________________
એપ્રિલ, ૨૦૧૩
શબ્દ, રૂપ, રસ, ગંધ નથી, સ્પર્શ નથી વેદ નથી બોલવાનું કે ચાલવાનું નથી, ખેદ નથી મૌન નથી. (૯) ગામ, નગ૨ કંઈ નથી, વસ્તી પણ નથી ઉજ્જડ પણ નથી કાળ, સુકાળ પણ નથી, ત્યાં રાત દિવસ કે તિથિ પણ નથી. (૧૦)
પૂર્ણ થાય છે. તેની ઉપર ઉર્ધ્વલોક છે. જ્યાં વૈમાનિક દેવો વસે છે. દેવો ચાર પ્રકારના છે. (૧) ભવનપતિ, (૨) વાણવ્યંતર, (૩) જ્યોતિષ્મ (૪) વૈમાનિક. ભવનપતિ દેવો તિચ્છલોકમાં રહે છે. વ્યંતર અને જ્યોતિષ્ક દેવો મધ્યલોકમાં અને વૈમાનિક દેવો ઉર્ધ્વલોકમાં રહે
રાજા નથી પ્રજા પણ નથી, ઠાકોર પદ્મ નથી, દાસ પણ નથી. મુક્તિમાં છે. (૧) સૌધર્મ, (૨) ઇશાન, (૩) સનત્કુમાર, (૪) મહેન્દ્ર, (૫)
ગુરુ-ચેલા પણ નથી, ત્યાં નાનું મોટું એવું કંઈ નથી. (૧૧) અનુપમ સુખ લઈ રહ્યા છે, અરૂપી જ્યોતિ પ્રકાશ
બ્રહ્મ, (૬) લાંતક, (૭) મહા શુક્ર (૮) સહસ્રાર, (૯) આણત (૧૦) પ્રાણત, (૧૧) આટણ, (૧૨) અચ્યુત. તેની ઉ૫૨ ૯ ત્રૈવેયક, તેની ઉપર ચારે દિશામાં વિજય, વિજયંત, જયંત, અપરાજિત વિમાન, તેની મધ્યમાં સર્વાર્થ સિદ્ધ એમ કુલ ૨૬ પ્રકારના છે.
૧૨ દેવલોક + ૯ ત્રૈવેયક + ૪ + ૧ = ૨૬ ભેદો.
७०
પ્રબુદ્ધ જીવન : મહાવીર સ્તવન વિશેષાંક
બધાં જીવોને સુખ સરખું છે, બધાનો અવિચળ વાસ છે. (૧૨) અનંતજીવો મુક્તે ગયા હજી અનંતા જાય છે.
તોય ત્યાં જગ્યા ઓછી નથી, જ્યોતિની અંદર જ્યોતી સમાય છે. (૧૩) કેવળજ્ઞાન, કેવળદર્શન વાળા છે.
સાયિક સમતિથી શોભી રહ્યા છે અને ક્યારે પણ ઉદાર હોતા નથી. (૧૪) એવા એ સિદ્ધ સ્વરૂપને કોઈ ઓળખે અને અવિચળ સ્થાનને પામે શિવરમણી વહેલા વળે અને અથાગ સુખને પામે. (૧૫) વિવેચન
પ્રભુ મહાવીર વર્તમાન સમયમાં અત્યંત ઉપકારી તેમના વિનીત શિષ્ય ગૌતમ બંને વચ્ચે પ્રશ્નોતરી દ્વારા ધર્મ પ્રરૂપાય છે. પ્રભુવીર તો ત્રિકાળજ્ઞાની છે. પણ સાથે ગૌતમ પણ જ્ઞાની તો છે જ. પરંતુ અબુધ જીવોને જ્ઞાન થાય, સરળ રીતે સમજી શકે માટે સર્વજીવોના ઉપકારના હેતુથી પ્રશ્ન પૂછે છે.
એક સમય હતો. ઈન્દ્રભૂતિ ગૌતમ ગર્વ સાથે પ્રભુને હરાવવા આવ્યા હતા. પરંતુ પ્રભુની કરૂણા એટલી ઉત્કૃષ્ટ હતી કે ગૌતમનો અહં ઓગળી ગયો અને સંપૂર્ણપણે પ્રભુને સમર્પિત થઈ ગયા. એવા આ ગૌતમ સ્વામી પ્રભુને પ્રશ્ન કરે છે કે હે પ્રભુ, મેં જે અવિચળ સ્થાન સાંભળ્યું છે તે ક્યું ? આઠ કર્મોને તોડીને આત્માનું કામ ક્યું છે અને સંસારના દુઃખોથી
છૂટેલા જીવોને રહેવાનું સ્થાન ક્યું છે ?
અહીંયા આઠ કર્મો એટલે (૧) જ્ઞાનાવરણીય (૨) દર્શનાવરથીય (૩) વેદનીય (૪) મોહનીય (૫) આયુષ્ય (૬) નામ (૭) ગોત્ર (૮)
અંતરાય.
અહીંયા થાતી તથા અઘાતી સર્વ કર્મનો નાશ કરીને અવિચળ સ્થાને
જાવ પહોંચે છે.
ઘાતી = જ્ઞાનાવરણીય, મોહનીય, દર્શનાવરણીય, અંતરાય. અઘાતી વેદનીય, નામ, આયુષ્ય, ગોત્ર.
=
પ્રભુ વીર જણાવે છે કે ઉર્ધ્વલોકમાં સિદ્ધશિલા છે. તે સ્થાને તે જીવો રહે છે. અત્રે કવિ ઉર્ધ્વલોકનું વર્ણન કરતાં ૧૨ દેવલોકનું વર્ણન કરે છે, જેના છવ્વીસ પ્રકારના સ્વર્ગ રહેલા છે. જે આ પ્રમાણે છે.
ઉર્વલોકનું વર્ણનઃ
આ દ્વારા કવિએ સિદ્ધશિલાની નીચે શું છે તેનું વિસ્તૃત વર્ણન કર્યું છે. અહીંયા સર્વાર્થ સિદ્ધ વિમાનની ઉપર બાર યોજન ઉ૫૨ સિદ્ધશિલા
છે.
સિદ્ધશિલા મનુષ્યક્ષેત્ર પ્રમાણ ૪૫ લાખ જોજન વિસ્તારવાળી છે. થોજનની ઉપરના ગાઉના છઠ્ઠા ભાગમાં (૫૩૩ પુર્ણાંક એકતૃતીયાંશ લોક્સને અહીંને સિદ્ધ ભગવાન છે. તેમની સ્થિતિ સાદિ અનંત છે. આઠ યોજન જાડી વચ્ચે અને છેડેથી અત્યંત પાતળી છે. સ્ફટિકના જેવી
નિર્મળી છે. સિદ્ધશિલાને ઓળંગીને ઉપર સિદ્ધો અદ્ધર રહ્યા છે. અલોકને જઈ અડે છે.
સિદ્ધશિયાની ઉપર બિરાજમાન સિદ્ધ ભગવંત, જેઓ પોતાના આત્માને નિર્મળ કરી ચૂક્યા છે અને ત્યાંની અવસ્થા પણ કેવી છે. સિદ્ધશિલા ઉપર જન્મ-મરણ નથી, જરા રોગ નથી. વેરી-મિત્ર નથી. સંજોગ-વિજોગ નથી. ભૂખ નથી, તૃષા નથી. હર્ષ-શોક નથી, કર્મકાયા નથી, વિષયર-ભોગ નથી. શબ્દ રૂપ, રસ, ગંધ નથી. સ્પર્શ નથી, વેદ નથી, બોલે-ચાલે નહીં, મોન-ખેદ નથી. ગામ-નગર નથી, વસ્તી-ઉજ્જડ નથી. કાળ-સુકાળ ત્યાં વર્તતો નથી. રાત-દિવસ-તિથિ નથી. રાજા-પ્રજા નથી, ઠાકોર-દાસ નથી, ગુરુ-શિષ્ય નથી, લઘુ – વડાઈ નથી. આવી સિદ્ધશિલા છે અને ત્યાં બિરાજમાન સિદ્ધો અનુપમ સુખ માણી રહ્યા છે. અરૂપી જ્યોતિ રૂપ છે. બધા જ સિદ્ધોને એકસરખું જ સુખ છે. બધાને અવિચલ સ્થાન છે. અનંતા મુક્તે ગયા અને હજી અનંતા મુક્તે જશે. પરંતુ ત્યાં જગ્યા ઓછી પડતી નથી. જ્યોતિમાં
જ્યોતિ તેમ સિદ્ધો એકબીજામાં સમાઈ જાય છે. કેવળજ્ઞાન, કેવળદર્શન સહિન સાધિક સમકિતથી દીપના કદી પણ ઉદાસ નથી હોતી. અહીંયા ક્ષાર્થિક સમકિત એટલે સર્વ કર્મનો ક્ષય કરીને શુદ્ધ જ્ઞાનને પ્રાપ્ત કર્યું છે. જે આવ્યા પછી કદી જતું નથી એટલે સંપૂર્ણ કેવળજ્ઞાન અવસ્થા.
આગમમાં સિંહોના સ્વરૂપનું વર્ણન કરતાં જણાવે છે કે જેવી રીતે અગ્નિથી બળેલા બીજ ફરી અંકુરિત થતા નથી. તેવી રીતે કર્મરૂપી બીજ ક્ષય થવાથી સિદ્ધોની પણ ફરીથી જન્મોત્પત્તિ થતી નથી. સિદ્ધોની સાદિ
મેરુપર્વતની સમભૂતલા પૃથ્વીથી ૯૦૦ યોજન ઉ૫૨ તિતિલોક અનંત સ્થિતિ છે.