SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ જૂન, ૨૦૧૩ અંશને કેન્દ્રમાં રાખીને વાર્તાની ઇમારત રચવાની ફાવટ એમને આપી હતી, એટલે પછી જયભિખ્ખુએ કથાસાગરમાંથી મનગમતાં મોતી શોધવાની ખોજ શરૂ કરી. એમણે જોયું કે આ કથાઓ પાછળ સહુથી પ્રભાવક બાબત એ જૈન ધર્મની ભાવનાશીલ કિંતુ વૈરાગ્યલક્ષી વિચારધારા છે. એ કથાઓ સાથે જૈન તત્ત્વજ્ઞાન ગાઢ રીતે જોડાયેલું છે, પરંતુ અત્યાર સુધી એવું બનતું કે તત્ત્વજ્ઞાનના સિદ્ધાંતો કે ધર્મની કોઈ ભાવનાને ઉજાગર કરવા માટે કથાનો ઉપયોગ કરવામાં આવતો. આર્થી કથા જેટલો કે ક્યારેક એથીય વિશેષ ઉપદેશ ભારોભાર અપાતો હતો. લેખક વાર્તાની અધવચ્ચે પ્રવેશીને ધર્મબોધ આપતા હતા. આથી સંસાર ત્યાગ અને દીક્ષાના અંગીકારને લક્ષમાં રાખીને થાની ઈમારત રચાતી. તેથી એના ઘણાં આસ્વાદસ્યાનો વણસ્યાં રહેતાં હતાં. એમાં વળી ત્યાગ, ઉપવાસ, વૈરાગ્ય, પાપ, ભય પર પણ એટલો ઝોક અપાતો હતો કે તેના પરિણામે જીવનનો ઉલ્લાસ ઉપેક્ષા પામતો હતો. ક્યાંક એવી પણ માન્યતા હતી કે આ કથાનકો એટલાં બધાં ‘પવિત્ર’ છે કે એમાં સહજ પણ કલ્પનાનો રંગ ભરી શકાય નહીં! પ્રબુદ્ધ જીવન ૨૭ પદે પદે એમને પ્રેમ, ત્યાગ અને શૌર્યના તેજ દૃષ્ટિગોચર થાય છે અને વિચારે છે કે આ ધર્મના અમૃત્ત-પ્રસાદમાં તો ઊંચ કે નીચ, દેવ કે રાક્ષસ, મનુષ્ય કે પશુ વિશ્વ સમસ્તને માટે પ્રેમ પ્રસાદી હેલી છે. રાષ્ટ્ર, પ્રજા અને ધર્મ એ બધાની સાથે એ એકચિત્ત અને એકપ્રાણ છે. જૈન ધર્મના ભવ્ય અને વિશાળ આકાશને જોઈને આ યુવાન સર્જકનું હૈયું ડોલી ઊઠે છે. એની વ્યાપકતા જોઈને એમના રૂંવે રૂંવે આનંદ ઊછળે છે. ધર્મની ભાવનાઓ એમના યુવાન ચિત્તમાં ઉમંગ પ્રેરે છે. અહિંસા, પ્રેમ અને ત્યાગી માનવજીવનને સફળ કરવાની વાત સ્પર્શી જાય છે. જાતે ભૂખ્યા રહીને જગતને જમાડવાનું એનું વ્રત ગમી જાય છે. કીડી પ્રત્યે અને પારાવાર દયા છે, તો કટક સામે કાયાની કુરબાની કરવાની એની તમન્ના પણ છે. અન્યાય, અધર્મ અને જીવનને વિરૂપ બનાવતા અરિઓ - શત્રુઓને એ હણે છે અને એવા અરિના હતાઓને રોજેરોજ નમે છે. નિષ્કર્મથ્યાતને બદલે પુરુષાર્થ અને નિરાશાને બદલે આશાનો દુંદુભિનાદ કરે છે. સમર્પણશીલ વીરત્વની એક સંવેદના આ યુવાન સર્જકને સદા સ્પર્શી રહે છે અને તેથી જ સર્વક્ષેત્રોમાં એ વિજય । સાથે છે. જૈન કથાઓની બંધિયાર શૈલીમાં બંધાઈ જવાનું આ મનર્માજી સર્જકને કેમ ફાવે ? એમની દૃષ્ટિમાં જીવાતા જીવનનો મહિમા હતો. માનવીના ચિત્તનાં સંવેદનોમાં ઊંડો રસ હતો. ત્યાગ અને વૈરાગ્યના મહિમાને તેઓ જાણતા હતા, પણ કથાનકને શુષ્ક કે ચીલાચાલુ બનાવવાને બદલે એમાં જીવનના ઉલ્લાસનો અને તપની વસંતનો રંગ પૂરતા હતા. સિદ્ધાંતોનું મહિમાગાન ઓછું કરીને પાત્રોની જીવનરીતિથી એ સિદ્ધાંતોના રહસ્યમર્મનું પ્રાગટ્ય કરતા. આ કથાનકોમાં ઘણી વાર તો સિદ્વાંત કથાનક પર સવાર થઈ જતો. કર્મનો સિદ્ધાંત સમજાવવા માટે કથાનકને ક્યાંનું ક્યાં