________________
અનેકાંતવાદ, સ્યાદ્વાદ માર્ચ ૨૦૧૫ પ્રબુદ્ધ જીવન ♦ અનેકાંતવાદ, સ્યાદ્વાદ અને નયવાદ વિશેષાંક ♦ પૃષ્ઠ ૫૭ વાદ, સ્યાદ્વાદ અને
અનેકાન્તવાદ, સ્યાદ્વાદ અને તયવાદ વિશેષાંક અનેકાન્તવાદ, સ્યાદ્વાદ અને તયવાદ વિશેષાંક અનેકાન્તવાદ, સ્યાદ્વાદ અને યવાદ વિશેષાંક - અનેકાન્તવાદ, સ્યાદ્ વાદ અને તયવાદ વિશેષાંક અનેકાન્તવાદ, સ્યાદ્વાદ
દૃષ્ટિઓ વચ્ચે ગૂંચવણ ઊભી કરે છે. બાકી ઝઘડાનું કારણ કોઈ જ નથી. જો આપણે દરેક વિચારસરણીને માત્ર એક દૃષ્ટિ તરીકે જ લઈએ તો કોઈ ઝઘડા થાય જ નહીં. અનેકાંતવાદની અંતર્ગત નયવાદ આ તથ્યને સમજાવે છે અને એ પ્રમાણે કાર્ય કરે છે અને સ્યાદ્વાદ આવી પરિસ્થિતિનું વર્ણન કરે છે.
નયવાદ આપાને સત્યને પગથિયે પગથિયે સમજાવે છે. અંશ પછી અંશ (પાર્ટ બાય પાર્ટી સમજાવે છે, જેથી વિવિધ અંશો સમજી પછી તેમાંથી સત્યનું પૂરું રૂપ જોવા આપાને સમર્થ બનાવી શકે છે. અલગ અલગ ભાગો જાણી પૂર્ણ સત્યના રૂપનું સંયોજન આપણે કરવાનું છે.
અનેકાંતવાદ પ્રમાણે આપણે પોતાની વિચારસરણી ટકાવી બીજાની વિચારસરણીને સમજવા પ્રયત્ન કરવાનો છે. તેને નકારવાની નથી, એમ કરીને નાહકના ઝગડામાં પડવાનું નથી કારણ કે અંતિમ સત્ય બંને વિચારસરણીમાં નથી તેમાં આંશિક સત્ય છે.
અને કાંતવાદ આપાને પરસ્પર વિરોધી વિચારસરણી સમજવાની અને તેને સહન કરવાની તક આપે છે. જ્ઞાનના વાદવિવાદમાં આ ગુણો જરૂરી હોય છે. તેમાં મારામારી કરવાની નથી હોતી. અનેકાંતવાદ કહે છે કે આપણે આપણી વિચારસરણી છોડી દેવાની નથી. તેની તરફેણમાં દીવો પણ કરવાની છે પણ શ્રીજ થીઅરીને માનથી સમજવાની કોશિષ પણ કરવાની છે કારણ કે તે અસ્તિત્વમાં
આવી છે માટે તેમાં પણ પૂર્ણ નહીં તે આંશિક સત્ય તો સમાયેલું જ છે. એક ધર્મના વિદ્વાનોએ બીજા ધર્મના વિદ્વાનોને અને સિદ્ધાંતોને સમજવા જરૂરી છે. મેં જોયું છે કે એક ધર્મના અનુયાયીઓ બીજા ધર્મના મંદિરે પણ જતા નથી. તેમના વિશે કાંઈ જાણવા પણ પ્રયત્ન કરતા નથી. તેમના પુસ્તકો તો વાંચતા જ નથી પરંતુ તેને નિષેધ સમજે છે. આ અસહ્ય બાબત ગણાય. અનેકાંતવાદ આ સ્થિતિને સ્વીકારતો નથી.
કોઈને પણ સાચો કે ખોટો કહેતો નથી. સાથે સાથે તે પૂર્ણ સત્ય તપાસવા સલાહ આપે છે. પ્રેરણા આપે છે.
અનેકાંતવાદ કહે છે કે કોઈપણ વિચારસરણીને નકારવી કે
અવગણવી તે સત્યના એક અંશને નકારવાની વાત છે. આમ જેટલી વિચાસણીને આપણી નકારીએ એટલા મત્યના અંશને આપણે નકારતા જઈએ છીએ. આપણી પાસે માત્ર એક એશ રહે છે, તેને આપન્ને વળગી રહીએ છીએ. તેનો અર્થ એમ પણ થાય કે આપણી બુદ્ધિ એટલી વિચક્ષણ નથી કે બીજી વિચાસરણીને પણ તે સમજી શકે માટે તેને આપણે અવગણીએ છીએ. જેમ ગિીતશાસ્ત્રને સમજતાં નથી તેઓ તેને અવગણે છે, તેને ભગતાં નથી કારણ કે તેમની બુદ્ધિ ને સમજી શકતી નથી. આપણી બુદ્ધિ બધું સમજી શકે તે પણ શક્ય નથી. સત્યને તેની પૂર્ણતામાં સમજવું તે આપણા માટે શક્ય નથી માટે આપણે નથવાદની અગત્ય સમજવી જોઈએ, સ્યાદ્વાદની અગત્ય સમજવી જોઈએ અને અનેકાંતવાદની અગત્ય પણ સમજવી જોઈએ.
અસીમ સત્યને સમજવું ઘણું અઘરું છે, માટે બધા જ અંશોનું સંયોજન કરી એક ચિત્ર રજૂ કરવું જરૂરી છે, જે ઘણાખરા અંશોને આવરે અને પૂર્ણતાની ઝાંખી દેખાડવા સમર્થ બને, નહીં તો બધું અલગ અલગ જાણી શું હાથમાં આવે ?
અનેકાંતવાદ સત્યને સમજાવવાનો સાપેક્ષવાદનો સિદ્ધાંત છે. મહાવીર સ્વામીને શા માટે લોકોને અનેકાંતવાદ સમજાવવાની
જરૂર પડી ? લોકો આત્માને સમજવાના પ્રશ્નો પૂછતા હતા કે આત્મા શું છે ? કાયમી છે કે નથી?
મહાવીર ભગવાને કહ્યું કે દ્રવ્યની દૃષ્ટિએ જોઈએ તો આત્મા કાયમી છે. પણ તેના કાર્યોમાં જે ફેરફાર થાય છે ને હંગામી છે. જે કાયમી નથી. તે અજર-અમર છે અને નથી પણ.
ન
તત્ત્વાર્થશ્લોકવાર્તીકા (૧૧૬) માં આચાર્ય વિદ્યાનંદી (ઈસુની અગિયારમી સદી) સત્યના સ્વભાવને સમજાવવા એક ઉદાહરણ આપે છે. કળશમાં જો આપણે મહાસાગરનું પાણી ભરીએ તો તે કળશને આપો ન નો મહાસાગર કહી શકીએ અને ન તો માત્ર કળશનું પાણી કહી શકીએ, પણ તેને માત્ર મહાસાગરનો ભાગ કહીશકીએ, મહાસાગરનું પાણી કહી શકીએ. તેથી કોઈપણ ધર્મની વિચાસરણી જો કે પૂર્ણ સત્યમાંથી ઉત્પન્ન થાય છે તેથી તેને પૂર્ણ સત્ય પણ ન કહેવાય અને અસત્ય પણ ન કહેવાય.
iphile ‘[bōકાર ને કારણે plo otep||સ્ટ ‘[pō]s[ole i d)
સત્તરમી સદીના જૈન સાધુ યશોવિજયગાની (જ્ઞાની) અનેકાંતવાદથી આગળ જઈને મધ્યસ્થ માટે દલીલ કરે છે. આ પરિસ્થિતિએ તેમને બીજા ધર્મના માનવીઓના ગુર્ગાના વખાણ કરવા શક્તિમાન બનાવ્યા કે જે જૈન ન હતા.
Ple3ple. *3ચ્છક . Gj3pleole pal|સ્ટે'
એક જ વિચાસરણી સત્ય છે તેમ માનવું તે સત્યનેસામિત કરવાની વાત છે, સીમિતમાં જોવાની વાત છે, જે નથી
અનેકાંતવાદનો અર્થ એવો નથી કે બધી જ વિચારસરણી સરખી છે, પણ કઈ વિચારસરણી સરખી છે, તર્કબદ્ધ છે અને પોતાને સાબિત કરવા પુરાવા આપે છે અને કેટલી હદે ? અને કથા સંદર્ભે ? અનેકાંતવાદ બધા ધર્મો પ્રતિ માનની દૃષ્ટિએ જોવાનો હકારાત્મક સિદ્ધાંત છે.
જે અંધજન હાથીના પગે હાથ ફેરવીને તેને થાંભલા જેવો કહે. છે અને બીજો અંધજન તેની પીઠ પર હાથ ફેરવીને કહે છે કે તે ટેકરી જેવો છે. આ વાતમાં બંને વ્યક્તિ ઝઘડે તે બરાબર ન ગણાય કારણ કે આંશિક રીતે બંને સાચા છે. પણ પૂર્ણ સત્ય કોઈની પાસે નથી. આ પરિસ્થિતિનું સમાધાન માત્ર અનેકાંતવાદ જ કરી શકે. તે
અનેકાંતવાદે જૈન ધર્મના વિકાસમાં અને તેને બચાવવા મોટું યોગદાન આપ્યું છે એટલું જ નહીં તેને રાજદરબારમાં સ્થાન અપાવ્યું છે.
અનેકાંતવાદ, સ્યાદ્વાદ અને તયવાદ વિશેષાંક ૐ અનેકાંતવાદ, સ્યાદ્વાદ અને તયવાદ વિશેષાંક = અનેકાંતવાદ, સ્યાદ્વાદ અને તયવાદ વિશેષાંક ૐ અનેકાંતવાદ, સ્યાદ્વાદ અને
મનેકાન્તવાદ, સ્યાદવાદ અને નવાદ વિશેષાંક