________________
તા. ૧૬ ફેબ્રુઆરી, ૨૦૦૯
સર્વે સર્વા એમને બનાવી દીધા! આ ઓબામાને આ ગાદી આપણે ત્યાં બને છે એમ વંશપરંપરાથી નથી મળી. આપણો અહોભાવ તો એ પરંપરામાંથી હજી છુટ્યો નથી. જવાહરલાલ નેહરુ, ઈન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, સોનિયા ગાંધી અને હવે રાહુલ ગાંધીના નગારા!! અને આવતી કાલે પ્રિયંકા ગાંધીની ઝાલરો જરૂર વાગવાની જ. નક્કર જીવનની કરુણ વાસ્તવિકતાનો જેમને સ્પર્શ પણ નથી થયો એવી વ્યક્તિને અભાવમાં અને અસુરક્ષિતતાની શંકામાં સડબડતા માનવીના સંવેદનોની ધૂરા આપવાની? અમેરિકાના ભૌતિકવાદની આપણે વારે વારે નિંદા કરીએ છીએ અને આપણી આધ્યાત્મ વિચારધારાના નગારા બજાવ્યા કરીએ છીએ ત્યારે એ પ્રજાએ નવા ઈતિહાસને એક મોટો વાંક દર્દીને પોતાની સંસ્કારપ્રતિભા જ નહિ, સ્વચ્છ અને ખુલ્લી બુદ્ધિનું જગતને પ્રમાણ આપી દીધું.
પ્રબુદ્ધ જીવન
સંસ્કાર સંસ્કૃતિની મોટી મોટી વાતો કરનાર આપણા દેશના તકસાધુ રાજકારણીઓ આજે પણ ભાષાવાદને આગળ કરી ભારતની એકતામાં ભંગાણ પડાવે છે. ખાલીસ્તાનને આપણે માંડ માંડ નાથ્ય તો આપણા રાજભાઈ માત્ર મરાઠી માણુસના જ લાભની વાત લઈને આવ્યા. ભારતમાં જન્મેલા ભારતીય નાગરિકને ભારતની રજેરજ જમીન ઉપર જીવવાનો હક છે. દલિત શબ્દને આપણે હજી જાકારો આપી શક્યા નથી. ચૂંટણી માટે જેમને રાજકારણનું શૂન્ય જ્ઞાન છે એવા લોકપ્રિય અભિનેતાઓને સંસદમાં લઈ જઈ એમને માત્ર પોતાની બહુ સંખ્યામાં બેસાડી દેવા છે! આધ્યાત્મની અને આત્માની ચર્ચા-ચિંતન કરનાર ધર્મધૂરંધરો સામાન્ય માનવી માટે કેટલા પ્રગતિશીલ છે એ વિચાર કોઈએ કદી કર્યો છે ખરો ?
શ્રી મુંબઈ જૈન યુવક સંઘની વાર્ષિક સામાન્ય સભા શનિવાર તા. ૭-૩-૨૦૦૯ના રોજ સાંજના ૫-૦૦ કલાકે મારવાડી વિદ્યાલય
હાઈસ્કૂલ, સ૨દા૨ વી. પી. રોડ, મુંબઈ-૪૦૦૦૦૪ ખાતે મળશે જે વખતે
નીચે પ્રમાણે કામકાજ હાથ ધરવામાં આવશે.
૫
જગતની અતિ વિકટ પરિસ્થિતિના કાળે ઓબામાએ નિરાશ થયેલ પોતાના દેશ બાંધવોને માત્ર એક વાક્ય આપ્યું, ‘યસ વી કેન’...અને એમના દેશવાસી એમના ઉપર ઓળઘોળ થઈ ગયા, ફિદા થઈ ગયા. આ વાક્ય એક મંત્ર બની ગયું. એમાંનો ‘વી’ શબ્દ તો ‘સાથ' અને ‘આત્મિયતા'ના ઘંટનાદ જેવો છે. એ નાદ પ્રજાના રોમરોમમાં પ્રવેશી ગયો. આપણા મહાનુભાવો તો ‘ગરીબી હટાવો'ના ઢોલ નગારા પીટી સત્તારૂઢ થયા પણ ગરીબી નહિ ‘ગરીબો' હટ્યા, આપયાનો થયા, ખતમ થયા. ‘ગરીબાઈ” તો હજુ મરક મરક હસતી ત્યાં ને ત્યાં જ ઊભી છે અને બાકી હતું તે એના પ્રદર્શનો કરી કલાને નામે ‘વાહ’ ‘વાહ’ મેળવી એમાંથી અબજોની કમાણી થાય છે અને પેલા અસહાય જીવો તો હજી ત્યાં ને ત્યાં જ સબડે છે! ઓસ્કાર કે અન્ય એવોર્ડનું ધન આવા જીવોના પુનઃનિર્માણ માટે વાપરો તો એ જ સાચી સંસ્કારીતા છે.