લઈ જવામાં આવે! વળી એ કથાઓમાં ધર્મના યશોગાનની વાત હતી, ત્યારે જયભિખ્ખુએ માનવમૂલ્યોને કેન્દ્રમાં રાખી આ કથાઓ સર્વજન સ્પર્શી બને તેવી પ્રયત્ન કર્યો. આથી જ પૂજ્ય શ્રી ચિત્રભાનુએ નોંધ્યું છે કે 'એમના સર્જન પાછળ તેઓની આગવી સૃષ્ટિ છે. જૈનત્વના આત્માના એક ઉપાસક છે અને એ આત્માને પ્રગટ કરવા યથાશક્તિ સાહિત્ય સર્જી રહ્યા છે.” અને તેથી જ વિ. સં. ૨૦૧૧ના મંગલ પ્રભાતે અમદાવાદની નાગજ ભુદરની પોળમાં 'વીરધર્મની વાર્તા’ ભાગ-૧ના આરંભનો ‘આવકાર’ લખતાં એમણે લખ્યુંઃ આવી અર્પણ, શૌર્ય અને સંયમની વાતો એ જૈનોનું સાંપ્રદાયિક ધન નથી, પણ પ્રજામાત્રનું પરમ ધન છે. આ પરમ ધન જ આવતી કાલના ભારતનો વારસો છે. આવા સાહિત્યની ઉપેક્ષા એ આપણા વારસાની ઉપેક્ષા છે.’ જયભિખ્ખુ જૈન ધર્મની કથાઓ અને ચરિત્રો પર નજર દોડાવે છે, તો એમને અત્યંત હર્ષની અનુભૂતિ થાય છે. જૈન ધર્મની વિશ્વમૈત્રી અને એની વિશ્વબંધુત્વની ભાવના એમને સ્પર્શી જાય છે. આ ચરિત્રોમાં યુવાન સર્જકના ચિત્તને ભગવાન મહાવીરના આત્મધર્મનું ઊંડાણ જેટલું ગહન તેટલું પ્રેરક લાગે છે. એ વિચારે છે કે આ ધર્મ કહે છે કે આત્મા વિના બીજું દૈવત નથી. મનોવિજય વિના મુક્તિ નથી. માનવતાથી મોટો ધર્મ નથી. નિર્ભયતા વિના સિદ્ધિ નથી. અહીં યુદ્ધમાં લોહી લેવાના સોદા નથી, લોહી આપીને પ્રતિસ્પર્ધીને તૃપ્ત કરવાનો પ્રયાસ છે. આમાં જે હારે છે તે જીતે છે! એમનું હૃદય આનંદના અવિરત ધોધમાં પાવન સ્નાન કરી રહે છે. જૈન ધર્મના સિદ્ધાંતને સત્યની એરણે ચડાવીને આલેખે છે. એની ઉચ્ચ ભાવનાઓમાં સૂક્ષ્મ સંવેદના રેડે છે. એના માનવચરિત્રોમાંની સુષુપ્ત માનવતાને પુનઃ પ્રફુલ્લિત કરે છે અને એની વિચારસૃષ્ટિથી વિશ્વ સમસ્તને આવરી લે છે. ‘કેટલો સુંદર ભવ્ય ધર્મ !' એવો ઉદ્ગાર એમના હૃદયમાંથી નીકળે છે, પણ જેવી સૃષ્ટિ અતીતમાંથી વર્તમાન તરફ જાય છે કે આ લેખકનું છે તૈયું અકથ્ય વેદનાદાયી પીડા અનુભવે છે. ક્યાં ભૂતકાળનું એ યશસ્વી ગૌરવ અને ક્યાં વર્તમાનની ઘોર દુર્દશા! અતિહર્ષથી સર્જન કરવા ઉદ્યુક્ત થયેલા આ સર્જકનું ચિત્ત વર્તમાનને જોતાં વિષાદની ઊંડી ગર્તામાં ફંગોળાઈ જાય છે. જૈન સમાજનાં એ પ્રતાપી પાત્રો મનની ભૂમિ પર સદા ધુમતાં હોય અને સામે જૈન સમાજની પામરતા અને ક્ષુદ્રતાના દર્શન થતાં હોય! ચિત્તમાં અતીતનું ઊજળું ચિત્ર ઘૂમતું હોય અને આંખ સામે માત્ર અંધારાંજ દેખાતાં હોય! જગતનાં બજારોમાં જૈનોનું સ્થાન હલકું અને શોભાહીન દેખાતું હતું. એમને વ્યાજખાઉં, કાળાબજારિયા, સ્વાર્થસાધુ, કૂપમંડૂક, ભાવનાહીન, અંધશ્રદ્ધાળુ, અજ્ઞાની એવા અનેક બિરુોથી નવાજવામાં આવતા જોયા. આવો શતમુખ વિનિપાત કેમ થયો તે લેખક સમજી શક્યા નહીં.
SR No.525998
Book TitlePrabuddha Jivan 2013 Year 61 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2013
Total Pages540
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy