________________
તા. ૧૬ ફેબ્રુઆરી, ૨૦૦૯
લેખમાં ખરેખર પ્રેમ એ શું છે તેની ચર્ચા કરતાં લખે છે, 'પ્રેમ અવશેષ નથી, પ્રેમ અનુભવ નથી, એ છે એક અવસ્થા, પ્રેમ છે સદાકાળ નવો જ છે. પ્રેમ એ ટેવ નથી, સ્મરણ નથી, પ્રેમ સદા નૂતન જ છે.’ (પૃ. ૨૨૬) . ‘પરિવર્તન' નામના લેખમાં સત્યના આવિર્ભાવની ચર્ચા કરતાં લખે છેઃ ‘એ સત્ય ખરીદી શકાતું નથી, વેચી શકાતું નથી, એનું પુનરાવર્તન થઈ શકતું નથી. પુસ્તકોમાં એને પકડી શકાતું નથી...તો એને ક્યાં શોધવું ? કોઈ કવિની અદાથી લખે છેઃ ‘આનંદમાં, આંસુમાં, સૂકા પાંદડામાં, ભટકતા વિચારોમાં ને અંતે સમાપનમાં કહે છેઃ ‘પ્રેમની ભરપૂરતામાં એને પળે પળે શોધવું રહ્યું.’ પ્રેમ સત્યથી જૂદો નથી, પ્રેમ એવી અવસ્થા છે જેમાં કાળરૂપે વિચારની ક્રિયાનો સંપૂર્ણ રીતે અંત આવ્યો હોય છે. જ્યાં પ્રેમ છે ત્યાં પરિવર્તન છે. પ્રેમ વિના ક્રાન્તિનો કોઈ અર્થ નથી, કારણ કે એવી કાન્તિ ફક્ત વિનાશ, સડો, વધતું જતું ભારે ને ભારે દુઃખ જ છે. જ્યાં પ્રેમ છે ત્યાં ક્રાન્તિ છે, કારણ કે પ્રતિક્ષણે પરિવર્તન એ જ પ્રેમ.' (પૃ. ૨૬૬).
પ્રબુદ્ધ જીવન
‘મનનો ગૂંચવાડો’ નામના લેખમાં પ્રેમની સાચી અનુભૂતિ થતાં કેવો આશ્ચર્યકારક ઈલમ સર્જાય છે તે સમજાવતાં લખે છેઃ 'પ્રેમ તે શું છે એ આપણે કદી જાણ્યું ન હોય, પણ નિરંતર કજિયા, દુઃખ, ઘર્ષણોને જ જાણતાં હોઈએ તો જે પ્રેમ આ સઘળું નથી તે પ્રેમનો અનુભવ આપણને કેવી રીતે થઈ શકે ? પણ એનો એકવાર અનુભવ કર્યા પછી એ બેને સંબંધ શો છે એ જાણવાની માથાકૂટ કરવી પડતી નથી. પછી તો પ્રેમ, સમજ, કાર્ય કરે છે. મનની સ્વલક્ષી ક્રિયામાંથી પર જવું એ ખરેખર જીવનનો હેતુ છે...પછી જો પ્રેમ હો તો કોઈ સામાજિક પ્રશ્ન રહેતો નથી. જ્યાં પ્રેમ છે ત્યાં કોઈપણ પ્રકારનો પ્રશ્ન રહેતો નથી. આપણને ચાહતા આવડતું નથી એટલે જ આપણા જીવનમાં સામાજિક પ્રશ્નો તથા આપણા પ્રશ્નોનો નિવેડો કેમ લાવવો એની ફિલસૂફીઓ હોય છે.' (પૃ. ૨૬૩).
જે. કૃષ્ણમૂર્તિનાં અનેક લખાણોમાં ‘સંબંધ’ની વાત આવે છે...એ સંબંધો વ્યાપ અમુક વ્યક્તિઓ પુરતો સીમિત નથી. કિન્તુ સમષ્ટિગત, વિશ્વવ્યાપી છે. એ પોતે જ 'વિશ્વ-માનવ' છે. રાષ્ટ્રવાદ કે દેશભક્તિની સીમાને અતિક્રમીને એમનો પ્રેમ અખિલાઈને આવરી લેતો હોય છે. ‘સંબંધ’ સંબંધે તેઓ કહે છેઃ ' સંબંધ વિનાનું કોઈ જીવન જ નથી. જીવન એટલે જ સંબંધ અને સંબંધ વિનાનું જીવન જ નથી.” ‘તમે જેને કુટુંબ કહો છો એ શું છે? સ્પષ્ટ છે કે એ નિકટનો, એકતાનો સંબંધ છે. સંબંધ એટલે ભય વિનાની એકતા.' (પૃ. ૧૫૫). સંબંધ એ પોતાને ઓળખવાનું સાધન છે. સંબંધરૂપી અરીસામાં તમે કેવા છો એ જોઈ શકો છો.' (પૃ. ૮૪), આપો ભલે પ્રેમની વાતો કરતા હોઈએ પણ એ પ્રેમ પર નથી જ રચાયેલો એ કારા કે જો પ્રેમ હોત તો જગતમાં વ્યવસ્થા, શાંતિ, તમારી ને મારી વચ્ચે સુખની લાગણી હોત પણ આપણા સંબંધમાં તો મોટે ભાગે દુશ્મનાવટ જ હોય છે. (પૃ. ૧૮), ‘પ્રેમને અહમ્ સાથે સંબંધ નથી. અહમ્ પ્રેમને ઓળખી શકે નિહ. તમે કહો છો કે ‘હું ચાહું
છું' પણ એ કહેવામાં જ, એના અનુભવમાં જ પ્રેમનું અસ્તિત્વ રહેતું નથી. જ્યારે તમે પ્રેમને પિછાનો છો ત્યારે અહમ્ હોતો નથી. જ્યાં પ્રેમ છે ત્યાં અહમનું અસ્તિત્વ જ નથી. (પૃ. ૬૨). જ્યારે પ્રેમ પ્રગટ થાય ત્યારે કેવી અજાયબી સર્જાય તેની વાત કરતાં, વિચારો આપણા પ્રશ્નોનું નિરાકરા કરી શકે ?' નામના લેખમાં કહે છેઃ ‘જ્યાં સુધી મનની ક્રિયા ચાલુ છે ત્યાં સુધી પ્રેમ હોય જ નહીં, જ્યારે પ્રેમ પ્રગટ થાય ત્યારે આપણા સામાજિક પ્રશ્નો રહેશે નહીં. પણ પ્રેમ કોઈ એવી બાબત નથી જે પ્રાપ્ત કરી શકાય. એક નવા વિચારની જેમ, મન એને પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે પણ જ્યાં સુધી વિચારથી પ્રેમ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન છે ત્યાં સુધી મન પ્રેમની અવસ્થા પ્રાપ્ત કરી શકે નહીં. જ્યાં સુધી મન, પ્રેમની અવસ્થા અનુભવવા માટે ખ્વાહિશ રાખે છે, ઇચ્છા સેવે છે, નિયમન કરે છે ત્યાં મન એ અવસ્થાનો ઈન્કાર કરી રહ્યું છે.' (પૃ. ૯૩). એમના અનેક લેખોમાં પ્રેમ-વિષયક અનેક ચિંતન કણિકાઓ વેરાયેલી પડી જોઈ શકાય છે. દા. ત.ઃ- (i) એવા ખરેખર શાંત મનની સ્થિર અવસ્થામાં જ પ્રેમ પ્રગટ થાય છે અને આપણા સઘળા માનવ પ્રશ્નોનો ઉકેલ કેવળ પ્રેમ જ લાવી શકે.' (પૃ. ૯૪). (ii) બુદ્ધિના માર્ગો આપણે જાણીએ છીએ, પ્રેમનો માર્ગ જ આપણે જાણતા નથી. પ્રેમનો માર્ગ બુદ્ધિ વડે સમજાતો નથી. (પૃ. ૯૮). (ii) સત્ય કોઈ પ્રાપ્ત કરવાની બાબત નથી. જેઓને સંચય કરવાની વૃત્તિ છે, અગર જેઓ એની સાથે એકરૂપ થવાનું પસંદ કરે છે તેઓ પ્રેમથી વંચિત જ રહેશે.' (પૃ. ૧૦૫). () કાળની આખી ક્રિયાની જાકા થાય તો એ સભાનતા જ ચૈતન્ય કે જે પ્રજ્ઞાબુદ્ધિ છે, જે પ્રેમ છે તે શક્તિને પ્રગટ કરે છે. (પૃ. ૧૧૦), (૪) પ્રેમ શું છે તે આપણે છે જાણતા નથી. ‘હું’નું કેન્દ્ર મન જ્યાં સુધી છે ત્યાં સુધી પ્રેમ શક્ય જ નથી.' (પૃ. ૧૨૦), (vi) જ્યાં પ્રેમ છે ત્યાં જ સાચો સંબંધ થઈ શકે, પણ સંતોષની શોધ એ પ્રેમ નથી. જ્યારે “અહમ્ નું વિસ્મરણ થાય, જ્યારે એક-બે સાથે નહીં પણ પરમતત્ત્વ સાથે સંપૂર્ણ એકતા થાય ત્યારે જ પ્રેમ અસ્તિત્વમાં આવે છે. (પૃ. ૧૫૮). (vii) સંબંધને સમજવા માટે શાંત અવધાનતા હોવી જોઈએ. આથી સંબંધો અંત આવતો નથી, બલ્કે આથી સંબંધ વધારે રહસ્યપૂર્ણ બને છે. એવા સંબંધમાં સાચા સ્નેહની શક્યતા છે. એમાં હૂંફ છે, એમાં નિકટપણું છે જે મનોભાવ કે સંવેદન નથી...સંબંધમાં જે સઘળું છે કે સમાયેલું છે એની જાણ થવી એ કાર્ય છે. એ કાર્ય વડે સાચા સંબંધને એના મહાન ઊંડાણને, એના ઊંડા રહસ્યને તથા પ્રેમ શું છે એને સમજવાની શક્યતા છે.' (પૃ, ૧૮૧) () ‘જ્યારે પ્રેમ પ્રગટ થાય ત્યારે જ વિચારનો અંત થાય.” (પૃ. ૩૫), ‘જ્યારે પ્રેમ હોય છે ત્યારે કાર્ય થાય છે. પ્રેમ અને કાર્ય વચ્ચે સમયનો ગાળો રહેતો છે નથી. (પૃ. ૩૬૦. (૪) જો આપણા જીવનમાં માન્યતા ન હોત પા શુભેચ્છા, પ્રેમ અને બીજાની લાગણીનો વિચાર હોત તો વિગ્રહો થાત જ નહીં. (પૃ.૧૬૦૦. આમ વાત આવી વિશ્વ પ્રેમ સુધીની જે એમને સદૈવ ને સર્વથા અભિપ્રેત છે.
એ