________________
ઓગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૧૩
પ્રબુદ્ધ જીવન ઃ ગણધરવાદ વિશેષાંક
**************************************
*
*
સામ્રાજ્ય છવાયેલું હતું. સમવસરણની અનુપમ છટા જોઈને ઇન્દ્રભૂતિ ગૌતમ આશ્ચર્યચકિત થઈ ગયા. આસપાસના વાતાવરણમાં અહિંસા, કરુણા અને વિશ્વવાત્સલ્યની ભાવના વ્યાપેલી હતી. હજારો દેવતાઓ ભક્તિભાવપૂર્વક એમને વંદન કરતા હતા. ઈન્દ્રભૂતિ ગૌતમે દિવ્યધ્વનિ સાંભળ્યો અને વિચારવા લાગ્યા કે શ્રમણ મહાવીરના ચહેરા પર કેવું દિવ્ય તેજ છે! આત્મવૈભવનું કેવું ઓજસ છે! પરંતુ ઇન્દ્રભૂતિ તરત જ * સાવધાન થયા. એવામાં વેરાન વગડામાં વાંસળી વાગે તેમ *મહાસેન વનમાં મધુર વાણી ઈન્દ્રભૂતિના કાને સંભળાઈ, આવો ! ઇન્દ્રભૂતિ ગૌતમ! કુશળ છો ને ? તમારું સ્વાગત હો.”
*
*
*
ઇન્દ્રભૂતિને પહેલાં તો આશ્ચર્ય થયું, પણ પછી થયું કે એમની લોકવ્યાપક ખ્યાતિને કારણે એમનું નામ જાણતા હોય તે * સ્વાભાવિક છે. દીવાની આસપાસ પ્રકાશ હોય પણ તેની નીચે અંધારું હોય, તેમ મહાજ્ઞાની ગૌતમના ચિત્તમાં આત્માના અસ્તિત્વ વિશે સંશય હતો. ભગવાન મહાવીરે * *નિર્મળ જ્ઞાનના બળે એમની વર્ષો જૂની શંકા દૂર કરી આપતાં ઈન્દ્રભૂતિ ગૌતમના હાથ દ - આપોઆપ જોડાઈ ગયા.
મહાપંડિત ઇન્દ્રભૂતિ ગૌતમ સત્યના સાધક અને અનેકાન્તના શોધક હતા. એમનો ઋજુ સ્વભાવી આત્મા વિનમ્ર બની ગયો. *જા અંતરમાંથી કોઈ એમને સાદ કરી રહ્યું.
ઇન્દ્રભૂતિ ગૌતમ! પાંડિત્યનાં જાળાં દૂર કર, સત્યની ખોજ : કર. સત્ય તો અંતરમાં બેઠેલું છે. એમાં ખોવાઈ જા.'
*
*
*
*
ભગવાન મહાવીરે પંડિત ઇન્દ્રભૂતિને ત્રા પ્રમાોથી અને એ જ રીતે પ્રત્યક્ષ, અનુભવ અને સ્વઅવલોકનથી આત્મતત્ત્વના * અસ્તિત્વના પ્રતીતિકર પુરાવા આપ્યા. ઇન્દ્રભૂતિનો જીવ અંગેનો સંશય ધીરે ધીરે દૂર થયો.
*
*
૧૯
ભારતપ્રસિદ્ધ મહાપંડિત પ્રભુ મહાવીરની સમીપ આવ્યા. બે હાથ જોડી ઇન્દ્રભૂતિ ગૌતમ બોલ્યા,
આપનું કહેવું યથાર્થ છે. આપ સાચા જ્ઞાની, મહાજ્ઞાની અને સર્વજ્ઞ છો. મારો વર્ષોનો સંદેહ દૂર થશે. આપ આપના શિષ્યો તરીકે મારો અને મારા પાંચસો શિષ્યોનો સ્વીકાર કરશો.'
આપ સાથે જ સર્વજ્ઞ છો. મારે આપના ઉપદેશવચનો સાંભળવા છે. કૃપા કરી મને એનો લાભ આપો.'
પ્રત્યેક પંડિત ભગવાન મહાવીર પાસે આવે છે, ત્યારે ભગવાં મહાવીર એવી એવી હૉય અને ગોગથી સંબોધે છે અને પછી તેમના મતતી રહેલી શંકા કહે છે.
ભગવાન મહાવીરે અહિંસા, સંયમ અને તપ વર્ડ આત્મકલ્યાણ અને વિશ્વકલ્યાાનો માર્ગ બતાવ્યો. ભગવાનની વાણી ઇન્દ્રભૂતિ જ ગૌતમના હૃદયમાં પ્રકાશ પાથરવા લાગી. ઇન્દ્રભૂતિ ગૌતમનું
સમગ્ર હૃદય મહાવીરમય બની ગયું.
*
* *
બીજી બાજુ અપાપાનગરીમાં સોમિલ બ્રાહ્મણ અને અન્ય દિગ્ગજ પંડિતો મહાપંડિત ઇન્દ્રભૂતિ ગૌતમ વાદ-ચર્ચામાં વિજયી બનીને ક્યારે આવે એની રાહ જોતા હતા, ત્યાં તો વિજયના આનંદને બદલે નિરાશાના આઘાતજનક સમાચાર મળ્યા. એમણે જાણ્યું કે શ્રમણ મહાવીરને પરાજિત કરવા ગયેલા મહાપંડિત ઇન્દ્રભૂતિ ગૌતમ એના સમર્પિત શિષ્ય બની ગયા. ધુંવાપૂવા થઈ ગયેલા સોમિલે મહાયજ્ઞ મુલત્વી રાખ્યો. યજ્ઞમાં બલિ માટે લાવવામાં આવેલાં અનેક પશુઓને અભયદાન મળ્યું. નગરજનો ધીરે ધીરે પજ્ઞસ્થળેથી વીખરાયા છે
લાગ્યા.
*
*
*
*
*
ઇન્દ્રભૂતિ ગૌતમ પાછા નહિ આવતાં એમના નાના ભાઈ અગ્નિભૂતિ મહાવીરને જીતવા ચાલ્યા. અગ્નિભૂતિ ગૌતમના ચિત્તમાં પડેલી વર્ષો જૂની કર્મ વિશેની શંકાનું મહાવીરે નિવારણ કર્યું, અગ્નિભૂતિ ખુદ જિતાઈ “ ગયા. બંને મોટા ભાઈઓ એમના પાંચસો શિષ્યો સહિત ભગવાન
*
*
*
* *
મહાવીર પાસે દીક્ષિત થયાનું સાંભળીને સૌથી નાનો ભાઈ વાયુભૂતિ મહાવીરને મહાત કરવા નીકળ્યો. વાયુભૂતિ ભગવાન મહાવીરની સમીપ પહોંચ્યા કે ભગવાને જીવ અને શરીર એક છે કે જુદા એવા એના મનના સંશયનો ઉત્તર આપ્યો. આ સમાચાર સાંભળીને પંડિત વ્યક્ત આવ્યા અને એને પંચભૂત અંગે સંશય હતો. જગતમાં પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ અને આકાશ સાચાં છે કે સ્વપ્નવત્ છે, એવી એની શંકાનું નિવારણ કર્યું. ત્યારબાદ * પંડિત સુધર્માના ઈહલોક અને પરલોક વચ્ચેના સંશયને દૂર કર્યો, મેડિક બ્રાહ્મણના બંધ અને મોક્ષ વિશેના સંશયનું નિવારણ કર્યું અને એ પછી આવેલા મૌર્યપુત્રનો દેવ છે કે નહિ તે સંશય દૂર કર્યો. અકંપિતનો નરકના અસ્તિત્વ વિશેનો સંશય અને અચલભ્રાતાની પાપ- * પુણ્યના અસ્તિત્વ વિશેની શંકા દૂર કર્યાં. દસમા પંડિત મેતાર્યને પરલોક વિશે અને અગિયારમા પંડિત પ્રભાસને મોક્ષ વિશે સંશય હતો. ભગવાન મહાવીરે એ બધા પંડિતોના સંશયનું હૃદયસ્પર્શી * રીતે અને અનુભવને આધારે નિરાકરણ કર્યું, ભગવાનની અહિંસા, સમતા, અનેકાન્ત પદ્ધતિ અને નયવાદની પરિપૂત દૃષ્ટિનો સહુને અનુભવ થયો. પ્રથમ પાંચ પંડિતો ૫૦૦-૫૦૦
*
*
*
*
ભગવાન મહાવીરે ક્ષમાભાવ ધારણ કરીને પ્રસન્નતાથી કહ્યું, * ‘હે ઇન્દ્રભૂતિ ગૌતમ! આ બધામાં હું ભાવિ શુભ યોગનું
અને ધર્મશાસનના પ્રભાવનું દર્શન કરું છું. તમારી ઋજુતાને કાકારો એ તમારા જ્ઞાનનો વિશેષ ઉપયોગ થશે. આપકો સાથે રહીને ધર્મતીર્થની પ્રભાવના કરીશું.’
ઇન્દ્રભૂતિ ગૌતમ અંતરના આનંદે ડોલી ઊઠ્યા. એમણે કહ્યું,
********************************************