SearchBrowseAboutContactDonate
Page Preview
Page 418
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ આમ, અરિહંતો પોતે કશું ન કરતા હોવા છતાં તેમનું સેવન કરનારને આ પ્રકારનું ફળ પ્રાપ્ત થાય છે. ઉદાહરણ સ્વરૂપ-અગ્નિને કોઈ પ્રત્યે રાગ-દ્વેષ ન હોવા છતાં તેનું યોગ્ય રીતે સેવન કરનારની ઠંડી આપોઆપ દૂર થઈ જાય છે. પાણીને કોઈની તરસ છીપાવવાની ઈચ્છા ન હોવા છતાં જે પાણીનું સેવન કરે તેની તૃષા છીપાય તો છે જ. તેવી જ રીતે તીર્થંકરોની વંદના ફળદાયી તો નીવડે જ છે. પ્રબુદ્ધ જીવન બીજી વાત એ પણ છે કે ભક્તિ ત્યારે થશે જ્યારે ‘હુંપણું’ નહિ હોય. ‘હું કરું, હું કરું એ જ અજ્ઞાનતા, સકટનો ભાર જેમ શ્વાન તાળું' જેવી નરસિંહ કચિત સ્થિતિ હશે ત્યાં સુધી કલ્યાણના માર્ગે ચાલી નહીં શકાય. આ માટે તો અહને ઓગાળવો પડશે. ગંગાસતીએ કહ્યું છે તેમ, “ભક્તિ રે કરવી એણે રાંક થઈને રે'વું રે, મેલવું અંત૨નું અભિમાન રે.’ આમ ભક્તિ માટે અહંકારશૂન્યતા એ પ્રાથમિક શરત છે. એક બાબત એ પણ નોંધપાત્ર છે કે જૈન ફિલસુફીને જેણે આત્મસાત કરી હોય તે જાણે છે કે અહીં તો ભગવાન પણ કશું નથી કરતા તો મારી તો શી વિસાત ? આ મનોભાવ વ્યક્તિમાં અહંકારને ઊગવા કે વૃદ્ધિ પામવા જ નથી આપતો. આ બહુ જ મોટી વાત છે. એટલે જૈન પરંપરાને વ્યવસ્થિત રીતે અનુસરનાર સાધકની યાત્રાના કેટલાંક પગથિયાં આર્પોઆપ સર થઈ જાય છે. આ સમજણ વચ્ચે પણ ક્યાંક હુંપણું ન આવી જાય તેની તકેદારીરૂપે લોગસ્સમાં ભગવાનને આ પ્રાર્થના કરાઈ છે. કારણ કે જ્યાં સુધી હું કેન્દ્રમાં હશે ત્યાં સુધી પ્રભુ કે પ્રભુતાનો પ્રવેશ શક્ય જ નથી. સંત કબીરે કહ્યું છે તેમ, પહલે હમ થે પ્રભુ નહિ, અબ પ્રભુ હૈ હમ નાહિ પ્રેમ ગલી અતિ સાંકરી, તામેં દો ન સમાહિ.' ન પ્રભુતાને પ્રાપ્ત કરવા લોગસ્સના અંતે કરાયેલી આ પ્રાર્થના અન્ય પ્રાર્થનાઓ કરતાં વિશિષ્ટ બની રહે છે. સામાન્ય રીતે અન્યત્ર કૃપા પ્રાપ્ત કરવાનો આશય હોય જ્યારે અહીં પરમાત્માનું સ્મરણ કરી સ્વયંમાં પ્રેરણા, પ્રસન્નતા અને પુરુષાર્થ જગાવવાની વાત છે. જિનેશ્વરોની પરંપરામાં શ્રમણ પરંપરામાં ભક્તિયોગ હોય તો કેવો હોય તેનો આ ઉત્કૃષ્ટ નમૂનો છે. અન્યત્ર સકામભક્તિ અને પછી નિષ્કામભક્તિની વાત આવે છે, અહીં તો મૂળથી નિષ્કામભક્તિના સંસ્કારો પાડવામાં આવે છે. અહીં કોઈ અપેક્ષાએ ભક્તિ નથી કરાઈ માટે જ તેનું વિશેષ મૂલ્ય અંકાય છે. આ ભક્તિ તો ગુણઆધારિત ભક્તિ છે, અહોભાવમૂલક ભક્તિ છે, અહીં દર્દીનભાવને સ્થાન નથી. ગુણાનુરાગી બનાવી ગુણધારીની અવસ્થા સુધી લઈ જનાર ભક્તિ છે. આમ, લોગસ્સ એ ભક્તિની અભિવ્યક્તિનું એક વિશિષ્ટ સ્તોત્ર છે. ભગવાન પાસે ભક્તની ચી અપેલા છે ? થી માંગણી છે ? તો કે જેના પાસે જે હોય તે મંગાય. ભગવાને જે અર્જિત કર્યું છે તેની જ ખેવના ભક્ત ધરાવે છે. ભક્ત ભાવ-આરોગ્ય એટલે કે મનની નિર્મળતા અને રાગ-દ્વેષ ઓછા થાય તેની માંગણી કરે છે. મનની નિર્મળતા વિના આ યાત્રા સંભવ નહીં થાય. કબીરે કહ્યું છે તેમ, ઓક્ટોબર, ૨૦૧૩ ‘જબ મન ઐસો નિર્મલ ભર્યા, જૈસો ગંગાનીર, તબ હરિ પાછત લાગત ફિરઈ, કહત કબીર કબીર.’ આ અવસ્થા માટે રાગ-દ્વેષથી મુક્ત થવા તેને ઘટાડવાની સાધના કરવી પડશે. સાથેસાથે બોધિ એટલે કે સમ્યક્દર્શન-સાચું દર્શન પ્રથમ પ્રાપ્ત કરવું પડશે અને સમાધિમાં સ્થિર થઈ અને સિધ્ધપદ પ્રાપ્ત થશે. આડકતરી રીતે પરમપદની પ્રાપ્તિનો માર્ગ પણ અહીં વર્ણવી દીધો છે. ભક્તને આ માર્ગ તો દેખાઈ ગયો છે, પરંતુ પોતાના પૂર્વપથિકો કે જેઓ આ માર્ગે ચાલીને મંઝિલે પહોંચી ગયા છે, તેમને વંદન કરી, તેમને પોતાના આદર્શ બનાવી આગળ વધે છે ત્યારે ભાવદશામાં તેમની પાસે આવી પ્રાર્થના સાંજે થઈ જાય છે. આમ, લોગસૂત્ર એ ભક્તની વિશિષ્ટ મનોદશાને અભિવ્યકત કરતું સ્તોત્ર બની રહે છે. આત્માર્થી જીવોએ તીર્થંકરોની સ્તુતિ અને પ્રાર્થના વારંવાર કરવા યોગ્ય છે, માટે જ શાસ્ત્રકારોએ તેને આવશ્યક સૂત્રમાં સ્થાન આપ્યું છે. સામાયિક, પ્રતિક્રમણ, નવકારવાળી, સ્વાધ્યાય, કાઉસગ્ગમાં લોગસ્સનો જાપ થાય છે. કાઉસગ્ગમાં વિશેષપણે લોગસ્સને મહત્ત્વ અપાયું છે. સાઘુ અને શ્રાવકને કર્મક્ષય માટે પ્રતિદિન કાયોત્સર્ગ કરવાનું પણ શાસ્ત્રીય વિધાન છે. અર્થને સમજીને કરેલ લોગસ્સના રટાનો એક એક શબ્દ વિશેષ ઉપયોગવાળો બની રહે છે. વળી, લોગસ્સના જાપ પછી પ્રગટ લોંગસ (મોટા અવાજે) લોગસ્સ બોલાય છે તેનું કારણ પણ એ છે કે લોગસ્સના રટવાથી ભીંતર આનંદ થયો, તેને પ્રગટ કરવા અન્ય કોઈ સમર્થ સાધન ન હોતાં લોગસ્સનું જ પુનઃ ઉચ્ચારણ કરાય છે. વળી, જેવો આનંદ મને થયો તેવો અન્યને પમાડવા–ગમતાનો ગુલાલ કરવા પણ પ્રગટ લોગ્સસ બોલાય છે. આમ, લોગસ્સ સૂત્રમાં તીર્થંકરોના ગુણોની સ્તુતિ છે. ગુણો ગમ્યા ત્યારે એની સ્તુતિ કરી અને જે ગમ્યું તે મળ્યું સમજો. પ્રભુ ગમી ગયા, તેમના ગુલ્લો ગમી ગયા અને હવે એને પ્રાપ્ત કરવા જો આ બેચેની મળી જાય-ત્તલપ મળી જાય તો કલ્યાણ થઈ જાય. વસ્તુ ગર્મ અને તે સહજ સાધ્ય હોય તેથી મેળવી લઈએ, અહીં તો લાબો પંથ છે, એટલે પહેલેથી જ થાકી પડીએ છીએ. પણ કહેવાયું છે ને કે અડગ મનના મુસારને હિમાલય પણ નડતો નથી. 'મેરુ રે ડગે પણ જેના મન નો ડગે' જેવી સ્થિતિ થાય ત્યારે પ્રભુગુણ અર્જિત થાય. લોગસ્સ દ્વારા પ્રભુના નામ તેમજ ગુઊસ્મરણથી આરંભાતી યાત્રામાં પ્રભુગુણાસ્થાને પહોંચીને પૂર્ણત્વને-સિધ્ધત્વને વરીએ એ જ મંગળ પ્રાર્થના. ઉપલબ્ધિની ટોચ પર પહોંચેલા જિનેશ્વર પરમાત્મા પાસે આપણી પણ આ જ પ્રાર્થના બની રહો. * * ડૉ. રમજાન હશિયા, મદિના નગર, મોટી ખાખર, તા. મુન્દ્રા, કચ્છ. પીન-૩૭૦૪૩૫. મો. ૦૯૪૨૬૮૩૭૦૩૧. તા. ૨.૯.૨૦૧૩ના ૩૯મી પર્યુષણ વ્યાખ્યાનમાળામાં આપેલું વક્તવ્ય. આ વ્યાખ્યાનની સી. ડી. આપ વિના મૂલ્યે આ સંસ્થામાંથી પ્રાપ્ત કરી શકો છો. ઉપરાંત સંસ્થાની વેબ સાઈટ ઉપર પણ સાંભળી શકશો. વેબસાઈટ સંપાદક : હિતેશ માયાણી-૩૮૨૦૩૪૩૦,
SR No.525998
Book TitlePrabuddha Jivan 2013 Year 61 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2013
Total Pages540
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy