SearchBrowseAboutContactDonate
Page Preview
Page 421
Loading...
Download File
Download File
Page Text
________________ ઓક્ટોબર ૨૦૧૩ છે અને અક્ષર પુરુષ સદાય તેની સાથે જ જોડાઈને રહેલ છાયા સમાન . પ્રબુદ્ધ જીવન આ બ્રહ્મ ચતુષ્પાદ છે. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ એ ચાર દિશાઓ આ બ્રહ્મનો એક પાદ છે. ત્યારે તેનું નામ ‘પ્રકાશવાન’ છે. પૃથ્વી, અંતરિક્ષ, સ્વર્ગ અને સમુદ્ર (આપ ઉર્ફે જળ) એ ચા૨ મળીને બ્રહ્મનો બીજો પાદ છે. ત્યારે એનું નામ ‘અનંતવાન’ છે. અગ્નિ, સૂર્ય, ચંદ્ર અને વીજળી મળીને બ્રહ્મનો ત્રીજો પાદ છે. એનું નામ ‘જ્યોતિષમાન' છે. પ્રાણ, આંખ, કાન અને મન એ ચાર ઈન્દ્રિયો મળીને બ્રહ્મનો ચોથો પાદ છે. એનું નામ 'આયાતનવાન’ છે. મતલબ કે બ્રહ્મ બધી દિશાઓમાં, બધાં સ્થળજળમાં, બધા અગ્નિઓમાં અને બધી ઈન્દ્રિયોમાં વિશ્વસનું અને રમણા કરતું તત્ત્વ છે. મતલબ કે ઉપનિષદોમાં બ્રહ્મની ત્રણ પ્રકારની કલ્પના કરવામાં આવી છે. એક, સૃષ્ટિના ઉપાદાન કારણરૂપે, બે, તેના નિમિત્ત કારણરૂપે અને ત્રણ, આ સૃષ્ટિથી ૫૨ ૨હેલ અસંગ તત્ત્વરૂપે. સૃષ્ટિના ઉપાદાન (સાધન-સામગ્રીરૂપે) કારણરૂપે રહેલું ‘ક્ષર’ બ્રહ્મ છે. સૃષ્ટિ ઉત્પન્ન કરનાર નિમિત્ત કારણરૂપ રહેલું બ્રહ્મ 'અક્ષર’ બ્રહ્મ છે. અને સૃષ્ટિથી ૫૨ રહેલું અસંગ એવું બ્રહ્મ ‘અવ્યય’ અથવા ‘પરબ્રહ્મ’ છે. ક્ષર એટલે જે પલટાયા કરે છે તેવું, અક્ષર એટલે અવિનાશી અને અવ્યય એટલે જે બધી અવસ્થાઓમાં એવું ને એવું જ રહે છે અને જે કદી પણ બદલાતું નથી તે. આ ત્રણેથી પર એવું તત્ત્વ ‘પરાત્પર’ (૫૨થી પણ ૫૨) નામથી વર્ણવ્યું છે. આ ૧૨, અક્ષર અને અવ્યય એ દરેકની પાંચ પાંચ કલાઓ છે. પ્રાણ, આપ, વાકુ, અન્ન અને અન્નાદ એ ક્ષ૨ કલાઓ છે. બ્રહ્મા, વિષ્ણુ, ઈન્દ્ર, અગ્નિ અને સોમ એ અક્ષર કલાઓ છે. આનંદ, વિજ્ઞાન, મન, પ્રાણ અને વાક્ એ અવ્યય કલાઓ છે. જ્યારે પરાત્પર તત્ત્વ અકલ, નિષ્કલ અથવા કલા વિનાનું છે. જેવી રીતે મનુષ્યના શરીર પર વાળ અને રુંવાંટાં આપોઆપ ઊગે છે તેવી જ રીતે અક્ષર બ્રહ્મમાંથી આ વિશ્વ ઉત્પન્ન થાય છે. સં કલ્પ દ્વારા બ્રહ્મ સૃષ્ટિસ્વરૂપમાં વિકાસ પામે છે. તેમાંથી અન્ન અર્થાત્ મૂળ પૃથ્વી તત્ત્વ, ઉત્પન્ન થાય છે. અન્નમાંથી પ્રાશ, તેમાંથી મન, તેમાંથી પાંચ મહાભૂતો, તેમાંથી ચૌદ લોક તેમ જ કર્મોનાં ફળ ઉત્પન્ન થાય છે. જે અક્ષર પુરુષ સર્વનો જાણનાર, સમજનાર છે તે પુરુષમાંથી આ સૃષ્ટિરૂપ લ૨ બ્રહ્મ, નામરૂપ અને અન્ન ઉત્પન્ન થાય છે. એટલે કે અક્ષર બ્રહ્મમાંથી વિવિધ પ્રકારના જડચેતન વગેરે પદાર્થો ઉત્પન્ન થાય છે અને છેવટે તે તેમાં જ લય પામે છે. એ અક્ષર પુરુષથી પત્તા ઉપર રહેલો પરમ પુરુષ, દિવ્ય, નિરાકાર, બહાર-અંદર બધે રહેલા, અજન્મા, પ્રાણ અને મનરહિત તેમ શુદ્ધ છે. એ પુરુષ જ ક્ષર દૃષ્ટિએ સર્વ કર્મરૂપ છે, અક્ષર દષ્ટિએ તપરૂપ છે. અને અવ્યય દૃષ્ટિએ પર નામનું અમૃત બ્રહ્મ છે. જે આ તત્ત્વને જાણે છે તે અજ્ઞાનરૂપી બંધનને તોડીને મુક્ત થાય છે. આ બ્રહ્મને સમજવા માટે એ કાળના ઋષિઓએ ઘણી મથામણ કરી જોઈ જણાય છે. આકાશ જાણ છે કે પછી સૂર્ય, વાયુ, પ્રાશ, મને, બુદ્ધિ, હૃદય, ચિત્ત, સંકલ્પ, વિજ્ઞાન, અન્ન, સ્મૃતિ, આત્મા- એમાંથી ખરેખર બ્રહ્મ કોણ છે એમ વિચારતાં વિચારતાં તેઓ એ સમજ સુધી પહોંચ્યા હતા કે શરીર પ્રાણ, આંખ, કાન, મન, વાણી એ સ્વયં બ્રહ્મ નથી, બલકે એ તો બ્રાહ્મને જાણવાનાં સાધનો માત્ર છે. આ મ એટલે તો વિશ્વાત્મા. એ જ સર્વોચ્ચ આત્મા છે. વ્યષ્ટિમાં આત્મારૂપે ઓળખાય છે અને સમષ્ટિમાં એ બ્રહ્મરૂપે ઓળખાય છે. આ બ્રહ્મ એટલે વૈશ્વિક ચૈતન્ય (cosmic spirit). એ જ સત્ય છે. ૧૩ આ બધી અલિંગ, અનંત, અચિંત્ય, અમૂર્ત, અનવદ્ય, અપરિચ્છિન્ન, નિર્ગુણ, ભાસ્વર, પવિત્ર, વિશ્તક, વિમૃત્યુ, સ્થિર, શુદ્ધ, શૂદ્ર શૂન્ય અને શાંત છે. આ બ્રહ્મનાં બે રૂપો છેઃ મૂર્ત અને અમૂર્ત. મૂર્ત એટલે આ જગત અને અમૂર્ત એટલે આત્મચૈતન્ય. મૂર્ત અસત્ય છે અને અમૂર્ત સત્ય છે. આ બ્રહ્મનાં અન્ય બે રૂપો પણ વર્ણવી શકાય : એક છે શબ્દબ્રહ્મ અને બીજું છે પરબ્રહ્મ. શબ્દબ્રહ્મ ઉપ૨ જ અક્ષરબ્રહ્મ પ્રતિષ્ઠિત છે. આ બ્રહ્મને અન્ય રીતે બીજાં બે રૂપોમાં ઓળખાવી શકાય છે. એ છે ઃ સગુકા બ્રહ્મ અને નિર્ગુણ બ્રહ્મ. જેને આપણે સર્વેશ્વર સર્વજ્ઞ અંતર્યામી કહીએ છીએ, જેમાંથી જગત ઉત્પન્ન થયું છે અને જેમાં જગત લય પામે છે, તે સગુણ બ્રહ્મા છે. આ સગુણ બ્રહ્મ એટલે જેને આપણે ઈશ્વર કહીને ઓળખીએ છીએ તે. જ્યારે તુરિયાવસ્થામાં રહેલ નિષ્પ્રપંચ, શાંત, શિવ અને અદ્વૈત એવા જે બ્રહ્મ વિશે જાણ્યું તે નિર્ગુણ બ્રહ્મ છે. અદૃષ્ટ છે, અગ્રાહ્ય છે, અચિત્ત્વ છે, એનો કોઈ વ્યવાહર નથી. આ નિર્ગુણ બ્રહ્મ દેશકાળ અને નિમિત્ત વગેરે ઉપાધિઓથી પર હોવાને કારણે નિરૂપાધિક છે. જ્યારે સગુા બ્રહ્મ (ઈશ્વર) એટલે માયા ઉપહિત બ્રહ્મ. આ બ્રહ્મ સત્યરૂપ, શાનરૂપ અને અનંત છે. એનું અસલ સ્વરૂપ સત, ચિત્ત અને આનંદનું છે. આ બ્રહ્મને પૂર્ણરૂપે સમજવા ઋષિઓએ એનો સત અને અસત, સત્ય અને અસત્ય-એમ બેઉરૂપે વિચાર કરી જોયો છે. એટલું જ નહિ તેનો વિચાર અને ચેતના (thought and consciousness)રૂપે પણ વિચાર કરી જોયો છે. તેમ આનંદ અને રસરૂપે પણ વિચાર કરી જોથો છે. અને છેવટનો અભિપ્રાય આપતાં સ્પષ્ટ કર્યું છે કે આ બ્રહ્મ તે સત્યનું સત્ય, પ્રકાશનો પ્રકાશ અને આનંદનો મૂળગામી રસ છે. રસો વદઃ છે. એટલું જ નહિ એમનું કહેવું એ પણ છે કે આ વિરાટ જામનો સાક્ષાત્કાર આ મનુષ્ય શરીરમાં થઈ શકે છે. કારણ કે જેમ તલમાં તેલ, દૂધમાં ધી, સ્રોતોમાં જળ અને કાષ્ઠમાં અગ્નિ રહે છે, તેમ બ્રહ્મ પણ આત્માની અંદર જ છે. આ આત્મા એ જ એક સત્ તત્ત્વ છે. આ જગત મિથ્યા છે એમ કહેવાનું તાત્પર્ય એ છે કે જે એકમેવ અને અબાધિત એવું સત્ય છે એની સરખામણીમાં આ નશ્વર (નાશવંત) જગત અને એના પદાર્થો અસત્ છે. આત્માનું જ્ઞાન થતાં જગતની સત્યતાનું જ્ઞાન ખોટું ઠરે છે.
SR No.525998
Book TitlePrabuddha Jivan 2013 Year 61 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2013
Total Pages540
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy