________________
૨૬
સર્વથા ત્યાગ વિના ભગવાનનેય ન ચાલે, તો આપણને કેમ ચાલે ? હવે તો સંકલ્પની ગાંઠ વાળીએ કે આત્માને પરમાત્મા બનાવ્યા વિના નહિ જ ચાલે !
પ્રબુદ્ધ જીવન
વિટંબણા અને થવાનો સાથી : ઉત્સવ
માનવી અંતે તો તે જ અને તિમિરનું પૂતળું છે, એ પુરુષ હોય કે સ્ત્રીઃ મહાન પણ હોઈ શકે અને સામાન્ય પણ, જગજનની જગદંબા પણ હોઈ શકે અને રાક્ષસ પા. અંતે એ તેજ અને તિમિરનું પૂતળું છે.
પણ ધરતીના કોઠે સ્મરણ રહે તો તેજ સ્વરૂપ માનવીનું. સળગતાં સંસારની આગની વચમાં જેણે વિશુદ્ધ અંતરકાંચન નિખાર્યું હોય તેવો માનવી હંમેશાં આ ધરતી પોતાના હૈયે વસાવી રાખે છે. એવો એક માનવી મેં જોયેલો. નામ ઉત્સવ.
નામમાં શું છે-એવા સવાલ કરનારને ય બોલવું ગમે એવું એનું સરસ નામ અને મોં જોવું હોય તો દિવસ ઉત્સવમય બની રહે. સપ્રમાણ દેહ, મોટું મોં, નાની આંખો ને કાળા કાળા વાળ, એના અવાજની ક્રાંતિનું સૌને આકર્ષણ ભારે.
માતા હયાત નહોતી અને પિતા પણ હયાત નહીં. ઘરમાં એક નાનીબહેન. ગોરી નિરોગી અને સ્માર્ટ. એ ઉત્સવની દુનિયા. પ્રશસ્તિ એનું નામ. પ્રશસ્તિ ઈચ્છે તે ઉત્સવ કરે જ. ઉત્સવ સ્વગત બોલો હોયઃ અંતે મારું બીજું છે કોણ?
અને ખરેખર ઉત્સવનું બીજું કોઈ નહોતું. વિટંબણા અને વ્યથા કાયમી સાથી બની ગયેલા. નોકરી અને ફરી નો કરી. ફરી ધંધો. બધું જ ચક્ર બનીને જીવનની સાથે જ ઘૂમ્યું પણ છેવટે બેહાલી સિવાય કંઈ હાથમાં ન આવ્યું. ઘરમાં માત્ર બે જણ. ઉત્સવ અને પ્રશસ્તિ. પણ એટલું સાચવવું સહેલું નહોતું. એમાં વળી ભાડાનું ઘર. મહિનો પૂરો થાય ને માલિક તકાદી કરે. એક વિટંબણા પૂરી થાય કે બીજી હાજર. વ્યથા કેડો ન મૂકે.
એમાં એક સાથી મળ્યો. ઉંમરમાં મોટો પણ સખાતુલ્ય. નામ સુખલાલ. એણે કંઈક બિઝનેશ શીખવ્યો. નસીબે યારી આપી ઉત્સવે પહેલી કમાણી લઈને નાની બહેન પાસે બેસી ગયો: 'પ્રશુ.'-એ હંમેશાં આમ જ કહેતી: 'બોલ તારા માટે શું લાવીશું ?'
એક પેન્ટ અને એક શર્ટ અને એક જોડી શૂઝ!” ‘એટલે ?’
પ્રશસ્તિની આંખોમાં ભાવના હતીઃ
‘મોટાભાઈ, તમે મને તો બધું જ લાવી આપો છો પણ તમારા માટે તો એક જોડી સુંદર કપડાં પણ નથી. આપણે તે લાવીશું.’
‘ના બેટા, ના.’ ઉત્સવની આંખ ભીની હતીઃ ‘મને ભોજન માટે જોઈએ ચત્કોર રોટલો, સુવા માટે સેતરંજી અને સાદા વસ્ત્રો મને આવું બધું ન ફાવે. તાાર માટે શું લાવીશું તે કહેને બહેન!'
‘એક પેન્ટ અને એક શર્ટ અને એક જોડી શૂઝ.'
હરખને સીમા નહોતી.
બીજા મહિને તે માણીમાં ઉમેરો થયો હતો.
માર્ચ, ૨૦૧૩
માંડ કળ વળે એવા દિવસો હતા ત્યારે સાથી બનેલો સુખલાલ ફરી ગર્યો. તેણે ભાગની ૨કમ ન આપી. ઉત્સવ તે સહન કરી લીધું. તે બોલ્યોઃ આપણો સાથી વળી સુખલાલ ક્યાંથી હોય ? આપણા તો સાથી બેઃ વિટંબણા અને વ્યથા. ચાલો ફરી મહેનત કરીશું. પ્રશસ્તિ કૈયું ખાળીને બેઠી હતી.
બિઝનેશની ફાવટ માથે આવી હતી. નસીબ સાથ આપતું હતું. ઘરમાં સુખ પ્રવેશ્યું છે તેવું લાગતું હતું ત્યાં એક દુર્ઘટના બનીઃ પ્રશસ્તિ નાસી ગઈ !
ઉત્સવ આઘાતથી ગાંડો બની ગયો. બા દિવસ સુધી ઉત્સવ રથવાય રઘવાયો ઘૂમતો રહ્યો. ચોથા દિવસે પ્રશસ્તિ એની જાતે પાછી ફરી. એના ચહેરા પર નૂર નહોતું. એની કથા આવી હતીઃ
એક જુવાન ગયેલો ને એની સાથે ચાલી ગયેલી. પણ એ નિસ્તેજ નીકળ્યો. પ્રશસ્તિ પાછી વળી તો ખરી પણ તે બોલી: યુવાન કન્યા ઘરમાં આખો દિવસ એકલી હોય ત્યારે આવું બનવું સહેલું છે. પણ હું માફી માંગું છું.
ઉત્સવ રડી પડલોઃ 'તને આટલું બાલ આપ્યા પછી ય ચાલી જવું ગમ્યું. બહેન?' અને પછી સ્વગત બોલ્યોઃ આપણા તો સાથી બે:વિટંબણા અને વ્યથા.
ઘરમાં પ્રવેશેલું સુખ હવે સ્થિર થયું હતું. ઉત્સવે પ્રશસ્તિ ખાતર લગ્ન ન કર્યાં. એક છોકરાને દુકાનમાં રાખેલો એને પુત્ર જેવો માનીને પ્રેમ આપ્યો. એક દિવસ ઉત્સવની અનુપસ્થિતિમાં ઉંચાપત કરી ગયો.
ઉત્સવે પોતાનૢ જાતને એ જ વાક્ય હરી કહ્યુંઃ આપણાં તો સાથી એઃ વિટંબણા અને વ્યથા.
આઘાતના પ્રત્યાઘાત બે હોઈ શકે. એક, આપઘાત. બે, અધ્યાત્મ. ઉત્સવની ભીતરી દુનિયા પલટાતી જતી હતી. કોઈ સંતે ગાયેલી ઉપદેશી કડી એના હૃદયમમાં સરવળતી હતીઃ
સગું તારૂં કોણ સાચું રે, સાસરિયામાં ?
પાપનો તે પાયો નાંખ્યો, ધરમના કેિ તે થાર્યો
ડાહ્યો થઈને તું દબાયો રે!
ઉત્સર્વે એક દિવસ હાથમાં કાગળ, પેન લીધા ને આટલું લખ્યુંઃ બહેન, અહીં જે છે તે તારું છે, તારા માટે છે. સુખપૂર્વક રહેજે. સંસારી થજે. કોઈને ઉપયોગમાં આવજે. જીવનનો મર્મ એ છે કે કોઈને સુખમાં સહાય કરવી. હું જાઉં છું મારી શોધ ન કરીશ. હું તો બહેન ચો૨ રોટલાનો ધણી!
-તારો ભાઈ ઉત્સવને ત્યાર પછી જોયો નથી. કારે છે કે દેશભરની હૉસ્પિટલોમાં છુપાઈને સેવા કરવાનું એન્ને વ્રત લીધું છે. ભીતરની શાંતિ એણે પ્રાપ્ત (ક્રમશ:)
અને પ્રશસ્તિ તે લાવીને જ રહી. ઉત્સવે તે પહેર્યું ત્યારે પ્રશસ્તિના કરી લીધી છે.