________________
ગાંધી જીવ
અથ પૃષ્ઠ ૮૪૦ પ્રબુદ્ધ જીવન ગાંધી જીવનનો અંતિમ અધ્યાય વિશેષાંક ૯ ફેબ્રુઆરી ૨૦૧૫ અંતિમ ’ |ષાંક ક
જલધર! શુભ વિતરો સંદેશ
ગાંધી જીવનનો અંતિમ અધ્યાય વિશેષાંક ક ગાંધી જીવનનો અંતિમ અધ્યાય વિશેષાંક ગાંધી જીવનનો અંતિમ અધ્યાય વિશેષાંક 4 ગાંધી જીવનનો અંતિમ અધ્યાય વિશેષાંક 5 ગાંધી જીવનનો અંતિમ અધ્યાયવિશેષાંક 4 ગાંધી
જલધર! શુભ વિતરો સંદેશ. મુજને અતિ પ્રિય ભારતદેશ. જા જલધર! તું ભારતભૂમિ શ્રીનિવાસ પદ ધન્યા! આલિંગે છે જ્યાં સુરધુની કૃષ્ણમયી રવિકન્યા! તુહિમાચલ રક્ષિત દેશ. જલધર! દઈ દે સંદેશ. જાજે જલધર! સૌરાષ્ટ્ર ભોમકા દ્વારાવતીપતિ પાદપુનીતા. શ્યામધનતનુ લોકમહેશ્વર શ્રી સોમનાથ નિવસિતા. સુર પ્રભાવિત દેશ. જલધર! દઈ દે સંદેશ.
જ્યાં હું જાયો, જ્યાં વિતાવ્યો સુરમ્ય ઉષ:કાળ! પોરબંદર સુદામાનગરી કાઢજે તું ત્યાં ભાળ! મમ નિહાળજે નિવેશ! જલધર દઈ દે સંદેશ આસપાસ ઉછળે છે સિંધુ જાણે દીનજનોનો બંધુ! અમૃતમથિત સ્વાતંત્ર્ય કેણે ઘોળ્યાં હલાહલ બિંદુ? બધુસમૂહ અશેષ! મસ્ત્રિય ભારતદેશ! કેમ છે મારી ભારતમાતા દિવસે દિવસે દીનસંજાતા? શો છે તારો તાપ શી પીડા અનુભવે મનમાં શું થ્રીડા? મૈયા! દૂર હો માનસકલેશ. જલધર! નય સંદેશ. આંતર બાહ્ય સંતપતું અંતર નિહાળી સહુ સંઘર્ષ આતંકિત અતિ દેવર્ષિત શમાવ દ્વેષામર્ષ. પયોધર! શમાવ! ષામર્ષ. જયતુ જયતુ ભારતવર્ષ ! હિંદુ મુસ્લિમ શીખ ઈસાઈ વિનિર્મિતા બંધુતા! એકસૂત્રતા રહો અખંડિત તુજ ભારત અસ્મિતા ! રઘુવર! આશા એ અવશેષ. જલધર! નય સંદેશ! અભિનવ અસુરોથી ભીતા સીતા હે રઘુનંદન! ભૂમિસુતા. દુઃશાસન શાપિત જનતા જોને ! પાંચાલી જેમ પીડિતા. રક્ષ યદુવર! દેશ! જલધર નય સંદેશ. નયનન જલભરી અંતરજલના મન કેમે કંઈ પામત કલના. નવલ બલે ઉદ્યત કરી જલધર! નવ ઉન્મેષમહીં આકર્ષ! તવ રુચિર સંજીવન સ્પર્શ!
ઉજ્જવલ સેવો આદર્શ ! પ્રતિપદતીર્થભૂત શુભ કાયા પુણ્યતપોભૂમિ હો સુખદાતા! સત્ય અહિંસા વિશ્વબંધુતા ત્રાતા અભયોગાતા! વિવર્ધતુ સંનિવેશ! જલધર નય સંદેશા ગામે ગામે ગેહે ગેહે જલધર! જાજે ભારતવર્ષ. નવચેતન્યોલ્લાસ ભરી દઈ વરસાવી દે હર્ષ!!! કિરપા વરસાવો નિઃશેષ! શુભ વિતરો ગાંધી સંદેશ! શુભ વિતરો ગાંધી સંદેશ! શુભ વિતરો ગાંધી સંદેશ! મુજને અતિ પ્રિય ભારતદેશ!
| | હેમાંગિની વસંત જાઈ લાડની વાડી, ૩જે માળે, ૩૨, વી.પી. રોડ, મુંબઈ-૪૦૦ ૦૦૪. ટે. ૦૨૨-૨૨૪૨૩૯૫૫. મોબાઈલ : ૦૯૮૧૯૨૬૭૮ ૧૩. મેઈલ : hemanginijai@gmail.com
કોણ ટકાવી શકે છે? મૈસૂરની યુવક પરિષદમાં અમેરિકન મિશનરીમોટ આવ્યા હતા. ત્યાંથી પાછા ફરતાં તેઓ ગાંધીજીને મળવા (સાબરમતી) આશ્રમમાં રે આવ્યા. ગાંધીજી એમને માટે કેવળ દશ મિનિટ કાઢી શકે એમ હતું. દુનિયાના યુવકોના માનીતા રેવરંડ મોટ દશ મિનિટમાં ગાંધીજીને શું પૂછશે, એ કુતૂહલે હું પણ ત્યાં ગયો. ભૂખ્યા વરુની | ક પેઠે એમણે એક પછી એક પ્રશ્નપરંપરા શરૂ કરી. ગાંધીજીએ એમને | ટૂંકા ને ટચ જવાબ આપ્યા. બે પ્રશ્નોએ મારું ખૂબ ધ્યાન ખેંચ્યું. 9િ | ‘તમારા જીવનમાં એવી કઈ એક વસ્તુ છે કે જેના આનંદમાં તમે કટોકટીના સમયે પણ ટકી શકો છો ?' રેવરંડ મોટે પૂછ્યું. હૈ | ગાંધીજીએ જવાબ આપ્યો: ‘હિંદુસ્તાનની પ્રજાના સ્વભાવમાં
અહિંસા રહેલી છે. આ એક શ્રદ્ધા મને ટકાવી રહેલી છે. આ શ્રદ્ધામાં | વિશ્વાસ રાખીને મારી પ્રજા દ્વારા જગતને અદ્વિતીય એવી ક્રાંતિ કરી દેખાડવાની ઉમેદ હું રાખી શકું છું.’
રેવરંડ મોટે બીજો પ્રશ્ન પૂછ્યો: ‘તમને વધારેમાં વધારે ચિંતાજનક અને દુ:ખદ કઈ વસ્તુ લાગે છે?”
‘ભારતભરના ભણેલા લોકોની ‘હાર્ડનેસ ઓફ હાર્ટ', બાપુજીએ જવાબ વાળ્યો. ‘અંગ્રેજી કેળવણીની અસરને લીધે | તેઓનાં હૃદય પાષાણ જેવાં બની ગયાં છે.'
|
| કાકા કાલેલકર
* ગાંધી જીવનનો અંતિમ અધ્યાય વિશેષાંક 5 ગાંધી જીવનનો અંતિમ અધ્યાય વિશેષાંક 4 ગાંધી જીવનનો અંતિમ અધ્યાય વિશેષક 5 ગાંધી જીવનનો અંતિમ અધ્યાય વિશેષાંક ૬ ગાંધી જીવનનો અંતિમ અધ્યાય વિશેષાંક 4 ગાંધી ન
ગાંધી જીવતતો અંતિમ અધ્યાય વિશેષ
મોટું નહી, સારું વિચારો. મોટા નહીં, સારા બનો.
|
વતનો અંતિમ અધ્યાય વિશેષાંક ૬