________________
३०
પ્રબુદ્ધ જીવન
જૈન દર્શનમાં સેવાભાવ
D ગુણવંત બરવાળિયા
જૈન ધર્મ મોક્ષપ્રધાન ધર્મ છે. શ્રમણ પરંપરા મોક્ષલક્ષી પ્રવૃત્તિની પ્રે૨ણા કરે છે માટે જૈન સંસ્કૃતિની આધારશિલા મુખ્યપણે નિવૃત્તિ છે. મોક્ષમાર્ગમાં લેશમાત્ર પણ બાધક હોય એવી પ્રવૃત્તિનો જૈનધર્મ સર્વથા નિષેધ કરે છે.
જ્ઞાનીઓએ સર્વ પ્રથમ તો 'સ્વ' આત્માની સેવા કરવાનું કહ્યું છે. કર્મ સહિત આત્મામાં બે પ્રકારની વૃત્તિઓ વહી રહી હોય છે. એક વૈભાવિક વૃત્તિ અને બીજી સ્વાભાવિક વૃત્તિ.
જ્ઞાનાદિ મૌલિક ગુણો, ક્ષમા, શ્રદ્ધા, વિવેક આદિ ગુણોનું પરિણામ ધારામાં પ્રગટ થવું તે છે સ્વાભાવિક વૃત્તિ અને ક્રોધાદિ કષાયો રાગ, હેબ, વિકાર આદિ દુર્ગુણોરૂપ આત્માનું પરિણમી જવું તે અને પછી તે રૂપે પ્રગટ થવું તે છે વૈભાવિક વૃત્તિ. આ બન્ને વૃત્તિઓના સ્વરૂપને જાણી, વૈભાવિક વૃત્તિઓ દૂર કરવા અને સ્વાભાવિક વૃત્તિઓ પ્રગટ કરવા માટે, પુરુષાર્થ કરવો તે સાધના આત્માની સેવા છે.
આ ‘સ્વ'ની સેવાની વાત થઈ. હવે પર સેવાના બીજા પાસા વિશે વિચારણા કરીએ, જૈનધર્મની કેટલીક વાતો માનવને જનસેવા પ્રતિ આકર્ષિત કરે તેવી છે. પ્રત્યેક પ્રાણી એકબીજાની સેવા કરે, પોતાની યથાયોગ્ય શક્તિ દ્વારા એક બીજાને કામ આવે. જૈન ધર્મમાં એક અપેક્ષાએ જીવાત્માનું લક્ષણ વ્યક્તિગત નહીં પરંતુ સામાજિક માનવામાં આવ્યું છે. ‘પરસ્પરોપગ્રહો નીવાનામ’ તત્ત્વાર્થ સૂત્રની આ ઉક્તિ પેલા
વિધાનને ચરિતાર્થ કરે છે.
પ્રત્યેક સાંસારિક પ્રાણી પોતાના મર્યાદિત વ્યક્તિગત રૂપમાં અપૂર્ણ છે. એમની પૂર્ણતા આસપાસના સમાજ અને સંધમાં અભિપ્રેત છે. આને કા૨ણે જ જૈન સંસ્કૃતિ જેટલી આધ્યાત્મિક સાધના પ્રતિ ઢળેલી છે તેટલી જ ગ્રામનગર તરફ ઢળેલ છે. ઠાણાંગ સૂત્રના દશમા અધ્યયનમાં રાષ્ટ્રચિંતનનું સુપેરે નિરૂપણ થયું છે. જિનાગમ કે જૈનકથાનકોમાં રાષ્ટ્રહિતની વાતો ઠેરઠેર જોવા મળે છે. એક સભ્ય નાગરિક અને રાષ્ટ્રભક્તજ સાચો જૈન હોઈ શકે.
એકાન્ત નિવૃત્તિ પ્રધાન જૈન ધર્મનો એક માત્ર ઉદ્દેશ પરલોકહિત છે. છતાંય આ લોકોત્તર ધર્મએ આર્લોક અને પરલોક બન્નેને, પવિત્ર ભવ્ય અને દિવ્ય બનાવવાની સદા પ્રેરણા આપી છે.
દશવૈકાયિક સૂત્રમાં ભગવાને કહ્યું, ‘અસંવિભાગી ન હું તરસ મુખ્યો' વિવેકહીન સંગ્રહ અને તેનો ભોગ ઉપભોગ માનવીને દુર્ગતિ તરફ લઈ જશે પરંતુ પોતાના સંગ્રહમાં બીજા જરૂરિયાતવાળાનો પણ ભાગ છે અને તેને હિસ્સેદાર બનાવવાની સેવાભાવના, તેને બંધમાંથી મુક્તિ પ્રતિ અવશ્ય લઈ જશે.
ભગવાને માત્ર ગૃહસ્થ જ નહિ સાધુઓને પણ સેવામાર્ગનું પાલન કરવા જણાવ્યું છે. જો કોઈ સાધુ પોતાના બીમાર અથવા સંકટમાં
નવેમ્બર, ૨૦૧૩
સપડાયેલા સાથીને છોડીને ચાલ્યા જાય અને તપશ્ચર્યા અને શાસ્ત્ર સ્વાધ્યાય ક૨વા માંડે તો તે અપરાધી છે. તે સંઘમાં રહેવા પાત્ર નથી. તેને પ્રાયશ્ચિત્ત કરવું પડે છે. સેવા જ એક મોટું તપ છે.
તીર્થંક૨ નામકર્મ ઉપાર્જનના વીસ બોલમાં ૧૬મો બોલ વૈયાવચ્ચનો છે. ઉત્કૃષ્ટ ભાવે સેવા વૈયાવચ્ચ કરવાથી સ્વયં ભગવાન બની શકાય છે. એટલે જ ઉત્તરાધ્યયન સૂત્રમાં ભગવાને કહ્યું છે,
"वैयावच्चेण तिथ्धयर नामगोतं कम्म निबन्धर'
‘વૈયાવચ્ચ ગુણધરાાં નમો નમઃ' વૈયાવચ્ચનો ગુણ ધારણ કરનાર, અને જીવનમાં ચરિતાર્થ કરનાર વંદનને પાત્ર છે.
બાળક, વૃદ્ધ, ગ્લાન, રોગી, તપસ્વીની, વૈયાવચ્ચ સેવાને જૈન તપોમાર્ગમાં ત્રીજા અત્યંત૨ તપ રૂપે સ્થાન મળ્યું છે.
વિશ્વની તમામ ધર્મ પરંપરાએ સહાનુભૂતિની વાત કહી છે, જ્યારે જૈનધર્મ ત્યાંથી આગળ વધીને સમાનાભૂતિની વાત કરી છે. સહાનુભૂતિમાં દયા અને અનુકંપા અભિપ્રેત છે. જ્યારે સમાનાભૂતિમાં ગૌરવ અભિપ્રેત છે. અન્યને દુઃખ કે પીડા ઉત્પન્ન થતાં હું દુ:ખી પિડીત વ્યક્તિ પ્રત્યે સહાનુભૂતિ પાઠવું તે એક વાત પણ અન્યના દુઃખ કે, પીડા જોઈ માત્ર દુ:ખી ન થાઉં પરંતુ મને એવા જ પ્રકારનું દુ:ખ થયું છે એવી સહાનુભૂતિ કરું, જેવો મારો આત્મા છે એવો જ સામેની પિડીત વ્યક્તિનો આત્મા છે. આ દુઃખ મને થઈ રહ્યું છે એવી વેદનાની અનુભૂતિ કરું અને પછી તેની સેવા વૈયાવચ્ચ કરું તો નિજી સંવેદના બની જશે.
તીર્થંકરો દીક્ષા પહેલા વર્ષીદાન દ્વારા પરિગ્રહ વિસર્જન કરે છે તેમાં પણ સેવાની ભાવના અભિપ્રેત છે. આ સંદર્ભે ભગવાન મહાવીર અને ગણધર ગૌતમ વચ્ચે થયેલો એક સંવાદ પ્રે૨ક છે.
‘ગૌતમ ! જે દીન દુ:ખીની સેવા કરે છે તે શ્રેષ્ઠ છે. મારા ધન્યવાદને પાત્ર છે.’
ગૌતમે જિજ્ઞાસા સ્વરે પૂછ્યું,
‘ભન્ને! દુઃખીઓની સેવાની અપેક્ષાએ તો આપની સેવા વધુ મહત્ત્વની છે. આપ તો પવિત્ર આત્મા છો, ક્યાં આપ અને ક્યાં સંસારના આ પામ પ્રાણીઓ જે પોતાના કર્મોના ફળ ભોગવી રહયા છે.’
'ગૌતમ! મારી સેવા મારી આજ્ઞાનું પાલન કરવામાં છે, એનાથી ઉપર કશું નથી. મારી આશા તો દીન દુઃખીની સેવા અને પ્રાણીમાત્ર ૫૨ દયા રાખવી તે છે અને તે જ મુક્તિનો ખરો માર્ગ છે.’
સાર્ચો સેવક તેના આશ્રિતો માટે કલ્પવૃક્ષ સમાન છે. કલ્પવૃક્ષની છાયામાં ઉભેલ વ્યક્તિ તેની મનવાંછિત ઈચ્છાની તૃપ્તિ કરે છે તેમ સાર્યા સેવક તેની નિશ્રામાં રહેલ આશ્રિતોની તમામ ઈચ્છાઓ પૂર્ણ કરે છે.
સમ્રાટ ચંદ્રગુપ્ત, શ્રેણિક, કલિંગ સમ્રાટ ખારવેલ, ગુર્જર નરેશ