________________
જૂન, ૨૦૧૩
એ પસ્તાવા રૂપી પગથી મારીને મનુષ્યને શોકગ્રસ્ત કરી દે છે.’ આમ આ ઘટનાનું નવીન અર્થઘટન આપતાં ડૉ. કુમારપાળ દેસાઈએ જણાવ્યું કે નૈમિકુમારનો વિજય એ મિથ્યાત્વ પર મહાનત્વનો વિજય હતો. માયા પર સાત્વિકતાનો વિજય હતો.
પ્રબુદ્ધ જીવન
નમકુમાર એમના વિજયને કઈ રીતે ઊજવશે ? રાવણ વિજય વેળાઓ અહાસ્ય કરે, ઇન્દ્રજિત મેઘગર્જના કરે, દુર્યોધન અહંકાર કરે, ત્યારે નેમકુમા૨ વિજયને ભક્તિમાં રૂપાંતરિત કરી દે છે! કાર્યસિદ્ધિ સાથે સમર્પાનું અનુસંધાન સાધે છે અને તેથી આ વિજય પછી નમકુમાર શ્રી શત્રુંજય તીર્થ અને શ્રી ગિરનાર તીર્થની યાત્રાએ જઈને એ તીર્થોની ભક્તિ કરે છે.
એ પછી ઇનિહાસનો એક નવો પ્રસંગ આલેખતા એ સમયના આતતાથી જરાસંઘ વધની ઘટનામાં બલરામની સહાય માટે દોડી જતા શ્રીકૃષ્ણ અને તેમકુમારની કથાનું આલેખન કર્યું.
મહારાજ જરાસંધ અપૂર્વ નરમેધ યજ્ઞ કરવાનો હતો અને એણે થામાં સામાન્ય માનવીઓને નહીં, પણ સમર્થ રાજવીઓને હોમવાનો વિચાર રાખ્યો હતો. ચોર્યાસી રાજાઓ એની કેદમાં હતા. શ્રીકૃષ્ણ બલરામ અને નેમકુમાર જરાસંઘ સામે લડવા જાય છે અને પછી નૈમકુમારની વિશેષતાનું વર્ણન કરતાં ડૉ. કુમારપાળ દેસાઈએ કહ્યું કે,
એ જમાનામાં સામાન્ય પ્રસંગે પણ ક્ષત્રિયપુત્ર ખભે ધનુષબાણ, કમર પર કટારી કે હાથમાં પરશુ જેવું શસ્ત્ર ધારણ કરીને નીકળતા હતા. શસ્ત્ર એ સહુનું સદાનું સંગાથી બની ગયું હતું. કિંમતી પોશાક જેટલું જ પ્રાણહારક શસ્ત્રોનું આકર્ષણ હતું. જ્યારે ક્ષત્રિય રાજકુમાર નેમ તો પોતાની પાસે કોઈ શસ્ત્ર રાખતા નહોતા. સહુને આશ્ચર્ય થયું. કે ક્ષત્રિય કદી નિઃશસ્ત્ર હોઈ શકે ખરો ? ત્યારે વળી નેમકુમાર કહેતાં કે શસ્ત્રની તાકાત કરતાં આત્માની તાકાત વિશેષ છે. શસ્ત્ર શત્રુના ભયનું પ્રતીક છે, જ્યારે આત્માનું શસ્ત્ર એ અભયનું પ્રતીક છે. અને કોઈ સુરક્ષાની ક્યારેય જરૂર હોતી નથી.
નેમકુમારને કોઈ આગ્રહપૂર્વક શસ્ત્ર રાખવાનું કહે, તો એની સામે પ્રશ્ન કરતાં કે જેની પાસે ભય હોય, એને શસ્ત્રની જરૂર પડે. જ્યાં સુધી હૃદયમાં કોઈના ય પ્રત્યે દ્વેષભાવ ન હોય, તો કોઈ દુશ્મન ક્યાંથી બને ? બહારના શત્રુને જીતવાના નથી, કારણ કે બહારના શત્રુઓને ગમે તેટલા તીએ, તો પણ અંતરના શત્રુને ત્યા વિના યુદ્ધનો અંત આવવાનો નથી. મારે તો રાજાની સત્તાનું સામ્રાજ્ય નહીં, પણ પ્રજાના પ્રેમનું સામ્રાજ્ય સ્થાપવું છે. સહુને નેમકુમારની વાત અજાયબ લાગતી. ક્ષત્રિય થઈને શસ્ત્રનો વિરોધ કરે તે કેવું? પણ નૈમકુમારના સામર્થ્યને સહુ જાણતા હતા, તેથી એમના શોર્યનું સન્માન
૧૧
કરતા હતા. યુદ્ધનું રણશિંગુ ફૂંકાઈ ગયું. વાસુદેવ, શ્રીકૃષ્ણ, બલરામ અને નમકુમાર જરાસંઘ સામે યુદ્ધ કરવા નીક્ળ્યા.
જરાસંઘે જરાવિદ્યાનો ઉપયોગ કરીને વિરોધી સેનાના સૈન્યને વૃદ્ધ અને રોગીષ્ટ બનાવી દીધું, ત્યારે નમકુમારે કહ્યું, 'જરાસંઘે પ્રપંચ રચીને વિજય મેળવવા માટે આપણા સૈન્ય પર જરાવિદ્યા અજમાવી છે. આ મહાન આફતનો એક જ ઉગારો છે. નાગરાજ ધરણેન્દ્રના આવાસના જિનાલયમાં રહેલી ભાવિ તીર્થંકર શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રાચીન અને મહાપ્રભાવી મૂર્તિ છે. એ મૂર્તિનું સ્નાનજળ આખા સૈન્ય પર છાંટો. એને પરિણામે જરાવિદ્યા પરાસ્ત થઈને નાસી જશે. આને માટે આમ કરવો પડે.
યુદ્ધના મેદાનમાં તે વળી કોણ અઠ્ઠમ કરે? જીવન-મરણના જંગ સમયે સતત ત્રણ ઉપવાસ કોણ કરે ? પરંતુ અહીં દાનવી બળના નાશ માટે દેવીબળની જરૂર હતી. શરીરના બળ સાથે આત્માના બળનું અનુસંધાન આવશ્યક હતું, ઉપવાસથી દેહને તપાવીને દેહનું વિશેષ કૌવત પ્રગટાવવાનું હતું. આ અક્રમ એ દેહદમન નહીં, પણ શત્રુદમન હતો.
શ્રીકૃષ્ણે કહ્યું, હું અમ કરું ખરી, પણ સામે દુશ્મન ઊભો છે ત્યારે ત્રણ દિવસમાં આપણા સૈન્યની શી દશા થાય ? એનું કોણ રક્ષણ કરી શકે ?’
નૈમકુમારે કહ્યું, ‘ત્રણ દિવસ સુધી આપણા સૈન્યની હું રક્ષા કરીશ.' કૃષ્ણે અઠ્ઠમની આરાધના કરી, ત્યારે નેમકુમારે કરેલા શંખનાદ માત્રથી શત્રુ રાજાઓ અને દુશ્મનોનું સધળું સૈન્ય ખળભળી ઊઠ્યું. યુદ્ધનો દોર નેમકુમાર સંભાળતા હતા. એમના જ આદેશથી માનવીએ રથ ભીષણ વર્તુળમાં વારિ ત૨ફ ફેરવ્યો. કુમાર પુરંદરે શંખનો ઘોષ કર્યો. શંખધ્વનિથી શત્રુઓ ધ્રુજી ઊઠ્યા. નેમનાથના શંખનાદથી આખું સૈન્ય ખળભળી ઊઠ્યું. એમની લઘુલાઘવી કળાથી હજારો બાણોનો વરસાદ વરસવા લાગ્યો. કેટલાકનાં મુગટ, કુંડળ, ચામર, તો કેટલાકના રથના પૈડા, કળશ, ધજા વગે૨ે છેદી નાખ્યા, પરંતુ દયાળુ નેમકુમા૨ે કોઈ મનુષ્ય કે પશુને હાનિ કરી નહીં. આમ ત્રણ દિવસ સુધી શ્રીકૃષ્ણની અનુપસ્થિતિમાં નેમિનાથે સૈન્યને સાચવ્યું અને શ્રીકૃષ્ણ પુનઃ યુદ્ધ માટે આવ્યા, ત્યારે એમની સેના પૂરેપૂરી સજ્જ હતી. એ પછી ભારતના ઇતિહાસના એક મહાભયંક૨ યુદ્ધનો પ્રારંભ થયો.
સહુને શ્રી પાર્શ્વનાથ પ્રભુના પ્રભાવનો પરિચય થશે. એ પછી આ યુદ્ધભૂમિ વિશે સાહિત્ય અને ઇતિહાસના સંશોધનોમાંથી વાત કરતાં સાહિત્યકાર શ્રી કુમારપાળ દેસાઈએ કહ્યું કે,
શ્રી દીપવિજયજી ત, શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ શલોકા’ (સ્તોત્ર ૪૨)ની કડી ૨૫, ૨૬, ૨૭માં લખ્યું છે કે શ્રીકૃષ્ણના લશ્કરનો
ત્રણે દિવસની કથાના સૌજન્યદાતા
ડૉ. ભદ્રાબેન દિલીપભાઈ શાહ પરિવાર જૈન સોશ્યલ ગ્રુપ્સ ઈન્ટરનેશનલ ફેડરેશન (JSGIF) મુંબઈ રિજિયન જૈન જાગૃતિ સેન્ટર