SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬ સપ્ટેમ્બર, ૨૦૦૮ પ્રત્યે ભાવ નથી તો તે અસત્ય છે. લોકો દસ પ્રકારે ખોટું બોલે છે. કેટલાક પોતાનો મોભો દેખાડવા દંભથી, છેતરવા, વસ્તુ મેળવવા કે લાભથી, વેર કે ઇર્ષ્યાથી, ઉપરી અધિકારીના ભયથી મજાક કે હાસ્ય ઊભું કરવા, અને ખોટું દોષારોપણ કરવા ખોટું બોલે છે. હું તારા માટે આકાશમાંથી તારા તોડી લાવું એવું પ્રેમી પ્રેમિકાને કહે ત્યારે તે ખોટું બોલતો હોય છે. લગ્ન પૂર્વે કે બાદ ખોટું આચરણ કરવાથી છૂટાછેડા થઈ શકે. સત્ય સાપેક્ષ છે. દસ ડીગ્રી સેન્ટીગ્રેડ ઉષ્ણતામાન હોય ત્યારે આફ્રિકન વ્યક્તિ કહેશે કે ઘણી ઠંડી છે અને ઉત્તરધ્રુવમાં એ તો વ્યક્તિ કહેશે કે ઘણી ગરમી છે. વાસ્તવમાં બંને સાચા છે. આ અનેકાંતવાદનો સિદ્ધાંત જૈન ધર્મએ માનવજાતિને આપેલી મહત્ત્વની ભેટ છે. મંત્ર-તંત્ર-તંત્ર વિશે ડૉ. નરેશ વેદ પ્રબુદ્ધ જીવન ૮૪ લાખ યોનિમાં દુર્લભ મનુષ્યજન્મ માત્ર નવ વખત જ મળે છે. આગોમાં જીવનનું સ્વરૂપ, કાર્યક્ષેત્ર, કાર્ય અને પરિણામ અર્થાત્ આખા જીવનનું આખુંય વ્યાકરણ આપવામાં આવ્યું છે. શબ્દોના બનેલા મંત્રનું મનન કરવાથી સાધકોનું રક્ષણ થાય છે. આત્માને શોધતા પહેલા મનને કાબૂમાં રાખતા શીખવું પડે છે. ચિત્તને શાંત રાખવા યોગની મદદ લેવી જોઈએ. યોગનો અર્થ જોડાણ કે સંધાણ છે. રેતીનો ઢગલો કર્યા પછી વધુ ને વધુ રેની નાંખવાથી પડી જાય છે. પણ તેમાં સિમેન્ટ ભેળવવામાં આવે તો ઈમારત બને. જીવનની ઈમારત ઉભી કરવા યોગ ઉત્તમ વસ્તુ છે. યોગમાં મંત્ર, લય, હઠ અને રાજનો સમાવેશ થાય છે. મંત્રયોગ ચિત્તને સુરક્ષિત રાખવાની પ્રક્રિયા છે. તેના ઉપાધ્ય, ઉપાસક અને ઉપદેશના વચ્ચે સમન્વય સધાવો જોઈએ. મંત્ર સાધના વડે ચિતવૃત્તિ શમે છે અને વાસનાનો ક્ષય થાય છે. આત્મ સાક્ષાત્કારથી આત્મસિદ્ધિ તરફ જવાય છે. મંત્રસિદ્ધિના પ્રથમ તબક્કામાં શુદ્ધ વિદ્યા સાથે, મંત્રસ્વરના તબક્કામાં ઇશ્વર સાથે અને મંત્રમહેશ્વર દ્વારા સદાશિવ સાથે સાયુજ્ય થાય છે. મંત્ર એ શસ્ત્ર છે અને ચૈતન્ય પ્રાપ્ત કરી આપે છે. સદ્દગુરુ પાસેથી મળેલા મંત્રની ઉપાસના જલ્દી સિદ્ધિ થાય છે. યંત્ર મંત્રના સૂક્ષ્મ રહસ્યોને પ્રગટ કરે છે. જ્ઞાનનો વિસ્તાર જેના થકી થાય તેને તંત્ર કહે છે. અધ્યાત્મ અને વિજ્ઞાન વિશે મનુભાઈ દોશી અધ્યાત્મ અને વિજ્ઞાન વચ્ચે સંબંધ છે. પર્યાિવરણ અને માનસશાસ્ત્ર બંનેમાં અધ્યાત્મ અને વિજ્ઞાન છે. અધ્યાત્મ કહે છે. કે મૃત શરીરમાં જડ અને ચેતન ભિન્ન હોય છે. મૃત વ્યક્તિના શરીરમાંથી ચક્ષુઓ કાઢીને બીજાના શરીરમાં બેસાડવામાં આવે તો તે દેખતો થાય છે. આ બાબત વૈજ્ઞાનિક દૃષ્ટિએ સત્ય છે. ૧૫ શ્રદ્ધાના હુંફાળા સ્પર્શથી વ્યક્તિ ઇચ્છીત વસ્તુ મેળવી શકે છે. આપણું અંતરમનની ચેતનાને જગાડીને તેની સાથે વાત કરવી જોઈએ. તમારા મનમાં બેસેલા સદ્દગુરુ માર્ગદર્શન આપશે, મારે જે વસ્તુ જોઈએ છે તે આપવા ઇશ્વર આતુર છે. વ્યસન, રોગ, ક્રોધ અને નિષ્ફળતાને તટસ્થતાથી જુઓ. કાલ્પનિક ભયથી ડરી જવાનું તજી દેવું જોઈએ. વ્યસન છોડવામાં અગાઉ વીસ વખત નિષ્ફળતા મળી હોય તો પણ ૨૧મી વખત સફળતા મળશે એવો વિચાર કરો. અહમ્ને ત્યાગીને આગળ વધવાથી સફળતા મળી શકશે. વર્તમાન પરિસ્થિતિ માટે આપણે જ જવાબદાર હોઈએ છીએ. નબળી પરિસ્થિતિ ઘણીવાર નકારાત્મક વિચારોનું ધડતર કરે છે. સાર્ચો ધર્મ-કાર્ચો ધર્મ વિશે ડૉ. ગુણવંત શાહ આપણા મહંત, મુલ્લા અને પાદરીઓનો સંબંધ કાચા ધર્મ સાથે છે. આસારામના રૂપમાં નહીં પણ ઘણીવાર સફારી સુટમાં પણ સંત હોય છે. તેઓને ઓળખીને સન્માન નહીં કરીએ તો સમાજને નુકશાન થશે. આપણા તીર્થોમાં બાહ્યાચાર દેખાય છે. તે આચરનારાઓ સાચા ધર્મથી દૂર છે. આપણે સુદ્ધાં બાહ્યાચારમાં રમમાણ છીએ. સુરતના એક વેપારીએ મારા પુસ્તકો વાંચીને કરચોરી છોડી દીધી અને કામદારોને પૂરું વળતર આપ્યું. તેના કારણે મોટું આર્થિક નુકશાન થયું છે છતાં તેઓ પોતે નક્કી કરેલા સાચા માર્ગ પર ચાલવા મક્કમ છે. સફારી સુટમાંના સંતનું સન્માન કરતાં શીખવું પડશે. શું તેઓને 'માઈક્રી ગાંધી' કહું છું. તેઓનો આદર કરતાં શીખવું પડશે. સાચો ધર્મ આંબા જેવો છે. તેની કેરી ખવાય પણ પાંદડા અને ડાળી ન ખવાય. આપણે સત્ય, અહિંસા, કરુણા, અપરિગ્રહ અને અસ્તેય જેવા સિદ્ધાંતોની અવગણના કરીને બાહ્યાચાર તરફ વળ્યા છીએ. તેના કારણે આપણે મૂળને બદલે પાંદડાં અને ડાળને પાણી આપતાં હોઈએ એવો ઘાટ છે. આતંકવાદની નાબુદી માટે જગતમાં જૈન ધર્મનો ફેલાવો કરવો જોઈએ. કાચો ધર્મ લાઉડસ્પીકરમાં બોલે છે. સા ધર્મ એકાંત મંદિરમાં અને આનંદની ધજા ફરકતી હોય ત્યાં મળે છે. અભય બનો નહીં ત્યાં સુધી અહિંસા પાલન મુશ્કેલ છે. મૈથિલી ભાષાની ભક્તિકવિતા વિશે ડૉ. નલિની મડગાંવકર બિહારના અને નેપાળના કેટલાક જિલ્લામાં મૈથિલી ભાષા બોલાય છે. આ પ્રદેશમાં શિવ, શક્તિ અને વિષ્ણુની ઉપાસના થાય છે પણ શિવ ઉપાસકોનું પ્રમાણ વધુ છે. આ પ્રદેશમાં ભાગવતપુરાણ લોકપ્રિય ગ્રંથ છે. કૃષ્ણભક્તિમાં માનતા કવિઓએ શૃંગારરસથી પ્રચૂર પ્રણય ભક્તિના કાવ્યો રચ્યા છે.
SR No.526002
Book TitlePrabuddha Jivan 2008 09
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2008
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size558 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy