SearchBrowseAboutContactDonate
Page Preview
Page 521
Loading...
Download File
Download File
Page Text
________________ ડિસેમ્બર ૨૦૧૩ કર્મપ્રકૃતિ, સભ્યજ્ઞાન, સમ્યગદર્શન, છ દ્રવ્ય, ત્રિપદી વગેરેના વિષયોના ખેડાણ દ્વારા તેઓએ આ ભગીરથ કાર્યનો આરંભ કર્યો છે. આ તેમનો ઉદ્દેશ એ છે કે જો આ વિષયોનું યોગ્ય રીતે ખેડાણ થાય અને આવા ૨૫-૩૦ મહાનિબંર્ધાનું એક જ વિષય પર પુસ્તક તૈયાર થાય તો જે લોકોને Ph.D., M.A. વગેરે જૈનદર્શનમાં કરવા હોય તેવા વિદ્વાનોને આવું ચિંતનમય લખાણ ઓછી મહેનતે અને એક જ જગ્યાએથી પ્રાપ્ત થઈ શકે. આ વિચારને મૂર્ત સ્વરૂપ આપવા તેમણે ૨૦૧૨ની સાલમાં અખિલ ભારતીય જૈન વિદ્વત્ સંમેલન અને સંગોષ્ઠીની શરૂઆત કરી. આ વિદ્વત્ સંમેલનને સારો એવો પ્રતિસાદ મળ્યો. પ્રથમ સંમેલન મુંબઈના થાણા મુકામે, મુનિસુવ્રત જિનાલય રાખવામાં આવેલ. જેમાં શાન-દર્શન મીમાંસા એ શીર્ષક હેઠળ સમગ્ર જ્ઞાન અને દર્શનના વિષયોને આવરી લેતા જુદા જુદા વિષયો તૈયાર થયેલા... પ્રબુદ્ધ જીવન ૨૫ સંગોષ્ઠિનું આયોજન ભારતની પ્રસિદ્ધ કાપડ ઉદ્યોગનગરી એવા ભીવંડી મુકામે થોજાયું, આયોજતસ્થળ : આમ જ્ઞાન-દર્શન મીમાંસા અને ત્રિપદી મીમાંસા પર ખૂબ જ ઊંડું ચિંતન-મનન કરીને પૂજ્યશ્રીએ બંનેના થઈ લગભગ ૭૦ થી ૮૦ જુદા જુદા વિષયો પર ખેડાણ કરાવવા પુરુષાર્થ કર્યો જેમાં મહદ્ અંશે તેઓ સફળ પણ રહ્યા. આગામી વર્ષે જૈનશાસનના મહાન અવધુત યોગી એવા આનંદઘનજી મ. રચિત તીર્થંકર ચોવીસીઓમાં રહેલ ગહન તત્ત્વજ્ઞાનને લગતા જુદા જુદા ૭૬ વિષયો પૂ.શ્રીએ કાઢેલા છે, જેના પર વિદ્વજનો ચિંતન-મનન કરી લેખન કરશે. આવા આ ભગીરથે કાર્યની પ્રશંસા અને અનુમોદના કરીએ એટલી ઓછી છે કારણ કે દીર્ઘદ્રષ્ટિથી જોઈએ તો શાસન માટે જ નહિ, દુનિયા માટે પણ આ સમગ્ર કાર્ય ઘણું ઉપકારક બની શકે તેમ છે. આ માટે પૂ. મ. સાહેબ તથા વિદ્વજનો તો પ્રયાસ કરી જ રહ્યા છે પરંતુ જેઓ ધર્મલક્ષ્મી, પુછ્યલક્ષ્મી, કર્મલક્ષ્મી, ધનલક્ષ્મી, જ્ઞાનલક્ષ્મી, સંસ્કારલક્ષી અને ભાગ્યલક્ષ્મીના સ્વામી છે તેવા જૈન શ્રેષ્ઠીઓએ આગળ આવવાની જરૂર છે. આવા કાર્યો માટે સમગ્ર રીતે તન, મન, ધનથી સમર્પિત થઈ જાય તેવા ભાગ્યશાળીઓએ આગળ આવવાની જરૂર છે. જૈનો વિશાળતા, ઉદારતા અને લક્ષ્મીના ક્ષેત્રે જેવા તેવા નથી. સમાજના અને સામાજિક, આરોગ્ય, અનુકંપાના ક્ષેત્રે તેઓ ઉદાર દિલે દાન આપે જ છે. માત્ર આ દિશામાં આગળ જવાની જરૂર છે અને આશા છે આવા કાર્યો કરાવનાર ધનકુબેરો પણ મળશે જ. સાહિત્યના ગહન વિષયોનું ખેડાણ કરાવતું વિદ્યુત સંમેલન હાલમાં જ તા. ૨૫, ૨૬, ૨૭-૧૦-૨૦૧૩ના રોજ ભીવંડી મુકામે યોજાઈ ગયું. આયોજકઃ સમ્યજ્ઞાન મેળવવા ઈચ્છુક મુમુક્ષુઓને યોગ્ય સમજણ આપી, માર્ગદર્શન આપી જૈનદર્શનના જુદા જુદા ગહન વિષયોનું ખેડાણ થાય એ ઉદ્દેશથી પૂ. શ્રી અરુણવિજયજી મહારાજ સાહેબે વિરાલયમ (પુના) ખાતે એક મહાવીર રિસર્ચ ફાઉન્ડેશનની સ્થાપના કરેલ છે તેના દ્વારા સંચાલિત-સુનિયોજિત આ અખિલ ભારતીય જૈન વિદ્વદ્ સંમેલન અને આ સમારોહનું શુભ આયોજન સ્થળ આરાધના ભવન, શિવાજી ચોક, ભીવંડી ખાતે થયું. આ સમગ્ર આયોજનને પ્રાણવાન બનાવવા સતત સેવા આપી હતી શ્રી પોરવાલ શ્વેતાંબર જૈન સંઘના પ્રમુખશ્રી, મંત્રીશ્રી, ટ્રસ્ટીઓ તથા અન્ય કાર્યકર્તાઓએ આ વિદ્વત્ સંમેલનમાં જૈન ધર્મના ચારેય સંપ્રદાયોના વિદ્વાનોએ ભાગ લીધેલ, એટલું જ નહિ આ સંમેલનમાં દિગમ્બર સંપ્રદાયના પ. પૂ. તપ શિરોમણી તપસ્વી સંત આચાર્ય સમ્રાટ શ્રી કુશાગ્રનંદી મ., પૂ. સ્થવિર મુનિ શ્રી અજયઋષિ મ., પૂ. અનુષ્ઠાનાચાર્ય શ્રુહ્લક શ્રી અરિહંત શિ ૫. ઉપસ્થિત રહ્યા હતા. સ્થાનકવાસી સંપ્રદાયના પ. પૂ. ઉપપ્રવર્તક નિર્મલમુનિજી મ., પૂ. પ્રખર વક્તા શ્રી શ્રમણમુનિજી મ.સા. તથા પૂ. ભાત્મા શ્રી મુક્તાનંદજી મ.સા. આદિ ઠાણાઓએ ઉપસ્થિત રહી સમગ્ર પ્રસંગનું ગૌરવ વધાર્યું હતું, મૂર્તિપુજક શ્વેતાંબર, સ્થાનકવાસી, અને દિગંબર મુનિ મહાત્માઓને આવી જ્ઞાનગોષ્ઠિ પ્રસંગે એક પાર્ટ બિરાજતા જોવા એ ધન્ય પ્રસંગ બની રહ્યો. આજે જૈનો અંદરોઅંદર લડીને કેટલા પાછળ પડે છે કે આજે સત્તામાં જૈન મહાજનોને કોઈ ગળતું નથી. એક સમય એવો હતો કે જૈન મહાજનો, શ્રેષ્ઠીઓ કે સલાહકારોને પૂછીને જ રાજ્યસત્તાઓ મહત્ત્વના નિર્ણયો કરતી. મહાવીરના સંતાનોએ આ બાબતે વિચાર કરવાની ખૂબ જ જરૂર છે. ચારેય સંપ્રદાર્થો, સંતો વિશદ વિચારણા આ વિષે કરે એ વર્તમાન સમયની માંગ છે. મત ભલે જુદા હોય પરંતુ મન ક્યારેય જુદા ન હોય એ દરેકે સમજી એ રીતે આગળ વધવાની જરૂર છે. 'પ્રબુદ્ધ જીવન'ના તંત્રી શ્રી ધનવંતભાઈ શાહે આ બાબતે ખૂબ જ વિદ્વતાપૂર્ણ લેખ નજીકના ભૂતકાળમાં જ આપેલો છે. આશા છે બુદ્ધિજીવીઓ અને મુમુક્ષુઓ આ બાબતે એકતા સાધી ભવિષ્યમાં આગળ વધશે. આ સમગ્ર કાર્યક્રમ જૈન શ્રમણ સંઘના ડબલ M.A., Ph.D. વિદ્વાન પૂ. પં. ડૉ. શ્રી અરુણવિજયજી મ. સા., પૂ. મુનિશ્રી હેમંતવિજયજી મ.સા.ની નિશ્રામાં યોજાયો જેમાં ૫. સાધ્વી શ્રી સૌમ્યપશાશ્રીજી મ. આદિ ઠાણા-૭ પણ સતત ઉપસ્થિત રહ્યા હતાં. ઉદ્ઘાટન સમારોહ : તા. ૨૫-૧૦-૨૦૧૩ના રોજ શુક્રવારે સવારે ૯ વાગ્યે આ વિસ્તૃત સંમેલનનું ઉદ્ઘાટન થયું. ૨૩મા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ પ્રભુ તથા મા પદ્માવતી જ્યાં બિરાજતા હતા ત્યાં જ માતા સરસ્વતીના વરસતા આશીર્વાદમાં મંગલ દીપક પ્રગટાવી ઉદ્ઘાટન થયું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી આનંદજી ખતંગે કરેલ, અર્થસભર શાયરીઓ, કાવ્યપંક્તિઓ અને પ્રભાવશાળી વક્તવ્યને કારણે સમગ્ર વાતાવરણ જીવંત બની ગયું. આ ઉદ્ધાટન સમારંભમાં નીચેના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
SR No.525998
Book TitlePrabuddha Jivan 2013 Year 61 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2013
Total Pages540
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy