SearchBrowseAboutContactDonate
Page Preview
Page 425
Loading...
Download File
Download File
Page Text
________________ ઓક્ટોબર ૨૦૧૩ પ્રબુદ્ધ જીવન ભજન-ધન: ૧ વિસરાતી વાણી – અનહદની ઓળખાણી. Lડૉ. નિરંજન રાજ્યગુરુ [ડૉ. નિરંજન રાજ્યગુરુ ભજન અને યોગની ધૂણી ધખાવીને સૌરાષ્ટ્રના એક ખૂણે, ગોંડલ પાસે ઘોઘાવદરમાં ‘આનંદ આશ્રમ'માં અલગારી સંત તરીકે બિરાજમાન છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી ‘ભજન સાહિત્ય' ઉપર મહાનિબંધ લખી પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી પ્રધ્યાપક પણ બન્યા, પણ બધું છોડી આ આશ્રમમાં ગાય માતાની સેવા કરતા કરતા ભજનની અને તત્ત્વ-યોગની ધૂણી ધખાવી દીધી. એમની પાસે દશ હજારથી વધુ ભજનોનો ખજાનો છે જે એમણે સોરાષ્ટ્રમાં ગામેગામ ફરીને એકત્રિત કર્યો છે, એ ધૂનોને પોતાના ધ્વનિયંત્રમાં સ્થાપિત કરી દીધી છે. “વૈષ્ણવ જન’ની સાચી ધૂન આપણને આ ફકીર વિદ્વાન પાસેથી મળે. ‘પ્રબુદ્ધ જીવનમાં પ્રતિ માસે ‘ભજન-ધન' કોલમ લખવાની મેં એઓશ્રીને વિનંતિ કરી અને પોતાના મનની ચાંપ દાબીને ૧૩ ભજનો આસ્વાદ્ય ભાષા સાથે મને મોકલી આપ્યા. ‘પ્રબુદ્ધ જીવન'ના વાચકોને આ પ્રાચીન-અર્વાચીન ભજનના મર્મને પ્રત્યેક મહિને હાણવા મળશે. આપણે સો ડૉ. નિરંજનભાઈના આભારી છીએ. જિજ્ઞાસુને www.anand_ashram.com આ વેબસાઈટ ઉપર મુલાકાત લેવા વિનંતિ. એ જોઈને આપણે તત્ત્વ અને આનંદથી ભર્યા ભર્યા થઈ જઈશું એ ખાત્રીપૂર્વક કહું છું. –ધ.] ઝણણણ ઝણણણણ ઝીલરી વગે... દેખંદા રે કોઈ, નિરખંદા રે કોઈ, પરખંદા રે કોઈ આ દિલ માંય.. ઝણણણ ઝણણણણ ઝાલરી વાગે.. બોલે બોલાવે સબ ઘટ બોલે, સબ ઘટ મેં ઈ રિયો સમાઈ; જિયાં રે જેવો તિયાં રે તેવો, થિર કરી થાણા દિયા રે ઠેરાઈ.. ઝણણણ ઝણણણણ ઝાલરી વાગે... નવ દરવાજા નવી રમત કા, દશમે મોલે ઓ દેખાય; આ રે મહેલમાં મેરમ બોલે, આપું ત્યારે સો ઘર જાય... ઝણણણ ઝણણણણ ઝાલરી વાગે... વિના રે તાર ને વિના રે તુંબડે, વિના મુખે ઈ મોરલી બજાય; વિના રે દાંડીયે નોબતું વાગે, વિના રે દીપકે જ્યોતિ રે જલાય... ઝણણણ ઝણણણણ ઝાલરી વાગે... આ રે દુકાને દડદડ વાગે, કર વિણ વાજાં અહોનિશ વાય; વિના આરિસે આપાં સૂઝે, એસા હે કોઈ વા ઘર જાય.. ઝણણણ ઝણણણણ ઝાલરી વાગે... જાપ અજપા સો ઘર નાંહી, ચન્દ્ર સૂરજ ન્યાં પોંચત નાંહી; સૂસમ ટેકથી ઓ ઘર જાવે પછી, આપે આપને દીયે ઓળખાઈ.. ઝણણણ ઝણણણણ ઝાલરી વાગે... અખર અજિતા મારી અરજૂ સુણજો, અરજી સુણજો એક અવાજ; દાસી જીવણ સત ભીમનાં શરણાં, મજરો માની લે જો ગરીબનિવાજ... ઝણણણ ઝણણણણ ઝાલરી વાગે.. Tદાસી જીવણ દાસી જીવણ, જીવણસાહેધ્ય/ જીવણદાસજી (ઈ. સ. ૧૭૫૦–૧૮૨૫). રવિ ભાણ સંપ્રદાયના તેજસ્વી સંત કવિ ભીમસાહેબના શિષ્ય. જન્મ વિ. સં. ૧૮૦૬ ઈ. સ. ૧૭૫૦માં ઘોઘાવદર (તા. ગોંડલ, જિ. રાજકોટ) ગામે હરિજન ચમાર કુટુંબમાં દાફડા શાખના જગાભગત-સામબાઈને ત્યાં. દાસી ભાવે પરમાત્માની ઉપાસના કરનારા આ સંત કવિ લોકોમાં ‘રાધાનો અવતાર' તરીકે ઓળખાય છે. નિર્ગુણનિરાકારની સાથે સગુણ-સાકારની ઉપાસનાનો સમન્વય કરી પ્રેમલક્ષણા-દાસીભાવ, જ્ઞાન, યોગ, વૈરાગ્ય, ચેતવણી, બોધ-ઉપદેશ ગુરુમહિમા એમ વિવિધ ભાવસૃષ્ટિ ધરાવતાં ભજનોના રચયિતા સંત-કવિ તરીકે સૌરાષ્ટ્રના ભજનસાહિત્યમાં દાસીજીવણે મોખરાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. એમનાં પ્યાલો, કટારી, બંસરી, બંગલો, મોરલો, હાટડી, ઝાલરી વગેરે રૂપકાત્મક ભજનો ઉચ્ચ પ્રકારની સાહિત્યિક ગુણવત્તા ધરાવે છે. દાસી જીવણે સં. ૧૮૮૧ આસો વદી અમાસ-દિવાળીને દિવસે (ઈ. સ. ૧૮૨ ૫) ઘોઘાવદરમાં જ જીવતા સમાધિ લીધેલી. પત્ની : જાલુમા. પુત્ર : દેશળભગત. શિષ્યો : પ્રેમસાહેબ (કોટડા સાંગાણી), અરજણ (ભાદરા). અલખની ઓળખાણનો પોતાનો અનુભવ લગભગ તમામ સંત- થાય ત્યાં સુધીમાં સાધકને જુદા જુદા અનેક અલૌકિક અનુભવો થતા કવિઓએ પોતાની વાણીમાં વર્ણવ્યો છે. અષ્ટાંગ યોગ દ્વારા મૂલાધાર, હોય છે. આ સ્વાનુભવ શબ્દ દ્વારા વ્યક્ત કરવો હોય તો પરંપરિત રૂઢ સ્વાધિષ્ઠાન, મણિપુર, અનાહત, વિશુદ્ધ અને આજ્ઞાચક્ર સુધીના ષટચક્રો પરિભાષા દ્વારા જ થઈ શકે. અને એનો અર્થ સંતવાણીની પરંપરા કે ભેદીને કુંડલિની શક્તિ સહસારમાં આવે અને પરમાત્મસાક્ષાત્કાર પદાવલિના જાણકાર-મરમી પાસેથી જ સાંપડે. દાસી જીવણના ઉપર્યુક્ત
SR No.525998
Book TitlePrabuddha Jivan 2013 Year 61 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2013
Total Pages540
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy