SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ફેબ્રુઆરી, ૨૦૧૩ હોવાથી આગળ (આલીકાકાશમાં) ગમન નથી થતું, અનંત શક્તિ હોવા છતાં મુક્ત જીવ લોકાન્તની બહાર નથી જતા કારણકે બધા પ્રકારની કામનાઓ રહિત (પૂર્ણ-કામ) છે. અનંત જ્ઞાન અને અનંત સુખની જે સત્તા ત્યાં માનવામાં આવી છે તે અતીન્દ્રિય અપરોક્ષ જ્ઞાન (‘કેવળજ્ઞાન”) તથા અતિન્દ્રિય સુખ (આત્મસ્થ જ્ઞાન-સુખ) છે. ઈન્દ્રિય, મન, શરીર, આદિનો અભાવ હોવાથી ત્યાં તજ્જન્ય સુખાદિનો અભાવ છે. શરીરનો અભાવ હોવાથી પૂર્ણતઃ અરૂપી અને સૂક્ષ્મ અવસ્થા છે. એટલા માટે અનેક યુક્ત (સિદ્ધ) જવ એક જ સ્થાન પર વગર વ્યવધાન (આડ કે પડદો) રોકાઈ જાય છે. ત્યાં બધા મુક્ત અથવા પદ્માસનમાં હોય અથવા ખડ્ગાસનમાં, કારણકે મુક્ત જીવ આ બે જ અવસ્થાઓમાં ધ્યાન કરતા કરતા મુક્ત થયા હોય છે. મુક્તાવસ્થામાં બધા એક સરખા જ્ઞાન સુખાદિથી જોડાયેલા હોય છે. તેઓમાં કોઈ ભેદ નથી હોતો. જો ત્યાં કોઈ ભેદ હોય ક્ષેત્ર, કાળ, ગતિ, લિંગ આદિ બાર પ્રકારનો ભેદમાંથી કોઈ) તો એ ઉપચાર પૂર્વેના જન્મ (ભૂતકાળ)ની અપેક્ષાએ હોય છે. પ્રબુદ્ધ જીવન અન્ય દર્શનો સાથે તુલના જૈન દર્શનમાં જીવન મુક્તનો પણ સ્વીકાર કરવામાં આવ્યો છે. આ સશરીરી અવસ્થા છે અને આયુષ્યની સમાપ્તિ પછી નિયમથી એ જ ભવમાં વિદેહ મુક્ત થાય છે. આના બધા ઘાતિયા કર્મ (આત્માના સ્વાભાવિક અથવા અનુવી ગુણોના પ્રત્યક્ષ ધાતક જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય તથા અંતરાય કર્મ) નષ્ટ થઈ જવાથી તેઓ ‘અહંતુ ' (કેવળજ્ઞાની) કહેવાય છે આ રીતે જૈન ધર્મમાં બૌદ્ધોની માફક અભાવપૂર્ણ નિર્વાણ (મોક્ષ)નો સ્વીકા૨ નથી ક૨વામાં આવ્યો કારણકે ભાવરૂપ પદાર્થનો કદી અભાવ નથી હોતો. ન્યાય-વૈશેષિકોની માફક આત્માના જ્ઞાન અને સુખવિશેષ ગુણો (બુદ્ધિ, સુખ, દુ:ખ, ઈચ્છા, દ્વેષ, પ્રયત્ન, ધર્મ, અધર્મ અને સંસ્કાર–આ નવ ન્યાયદર્શનમાં આત્માના વિશેષ ગુણો માનવામાં આવ્યા છે જેનો મુક્તાવસ્થામાં અભાવ થઈ જાય છે. જૈન જ્ઞાન અને સુખને છોડી બાકીનાનો અભાવ માને છે.)નો અભાવ પણ સ્વીકાર કરવામાં આવ્યો નથી કારણકે જો એમ માનવામાં આવે તો આત્મા જડ થઈ જાય અને કોઈ પણ વ્યક્તિ જડ (અચેતન) નથી થવા માગતી. હા, એટલું જરૂર છે કે ત્યાં દુઃખની સાથે ઈન્દ્રિયજન્ય જ્ઞાન, સુખાદિનો પણ અભાવ થઈ જાય છે. વૈશેષિક દર્શનમાં આત્મા અને મનનો સંયોગ થવાથી જ્ઞાનાદિ આત્માના વિશેષ ગુણ ઉત્પન્ન થાય છે અને મોક્ષમાં મનનો સંયોગ ન હોવાથી શાનાદિ ગુો પણ રહેતા નથી. સાંખ્યયોગ દર્શનની પણ લગભગ આવી જ સ્થિતિ છે. કારણ કે ચેતન પુરુષ તત્ત્વ સાક્ષી માત્ર છે અને બુદ્ધિ (મહત્ત) પ્રકૃતિનો વિકાર (જડ) છે. માટે અત્રે પણ મુક્તાવસ્થામાં જ્ઞાન નથી કારણકે તે પ્રકૃતિના સંયોગથી થાય છે અને મુક્તાવસ્થામાં આત્માની સાથે પ્રકૃતિનો સંયોગ નથી માનવામાં આવ્યો. વેદાન્ત દર્શન અનુસાર મુક્તાવસ્થામાં સુખ અને જ્ઞાનની સત્તા તો છે પરંતુ ત્યાં એક જ આત્મ તત્ત્વ છે. મુક્તાત્માઓમાં રહેશા આઠ ગુણોનો આવિર્ભાવ : જૈન દર્શનમાં સિદ્ધાચલમાં પુદ્ગલ (જડતત્ત્વ)ના પરમાણુઓની સાથે આત્માનો સંયોગ તો છે પરંતુ આત્મામાં રાગાદિનો અભાવ હોવાથી એ પરમાણુ કર્મરૂપ પરિાત નથી થતા માટે પુનર્જન્મ નથી થતો. જૈન દર્શનમાં કર્મ મૂલતઃ આઠ પ્રકારના માનવામાં આવે છે જે આત્માના સ્વાભાવિક આઠ ગુણોને ઢાંકી દે છે. આ કર્મોના ખસી ગયા પછી બધા સિદ્ધી (વિદેહ મુક્તો)માં નીચેના આઠ ગુણ પ્રગટ થાય છે. (૧) ક્ષાયિકસમ્યકત્વ (નિર્મળશ્રદ્ધાન) મોહનીય કર્મના ક્ષયથી પ્રગટેલ ગુ. (૨) અનંતજ્ઞાન (ત્રણ લોકનું ઐકાલિક પૂર્ણ જ્ઞાન) જ્ઞાનાવરણીય કર્મના ક્ષયથી પ્રગટેલ ગુડ્ડા. (૩) અનંતદર્શન (ત્રણે લોકના દ્રવ્યોનું અવલોકન) દર્શનાવરીય કર્યલય વડે પ્રગટેલ ગુજા. અનંતવીર્થ (અતુલ સામર્થ્ય અથવા શક્તિ) અંતરાય કર્મક્ષય વર્ષ પ્રગટેલ ગુા. સૂક્ષ્મત્ત્વ (અમૂર્ત અથવા અશરીરત્ત્વ) નામ કર્મના ય વડે પ્રગટેલ ગુણ. (૭) (૬) અવગાહનત્ત્વ (જન્મ-મરણનો અભાવ) આયુકર્મના ક્ષય વડે પ્રગટેલ ગુશ. આ ગુણના હોવાથી એક સ્થાન પર સિહ રહી શકાય કારણકે અનેક અમૂર્ત હોવાથી કોઈ તકલીફ નથી હોતી. અગુરુલત્ત્વ (નાના મોટાનો ભેદભાવ, સમાનતા) ગોત્રકર્મ તથા નામકર્મના ય વડે પ્રગટેલ ગુણ. અવ્યાબાધત્ત્વ (અનંત સુખ અથવા અતીન્દ્રિય અપૂર્વ સુખ સાતાઅસાતા રૂપ) આકુળતાનો અભાવ વેદનીય કર્મ-ક્ષય વડે પ્રગટેલ ગુણ. (૮) (૪) (૫) અહીં એટલું વિશેષ છે કે એક-એક કર્મક્ષયજન્ય ગુણનું આ કથન પ્રધાનતાની દૃષ્ટિથી સામાન્ય કથન છે કારણકે એમાં અન્ય કર્મોનો ક્ષય પણ આવશ્યક છે. વસ્તુતઃ આઠેય કર્મોનો સમુદાય એક સુગુનાશો પ્રતિબંધક છે. અભેદ દૃષ્ટિથી જે કેવળજ્ઞાન છે એ જ સુખ છે. દિગંબર માન્યતાનુસાર નિગ્રંથ મુનિ જ સિદ્ધ થાય છે. પરંતુ શ્વેતાંબર માન્યતાનુસાર સ્ત્રી તથા ગૃહસ્થ પણ સિદ્ધ થઈ શકે છે. અન્ય વિશેષતાઓ મુક્ત થયા પછી પણ વસ્તુનો જે સ્વભાવ છે, ઉત્પત્તિ, વિનાશ અને નિત્યતા એ મુક્તાત્મામાં પણ છે પરંતુ સમાનાકાર (પટ્ટુશકાનિ-વૃદ્ધિ રૂપ) છે. મુક્તોને નિરંજન, નિરાકાર, પરમાત્મા, સિદ્ધ આદિ નામે વડે પણ ઓળખવામાં આવે છે. સિદ્ધ ન તો નિર્ગુણ છે અને નહીં શૂન્ય, નહીં અણુરૂપ છે અને નહીં સર્વવ્યાપક અપિતુ આત્મપ્રદેશો કરતાં ચરમ શરીર (અર્જુન્તાવસ્થાનું શરીર)ના આકાર રૂપમાં
SR No.525998
Book TitlePrabuddha Jivan 2013 Year 61 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2013
Total Pages540
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy