SearchBrowseAboutContactDonate
Page Preview
Page 471
Loading...
Download File
Download File
Page Text
________________ નવેમ્બર ૨૦૧૩ પ્રબુદ્ધ જીવન શ્રી મુંબઈ જૈન યુવક સંઘ યોજિત ૭૯મી પર્યુષણ વ્યાખ્યાનમાળા સંપન્ન (૩) ‘ધર્મનો મર્મ એ છે કે આ-મતને ઓળખો' ‘ધર્મનો મર્મ, મનનો ધર્મ’ વિશે મનુભાઈએ પ્રભાવક વક્તવ્ય આપ્યું હતું. આ એકમાં આ વક્તવ્ય લેખ સ્વરૂપે પ્રકાશિત થયું છે એટલે અહીં એ વક્તવ્યનો સાર નથી આપ્યો. જિજ્ઞાસુને એ લેખ વાંચવા વિનંતિ. (૪) ધર્મના મૂળભૂત સ્વરૂપો સમજ્યા વિના ઉપવાસ-વ્રતથી અર્થ નહીં સરે [ વલ્લભભાઈ ભંસાલી ઉપર લખી અને સરસ્વતી બંનેના આશીર્વાદ પથરાયેલા છે. તેમના પિતા જૈન ધર્મના પ્રખર અભ્યાસુ હતા. વલ્લભભાઈને જૈન ધર્મનો અભ્યાસ વારસામાં મળ્યો છે. ઉપરાંત એઓ વિપશ્યનાના સાધક છે અને એ પ્રવૃત્તિ સાથે સક્રિયપર્શે સંકળાયેલા છે. ] સદાચાર, તપ કે આર્ગ ક્યા ?' એ વિશે વલ્લભ ભંસાલીએ જણાવ્યું કે ધર્મક્રિયા અને ઉપવાસ સમજ્યા વિના કરશો તો મુક્તિ નહીં થાય. કરોડો વર્ષ ધર્મક્રિયા અને ઉપવાસ કરશો તો પણ નર્ક જ મળશે. ભગવાન મહાવીર કૃપા કરીને અથવા પ્રસન્ન થઈને કશું આપી દેશે એવું નથી. ભગવાન મહાવીરનો અભિગમ વૈજ્ઞાનિક છે. પર્યુષણ એ પોતાની જાતને શુદ્ધ કરવાનો તહેવાર છે. ભગવાન મહાવીરને તેમના ૧૧ શિષ્યોએ પુછેલા પ્રશ્નોની વિગતો ગણધરવાદમાં છે. કલ્પસૂત્રમાં ભગવાનનું જીવનચરિત્ર છે. આપણો આચાર કેવી રીતે શુદ્ધ થાય એ પ્રયત્ન કરવાનો છે. આ આચારની સાધના છે. આપણે બધા આંધળા છીએ. આપણે આપણું અંધત્વ દૂર કરવા બે વાત સમજવાની જરૂર છે. આચાર આંધળા અને વિચાર પાંગળો છે. આપણે બંનેને સાથે રાખીને આગળ વધવાની જરૂર છે. પહેલું ધર્મના કે સંસારના સ્વરૂપને જાણો, તેના મૂળભૂત સ્વરૂપને કે જાણ્યા વિના ઉપવાસ, વ્રત કે પંચ મહાવ્રતધારી બનો તેનાથી અર્થ નહીં સરે. અમુક સ્થળે બેસવું એટલે મોક્ષ મળે એવું નથી. સંસારમાં દુઃખ પુષ્કળ છે એમ આપણા શાસ્ત્રોમાં અનેક વાર લખવામાં આવ્યું છે. દુઃખ મટે અને અનંત સુખ જ મોક્ષ છે. આચાર અને વિચાર બંનેને નહીં સમજો ત્યાં સુધી ક્રિયા ગેરમાર્ગે દોરનારી છે. આપણે જે કરીએ તે આચાર છે. આપી તે શા માટે કરીએ છે એ તે વિચાર છે. ભગવાન મહાવીરે તેમના શિષ્યો ઈન્દ્રભૂતિ અને સૌમિલન કહ્યું હતું કે જગત કે સંસાર શબ્દનો અર્થ એ છે કે જે સતત બદલાય છે. સંસારની વસ્તુઓ પ્રત્યેક ક્ષણે પેદા થાય છે અને નાશ પામે છે. આ જગતમાં સુખી થવું અશક્ય છે. આપકો ખોરાક ખાઈએ ત્યારે તેનો સ્વાદ સારો લાગે છે. પરંતુ થોડા સમય પછી તેના કારણે પેટમાં દુઃખે છે. તમને થાય છે કે કે ૧૯ હવેથી હું આ ભારે ખોરાક નહીં ખાઉં. બીજા દિવસે મિત્રો કહે છેઆજે ખાવાનું બહુ જ સારું છે ખાઈ લે, આ સંસારમાં બધું બદલાય છે અને આપશે પણ બદલાઈએ છીએ. મન આપણને સુખી અને દુઃખી કરે છે. તેના સ્વભાવ કે પ્રકૃતિને સમજવી જરૂરી છે. નાનપણમાં રમકડાં લઈ લેનારા પ્રત્યે આજે ગુસ્સો આવી શકે છે. આ આપણો સ્વભાવ છે. તે આપણે જાણીએ છીએ. જૈન ધર્મએ બે મુખ્ય બાબતની વાત કરી છે. પહેલું જ્ઞાનનો વિષય છેસમજે છે, અનુભવે છે, અને નિર્ણય લે છે, બીજું તમે વિજળી કે ગરમીને જોઈ છે ? તે કોઈક રીતે જોડાયેલી છે. તેને ભગવાને દ્રવ્ય ગુણપર્યાય કહ્યો છે. પાણીનો સ્વભાવ ભીનો કરવાનો છે. બીજાનો નહીં. આપણો પોતાનો ગુણધર્મ કે ક્ષાને સમજો. પહેલું, આ જગતમાં જે બધું થાય છે તેમાં આપણી પાસે વિકલ્પ હોતા નથી. નદીમાં પાણી લેવા એક વ્યક્તિ જાય ત્યારે પાણી ડહોળું હોય અને થોડા સમય પછી તે ચોખ્ખું ઘડામાં ભરી શકાય એવું હોય છે. આપણે તેમાં કશું કરી શકતા નથી. આપણે આપણી જાતને સમ્યરૂપથી ઓળખવા જોઈએ. તેનો અર્થ આપશે જેવા છીએ તેવા જાણીએ. સમ્યક્ દર્શન એટલે યોગ્ય રૂપે જોયું. સમ્યક્ જ્ઞાન એટલે યોગ્ય રીતે જાણયું. સમ્યક ચરિત્રએટલે યોગ્ય રીતે જીવવું. બીજું, આપણો પુત્ર અથવા ભાગીદાર અલગ રીતે વર્તે ત્યારે જાણવું-સમજવું કે આખું જગત બદલાતું રહે છે. હું પણ બદલાવું છું. આ પ્રકારનો વિચાર કરવાથી કરુણાભાવ આવશે. ત્રીજું, આપશે ભગવાનના સારોધને સમજીએ. આપણે પહેલાંથી જ શાંત-સુખી છીએ. સુખ આપણી અંદર છે. પરંતુ આપણે તેને બહાર શોધીએ છીએ અને બહાર ટકી શકતું નથી એટલે દુઃખી થઈએ છીએ. સુખી થવા ઉપવાસ-સદાચાર કરીએ ત્યારે દુઃખી થવાય છે. સુખી થવા સદાચાર કરીએ એટલે દુઃખી થવાય છે. જે કરવાની જરૂર નથી. તે કરવાથી દુઃખી થવાય છે. તેનું કારણ તમે જામમાં જીવો છો. આગલા વક્તા મનુભાઈ કહે છે કે શવાસનથી સુખનો અનુભવ થાય છે. તે આસન પૂર્ણ થાય પછી સુખનો અનુભવ અલ્પજીવી નીવડે છે. હું જીવઅજીવનો બનેલો છું. હું શરીર સાથે જોડાયેલો છું. શરીરના સુખ માટે બાકી બધી ચીજો બદલાય છે. હું બદલાઉં છું તેમાંથી દુઃખ પેદા થાય છે. આ સમજવાનું સરળ નથી. ભગવાન મહાવીર ગૌતમ મુનિને સમજાવી શક્યા નહોતા. તે અનુભવની બાબત છે. પાણીની બોટલ સાથે રાખવાથી નહીં પણ તે પીવાથી તરસ છીપાય છે. તેના જેવી આ વાન છે. કોઈ ધર્મ ક્રિયા કે ઉપવાસ દેખાદેખી અને ફળની આશાથી
SR No.525998
Book TitlePrabuddha Jivan 2013 Year 61 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2013
Total Pages540
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy