SearchBrowseAboutContactDonate
Page Preview
Page 458
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન ધર્મનો મર્મ : મનનો ધર્મ D પંડિત મનુભાઈ દોશી નવેમ્બર, ૨૦૧૩ [ પ્રજ્ઞાચક્ષુ મનુભાઈ દોશી પૂર્વ જીવનમાં એલ.આઈ.સી. ઓફિસર હતા. વર્તમાનમાં અમદાવાદ ખાતે પરિવાર સાથે સ્થિન છે. તેમણે ભક્તામર ઉપર ગ્રંથ લખ્યો છે. તેમજ સાંઈબાબાના જીવન ઉપર બે સંશોધનાત્મક ગ્રંથો લખ્યાં છે જે જિજ્ઞાસુઓએ આવકાર્યા છે. લેખક વિદ્વાન વક્તા, ચિંતક અને વિખ્યાત જ્યોતિષ શિરોમ” છે. ] – ભગવાન શ્રી મહાવીર સ્વામીએ ધર્મના સારભૂત એક અદ્ભુતકર્મબંધનમાંથી તે કઈ રીતે મુક્ત થઈ શકે અને ધર્મનો મર્મ આત્મજ્ઞાની સૂત્ર આપ્યું છે - ‘વષ્ણુ સહાવો ધમ્મ.' પ્રભુ કહે છે કે વસ્તુનો સ્વભાવ મહાપુરુષો કેવી રીતે ખોલે છે અને દર્શાવે છે તે હવે જોઈએ. તેના સ્વયંના ધર્મમાં જ સ્થિર રહેવાનો છે. અર્થાત્ આત્મા નિત્ય, ૧. મહાત્મા ગાંધીજીના ગુરુ શ્રીમદ્ રાજચંદ્ર સ્ત્યસિદ્ધ શાસ્ત્રમાં નિરંતર પોતાના સ્વભાવમાં જ મેરૂવત્ અડગ અને સ્થિર રહી રમણતા એક ગાથામાં આ રહસ્ય ખોલે છેઃ કરે છે. આ આત્માને શાસ્ત્રકારો અનંત શક્તિમાન, સચ્ચિદાનંદ સ્વરૂપ અને પૂર્ણાનંદનો નાથ કહે છે. ‘છૂટે દેહાધ્યાસ તો, નહીં કર્તા તું કર્મ, નહીં ભોકતા તું કર્મનો, એજ ધર્મનો મર્મ.' આવા ભગવાન આત્મા માટે શ્રી કુંદકુંદાચાર્ય રચિત સમયસારની ગાથા ૮૯માં એમ જણાવવામાં આવેલ છે કે-‘અનાદિકાળથી પોતાની સાથે બંધાયેલા મોહનીય કર્મને કારણે વાસ્તવિક રીતે શુદ્ધ અને નિરંજન એવો જીવ મિથ્યાત્વ, જ્ઞાન અને અવિરતિભાવ એવા ત્રણ ભાવ પરિણામ પામતો આવ્યો છે.’ ૧. વ્યક્તિ પોતાના સ્વજનનું મૃત્યુ થતાં શરીરમાંથી પ્રાણ નીકળી જતાં તેને અનેક વખત સ્મશાનઘાટે અગ્નિસંસ્કાર કરી આવ્યો છે. તેથી શરીર અને આત્મા બે ભિન્ન છે એવું સામાન્ય જ્ઞાન તેને છે. પરંતુ અનાદિથી શરીરને જ આત્મા માની પોતે કર્મ કરે છે, કર્મબધ્ધ થાય છે, અને કર્મનો ભોકતા થાય છે અને પરિણામે પરિભ્રમણ ચાલુ રહે છે. શાસ્ત્રકારો જ્યારે આત્માને એક તરફ શુદ્ધ, નિરંજન કહે છે તો બીજી તરફ તેને અનાદિકાળથી પોતાની સાથે બંધાયેલા મોહનીય કર્મથી સંસારમાં પરિભ્રમણ કરતો જણાવે છે. જૈન દર્શન પુરૂષાર્થ પ્રધાન છે. અને તેમાં જીવ પોતાના જ પુરુષાર્થ દ્વારા બદ્ધ હોવા છતાં પોતાની સાચી સ્થિતિનું ભાન થતાં સ્વરૂપમાં રમણતા કરી શકે છે તેવી ઘોષણા કરે છે કારણ કે જેમ સફેદ ટીકમણિમાં તેની ઉપર લાલ કાગળ વીંટાળવાથી બહાર લાલ કિરણ નીકળતા દેખાય છે. પરંતુ તે લાલ કિરણ ટીકમણિમાં ક્યારેય પ્રવેશી શકતા નથી. લાલ કાગળને દૂર કરતાં ટીકમણિ તેના શુદ્ધ સ્વરૂપમાં જોવા મળે છે. ચૌદ વર્ષના વનવાસ દરમ્યાન જ્યારે સોનેરી મૃગને શોધવા જતાં સીતાજીને રક્ષાકવચરૂપે દોરી આપેલી લક્ષ્મણરેખા તેમણે ઓળંગી અને રામાયણની રચના થઈ. દારૂા દુઃખોનો સામનો કરવો પડ્યો. આત્માની પણ આવી જ સ્થિતિ છે. અને તેથી જ મહાભારતનું એક મુખ્ય પાત્ર દુર્યોધન એમ કહે છે કે-‘ધર્મ શું છે તે હું જાણું છું. પણ તેમાં પ્રવૃત્ત તે થઈ શકતો નથી. અને અધર્મ શું છે તે પણ હું જાણું છું પરંતુ તેમાંથી નિવૃત્ત થઈ શકતો નથી.' જગતના સર્વ જીવોમાં ત્રણેય કાળમાં વત્તેઓછે અંશે દુર્યોધનની દશા-સ્થિતિનું પ્રતિબિંબ જોવા મળે છે. આત્મા અનાદિકાળથી કર્મમાં કપાયેલો અજ્ઞાનવશ વિભિન્ન યોનીઓમાં ભ્રમણ કર્યા જ કરે છે. રાગ-દ્વેષ અને અજ્ઞાનથી ઘેરોયેલા જીવના પરિભ્રમણનો અંત આવતો દેખાતો નથી. યથાર્થ માર્ગ ક્યાં છે અને શું છે તે બેહોશીના કારણે જીવ જાણી શકતો નથી. ત્યારે આજે ૨. આ કાળમાં પંદર વર્ષની ઉંમરે ભગવાન રમણ મહર્ષિએ મૃત્યુનો સાક્ષાત્ અનુભવ કર્યો, પોતે પોતાને મરતાં જોયા અને નિર્ણયમાં આવ્યું કે જે મરનાર છે તે હું નથી. અને ત્યારપછી તે સમજણ–તે સાક્ષાત્કાર જીવનભર તેમની સાથે રહ્યો. ૩. સંસારમાં અલ્પસુખ અને ઘણાં દુ:ખને વેઠતાં જોઈ સમ્યક્ દૃષ્ટિ આત્મા વીસમી સદીમાં થઈ ગયા તે પૂજ્ય બહેનશ્રી ચંપાબહેન તે અત્યંત સરળ ભાષામાં કહે છે કે-‘તને ક્યાંય ન ગોઠતું હોય તો તું અંદર જા (અંતરમુખ થા) ત્યાં તને જરૂર ગમશે.’ આ સંદર્ભમાં મારો સ્વરચિત દુહો પણ એમ કહે છે કે, સુખ બહાર નથી, બહાર શોધવાથી નહીં મળે. અંતરનું સુખ અંતરમાં જ છે...’ બહાર શોધે નહીં મળે, ખાશો મોટી થાય. અંદ૨ દૃષ્ટિ થાય તો સમકિત આપોઆપ.' ૪. ભગવાનશ્રી રામકૃષ્ણ પરમહંસદેવ આત્મપ્રાપ્તિની વાતને સાવ સરળ ભાષામાં કહે છે કે, ‘મનુષ્ય જીવનનું એક માત્ર કર્તવ્ય એટલું જ છે કે તે ઈશ્વરને નિરંતર ચાહે, ' ૫. સૌરાષ્ટ્રના સાવ અભણ આત્મજ્ઞાની સ્ત્રીસંત ગંગાસતી એક ભજનમાં પ્રારંભમાં પ્રથમ પંક્તિમાં જ જણાવે છે કે વચન વિવેકી નરને નારીને, પાનબાઈ જાબાદિક લાગે પાય.' પોતાની રહસ્યમય ગુરુગમવાળી વાણીમાં કહે છે કે હે પાનબાઈ નર-નારીમાં ‘વચન‘ એટલે કે આત્માનો વિવેક જેનો જાગી ચૂક્યો
SR No.525998
Book TitlePrabuddha Jivan 2013 Year 61 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2013
Total Pages540
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy