SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ મે, ૨૦૧૩ શાંતિ વગેરે પર સમાર્લોચના કરી છે. કુંદકુંદ આચાર્યના ‘પંચાસ્તિકાય’માં અદ્વૈત, સિદ્ધ, ચૈત્ય અને પ્રવચન પ્રત્યે ભક્તિ દર્શાવી છે, તથા પ્રવચનસારમાં જિનપ્રભુ, યતિ, અને ગુરુની ભક્તિ વિષે જણાવ્યું છે. પ્રબુદ્ધ જીવન અને ગુરુભક્તિ એટલે પ્રભુભક્તિ કારણકે ફક્ત સાચા પવિત્ર ગુરુ જ તીર્થંકર અને શાસ્ત્ર વિષેનું સાચું જ્ઞાન આપી શકે. આ ભક્તિ જે શ્રીમદ્ રાજચંદ્રે દર્શાવેલ છે તે જીવંત વ્યક્તિની ભક્તિ છે. ડૉ. જે. સી. જૈન તેમના પુસ્તક `Studies in early Jainism' માં જણાવે છે, ‘ઈ. સ. ૧૩મી અને ૧૪મીથી ૧૭ અને ૧૮ એ સમય ભારતના ધાર્મિક ઇતિહાસનો ઘણો અગત્યનો સમય ગણાય છે. તે જમાનામાં સાધુ-સંતોનું એક વિશ્વ હતું, જેમાં પ્રખ્યાત સાધુ- સંતો જેવા કે, દાદું, સુરદાસ, તુલસી, મીરા તથા ઉત્તરમાં ગુરુ નાનક, મહારાષ્ટ્રમાં સંત જ્ઞાનેશ્વર, તુકારામ અને એકનાથ, ગુજરાતમાં નરસિંહ મહેતા, અખો ભગત અને બીજા હતા. આ સર્વેની ધર્મો પર ઘણી અસ૨ એ જમાનામાં હતી. ધર્મ ફક્ત જ્ઞાનને લગતો જ નહોતો ગણાતો પરંતુ ભક્તિ, લાગણીઓ, પૂજ્યભાવ, પ્રભુની મહત્તા વધારવી તથા પ્રભુમાં શ્રદ્ધા વ્યક્ત કરવી વગેરે પણ ધર્મમાં આવી જતું હતું ભક્તિમાર્ગનો પ્રભાવ જૈનો અને બૌદ્ધો પર ધો હતો. બંનેની માન્યતા એક હતી. તેઓ એમ નહોતા માનતા કે વિશ્વનો કોઈ રચયિતા, રક્ષણકાર કે સંહારક ભગવાન છે. જૈનોના હિસાબે ભગવાન કોઈ પણ જાતની મોહમાયા તથા અાગમાથી પર છે. (ભગવાન એટલે કર્તા નહીં પણ જે કોઈ તપશ્ચર્યા આદરી પોતાના કર્મો ખપાવીને ભગવપણું મેળવી શકે તે). તે શાશ્વત પણ નથી અને સર્વવ્યાપી પણ નથી, પોતાની મરજીથી ઉત્પન્ન કે વિનાશ પણ ન કરી શકે એવા છે, માટે તેના પ્રત્યેની ભક્તિ મોક્ષ ન અપાવી શકે. વનકેરા નામે દક્ષિકાના એક જૈન આચાર્યે આ વિચારને તેમના ‘મૂળાચાર’ ગ્રંથમાં ટેકો આપેલો છે. તેઓ જણાવે છે કે જે સાધુ તેમની ભક્તિ દ્વારા જિનપ્રભુ પાસે મુક્તિ માંગે છે, બૌધિલાભ ઈચ્છે છે અને સમાધિમરણ વખતે ઉચ્ચ વિચારો ધરાવવાની માંગણી કરે છે; તે તેની કોઈ તપશ્ચર્યાના પરિણામ રૂપે નથી ઈચ્છતો પરંતુ તેની આ ભક્તિભાવ ભરેલી ભાષાને અસપૃપા (False Speech) ગણવી. આ જ પ્રમાણેનું મંતવ્ય સમંતભદ્ર નામના ભક્તિ શબ્દ મૂળ ‘ભજ' શબ્દ પરથી આવ્યો છે, જેનો અર્થ થાય વિભાજન, વહેંચો, આનંદ માશી તથા ભાગ લો અને ત્યારબાદ પૂર્જા, માન આપો અને પૂજ્યભાવ ધરાવો. ભક્તિમાં માન આપવા લાયક હસ્તિનો સમાવેશ થાય છે. તેમાં એ હસ્તિની દિવ્યતા સાથે મેળ પડવાનો આભાસ પણ થાય છે. જૈન ભક્તિના પોતાના અમુક લક્ષણો છે, જેમાં વખાણ, નિષ્ઠા અને અચંબો-જે પણ તેના બાહ્ય હાવભાવ હોય તે, આધ્યાત્મિક સિદ્ધિ મેળવેલ હોય તે, તીર્થંકરો તથા પરમેષ્ઠિઓ જેઓ અનુસરવા યોગ્ય છે, જેથી શુદ્ધતા આવે અને મુક્તિ મળે. અત્રે ભાગ લેવાનો અર્થ આધ્યાત્મિક વિદ્યા દ્વારા એકબીજા પ્રત્યે પ્રેમ ઉપજાવી વૈરાગ્યભાવ ઉત્પન્ન કરવાનો એવો નથી. આ ભાગ લેવા એટલે આ વ્યક્તિઓ અને તેમના ગુણો પ્રત્યે અટલ શ્રદ્ધાભાવ રાખી તેઓનું એવી રીતે અનુકરણ કરવું કે જાણે તેમની પવિત્રતાના એક ભાગ રૂપ હોય. આને માટે દિગંબર જૈન લેખકે ઈ. સ. પાંચમાં તેમના ‘આત્મમિમાંસા’ નામના પોતે પણ અતિ ગહન પવિત્રતાની શક્તિ પોતે જાતે અંતરમાંથી મેળવેલી ગ્રંથમાં જણાવ્યું છે. હોય અને તે કોઈ તીર્થંકર દ્વારા સીધી રીતે મેળવેલી ન હોય તેવી હોવી જરૂરી છે. આવી શક્તિ જ તમને ઉચ્ચ સ્થાને લઈ જાય છે અને જાણે ઉચ્ચ ભાવ ધરાવનારને પુરા બદલી નાંખે છે. ભક્તિ અને પૂજાને જૈન ધર્મમાં ખરેખર કોઈ સ્થાન નથી, પરંતુ ભક્તિમાર્ગની અસર એટલી ગાઢ પડી છે કે તે આજે પૂજ્યભાવ, મંત્રોચ્ચાર, શ્લોકગાન, વગેરે વર્ડ તીર્થંકરોને તથા બીજા હસ્તીઓને નમસ્કાર કર્યા વગર રહી શકે નહીં. જૈન સિદ્ધાંત પ્રમાણે અહંત, સિદ્ધ, સાધુ અને ધર્મનો જે સર્વવ્યાપી દ્વારા ઉપદેશ અપાયો છે તેને ચાર મંગો અને ચાર લોકોત્તમ ગણાવ્યા છે, ત્યાર બાદ ‘ચર્તુવિંશતિ સ્તવન' (Eulogy to 24 Tirthankaras) અને વંદના (Salutation to God Jina-Ahanta અને સિદ્ધ તથા જેઓએ પવિત્રતા, શાસ્ત્રો અને ગુો પચાવ્યા છે તેઓ ને છ આવશ્યક ફરજો (પઆવશ્યક) ગણાવી છે. બાકી બીજા એવા પુસ્તકો છે જેમાં તીર્થંકરી, સિદ્ધો, શ્રુતો, ચરિત્રો, યોગીઓ, આચાર્યો, અનગારા, નિર્વાણ, પંગુરુ, નંદિશ્વર દ્વીપ તથા આવો ભક્તિભાવ પરમેષ્ઠિઓ ભૂતકાળના અને વર્તમાનના પ્રત્યે બતાવવામાં આવે છે, એટલે કે મુક્તિ પામેલ સર્વે પ્રત્યે દાખવવામાં આવે છે, ભૂતકાળના તથા આજના સાધુઓ પ્રત્યે પણ. ફક્ત પરમેષ્ઠિઓ પ્રત્યે જ ભક્તિભાવ નથી દર્શાવાતો પરંતુ ધર્મ પ્રત્યે પણ અહોભાવ દર્શાવાય છે. ત્રણ માંગલિક સૂત્રો જે આવશ્યક વિધિ ગણાય છે તે કેવળીઓ દ્વારા શીખવવામાં આવેલ છે. જેમ અન્ય પ્રસંગે અહંત, સિદ્ધ અને સાધુઓ પ્રત્યે માંગલિક સૂત્રોનું ઉચ્ચારણ થાય છે તેવી જ રીતે. ૬-બી, ૧લે માળે, કેનવે હાઉસ, વી.એ.પટેલ માર્ગ, મુંબ‰-૪૦૦ ૦૦૪, ટે. નં. : ૨૩૮૭૩૬૧૧, ખરેખર તો ઈ. સ. ૯ થી ૧૨મીમાં ઘણાં ફેરફારો થઈ ગયા જેની અસર સાધારણ મનુષ્ય પર ઘણી પડી. તે સમયે મુખ્ય ધર્મમાં વિધિઓને વધુ પ્રાધાન્ય આપવાની શરૂઆત થઈ. લોકોને જાતજાતની વિધિઓ પ્રત્યે આકર્ષણ વધ્યું, જેને પરિણામે જુદી જુદી વિધિઓનું મહત્ત્વ વધ્યું, મૂળ જૈન ધર્મમાં ભક્તિ એટલે રાજચંદ્રએ સૂચવેલી સમર્પણની ભક્તિ કરતાં જુદી જેમાં વિધિના રૂપમાં ભગવાનની આરાધના જ આવે. આજના યુગમાં આધ્યાત્મિકતા આચરણમાં મૂકવી ઘણી અઘરી છે. આજે સત્પુરુષો અને સદ્ગુરુ પણ મળવા મુશ્કેલ છે. શ્રીમદે ઘણી વાર લખ્યું છે કે જો યોગ્ય સદ્ગુરુ ન મળે તો વ્યક્તિએ એવી ભક્તિ કરવી જોઈએ અને એવું શાસ્ત્ર વાંચન કરવું જોઈએ જેનાથી વૈરાગ્ય ભાવ ઉત્પન્ન થાય અને કષાયો ીણ થાય
SR No.525998
Book TitlePrabuddha Jivan 2013 Year 61 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2013
Total Pages540
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy