SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ ८ પ્રબુદ્ધ જીવન તા. ૧૬ સપ્ટેમ્બર, ૨૦૦૮ અને ફળફૂલ તેમ જ પાંદડાઓનું પણ વર્ણન છે. કુરબાનીનો અર્થ ઘેટાં, બકરાં, અથવા તો ગાયને કત્લ કરવાનો નથી. બલકે બાબા મોહિયુદ્દીનના મત અનુસાર આપણી ભીતર જે લાખો, કરોડો પ્રકારનાં દર્દોષ, પશુતા અને દાનવતા ભરી પડી છે તેની હત્યા કરી દઈએ, સંત, ઋષિ-મુનિ અને પયગંબર તેઓ ચાહે છે ગમે તે ક્ષેત્રના તેઓએ અધિકતમ શાકાહારનો ઉપયોગ કરીને જ ઈશ્વરની ઉપાસના કરી છે. સાત્ત્વિક ભોજન જ અધ્યાત્મનું પ્રથમ પગથિયું ‘બકરી ઈદ’ના અવસરે સરેરાશ સાડા સાત હજાર કરોડોનો છે એથી પયગંબર હઝરત મોહમ્મદ સાહેબ અને એમના ખલીફાવેપાર એકલું મુંબઈ કરે છે. ઓએ સત્તુ (જુવારનો લોટ) પસંદ કર્યાં છે અને પોતાના સદાચારી જીવનમાં અને પોતાના ભોજનનું ખાસ અંગ બનાવેલ છે. સાત્ત્વિકતા જાળવી રાખવાને માટે ઉપવાસનો અંત મીઠું, દ્રાક્ષ અને ખજૂરથી કરવામાં આવે છે. જાફર સજ્જાદ પૂછે છે કે આ કેવી ધાર્મિક ભાવના છે કે મોંધા પશુને કાપવાની સ્પર્ધા થાય છે અને લોકો પોતાની આબરૂ બચાવવા માટે પોતાનો જીવ દઈ બેસે છે? પાકિસ્તાનમાં ૯૫ ટકા લોકો સમાજમાં પોતાની શાખ બચાવવા માટે કોઈ પશુની કુરબાની કરવા માટે પ્રેરિત થાય છે. શું આ પ્રકારની સ્પર્ધા બકરાનો જીવ લેતાં લેતાં મનુષ્યનો જીવ નથી લઈ રહી? આ વૃત્તિની પાકિસ્તાનમાં આલોચના થઈ રહી છે, પણ જેમને માટે ધર્મ કેવલ કર્મકાંડ છે અને પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવાનો સરળ માર્ગ છે, તેઓ ધર્મના આત્માને કચડવા સિવાય બીજું કાંઈ પણ નથી કરી રહ્યાં. શરીયત કોઈને લાચાર નથી કરતો કે તે વ્યર્થમાં એવા કામ કરે જેથી દેશનું પર્યાવરણ જોખમમાં પડે! ધર્મનું બીજું નામ છે પ્રકૃતિ-પ્રેમ અને વિવેક. જો કોઈ મનુષ્ય તે ત્યાગી દે છે તો તે ક્યારેય ધર્મ નથી કહેવાતો. બલકે બદનામ કરનાર જ કહેવાશે. યાદ રહે ઈસ્લામનું નામ સલામતી-સુરક્ષા છે. આપણી સાથે બે ચિત્રો છે. એક તે જેમાં તેઓ ધર્મનું નામ લઈને કોઈ પણ પ્રાણીને સતાવે છે, એની હત્યા કરે છે અને હિંસાને પોતાના જીવનમાં સ્થાન આપે છે. બીજું ચિત્ર, કુરાન, હદીસ અને પયગંબર સાહેબના જીવનની તે ઘટનાઓ છે જે ચીસી ચીસીને કહે છે કે દુનિયામાં સૌથી મોટો ધર્મ કેવળ અહિંસા છે. ઈસ્લામી અને ખ્રિસ્તીઓ બંને એ વાતનો સ્વીકાર કરે છે કે આદમે સફરજનનો સર્વપ્રથમ સ્વાદ ચાખ્યો. કેટલાંક શાસ્ત્રોમાં ઘઉંનો પણ ઉલ્લેખ છે. ભિન્ન મત હોઈ શકે પણ એક વાત સ્પષ્ટ છે કે બંને વસ્તુઓ ધરતીની પેદાશ હતી. દુનિયાનો પહેલો આદમી શાકાહારી હતો.જેના પિતા શાકાહારી હોય તો બેટાને પણ શાકાહારી થવું જ જોઈએ. પવિત્ર કુરાનમાં કેવળ દૂધ અને મધની માત્ર પ્રશંસા જ નથી કરી બલકે સદીઓથી મનુષ્ય જેને ખાતો આવ્યો છે તે શાકભાજી સાત્ત્વિકતાની જાળવણી માટે હરેક ધર્મના મનુષ્યને શાકાહારી બનવું અનિવાર્ય થઈ જાય છે. પ્રસિદ્ધ જીવશાસ્ત્રી ડૉકટર અલી મેકોફે લખ્યું છે કે મેં અમૃતનું નામ સાંભળ્યું છે પણ જોયું નથી. હું તો દૂધને જ અમૃત કહીશ. જ્યોર્જ બર્નાર્ડ શૉને કોઈએ પૂછ્યું કે આપના આટલા લાંબા આયુષ્યનું રહસ્ય શું છે તો એમણે આપ્યો કે દૂધ અને ફળ મારું ભોજન છે. માંસ તો બિલકુલ નથી ખાતો. દુનિયામાં ગાયનું દૂધ સૌથી ઉત્તમ છે કારણ કે એમાં ૮૭ પ્રતિશત પાણી, ૩.૫ પ્રતિશત પ્રોટીન હોય છે. સૂફીઓએ પોતાના ભોજનમાં સૌથી અધિક દૂધનો જ સ્વીકાર કર્યો છે. અહીં એ બધી વાતની ચર્ચા એ માટે અનિવાર્ય છે કે માંસાહાર કરવાવાળા એ વાતને બરાબર સમજી લે કે જે ધર્મને પશુઓની હિંસા સાથે જોડે છે તે પ્રકૃતિ અને પોતાના ધર્મની સાથે ન્યાય નથી કરતા. એ દેશોમાં લખાયેલું સાહિત્ય એ બતાવે છે કે જીવન જીવવા માટે જે ખાદ્ય પદાર્થોની આવશ્યકતા છે તે વનસ્પતિ, શાકભાજી અને ફળફૂલના રૂપે મોટા પ્રમાણમાં ઉપલબ્ધ છે. એથી એનું સેવન એમને દીર્ઘ આયુષ્ય પ્રદાન ક૨શે અને જીવનમાં વિકાસ તથા પ્રગતિની ઊંચાઈઓએ લઈને જશે. આપણા સમાજમાં એક પ્રશ્ન વારંવાર ઊઠે છે કે જે માંસાહારી હોય છે તે શારીરિક રૂપથી મજબૂત હોય છે. પરંતુ આપણે જોઈએ છીએ કે હાથી, ઘોડા અને વાનરો એ ત્રણેય શાકાહારી છે. એમનાથી વધીને શક્તિશાળી બીજા જાનવરો નથી. આજ પણ શક્તિ માપવાનું ધોરણ હોર્સ પાવર છે. માંસાહાર ચરબી વધારી શકે છે પણ એમની તામસિકતા શરીરની ચપળતાને ક્ષીણ કરી દે
SR No.526002
Book TitlePrabuddha Jivan 2008 09
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2008
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size558 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy