________________
ગાંધી જીવું
tall ક્રજી સાવenye oops allc dj lelease ty! Gallc nay teve #j!e loi>G[lā] Ille Jye [pps all Ray ase "ye [ppps [3]l
અ પૃષ્ઠ ૧૮૦ પ્રબુદ્ધ જીવન • ગાંધી જીવનનો અંતિમ અધ્યાય વિશેષાંક ૭ ફેબ્રુઆરી ૨૦૧૫ અંતિમ
સપ્ટેમ્બરની ૨જી તારીખે તેમની આગેવાની તળે પ્રધાન મંડળ સ્થપાયું. ગાંધીજીએ સરદારને અન્યાય કર્યો અને જવાહર માટે પક્ષપાત રાખ્યો તેવી ભાવના ગુજરાતમાં, ગુજરાતી ભાષીઓમાં અને આખા હિંદુસ્તાનના સરદાર પ્રશંસકોમાં બહુ પ્રબળ છે. જવાહરલાલના બદલે સરદાર વડાપ્રધાન બન્યા હોત તો દેશની સ્થિતિ વધારે સારી હોત, કાશ્મીર આપણા કબજામાં આવ્યું હોત, તિબેટમાં ચીની પગપેસારો અટકી ગયો હોત અને વહીવટ વધારે સારો ચાલ્યો હોત તેવું કહેવામાં આવે છે. ઇતિહાસને સમજવામાં શું થયું તે બરાબર જાણવું જરૂરી છે. પણ શું થયું હોત અને શું થાત તે માત્ર આપણા પૂર્વગ્રહ પર આધારિત છે. શું થયું હોત તે આપણે જાણતાં નથી. જાણી શકવાના પા નથી. આવી ચર્ચા તન નકામી છે. ગાંધીને મહાત્મા તરીકે સ્વીકારીએ તો ગાંધી કોઈને અન્યાય કરે નહીં અને કોઈનો પક્ષપાત કરે નહીં. ગાંધીએ અન્યાય અને પક્ષપાત કર્યો તેવું કહેવાનો અર્થ એ છે કે ગાંધી ઢોંગી અને લુચ્ચો માણસ હતો અને મહાત્મા બની બેઠો હતો.
ગાંધીની ભૂલ થાય. ભૂલ તો ભગવાનની પણ થાય તેવું કહીએ છીએ તો પછી ગાંધીની કેમ ન થાય ? પણ ગાંધીની ભૂલ કહીએ તે પહેલાં પરિસ્થિતિ સમજવી જોઈએ અને તે કાળની મનોદશામાં
વવાનું શીખવું જોઈએ.
૧૯૪૬માં સ્વરાજ હાથવેંતમાં હતું પણ હાથમાં આવ્યું ન હતું. આઝાદી કયારે મળશે આવતા વરસે, આવતા દાયકે કે પછી ક્યારે તેની કોઈને ખબર ન હતી. બીજું સરદાર ગાંધીથી માત્ર છ વરસે નાના અને ૧૯૪૫-૪૬માં સિત્તેરના હતા. તબિયતે ખૂબ નબળા. કેટલું જીવે તેની ખબર નહીં. અહમદનગર જેલવાસમાં (૧૯૪૨૪૫) ખાસ્સા બિમાર મહિનાઓ સુધી પથારી વશ અને બે વખત તો બચવાની આશા જ નહીં.
ગાંધી વૈચારિક અને ભાવનાત્મક ધોરણે જવાહરલાલના સંગાથી ગણાય. દેશભક્તિમાં, ત્યાગમાં, નિસ્વાર્થપણામાં ગાંધી-સરદાર જવાહર બધા સરખા જ ગણાય. એક ચડે ને બીજો ઉતરે તેવો ઢાળ સરદાર પ્રમુખ બને તો વડાપ્રધાન બની શકે પણ બનવાના જ છે તે પાકું નહીં. વેવેલનાં પ્રધાન મંડળની દરખાસ્ત પાછળથી આવી. પણ આ વખતના રાજકારણમાં કોમવાદી ઝઘડાખોરી સોચે પહોંચી હતી અને મુસ્લિમ લીગની પાકિસ્તાનની માગણી જોરશોરથી ગાજતી હતી. સરદારની છાપ-ખોટી પણ બધાએ માની લીધેલી છાપ-મુસ્લિમ વિરોધી તરીકેની અને જવાહર મુસલમાનોના જબરા ટેકેદાર. દેશનાં ભાગલા પડે ને ગાંધી સાંખી લેવા તૈયાર નહીં ગાંધીએ સરદારને ખસેડીને જવાહરજીને કેમ પસંદ કર્યાં તે સમજવા માટે મેં આ સવાલ અનેક આગેવાનોને પૂછ્યો છે. મીનુ ગાંધી જીવનનો અંતિમ અધ્યાય વિશેષ
મસાણી, જયપ્રકાશ નારાયણ, કનૈયાલાલ મુન્શી, મોરારજી દેસાઈ બધાના જવાબ સાંભળ્યા છે પણ મને અંગત રીતે મોરારજીભાઈનો જવાબ સૌથી વધારે ગળે ઉતર્યો છે. આ જવાબ અને સ્વીકાર ખોટા હોઈ શકે છે પણ મને સાચા લાગે છે.
ઊષાંક
મોરારજીભાઈએ સમજાવ્યું કે “૧૯૪૬માં ભાગલાનો સવાલ બાપુને ખૂબ મૂંઝવતો હતો. સરદાર-જવાહર વચ્ચેની પસંદગીની ચર્ચા બાપુએ મારી (મોરારભાઈ) જોડે કદી કરી નથી અને કદાચ કોઈ જોડે બાપુએ કરી નથી.’
પણ સ્થિતિ જોઈએ તો સરદાર કૉંગ્રેસ પ્રમુખ હોય અને વડાપ્રધાન બનવાના હોય તો મુસ્લિમ આગેવાનોનો ડર અને શંકા વધે અને ભાગલા નિશ્ચિત બની જાય. જવાહરલાલજી આ સ્થાને હોય તો મુસલમાનોનું વલણ કદાચ થોડું વધારે કુણું પડે. તેથી કદાચ બાપુએ જવાહરલાલને પ્રમુખ બનાવ્યા હશે. આ મારી (મોરારજી દેસાઈ)ની કલ્પના છે. હું કે બીજું કોઈ પુરેપુરી વાત જાણતું નથી.
ગાંધી ખોટા કર્યા. જવાહરાત્રે ઉધમાત કરીને કેબિનેટ મિશન યોજના તોડી નાખી. વલ્લભભાઈએ આ ‘છોક૨મત’ માટે જવાહરને ઠપકાર્યો પણ છે. જવાહર હોવા છતાં અને હોવાના કારણે જ ભાગલા પડ્યા. પણ ભાવિને કોઈ જોઈ કે જાણી શકતું નથી.
ગાંધીને વલ્લભભાઈ માટે ઘણી ફિકર હતી. લથડતી તબિયતે સરદાર બોજ નહીં ઉઠાવી શકે અને ઉઠાવશે તો જાવશે નહીં તે ગાંધીનો ભય સાચો થર્યો. મરણની ઘડી તો નિશ્ચિંત છે પણ વલ્લભભાઈ કામના બોજના કા૨ણે વહેલાં ઘસાઈ ગયા અને આઝાદી અઢી વરસે અવસાન પામ્યા.
ગાંધીજી અને વલ્લભભાઈ વચ્ચે અનેક બાબતમાં મતભેદ હતો. જવાહર ગાંધી વચ્ચે, જવાહર વલ્લભભાઈ વચ્ચે પણ ઉગ્ર મતભેદ હતો, પણ આ વિરાટ પુરુષો વચ્ચેના વિવાદની વાત આપણા જેવા વામણા માણસો શી રીતે સમર્થ ? આ મતભેદોના કાજી બનવાનું આપણું ગજું નથી, અને આપણે ન્યાયાધીશની ખુરશી પર બેસવાની લાયકાત ધરાવતા નથી.
૨૦૨, વિશ્વાધાર, રોડ નં. ૪, નટવર નગર, જોગેશ્વરી (પૂર્વ) મુંબઈ-૪૦૦ ૦૦૦. મોબાઈલ : ૦૯૮૩૩૩૨૫૮૩૭.
alch sidy late rJle
જે થયું તેની વિગતવાર નોંધ લેવામાં કશો શરમ સંકોચ નથી. તેમાં ગાંધી, જવાહર, સરદારની તમા રાખવાની હોય નહીં પણ આપણે જે જાણીએ અને માનીએ છીએ તે હકીકત સ્પષ્ટ રીતે કહી નાખવી તે આપણા માટે અને વધારે તો આવતી પેઢીઓ માટે જરૂરી છે.
જેની પાસે બધું છે, પણ ઈશ્વર નથી; તેની પાસે કંઈ નથી.
વતનો અંતિમ અધ્યાય વિશેષાંક
ellate hJe [9pG ||
- s||aajte )!e [ppRs|
બ્રુdj talale tyle to Jlle