વાર્ષિક સામાન્ય સભા
(૧) ગત વાર્ષિક સભાની મિનિટ્સનું વાંચન અને બહાલી. (૨) ગત વર્ષ ૨૦૦૭-૦૮ના શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તેમજ શ્રી
મણિલાલ મોકમચંદ શાહ સાર્વજનિક વાચનાલય અને પુસ્તકાલયના વૃત્તાંત તથા ઑડિટેડ થયેલા હિસાબો મંજૂર કરવા.
(૩) સને ૨૦૦૮-૦૯ ની સાલ માટે શ્રી મુંબઈ જૈન યુવક સંઘના પદાધિકારીઓ તેમ જ કાર્યવાહક સમિતિના ૧૫ સભ્યોની ચૂંટણી. (૪) સને ૨૦૦૮-૦૯ ની સાલ માટે શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તેમ જ શ્રી મણિલાલ મોકમચંદ શાહ સાર્વજનિક વાચનાલય અને પુસ્તકાલયના અંદાજી બજેટને મંજૂરી આપવી. (૫) સને ૨૦૦૮-૦૯ ની સાલ માટે સંઘ તેમ જ વાચનાલય અને
પુસ્તકાલયના ઑડિટર્સની નિમણૂક કરવી.
ઓબામાની જેમ ભારતીય પ્રજાએ પણ નારો લગાવવો જોઈએ કે યસ. વી કેન સાચર્ચા, સારાં અને વિચારવંત બૌદ્ધિકોને સંસદમાં મોકલી એક સ્વચ્છ, રળિયામણા, કોઈ પણ રંગભેદ અને ભાષા ભેદ વગરના ભારતની રચના કરીશું. બહાર કે અંદરના કોઈ પણ આતંકવાદનો શક્તિપૂર્વક સામનો કરી શકીશું અને આ આર્થિક મંદીનો હિંમતથી સામનો કરી ભારતને ઉજળા દિવસો પાસે લઈ જઈશું. ભારતનો પ્રત્યેક નાગરિક ખમીરવંતો છે, એની પાસે સંયમના સંસ્કારો છે, તત્ત્વજ્ઞાનની સમજ છે. ભક્તિની ગરિમા છે.
ઓબામા! આ મંત્ર માટે જગત તમારું આભારી છે. વિશ્વને તમારી પાસેથી ઘણી અપેક્ષાઓ છે, એ અપેક્ષાઓને પૂર્ણ કરવા કાળદેવતાની કૃપા તમારા ઉપર વરસો, એ કાળ દેવને અમારી પ્રાર્થના!
Dધનવંત શાહ
(૬) પ્રમુખશ્રીની મંજૂરીથી અન્ય રજૂઆત.
ઉપર જણાાવેલી વાર્ષિક સામાન્ય સભાના અનુસંધાનમાં જગાવવાનું કે સંઘ તેમ જ વાચનાલય અને પુસ્તકાલયના ઑડિટ થયેલા હિસાબો શ્રી મુંબઈ જૈન યુવક સંઘના કાર્યાલયમાં રાખવામાં આવ્યા છે. તા. ૨-૩૨૦૦૯ થી તા. ૪-૩-૨૦૦૯ સુધીના દિવસોમાં બપો૨ના ૩ થી ૬ સુધીમાં સંઘના નવા કાર્યાલયમાં કોઈપણ સભ્ય તેનું નિરીક્ષણ કરી શકશે. કોઈને આ સામાન્ય સભામાં હિસાબો અંગે પ્રશ્ન પૂછવાની ઈચ્છા હોય તો વાર્ષિક સામાન્ય સભાના બે દિવસ અગાઉ લેખિત મોકલવા તેઓને વિનંતી.
જે સભ્યોને ઓડિટ કરેલા કિસાનોની નકલ જોઈએ તો તેમની લેખિત અરજી મળતાં નકલ મોકલવામાં આવશે. વાર્ષિક સામાન્ય સભામાં સર્વ સભ્યોને ઉપસ્થિત રહેવા વિનંતી છે.
કાર્યાલયનું નવું સરનામું :
૩૩, મહંમદી મીનાર, ભોંયતળિયે, ૧૪મી ખેતવાડી, A.B.C.ટ્રાન્સપોર્ટની બાજુમાં, મુંબઈ-૪૦૦૦૦૪,
નિરુબહેન એસ. શાહ ડૉ. ધનવંત ટી. શાહ
મંત્રીઓ