________________
૨૪
પ્રબુદ્ધ જીવન
ડિસેમ્બર, ૨૦૧૩
ત્રિપદી મીમાંસા દ્વારા જ્ઞાનગંગાનું આચમન કરાવનાર ભવ્યાતિભવ્ય વિદ્વત્ સંમેલનનો રસાસ્વાદ
Đપારુલ ગાંધી
પ્રાસ્તાવિક
જૈનદર્શને આપેલો શાસ્ત્રખજાનો મજાનો છે. આગમિક પંચાંગી સાહિત્ય ઉપરાંત પ્રકરણ ગ્રંથો, વિપુલ વ્યાકરણ સાહિત્ય, રસાળ કાવ્યશાસ્ત્રો, છંદ, અલંકાર, કોશગ્રંથો, રસસભર ચારિત્રગ્રંથો, વૈરાગ્યવર્ધક ગ્રંથો, યોગ અને અધ્યાત્મના ગ્રંથો, અકાટ્ય તર્કગ્રંથો, સ્તુતિગ્રંથો અને સવિસ્તર આચાર ગ્રંથોની ગલીઓથી શોભતું જૈનોનું સાહિત્યનગર એટલું તો રમણીય છે કે ખરો જિજ્ઞાસુ તેમાંની કોઈ એકાદ ગલીને ધરાઈને માણવામાં જ જીવન વ્યતીત કરી શકે છે.
આ પંચમઆરામાં જૈન ધર્મ ટકી રહ્યો છે તેના પાયામાં આગમો અને સદ્ગુરુ રહેલા છે. આ આગમોની રચના ભગવાનને કેવળજ્ઞાન વખતે જ્યારે સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘની સ્થાપના થાય છે ત્યારે બીજબુદ્ધિના સ્વામી શ્રી ગણધર ભગવંતો દ્વારા થાય છે. उत्पादो विगमो ध्रौव्यमिति पुण्यां पदत्रयीम् । उद्दीदेश जगन्नाथ सर्व वाङमय मातृकाम् । सचतुर्दश पूर्वाणि द्वादशाङगानि ते कमात् । ततो विरचयामासुस्तत्त्रि पद्यनुसारतः ।।
(હેમચંદ્રાચાર્ય કૃત ત્રિષષ્ટિ શલાકા પુરુષચરિત મહાકાવ્ય) જગતના નાથ તીર્થંક૨ ૫૨માત્મા ગણધરપદની યોગ્યતાવાળા સાધુઓને સર્વે વાઙમય (સાહિત્ય)ના માતૃકારસ્થાનરૂપ પુણ્યમય પવિત્ર એવા ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્ય આ ત્રણ પદનો ઉપદેશ આપે છે. ત્યારબાદ આ ત્રિપદીને અનુસરી ગણધરો શીઘ્ર ચૌદ પૂર્વ સહિત દ્વાદશાંગીની રચના માત્ર અંતમૂહુર્તમાં ક૨ે છે. આ રીતે જગતને અનસ્તશ્રુત જ્ઞાનની અનુપમ ભેટ ધરે છે. ત્રિપદી એટલે શું?
ઈન્દ્રભૂતિ ગૌતમ આદિ ૧૧ બ્રાહ્મણોએ પોતપોતાની શંકાનું વગર પૂવ્ચે સમાધાન થવાથી ભગવાન મહાવીરનું શિષ્યત્વ સ્વીકાર્યું. તેઓ કુશાગ્ર બુદ્ધિના સ્વામી, વિનીત, વિદ્વાન અને યોગ્ય હોવાને કારણે ગણધરપદને પામ્યા. ત્યાર પછી તેમણે ભગવાનને પ્રશ્ન પૂછ્યો કે ભગવાન તત્ત્વ શું છે ? ત્યારે ભગવાને ઉત્તર આપ્યો કે જગતના પદાર્થો પ્રતિ સમયે નવા નવા પર્યાયો સ્વરૂપે ઉપન્નઈ વા-ઉત્પન્ન થાય છે. પ્રતિ સમયે તે જૂના પર્યાય સ્વરૂપે વિગમેઈ વા-વ્યય પામે છે. દ્રવ્ય સ્વરૂપે ધ્રુવેઈ વા-ધ્રુવ, નિત્ય પણ રહે છે. આમ તત્ત્વનો પર્યાય ઉત્પન્ન થાય છે, નાશ પામે છે છતાં તત્ત્વ એમનું એમ જ રહે છે. જૈન ધર્મની પરિભાષામાં તેને દ્રવ્ય કહેવાય છે. દ્રવ્ય સત્ છે. પ્રત્યેક દ્રવ્યમાં અસ્તિત્ત્વ, વસ્તુત્ત્વ, દ્રવ્યત્ત્વ, પ્રદેશત્ત્વ, પ્રમેયત્ત્વ અને અગુરુલઘુત્ત્વ એવા ગુણો
રહેલા છે. જીવાસ્તિકાય, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય અને કાળ એ છ દ્રવ્ય છે. આ દ્રવ્ય જ સમગ્ર લોકની રચનામાં સારભૂત ગણાય છે. આ રીતે જગતના સર્વે પદાર્થો અને આત્મિક જગતના આધ્યાત્મિકતાના સર્વે રહસ્યો, સર્વે સિદ્ધાંતો ત્રિપદીમાં ગર્ભિત છે. જે પ્રકારે સમસ્ત શાસ્ત્રોની રચનાનો આધાર માતૃકાપદ અર્થાત્ અકાર આદિ વર્ણ છે. તે રીતે જ સમસ્ત તત્ત્વમીમાંસાનો આધાર ત્રિપદી છે. ત્રિપદી દ્વાદશાંગીની માતા છે. પદાર્થને જાણવા માટેની પદ્ધતિ, યંત્ર, ભાષાપદ્ધતિ છે. આ ત્રણ શબ્દોમાં એવી શક્તિ છુપાયેલી છે કે તે માનવીને ભોગીમાંથી ત્યાગી બનાવી શકે છે. અજ્ઞાનતામાંથી જ્ઞાની બનાવી શકે છે. સકર્મી અકર્મી બની શકે છે. પુદ્ગલાનંદી મટી ચિદાનંદઘની બની શકે છે અને અલ્પજ્ઞાનીને અનંતજ્ઞાની બનાવી શકે છે.
ત્રિપદીનું ચિંતન-માનવીને રાગમાંથી વિરાગ તરફ લઈ જાય છે. કર્મબંધનમાંથી મુક્તિ તરફ, દુર્ગુણોમાંથી સદ્ગુણો ત૨ફ, અંધકારમાંથી પ્રકાશ તરફ, વિભાવમાંથી સ્વભાવ તરફ લઈ જાય છે. આ ચિંતનથી જ માનવી અસંતોષની આગમાંથી સંતોષના બાગ તરફ જઈ શકે છે.
કષાયોના કકળાટને દૂર કરી ક્ષમાના નંદનવનમાં વિહરી શકે છે.
આવી આ અમૂલ્ય એવી ત્રિપદીનો વિષય માત્ર જૈનોને જ નહિ પણ દરેક માનવીએ જાણવા જેવો છે. ત્રિપદી એ ‘માસ્ટર કી’ છે જેના દ્વારા જગતની પદાર્થ વ્યવસ્થા સમજી શકાય છે. અનેક સમસ્યાઓના સમાધાન મેળવી શકાય છે. આવા ગહન વિષય ઉપર પંન્યાસ પ. પૂ. શ્રી અરુણવિજયજી મહારાજસાહેબે એક-બે નહિ પરંતુ ૪૪ વિષયો કાઢી તેના પર ચિંતન-મનન-લેખન ક૨વાનો વિદ્વત્ઝનોને અવસ૨ આપ્યો એ ઘણી જ મહત્ત્વની બાબત છે.
જ્ઞાન એ જ પ્રકાશ છે, શક્તિ છે, મોક્ષમાર્ગ તરફ લઈ જનારી દીવાદાંડી છે. જૈન આગમો જ્ઞાનનો ખજાનો છે. પરંતુ આપણી બદનસીબી એ છે કે એ અમુલ્ય ખજાનાને હજુ આપણે બહાર લાવી શક્યા નથી. જો કે ધીમે ધીમે એ મેળવવાની જાગૃતિ અને જિજ્ઞાસા વધતી જાય છે. આ જાગૃતિને સૌપ્રથમ મૂર્ત સ્વરૂપ આપ્યું મહાવી૨ જૈન વિદ્યાલયે જેમણે લોકોને સાહિત્ય તરફ વાળવા ૧૯૭૭ની સાલથી જૈન સાહિત્ય સમારોહનો પ્રારંભ કર્યો. આ દિશામાં આગળ એક નક્કર કદમ ઊઠાવ્યું શ્રી અરુણવિજયજી મ. સાહેબે. જૈન શ્રમણ સંઘના ડબલ Ph.D. વિદ્વાન પૂ. શ્રી જ્ઞાનનું મહત્ત્વ સુપેરે સમજે છે. એમાંયે વર્તમાન પરિસ્થિતિમાં જો જૈન સિદ્ધાંતો વ્યવહારમાં મૂકાય, જાણકારી વધે તો અનેક સમસ્યાઓનું સમાધાન થઈ શકે. જૈન ધર્મના મહત્ત્વના સિદ્ધાંતો