SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન ૨૮ અભ્યાસ કર્યો હતો અને એ પ્રત્યેક ધર્મની કેન્દ્રવર્તી ભાવના માર્મિક રીતે દર્શાવવા માટે દષ્ટાંત-કથાઓ મળતી હતી. પશુ અને પ્રાણીઓના દૃષ્ટાંતો સાથે આ કથા રજૂ થતી હતી. જયભિખ્ખુની ‘હિંદુ ધર્મની પ્રાણીકથાઓ'માં ‘મહાભારત' સમયની ટિટોડીનાં બચ્ચાંની કથા પણ મળે છે, જેમાં કુરુક્ષેત્રના યુદ્ધ દરમિયાન શ્રીકૃષ્ણ ટિટોડીના બચ્ચાંને બચાવે છે તો સીતાના મુખેથી મેના અને પોપટની કથા કહેવાય છે. એ જ રીતે ‘બૌદ્ધ ધર્મની પ્રાણીકથાઓ'માં બૌદ્ધધર્મગ્રંથોમાંથી ચૂંટેલી પ્રાણીકથાઓ રજૂ થઈ છે. જૈન ધર્મની પ્રાણીકથાઓમાં' ભગવાન મહાવીરના સ્વમુખે કહેવાયેલી‘જ્ઞાતાધર્મકથા’ નામક ગ્રંથમાંથી હાથી, દેડકો, કાચબો અને જંગલના ઘોડાની કથાઓ ૨જૂ ક૨ી છે. આ કથાઓમાં તેમણે પ્રાણીઓ દ્વારા પ્રગટતી ઉમદા ભાવનાઓનું આલેખન કર્યું છે. જયભિખ્ખુનો આ પ્રાણીપ્રેમ જેમ એમના અક્ષરજીવનમાં ઝિલાયો એમ જ એમના વ્યવહારજીવનમાં પણ પ્રતિધ્વનિત થયો. ૧૯૬૦ના ગાળામાં અમદાવાદમાં સહુ કોઈને ફરવા જવા માટે કે ઉજાણી માટે અમદાવાદના કાંકરિયા તળાવ અને એની આસપાસના બાળવાટિકા, પ્રાણીસંગ્રહાલય અને નૌકાવિહારનો ઘણો મહિમા હતો. બે-ત્રણ મહિને એકાદવાર જયભિખ્ખુ કુટુંબનાં બાળકોને કાંકરિયા જાણી માટે લઈ જતા. એ સમયે એ કાંકરિયાના પ્રાણીસંગ્રહાલયમાં આવેલાં પશુપક્ષીઓની ઓળખ આપતા. વળી આ રસ એમને પ્રાણીસંગ્રહાલયના મુખ્ય અધિકારી રુબિન ડેવિડને મળવા સુધી દોરી ગયો. એમની સાથે નાતો બંધાયો અને પછી તો અમને સહુને પશુપક્ષીવિદની નજરે પ્રાણીસંગ્રહાલયના પશુ-પક્ષીઓની વિશેષતા અને જીવનશૈલીનો રસપ્રદ પરિચય સાંપડ્યો . પશુપંખી પ્રત્યે જયભિખ્ખુના હૃદયમાં આગવી મમતા સદાય વહેતી હતી. એ સમયે ચંદ્રનગરના નિવાસસ્થાનમાં એક બિલાડી વારંવાર ચડી આવતી. એના આતંકથી અમે સહુ પરેશાન હતા. બારી ખુલ્લી હોય અને અંદર આવી જાય. તપેલી પરનું છીબું હઠાવીને એમાંથી દૂધ પી જાય, બીજી તપેલીમાં શાક કે અન્ય કશું હોય તો તેનો સ્વાદ માણી લે! ધીરે ધીરે એ નિયમિતપણે આવો આતંકી હુમલો કર્યા કરતી ઘરમાં સહુ કોઈ આ બિલાડીની હિલચાલ પ૨ નજ૨ ૨ાખે. બારીઓ બંધ રાખે અને દેખાય તો દૂર સુધી હાંકી આવે. એક વાર જયભિખ્ખુ ભોજન માટે બેઠા હતા અને આ બિલાડીએ ચૂપકીદીથી પ્રવેશ કર્યો. એમના પગ પાસે આવીને બેસી ગઈ એટલે જયભિખ્ખુએ કહ્યું, ‘‘બિલાડી આવી છે. દૂધ લાવો.’’ નાનકડી વાટકીમાં બિલાડીને દૂધ આપ્યું અને બિલાડીએ પછી દૂધ પી નિરાંતે વિદાય લીધી. પણ પછી તો એવું થયું કે રોજ બપોરે જયભિખ્ખુ ભોજન માટે ડાઈનિંગ ટેબલ પર બેસે એટલે બિલાડીનું અચૂક આગમન થાય. એમના પગ પાસે આવીને બેસે, ક્યારેક બિલાડી એનું મુલાયમ શરીર એમના પગ સાથે ઘસે અને જયભિખ્ખુ એમના મે, ૨૦૧૩ પત્ની જયાબહેનને કહે ‘મગન આવ્યો છે, અને માટે દૂધ લાવજો, પણ સાથે એમાં ભાત પણ નાંખજો.’ સમય જતાં બિલાડીનું ‘મગન’ નામાભિધાન સહુએ સ્વીકારી લીધું અને પછી તો આ ખિલાડી પરિવારની એક સભ્ય બની ગઈ. બિલાડી સમજદાર હતી. એક વાર એવું બન્યું કે પડોશમાં રહેતા પ્રસિદ્ધત્તસવીરકાર જગન મહેતા આવ્યા. જયભિખ્ખુ બહાર ઓસરીમાં બેઠા હતા. ભોજનનો સમય નજીક આવી ગયો હતો. બિલાડી પણ સમયસ૨ હાજ૨ થઈ ગઈ હતી એટલે જયભિખ્ખુએ એને પાસે બોલાવીને હાથમાં રાખીને બિલાડી સાથે તસવીર લેવા કહ્યું. જગન મહેતાએ એમની આબાદ છબીકલાથી સરસ તસવીર લીધી. થોડો સમય તો સઘળું સુખરૂપ ચાહ્યું, લેખકના પ્રાણીપ્રેમને કારણે બિલાડીને મધુ૨ આસ્વાદ અને ઘરમાં સર્વત્ર આદર મળતો હતો. ધીરે ધીરે બિલાડીનું ક્ષેત્ર અને સત્તા વિસ્તરતા ગયા. સોફા ઉપર કે પથારીમાં પણ એ સ્થાન જમાવવા માંડી. એવામાં એક દિવસ અતિ દુઃખદ ઘટના બની. ઘરમાં ભોજન સમારંભ રાખ્યો હતો. ડાયરાના શોખીન એવા જયભિખ્ખુએ ઘણાં મિત્રોને નિમંત્રણ આપ્યું, એમાં સર્જક ‘ધૂમકેતુ' પણ હતા અને મનુભાઈ જોધાણી પણ હતા. એ સમયે ઓરડાની દીવાલની ચારેય બાજુ આસન પાથરી થાળી મૂકવામાં આવી અને વાનગી પીરસવાની શરૂઆત થતી હતી. એવામાં ક્યાંકથી બિલાડી ધસી આવી. એના મુખમાં કોઈ પ્રાણીના શરીરનો નાનો ટુકડો હતો. આ જોઈને એકાએક ચોપાસ અકળામણભરી પરિસ્થિતિ છવાઈ ગઈ. બધા અવાક બની ગયા. ભોજન સમયે આવું ? બિલાડીને ભગાડી મૂકી અને અંતે ભોજનસમારંભ સંપન્ન થયો. અમે સહુએ મનોમન નક્કી કર્યું કે હવે કોઈ પણ રીતે આ બિલાડીનો ઘરનિકાલ કરવો પડશે. આવું કરે તે તો કેમ ચાલે ? આખી મજા બગાડી નાંખી. ભોજનના રંગમાં કેવો ભંગ પડ્યો! ચંદ્રનગરના નિવાસસ્થાનની પાછળ સાબરમતી નદી વહેતી હતી. વિચાર કર્યો કે આ સાબરમતી નદીના પટમાં આવેલાં ખેતરોમાં આ બિલાડીને મૂકી આવીએ. દૂરનાં ખેતરોમાં મૂકીશું એટલે એ પાછી નહીં આવે. આથી રામના હનુમાન જેવા જયભિખ્ખુના પરમ સેવક તુલસીદાસ બિલાડીને લઈને ચંદ્રનગર સોસાયટીની પાછલ સાબરમતી નદીના પટમાં આવેલાં ખેતરોમાં ગયા. દૂર આવેલા ખેતરમાં ઝાડ નીચે મગનને મૂકીને પાછા આવ્યા. ઘરના સહુ સભ્યોએ મગનના આતંકમાંથી થોડી રાહત મેળવી. હવે સહુ કોઈ થોડા 'નિર્ભય' પણ બન્યા. બપોરનો સમય થયો. જયભિખ્ખુ ડાયનિંગ ટેબલ પર જમવા બેઠા, પણ આગમનની છડી પોકારતો બિલાડીનો મ્યાઉં મ્યાઉં અવાજ ક્યાંય ન સંભળાયો. એમણે કહ્યું, 'થોડી વાર પછી જમીશ. જરા 'મગન'ને આવવા દો. એમણે થોડી વાર રાહ જોઈ, પણ બિલાડી આવે ક્યાંથી? આથી
SR No.525998
Book TitlePrabuddha Jivan 2013 Year 61 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2013
Total Pages540
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy