SearchBrowseAboutContactDonate
Page Preview
Page 441
Loading...
Download File
Download File
Page Text
________________ ક્ટોબર, ૨૦૧૨ અવાજ સંભળાય. ગંધના પુદ્ગલો નાસિકાને મળે તો સુગંધ કે દુર્ગંધ અનુભવાય. પદાર્થો ઉપર પડેલું કિરણ પરાવર્તન થઈ ચક્ષુમાં આવે તો જોવાનું કાર્ય થાય. ટૂંકમાં પાંચે ઈન્દ્રિયોને વિષયો આવી મળે ત્યારે વિષયોનો બોધ સંશી પંચેન્દ્રિય જીવને થાય છે. ોધ થવામાં ભાવેન્દ્રિયોનો સદ્ભાવ પા આવશ્યક છે. પ્રબુદ્ધ જીવન જાયાંગ અભિલાષી નહિ રે લાલ, નવિ પ્રતિબિંબ તૈય રે; સા. કારક શકતે જાણવું રે લાલ, ભાવ અનંત અમેય રે. સા. પ્ર.૫ આ ગાથા સમજવા સૂર્યનું ઉદાહરણ જોઈએ. સૂર્યને કોઈ અભિલાષા નથી કે પૃથ્વી ઉપર રહેલા પદાર્થો જેમ જેમ પ્રવર્તે તે મુજબ પ્રકાશ પાડું. પરંતુ સૂર્યના ઉદ્યોતમાં પદાર્થો દેખાય છે તેમાં તેનો કોઈ સ્વતંત્ર પ્રયાસ નથી. સૂર્ય તો સહજ સ્વભાવે પ્રકાશના કિરણો ફેલાવે છે. આવી રીતે સર્વજ્ઞ ભગવંતનો કેવળજ્ઞાના અપ્રયાસે પ્રવર્તે છે તે જોઈએ. અનંત આત્મિકગુણોના કારક ચક્રો સમર્થ સમયે પોતપોતાના કાર્યપણે પરિણમે છે. (અગુરુલઘુ ગુણના નિમિત્તે સ્થાન હાનિવૃદ્ધિ એવા સ્વભાવ પર્યાયોનું પરિણમન). કેવળ જ્ઞાનગુણના કારક ચક્રમાં નવા નવા સમયની નવી નવી જ્ઞેય પ્રવૃત્તિ, સંપ્રદાન, અપાદાન વગેરે સહજપણે પ્રભુને થયા કરે છે. આમ સર્વે દ્રવ્યોનું અગુરુલઘુ ચક્ર સમકાળે ફરતું હોવાથી તેનું જાણગ-પાસગપણું નવી નવી પરિણતિનું પરિણમે છે. આમ જ્ઞાનગુણની કા૨ક શક્તિથી પરમાત્મા અનંત અને અમાપ પદાર્થને જેમ છે તેમ જાણે છે, એવી તેઓનો જ્ઞાયક સ્વભાવ છે. તેહ જ્ઞાન સત્તા થકે રે લાલ, ન જણાયે નિજ તત્ત્વ રે; સા. રુચિ પણ તેહવી વધે રે લાલ, એ અમ મોહ મમત્ત્વ રે. સા.પ્ર.૬ હું સુમતિનાથ ! મને ગુરુગમેં જાણ થઈ છે કે આપના જેવા જ શુદ્ધ આત્મિકગુણો બહુધા અપ્રગટપો મારી સત્તામાં રહેલા છે, પરંતુ તેમાં મારું ‘સ્વ’ તત્ત્વ પણ જણાતું નથી. હે પ્રભુ! મારો મોહ કે વિભાવ એવો પ્રગાઢ છે કે નિજતત્ત્વની પ્રાપ્તિ માટે રુચિ પણ મારામાં ઉદ્યોત થવા પામી નથી. હે પ્રભુ! રાગદ્વેષ અને અજ્ઞાનતાથી મારું પ્રવર્તન વિપરીત દિશામાં થઈ રહ્યું છે. ટૂંકમાં મારા ઉપર મોહરાજાનું સામ્રાજ્ય છવાઈ ગયું છે. મુજ જ્ઞાયકતા ‘પર’૨સી કે લાલ, ‘પર’તૃષ્ણાએ તપ્ત રે; સા. તે સમતારસ અનુભવે રે લાલ, સુમતિ સેવન વ્યાપ્ત રે; સા... ગાથા-૭.. હે પ્રભુ! અનાદિથી મારી શાયકતા 'પર' પદાર્થોની પરિણતિમાં તરબોળ ('પર’રસી) થયેલી છે, જે અસ્થિર, પરતંત્ર અને વિનાશક હોવાથી તપી રહેલી છે. અથવા ‘પર’ ભાવો કે ‘૫૨’ પદાર્થોમાંથી સુખ મેળવવાની કે ભોગવટાની તૃષ્ણાથી મારી જ્ઞાયકતા તપી રહેલી છે. આવી ‘૫૨’૨સી જ્ઞાયકતાને કેવી રીતે ‘સ્વ’રસી કરી શકાય ? સ્તવનકા૨ ઉપાય બતાવે છે કે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી સ્વતત્ત્વ અને પરત્ત્વ શું છે તેની જાણ આત્માનુભવી સદ્દગુરુ પાસેથી મેળવવી ઘટે. ‘૫૨’૨સી જ્ઞાયકતાને ‘સ્વ’૨સી બનાવવા માટે શ્રી સુમતિ જિનની ભાવવાહી સેવાની વ્યાપ્તિ થાય તો અવશ્ય થાય, અથવા કુમતિના સંગનું છૂટવાપણું થાય અને સુમતિનો સંગ થાય તો જ્ઞાયકતા સંતોષ અને તૃપ્તિવાળી થાય. બાધકતા પલટાવવા રે લાલ, નાથ ભક્તિ આધાર રે; સા. પ્રભુશુશ રંગી ચેતના રે લાલ, એડી જ જીવન સાર હૈ. સા.પ્ર.૮ હે પ્રભુ ! ગુરુગમે મને સમ્યક્ બોધ થયો છે કે અનાદિથી બાધકભાવે પરિણમેલી મારી આત્મ-પરિહાનિને પલટાવી સાધકત્તામાં લાવવા જિનાલંબન, જિનવચન અને જિનાજ્ઞા સાથે મારી ચેતનાનું અનુસંધાન થાય એ સરળ ભક્તિમાર્ગ છે, અને એ જ જીવનનો સાર છે. અથવા સાધક જ્યારે જિનસેવા કે જિનભક્તિમાં તલ્લીન બની જાય છે ત્યારે મનુષ્યગતિનું અવતરણ સાર્થક થાય. અમૃત અનુષ્ઠાને રહ્યો રે લાલ, અમૃત ક્રિયાનો ઉપાય રે; સા. દેવચંદ્ર રંગે રમે રે લાલ, તે સુમતિ દેવ પસાય રે.. સા.પ્ર. ધર્મ એક સંવત્સરી એક ગાથા ૯. ઉપસંહારમાં શ્રી દેવચંદ્રજી યૌગિક ક્રિયા ‘અમૃતાનુષ્ઠાન'નો નિર્દેશ કરે છે. નિભક્તિ અને જિનાજ્ઞામાં તલ્લીન આત્મદશાનો સાધક શ્રી જિનેશ્વરના ગુણાનુવાદરૂપ અમૃત ક્રિયા કરીને, અમૃત અનુષ્ઠાનનું વિધિવત્ આરાધન કરી અમરત્વ પામવાનો અધિકારી નીવડે છે. સાધકને વર્તતી આવી શુદ્ધતત્ત્વ કે “સ્વ’તત્ત્વમાં રમાતા એ સુમતિજિનની જ કૃપા છે. ‘સૌરભ' ૫૬૩, આનંદવન સોસાયટી, નવયુગ હાઈસ્કૂલ, ન્યૂ સમા રોડ, વડોદરા-૩૯૦૦૨૦, ૨૧ તારા આત્માની તું અનુયાયી કોઈની સમજણ ઓછી હોય, કોઈની વધુ, જેઓ તારા કરતાં ઓછું જાણતા હોય એના પ્રત્યે તું અનુકંપા રાખજે પુત્રી જે લોકો તારા કરતાં કંઈક વધુ જાતા મીય તેની તું વિદ્યાર્થી ધ અનુયાયી નહીં. અનુયાયી તો તું તારા આત્માની જ થજે. ચીતરથી વહેતા જ્ઞાનનાં વિવિધ ઝરણાને તું તારા હૃદયમાં સમાવજે અને તારી વાણીમાં એ જ્ઞાનના પરિપાકરૂપ વિવેકને તું પ્રગટાવજે મારી વહાલી દીકરી.
SR No.525997
Book TitlePrabuddha Jivan 2012 Year 59 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy