઘૂર વડલો ભીખાલાલને સૌથી પ્રિય. એ ઘેઘૂર વડલો બળબળતા ઉનાળે મીઠી છાંયડો આપતો હતો અને છોકરાઓ નિશાળની રિસેસમાં એની નીચે પીપળી–દાવ રમીને વાતાવરણને ગજવી દેતા હતા. નિશાળના છાપરા પર વિલાયતી નળિયાં જોઈને નિશાળિયા ભીખાલાલને ભારે આશ્ચર્ય થયું હતું. કારણ એટલું જ કે છાપરા પર આવાં વિલાયતી નળિયા એણે પહેલી વાર જોયાં અને તે પણ પોતાની નિશાળ પર. આથી જીવનમાં ક્યારેય નિશાળની ગૌરવગાથાનો વિચાર કરતા ત્યારે એમને એના વિલાયતી નળિયા યાદ આવતાં હતાં. નિશાળિયા ભીખાલાલને સૌથી વધુ રોમાંચ તો બાજુમાં આવેલી નાની ધર્મશાળામાં ઘટાર લગાવે ત્યારે થતો. દુનિયા કેવી વૈવિધ્યમય છે અને એમાં કેવા ભાતભાતના લોક વસે છે, એને એ જિજ્ઞાસાભરી આંખે જોઈ રહેતો. આ ધર્મશાળાના આંગણામાં દૂર દૂરથી આવતા બાવાઓ ધૂણી ધખાવીને બેઠા હોય. કોઈ આડે પડખે લંબાવીને પડ્યા હોય તો કોઈ પગ પર પગ વાળીને ચલમ ફૂંકતા હોય. ધર્મશાળાના આંગણામાં આવેલા પીપળા અને નાની મજાની લીંબડી પાસે ફાટેલાં-તૂટેલાં વસ્ત્રોવાળાં ગરીબ બાળકો ફરતાં હોય. બાજુમાં ગુલાબી કરેણના ચારેક સરસ છોડ આંખોને આકર્ષતા હતા. આ ધર્મશાળાની પરસાળમાં બાજુના ગામોમાંથી અનાજ લેવા–વેચવા આવેલા ખેડૂતો રાતવાસો કરતા હતા. નિશાળિયા ભીખાલાલના આકર્ષણનું કેન્દ્ર તો ધર્મશાળાની ચાર ઓરડીઓ હતી. ગામના માનવંતા મહેમાનોને અહીં ઉતારો અપાતો હોય. ગામમાં રામલીલાની મંડળી આવી હોય, ત્યારે એનો માલિક દિવસે અહીં આરામ ફરમાવતો હોય અને એની ચારે બાજુ રામલીલાવાળા દોડધામ કરતા હોય. કોઈ જમવાનું લાવતા હોય, તો કોઈ રાજા-રાણીનો ડ્રેસ સીવતા હોય. કોઈક વાર દરબારગઢના ગોઠવાયેલા જલસા માટે આવેલી સોનપરી કે કુલપરી જેવી ગાનારીઓ અહીં દબદબાભેર ઊતરી હોય. એ પચરંગી હીર-ચીર ઓઢતી, પાન ચાવતી, હોકા પીતી, પાર વગરનું અત્તર વાપરતી. નિશાળિયા ભીખાલાલે ‘અરેબિયન નાઈટ્સ'ની વાર્તાઓ વાંચી હતી. એ વાર્તાઓમાં પૂરના વર્ણનો આવતાં. આ ગાનારીઓને જોતાં જાણે એ હૂર પોતાના ગામમાં જીવતીજાગતી ઊતરી આવી હોય તેવું લાગતું ! આ નાનકડી ધર્મશાળા મોટી સૃષ્ટિને સમાવતી હતી. એમાં રોજ નવા નવા લોકો આવે અને નવાં નવાં દૃશ્યો જોવા મળે. નિશાળિયા ભીખાલાલને તો ભારે મજા પડવા લાગી ઘરની દીવાલોમાં જીવનારને દુનિયા આખીની જાણકારી ધર્મશાળામાંથી મળવા લાગી. ભૂમિના પ્રેમમાં ડૂબેલા અને બાળકની મુગ્ધ આંખે કુદરતને પીના નિશાળિયા ભીખાલાલને સાબરના કોતરોમાં ઘૂમતી વખતે નવીન સૃષ્ટિનો અનુભવ થતો. આ કોતરોમાં આવેલા જુદાં જુદાં સ્થાનોનું એને અતિ વળગા હતું. એની કથાઓ એના મનમાં ઘૂમતી રહેતી, ક્યારેક એકલો-અટૂલો હૃદયમાં ભયની કંપારી વછૂટતી હોય, તેમ છતાં આ કોતરોમાં એ ઘૂમ્યા કરતો. કોતરોનું આકર્ષણ એવું કે મન સતત એમાં ઘૂમવા માટે આતુર રહેતું. કોતરો પર જવાના રસ્તે પીલુડી, ગુંદી અને ચણીબોરના ઝુંડ
SR No.526010
Book TitlePrabuddha Jivan 2009 05
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2009
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size453 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy