________________
તા. ૧૬ સપ્ટેમ્બર, ૨૦૦૮
છે. એથી માંસાહારી પશુ શાકાહારી પશુઓની તુલનામાં વધુ સૂતા રહે છે. ભોજન પછી તેઓ સુસ્ત જણાય છે.
પ્રબુદ્ધ જીવન
લંડન વિશ્વવિદ્યાલયે પાછલા દિવસોમાં એક ચોંકાવી દે તેવું સર્વેક્ષણ પ્રસ્તુત કર્યું. જે બાળકોની બુદ્ધિમત્તાનું સ્તર ઊંચું હતું જેને અંગ્રેજીમાં ‘આઈ ક્યૂ' કહેવામાં આવે છે તેઓ અધિકાંશ
શાકાહારી હતા. સાઉથ-ટેમ્પટન વિશ્વ વિદ્યાલયની એક ટીમને અધ્યયન દ્વારા જાણવા મળ્યું કે જે લોકો ૩૦ વર્ષની વયથી શાકાહારી બની ચૂક્યા છે, એ તમામના આઈ ક્યૂનું સ્તર ૧૦ વર્ષની આયુષ્યમાં સરેરાશથી પાંચ અંક અધિક હતું. શોધકર્તાઓએ કહ્યું કે એ કારણ છે કે જે લોકોનું આઈ ક્યૂનું સ્તર ઊંચું હોય છે, તેઓ અધિક સ્વસ્થ હોય છે; કારણ એ કે શાકાહારી ભોજનનો સીધો સંબંધ હૃદય રોગ અને જાડાઈને રોકવા માટે હોય છે.
સુકર્ણોની પુત્રી મેઘાવતી જે ઈન્ડોનેશિયાની રાષ્ટ્રપતિ રહી ચૂકી છે તેઓ પૂર્ણ શાકાહારી હતી. ઈસ્લામી જગતમાં પ્રથમ નોંધેલ પુરસ્કાર પ્રાપ્ત કરનાર ઇજિપ્તના નવલકથાકાર મેહકુલ નબ શાકાહારી હતા. એથી શાકાહારી અને માંસાહારી થવાનું કારણ ધર્મ કદાપિ નથી હોતો.
વિચાર કરો – દુનિયામાં જ્યાં મોટાં કતલખાનાં છે ત્યાં ભૂકંપ કેમ આવે છે? પાછળના દિવસો દરમિયાન ક્યારેક ભૂજમાં ધરતીકંપ આવ્યો તો ક્યારેક મહારાષ્ટ્રના તે ભાગમાં જે આંધ્ર સાથે જોડાયેલો છે. ભારતમાં અલકબીર નામના કતલખનાથી કોણ પરિચિત નથી જે રૂદ્વારમમાં હૈદ્રાબાદની પાસે આવેલું છે. જ્યારે એની હદમાં ભૂકંપ આવ્યો તો મહારાષ્ટ્રના ઉસ્માનાબાદ જિલ્લા સુધીના વિસ્તારને એણે હલાવી રાખી દીધા. કિલ્લી નગરના કિલ્લોલતાં મનુષ્યની ચીસો રુદનમાં બદલાઈ ગઈ. દુનિયામાં જ્યાં મોટાં કતલખાનાં છે ત્યાં ભૂકંપ આવતા રહેવાનું શું કારણ છે? દિલ્હી ખાતે આવેલા જવાહરલાલ નહેરુ વિશ્વ વિદ્યાલયના વિજ્ઞાન વિભાગ સાથે જોડાયેલા ડૉક્ટર બજાજ અને ડૉક્ટર અબ્રાહમે સતત એની પર કામ કર્યું. એમનું અધ્યયન બતાવે છે કે પ્રતિ દિવસ લાખો જાનવર જે એ અને કતલખાનાંઓમાં કાપવામાં આવે છે એમની ચીસો ન કેવળ વાતાવરણમાં રાખતું પરંતુ ધરતીના પડળોને ચીરીને ભીતર સુધી પહોંચે છે. જ્યાં હર ક્ષણ ઊઠતા રહેતા તરંગોનું તાપમાન વધું રહે છે. એક સમય એવો આવે છે કે તે તરંગો જમીનનો સીનો ચીરીને બહાર નીકળી આવે છે. જે આપણા શબ્દોમાં ભૂકંપ છે.
તુલસીદાસજીએ તો સ્પષ્ટ લખ્યું છેઃ “તુલસી હાય ગરીબ કી કભી ન ખાલી જાય, જ્યોં મુએ ઢોર કે ચર્મ સે લોહા ભસ્મ હો જાએ,
૯
શ્રી ભજાજ અને શ્રી અબ્રાહમે કેવળ તુલસીના વિચારને વિજ્ઞાનનો સ્વર આપ્યો છે, જેને દુનિયા થી પહેલેથી જાણે છે.
દુનિયાએ હજી સુધી બે મહાયુદ્ધ જોયાં છે. ત્રીજું મહાયુદ્ધ ક્યારે થશે એ કહેવું તો હાલ મુશ્કેલ છે. પણ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ત્રીજું મહાયુદ્ધ પાણીને માટે થશે.
પાણીનો વપરાશ સૌથી અધિક કતલખાનાઓમાં થાય છે. અલબીરમાં પ્રતિ વર્ષ ૪૮ કરોડ લીટર પેય પાણીનો ઉપયોગ કરે છે. મુંબઈનું દેવનાર ૬૪ કરોડ ૮૪ લાખ ગેલન પાણી વાપરે છે. દેશમાં ૬૦૦૦ લાયસન્સ પ્રાપ્ત કલતખાનાંઓ છે. આપણું અમૂલ્ય પાણી કલતખાનાંઓને સાફ કરવામાં, કપાયેલાં પશુઓને ધોવામાં અને અને બરમાં પેક કરીને વિદેશ મોકલવામાં ચાલ્યું જાય છે! પાણી બચાવવાને માટે લોકો આહવાન કરે છે. શું આ વિષયમાં કાર્યરત સંસ્થાઓએ એ કાનૂની અને ગેરકાનૂની કતલખાનાંઓ તરફ ક્યારેય નજર સરખી નાખી છે.
ભારતમાં લગાતાર માંસ ઉદ્યોગ વધી રહ્યો છે. હવે આપણે ડેરી ડેવલપમેન્ટ મંત્રાલય નથી ચલાવતા બલકે મટન ઍક્સપોર્ટ વિભાગ ચલાવીએ છીએ. આપણાં દુર્લભ પશુઓની સાથે આપણા અમૃત સમાન પાણીનો પણ આ હિંસાના ઉદ્યોગમાં ખર્ચ કરી રહ્યા છીએ.
એ સિદ્ધાંત સામે આવે છે કે માંસાહાર કરવાવાળા શાકાહારી પશુપક્ષી પર નિર્ભર છે.
માંસાહાર કરવાવાળાઓને યાદ રાખવું જોઈએ કે એમનો આધાર શાકાહાર છે.
૨૧મી શતાબ્દી પાણીના સંકટની શતાબ્દી હશે. એથી હવે સમય પાકી ગયો છે કે મનુષ્ય એ વાતનો ફેંસલો કરે કે એને જીવતા રહેવું છે કે નહિ! જીવન જોઈએ તો શાકાહાર એકમાત્ર વિકલ્પ છે અને મૃત્ય જોઈએ તો લોહીના સોદાગર બનીને આપણી સુંદર વસુંધરાને શૂળીના તખ્તા પર ચઢાવી દો.
છેલ્લા દસ વર્ષમાં બે મોટી ટ્રેજડી જોવાને મળી છે. એક તો