________________
જાન્યુઆરી, ૨૦૧૩
પત્નીનાં ઘરેણાં વેચીને, કુટુંબથી જાદુકલાની વાત ગુપ્ત રાખીને, રાતોની રાતો સુધી જે કલા શીખવા માટે અથાક પ્રયત્ન કર્યો હોય અને કલાગુરુઓનાં ચરણો ચાંપ્યાં હોય, એ કલાને જ ભૂલી જવી એ તો હૃદય ઉતરડી નાંખવા જેવું હતું. કે. લાલે પોતાના પ્રિય સ્વજન જયભિખ્ખુને વજ્રાઘાતની ઘટનાને વર્ણવતો એક લાંબો કાગળ લખીને વાત કરી. કે. યાય કોલકાતામાં અને જયભિખ્ખુ અમદાવાદમાં, પરંતુ જયભિખ્સએ જાણ્યું કે કે. લાલે જાદુપ્રયોગોને સદાને માટે તિલાંજલિ આપી દીધી છે, ત્યારે એમનું મન અતિ વિક્ષુબ્ધ થઈ ગયું. એમણે કે. યાલને પત્ર મુખ્યો,
પ્રબુદ્ધ જીવન : ગાંધી સ્મૃતિ ચિંતન વિશેષાંક
‘સાહસ એ તો કલાકારનું જીવન છે અને મુશ્કેલી એ એનો માર્ગ છે. એ માર્ગે ચાલતાં અવરોધ આવે એટલે પાછા ફરવાનું ન હોય, હારી ખાવાનું ન હોય. એમાં આગળ વધવાનું હોય, કલા કુરબાની માર્ગ છે. જે કુરબાની આપી શકે એ જ કલાકાર અને એવો કલાકાર કે. લાલ, તમારા આત્મામાં ધબકે છે. આથી આમ નિરાશ થઈને બેસી ન જાવ. આત્માના ધબકાર અને હૃદયના થડકાર સાથે એ કલાકારને પુનર્જીવિત કરો.’
જયભિખ્ખુના આ પત્ર કે. લાલના મન પર ઘેરાયેલા હતાશાનાં થોડાં વાદળો વિખેર્યાં. એવામાં બીજે દિવસે જયભિખ્ખુનો બીજો પત્ર આવ્યો. ‘જન્મે તું જૈન છે, વીર વસ્તુપાળ અને તેજપાળનો વંશજ છે. તારી રગોમાં તો વીરતા વહે છે, કાયરતા નહીં મેદાનમાં લડી લેવાનું ખમીર તારી પાસે છે. મેદાન છોડીને ભાગી છૂટવાની નામર્દાઈ નહીં.'
આમ રોજેરોજ જયભિખ્ખુનાં પત્રો આવતા જાય અને કે. લાલના મન પર જામેલી હતાશા ધીરે ધીરે દૂર થતી જાય. પછી તો એવી ઘડી આવી કે, કે. લાલે પોતાના આ પ્રિય લેખકના ઉત્સાહપ્રેરક પત્રની કાગડોળે રાહ જોવા લાગ્યા. એમનો એક એક પત્ર કલાકારના આત્માને વધુ ને વધુ જાગ્રત કરતો હતો.
એક વાર લખ્યું, ‘પ્રિય કે. લાલ, તારો જન્મ વેપારી થવા માટે નહીં, બલ્કે કલાકાર થવા માટે બન્યો છે. સમાજમાં વેપારી તો મોટી સંખ્યામાં મળશે, કલાકાર તો આખાય યુગમાં ક્યારેક પ્રગટતું પુષ્પ છે. માટે કાપડની દુકાને બેસીને વેપારી બનીને સુખેથી જિંદગી ગાળવાનો વિચાર છોડી દે. એવું જીવનારા ક્યાં ઓછા છે? તું તો ઉપરવાળાના સંકેતને કારણે કલાકાર બન્યો છે. ઈશ્વરની અપાર કૃપા હોય તો કલાકાર બનાય. તારે તો હજી ભારતની જાદુકલાનો વિશ્વભરમાં ડંકો વાગડવાનો છે.’
આમ કે. લાલ પર જયભિખ્ખુના પત્રોની અનરાધાર વર્ષા થવા લાગી અને એનાથી એમનું ક્લાકારનું દિલ પીગળી ગયું. કાપડની દુકાને બેસવાનો વિચાર માંડી વાળ્યો અને ફરી વાર કલાના સ્વપ્નો સેવવા લાગ્યા. એવામાં વળી ફરી એક કાગળ આવ્યો.
સાજું થઈને પહેલો શો નું અમદાવાદમાં અને તે પા મારા નેજા નીચે કર હું તારી પડખે છું.' (શ્રી રજનીકુમાર પંડ્યાએ લીધેલી કે
૪૭
લાલની મુલાકાત, ગુ. સ. ૨૮મી ડિસેમ્બર, ૧૯૮૬.)
જયભિખ્ખુના આ પત્ર કે. ગાલમાં રહેતા કલાકારને જગા ગમે તે થાય, પણ હવે ફરી જાદુના પ્રયોગો કરવા છે. ઘરમાં સહુ વિચારવા લાગ્યા કે પાછી જાદુવિદ્યાની ધૂન ક્યાંથી એમને માથે સવા૨ થઈ ગઈ. જયભિખ્ખુના પત્રોએ એમનામાં એવું ચેતન જગાડ્યું કે એમણે ફરી પુરાણો કાફલો ભેગો કર્યો અને જાહેર કર્યું કે ‘હવે આપણે અમદાવાદથી શોનો પુનઃ આરંભ કરીશું.'
આ સાંભળીને કેટલાક સહકલાકારો વિચારમાં અને ચિંતામાં પડ્યા. વાત એવી હતી કે પેલા બંગાળી જાદુગરને ઉશ્કેરનારા અમદાવાદના બે આયોજકો હતા; કારણ એટલું હતું કે અમદાવાદમાં કે. લાલે એમને શોનું આયોજન સોંપ્યું નહોતું, તેથી એ સમયે એ ગુજરાતી આયોજકોએ કે. લાલને એમનું ધનોતપનોત કાઢી નાંખવાની ધમકી આપી હતી. ગુસ્સે ભરાયેલા અને દ્વેષથી ડંખતા આયોજકોએ અકળાઈને પેલા બંગાળી જાદુગરનો સાથ લીધી અને કહ્યું કે “તમે અમદાવાદ આવી, શો કરો અને ભવ્ય સફળતા મેળવો, પરંતુ એ પહેલાં તમારે કે. લાલનો સિતારો ઝાંખો કરવો પડશે.’ આથી બંગાળી જાદુગરે આ પ્રપંચ રચ્યો હતો. હવે કે. લાલ માટે સમસ્યા એ હતી કે અમદાવાદમાં પેલા
યંત્રકારી આયોજકો તો હાજરાહજૂર બેઠા છે; તેનું શું? એમણે જયભિખ્ખુને વાત કરી, ત્યારે જયભિખ્ખુએ કહ્યું,
ષ
“વાહ, આ તો વધુ સારું, ઝેરી વૃક્ષનું મૂળ ઉખેડવાનું બનશે. નર્મ નિરાંતે અમદાવાદ આવો. હું તમારા દરેક શોમાં હાજર રહીશ અને
કોઈ ઊની આંચ નહીં આવે.’
જયભિખ્ખુએ પોતાના પરમ સ્નેહી શ્રી શાંતિલાલ શાહ (તંત્રીઃ ગુજરાત સમાચાર) ને અથથી ઇતિ ઘટના કહી. શ્રી શાંતિલાલ શાહે કહ્યું, 'હું પણ તમારી સાથે છું. કે. લાલને કહેજો કે કશી ફિકર કરે નહીં.' પછી તો રોજ જયભિખ્ખુ અને એમના મિત્ર નાનુભાઈ શાસ્ત્રી એચ. કે. આર્ટ્સ કૉલેજના સભાગૃહમાં યોજાયેલા કે. લાલના શો સમયે જાય. જયભિખ્ખુને આંખે કાળો મોતિયો હોવાથી જોવાની પારાવાર મુશ્કેલી હતી, પણ આવી મુશ્કેલીઓની પરવા કરે કોણ ? કેટલાય દિવસો સુધી આ બંને મિત્રો કે. લાલના જાદુના શોમાં ગયા. કે. લાલની આસપાસ સ્નેહ અને સુરક્ષાનો જાણે કિલ્લો રચી દીધો. અને ફરી કે. લાલનો જાદુ સર્વત્ર ફેલાવા લાગ્યો.
જયભિખ્ખુની હયાતીમાં અને એમના અવસાન પછી જાદુગર કે. યાલ સદૈવ ખુલ્લા દિલે ભાવપૂર્વક કહેતા,
‘હું જાદુના તખ્તા પર પાછો આવ્યો અને વિશ્વખ્યાત બન્યો, એના મૂળમાં બાલાભાઈ-(જયભિખ્ખુ )નાં પ્રેરણા અને સાહસ છે.’
(ક્રમશઃ)
***
૧૩/બી, ચંદ્રનગર સોસાયટી, જયભિખ્ખુ માર્ગ, પાલડી, અમદાવાદ-૩૮૦ ૦૦૭. ટેલિફોન : ૦૭૯-૨૬૬૦૨૬૭૫.
મોબાઈલ : ૦૯૮૨૪૦૧૯૯૨૫