SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ફેબ્રુઆરી, ૨૦૧૩ ચંદુલાલ વર્ધમાન શાહ, અતિથિવિશેષ શ્રી જે. આર. શાહ તથા પ્રાણલાલ કે. દોશી, શ્રી કે. લાલ, જાણીતા ચિત્રકાર શ્રી કનુ દેસાઈ, શ્રી કાંતિલાલ કોરા, શ્રી રસિકભાઈ દોશી, શ્રી રૂપચંદજી ભણસાળી, શ્રી લાલભાઈ શાહ (જીવનમિા સાચનમાળા ટ્રસ્ટ) અને બીજા અનેક અગ્રણીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા. પ્રબુદ્ધ જીવન કરવા માટે થાય છે. વીતરાગના મંદિરને તાંત્રિક, માંત્રિક ને યાંત્રિક બનાવી નાંખવું જોઈએ નહીં. કોઈના ભૂંડા માટે તો કદી એનો ઉપયોગ ન ક૨વો. શક્તિ માગવી તો સારા કામો માટે માગવી.’ આ ઉપરાંત તીર્થમાં પેઢી પાસેથી લીધેલી વસ્તુઓ જાળવીને પાછી આપવી કે પેઢીના કર્મચારીઓ સાથે કેવી રીતે વર્તન કરવું, ભોજનશાળામાં કઈ રીતે શાંતિ અને સંઘમ જાળવવા, પૂજા-આરતી જેવી ક્રિયાઓ વખતે ક્રિયાના ફળનો આધાર મન પર છે, તેમ દર્શાવ્યું અને સાથેસાથ યાત્રા અને પ્રવાસનો તાત્ત્વિક ભેદ પણ દર્શાર્ગો. એથીય વિશેષ તીર્થયાત્રા કરનારે તીર્થમાં કેવી રીતે વર્તવું એને વિશે જયભિખ્ખુએ લખ્યું, ‘સવી જીવ કરું શાસન૨સીઃ એટલે જે તીર્થમાં જઈને ત્યાંના લોકોમાં પોતાની પ્રામાણિકતાની, ધાર્મિકતાની અને નીતિમત્તાની છાપ પાડવી. ત્યાંના સામુદાયિક શિક્ષણ ને સંસ્કારનાં ધાર્મોની મુલાકાત લેવી ને થયાશક્તિ મદદ કરવી. આમજનતા વચ્ચે જઈને જૈન કે જેનેતરના ભેદ પડે, તેમ વર્તવું નહીં, સર્વધર્મ વચ્ચે પોતાના ધર્મની પ્રભાવના થાય, તે રીતે તન, મન ને ધન ખર્ચવાં. આપણે કોઈ પણ ક્રિયા માટે બોલી બોલીને વિધિ ક૨વાનો અગ્ર હક્ક મેળવ્યો હોય, પણ આપણા કરતાં કોઈ યોગ્ય ભાવિક ને પવિત્ર વ્યક્તિ ત્યાં હાજર હોય, તો તેને તે ક્રિયા કરવા પ્રેમભર્યો આગ્રહ કરવો. વળી તીર્થ ભવનરીનો બાપો છે. ત્યાંના જે જે ખાતાં નબળાં હોય તેમાં મદદ કરવી.’ શ્રી યશોવિજયજી જૈન ગ્રંથમાળાના મંત્રી જયભિખ્ખુ એ ગ્રંથમાળાનો પરિચય આપતાં પોતાના પ્રવચનમાં કહ્યું, ‘શ્રી યશોવિજય જૈન ગ્રંથમાળા એ ભારતીય તથા યુરોપીય દેશોમાં જ્ઞાનપ્રસારના મંગલ ધ્યેયને વરેલી સંસ્થા છે. અને એને જેટલો વધુ આર્થિક સહકાર મળે તેટલા પ્રમાણમાં એ પોતાના ધ્યેયને વધુ સારી રીતે સિદ્ધ કરી શકે તેમ છે. જૈન સાહિત્યનો દેશ-વિદેશમાં પ્રચાર કરવા માટે અત્યારનો યુગ સોનેરી યુગ છે એટલે શ્રીયુત કે. લાલના શો તથા સાર્વનિયર દ્વારા સરસ્વતી અને લક્ષ્મીનો સમન્વય સાધીને, ગ્રંથમાળાને વધુ શક્તિશાળી બનાવવાનો અમે આ નમ્ર પ્રયાસ કર્યો છે અને પૂ. શ્રી જયન્તવિજયજી મ.ના સુશિષ્ય ચારિત્ર-તપોનિષ્ઠ મુનિરાજ શ્રી વિશાલવિજયજી મહારાજના અમને આમાં આશીર્વાદ લાધ્યા છે, અને એ પણ જાહે૨ કરતાં અમને આનંદ થાય છે કે, પૂ. મુનિરાજી, મુરબ્બીઓ, મિત્રો અને શુભેચ્છકોના હાર્દિક અને સક્રિય સહકારથી, આ પ્રયાસનું પરિણામ સંતોષકારક અને ઉત્સાહપ્રે૨ક આવ્યું છે.’ જયભિખ્ખુના વડીલબંધુ શ્રી રતિલાલ દીપચંદ દેસાઈએ કહ્યું કે આ સમારંભનું પ્રથમ શ્રેય કે. લાલની ધર્મભાવના અને ઉદારતાને ઘટે છે. આ કાર્યક્રમ અનેક મિત્રોના સહયોગથી તેમજ પૂજ્ય મુનિશ્રી ચિત્રભાનુજીના પ્રોત્સાહનને કારણે અત્યંત સફળ કાર્યક્રમ બની રહ્યો. વિદ્યાસંસ્થાને માટે સર્જક અને કલાકારની બેલડી કેવું કાર્ય કરીશકે છે તેનો સહુને પ્રત્યેક્ષ અનુભવ થયો. સર્જક જયભિખ્ખુ જીવ્યા ત્યાં સુધી શ્રી યશોવિજય ગ્રંથમાળા સાથે જોડાયેલા રહ્યા. જયભિખ્ખુ આ સંસ્થાના પુનરુદ્ધારક શાંતમૂર્તિ મુનિરાજ શ્રી જયંતવિજયના ગુરુભક્ત શિષ્ય મુનિ શ્રી વિશાળવિજયજી મહારાજ પ્રત્યે સતત આદર અને સન્માનની લાગણી અનુભવતા હતા. એથી શ્રી થોવિજય જૈન ગ્રંથમાળાનાં પુસ્તકો નવાં રૂપ-રંગ અને સજાવટ સાથે પ્રકાશિત કરવા લાગ્યાં. એમાં વળી જયભિખ્ખુની કલમનો સાહિત્યિક રંગ પણ ભળતો. સંસ્થાની ચંદ્રકપ્રદાન અને પ્રકાશન પ્રવૃત્તિ ચાલવા લાગી. એ રીતે ઈ. સ. ૧૯૬૯માં શ્રી જયંતમુનિ મહારાજે લખેલા ‘શ્રી શંખેશ્વર મહાતીર્થ ગ્રંથ'ની ચતુર્થ આવૃત્તિ પ્રગટ કરવાનો સંકલ્પ કર્યો. સૌપ્રથમ તો એ પુસ્તકની અગાઉની આવૃત્તિ પછી તીર્થમાં થયેલા ફેરફારોની નોંધ કરી. એ પછી આ તીર્થના મહિમા વિશે જયભિખ્ખુએ એમની આગવી શૈલીમાં લેખ લખ્યો. એમાં વળી ‘યાત્રાર્થીન' શીર્ષક હેઠળ તીર્થયાત્રાનો મહિમા દર્શાવતા બાવીસ મુદ્દાઓ આલેખ્યા. એમાં એમણે નોંધ્યું, 'તીર્થોનો ઉપયોગ આજકાલ પ્રાયઃ લોકિક લાભો હાંસલ ૨૭ એથીય વધુ યાત્રાળુને ઉદ્દેશીને જયભિખ્ખુ નોંધે છે, ‘ચો૨ ને લૂંટારાથી યાત્રાધામ અને યાત્રાળુનું રક્ષણ કરવા માટે જાતે યોગ્ય ક્ષમતા કેળવવી.’ આજે ચોપાસ મંદિરો રચાય છે, પણ સુરક્ષાનું કોણ વિચારે છે ? અઠવાડિયે એક મંદિરમાં થયેલી ચોરીના સમાચાર મળે છે, ત્યારે જયભિખ્ખુની આ વાત વિચારણીય લાગે છે. એ પછી સુવાચ્ય ટાઈપમાં, ઊંચી જાતનો કાગળ સાથે દરેક પ્રકરણને પ્રારંભે આકૃતિ મૂકીને ‘શ્રી શંખેશ્વર મહાતીર્થ' ગ્રંથ તૈયાર કર્યો. એમાં તસવીરોનો સોળ પાનાનો સુંદર સંપુટ મૂક્યો અને જાણીતા ચિત્રકારો પાસે આકર્ષક ફોર-કલર ટાઈટલ અને રેખાંકનો કરાવ્યાં. એની છેલ્લામાં છેલ્લી તસ્વીરો પુસ્તકમાં રજૂ થાય, તે માટે તસવીરકલાના કસબી યુવાન વ્રજ મિસ્ત્રીને સઘળી સગવડ સાથે શ્રી શંખેશ્વર મહાતીર્થમાં મોકલ્યા. આમ આ પુસ્તકને સર્વ પ્રકારે ઉત્કૃષ્ટ બનાવવા કોશિશ કરી. એમના મૌલિક સર્જનમાં જયભિખ્ખુ જેટલી મહેનત કરતા હતા, એટલી જ મહેનત પોતે જે સંસ્થામાં અભ્યાસ કરીને ધર્મસંસ્કારો મેળવ્યા હતા તેની પરંપરાના શાંતમૂર્તિ મુનિરાજ લિખિત આ ગ્રંથના પ્રકાશન માટે કરી. આ ગ્રંથમાં ભક્તિની સાથે આસ્થાનું પણ ઉમેરણ થયું. ઈ. સ. ૧૯૬૯ની દિવાળીમાં જયભિખ્ખુનું સ્વાસ્થ્ય ઘણું નાદુરસ્ત હતું. કેટલાય રોગો દેહવાસ કરીને બેઠા હતા. નાની વયથી જ આંખો નબળી હતી અને જાડા ચશ્માં હતાં. છેલ્લાં પંદર વર્ષથી એમને ઘણો ડાયાબિટીસ
SR No.525998
Book TitlePrabuddha Jivan 2013 Year 61 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2013
Total Pages540
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy