________________
૨૮
પ્રબુદ્ધ જીવન
હતો અને તેમ છતાં મોજથી મિઠાઈ ખાતા-ખવડાવતા હતા અને નિરાંતે ‘ડબલ ' ખાંડવાળી ચા પીતા હતા. ૧૯૬૪થી એમને બ્લડપ્રેશર રહેવા લાગ્યું હતું અને ૧૯૬૭થી કિડની પર અસર થતાં પગે સોજા રહેતા હતા. કેફ અને અપર્ચો ક્યારેક દેખાતા હતા. આટઆટલા રોગો હોવા છતાં મસ્તીથી જીવન વ્યતીત કરતા હતા.
રોજનીશીમાં પોતાના રોગોની લાંબી સૂચિ આપીને તેઓ લખે છે, 'મનમાં ખૂબ મોજ છે. જિંદગી જીવવાની રીતે જીવાય છે.’
૧૯૬૯ની દિવાળી અગાઉ જયભિખ્ખુની તબિયત અત્યંત નાદુરસ્ત હોવા છતાં એમકો ભાઈબીજના દિવસે શ્રી શંખેશ્વર મહાતીર્થની યાત્રા કરવાનો વિચાર કર્યો. બેસતા વર્ષે પોતાની રોજનીશીમાં નોંધે છેઃ
આવતીકાલે શંખેશ્વર જવું છે, પણ મારી તબિયત બહુ જ ઢીલી છે. જેવું કે ન જવું તેનો વિચાર ચાલે છે. *
બેસતા વર્ષની સાંજે નક્કી કરે છે કે પરિવાર સાથે શંખેશ્વર તીર્થની યાત્રાએ જવું. એમના નિકટના સ્નેહી અને શંખેશ્વર તીર્થના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી અરવિંદભાઈ પનાલાલે એમને માટે ટ્રસ્ટીઓના બંગલામાં ઊતરવાની સગવડ કરી આપી. એમની કથળેલી તબિયતને જોઈને નિકટના આધાજોએ થોડી આનાકાની પ્રગટ કરી, પરંતુ જયભિખ્ખુ એક વાર નક્કી કરે પછી એમાંથી કોઈ એમને પાછા વાળી શકે તે શક્ય નહોતું. અનેક રોગોથી ઘેરાયેલા આ સાક્ષરને આ તીર્થયાત્રામાં વિ૨લ અનુભવ થયો. જેમ જેમ તીર્થભૂમિની નજીક આવતા ગયા, તેમ તેમ એમને એમની તબિયતમાં સુધારો જણાયો, શરીરમાં નવો ઉત્સાહ અનુભવવા લાગ્યા. છેલ્લા ઘણાં સમયથી ભોજન કરે, ત્યારે ખૂબ ઊબકા આવતા હતા. એ ફરિયાદ અહીં આવતાં જ ચાલી ગઈ.
જયભિખ્ખુ પોતાની સાથે પ્રવાહમાં હંમેશાં દવાની એક અલાયદી બૅગ રાખતા હતા. અહીં આવ્યા પછી ખોલવી જ ન પડી! ડાયાબિટીસ અને બ્લડપ્રેશર જેવા રોગોની ગોળીઓ એમની એમ પડી રહી. કારતક સુદ ચોથના દિવસે પોતાની રોજનીશીમાં આ શારીરિક પરિવર્તન વિશે નોંધે છે.
‘મારા માટે એક અદ્ભુત ચમત્કાર બન્યો. અહીં આવ્યો ત્યારે જર્જરિત તબિયત લઈને આવ્યો હતો. શું થશે એની ચિંતા હતી. તેના બદલે અહીં આવતાં જ શરીરની તાસીર બદલાઈ ગઈ. એક ડગલું ચાલી શકતો નહીં, તેને બદલે માઈલ-દોઢ માઈલ ચાલવા લાગ્યો. બે રોટલી જમતાં અધધધ થતું. હવે સહુમાં હું વધુ જમતો થયો. તમામ દવાઓ પણ બંધ કરી હતી.’
ફેબ્રુઆરી, ૨૦૧૩ અમદાવાદમાં હોય ત્યારે સવારે હઠીસિંગના દેરાના દર્શને જવાનો નિયમ બરાબર પાળે, આથી એમના આ અનુભવ પાછળ કોઈ પૂર્વધારણાઓ નહોતી, કોઈ માન્યતાઓ નહોતી, જેવું અનુભવે તેવું કહેવાનો એમનો બાળસહજ સ્વભાવ હતો. શંખેશ્વર મહાતીર્થની યાત્રા સમર્થ એમણે શારીરિક અનુભવની સાથે આધ્યાત્મિક અનુભવ પણ કર્યો. યાત્રાએ એમના ચિત્તમાં નવો સંકલ્પ જગાવ્યો. પોતાના એ સંકલ્પને દર્શાવતા તેઓ મરોડદાર અક્ષરોએ રોજનીશીમાં લખે છે.
આમ તીર્થસ્થાનના પ્રભાવક વાતાવરણનો નવીન અનુભવ થયો. જયભિખ્ખુની પ્રકૃતિ એવી હતી કે ધર્મ પ્રત્યે કોઈ અંધશ્રદ્ધા કે ધર્મઝનૂન નહોનું. ધર્મના અભ્યાસથી એમનામાં ભાવનાઓ આવી હતી, પણ અન્ય ધર્મોના અભ્યાસને પરિણામે ધર્મદ્રષ્ટિમાં સમન્વય અને વ્યાપકતા હતા. બહુ વિશેષ ધાર્મિક ક્રિયાઓ પણ કરતા નહીં. રવિવારે
અનેક જાતના રોગોની સંભાવના સાથે અહીં આવ્યો હતો. આજે
થનગનતો પાછો ફર્યો. શરીરમાં સાવ નવા ચેતનનો અનુભવ થયો. મન ‘અબ હમ અમર ભયે, ન મરેંગે'નું ગીત ગાવા લાગ્યું. મારા જીવન સંચારવાળો તબક્કો મારે સારાં કામોમાં પરિપૂર્ણ કરવો જોઈએ.
શ્રી શંખેશ્વર તીર્થની યાત્રાએથી પાછા આવ્યા બાદ જયભિખ્ખુએ પોતાના તમામ પુસ્તકોનાં પ્રકાશનને અટકાવી દીધાં. મનમાં એક જ વિચાર હતો કે ‘શ્રી શંખેશ્વર મહાતીર્થ'નું અનુપમ પુસ્તક તૈયાર કરવું અને તે કલ્યાશક પર્વના શુભ પ્રસંગે પ્રગટ કરવું. એમણે આ કાર્ય ખૂબ ઝડપથી આયોજન સાથે પૂર્ણ કર્યું અને એ સિદ્ધ થતાં જ એમ જાણે ગુરુૠા, વિદ્યાબળ અને સંસ્થાૠા અદા કરીને જગતની વિદાય લીધી! (ક્રમશ:)
૧૩/બી, ચંદ્રનગર સોસાયટી, જયભિખ્ખુ માર્ગ, પાલડી, અમદાવાદ-૩૮૦ ૦૦૭. ટેલિફોન : ૦૭૯-૨૬૬૦૨૬૭૫. મોબાઈલ : ૦૯૮૨૪૦૧૯૯૨૫
શ્રી મુંબઈ જૈન યુવક સંઘને પ્રાપ્ત થયેલ અનુદાન
લોક સેવા સંઘ થોરડી : આર્થિક સહાય કરવા માટે નોંધાયેલી રકમની યાદી
૨૧૯૫૭૭૪ આગળનો સરવાળો
૪૫૦૦૦ શ્રી હરખચંદ અમુલખ સાર્વજનિક ટ્રસ્ટ
૨૨૪૦૭૭૪
સૌજન્મદાતા ૨૦૦૦૦ ડૉ. માણેકલાલ એ. સંગોઈ (ફેબ્રુઆરી ૨૦૧૩)
૨૦૦૦૦
કિશોર દિબ્બડીયા દેળવણી ઠંડ ૫૦૦૦ શ્રી ભાનુભાઈ પીપલીયા ૫૦૦૦ શ્રી પ્ર૭૯ભાઈ પીપલીયા
૫૦૦૦ શ્રીમતી કાંતાબેન દોશી, પુષ્પાબેન ટિમ્બડીયા, શ્રીમની વસંતબેન ચિતલિયા, શ્રીમતી ઉષાબેન શાહ
૧૫૦૦૦