SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ પ્રબુદ્ધ જીવન જુલાઈ, ૨૦૧૨ જીજ્ઞાસુ શ્રોતાઓને મંત્રમુગ્ધ કરતી પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈતી હૃદયસ્પર્શી અને પ્રભાવક વાણી દ્વારા વહેતી II ૠષભ કથા II ત્રીજો દિવસ ૠષભકથા એટલે ઈતિહાસ, સાહિત્ય, અનુભવ, તત્ત્વજ્ઞાન અને જીવનદર્શનનો જ્ઞાનસંગમ! ‘ૠષભકથા’ની અવિરત ધારાનો આજે ત્રીજો અને છેલ્લો દિવસ. કથાના રસપાન દ્વારા તત્ત્વજ્ઞાન, ઇતિહાસ અને જીવનશૈલીને દર્શાવતાં ડૉ. કુમારપાળ દેસાઈના મનનીય વિચારોએ સહુના મનને વિચારસમૃદ્ધ અને આનંદસમૃદ્ધ કર્યા. ત્રીજા દિવસની કથામાં રાજા ૠષભ ત્યાગી ઋષભ બનીને ધર્મતીર્થના પ્રવર્તન માટે નીકળ્યા છે, ત્યારે એમના સાધનાજીવનના અનુભવોનું પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈએ માર્મિક અને હૃદયસ્પર્શી આલેખન કર્યું. એ આલેખનની સાથોસાથ એમણે જૈનદર્શનની કેટલીક વિશેષતાઓ ત૨ફ સુંદ૨ જિકર કરી. એમણે કહ્યું કે રાજા ૠષભે સર્વસ્વ ત્યાગ કરીને જગતને એક નવો આદર્શ આપ્યો. ઋષિ-મુનિઓ ત્યાગ કરતા હતા, પરંતુ એ ત્યાગ બાદ આશ્રમમાં વસતા હતા. ઋષિ-પત્ની એમની સાથે રહેતી હતી. અનુકૂળ વાતાવરણ અને ભાવભીના અનુયાયીઓ વચ્ચે એ રહેતા હતા, જ્યારે રાજા ૠષભનો ત્યાગ એવો હતો કે એમને માટે ભયાનક જંગલો વિહારસ્થાનો હતા. ભેંકાર જગાઓ એમના ઊતારાનાં સ્થળો હતાં. પત્ની, શસ્ત્ર, ધન, વાહન – એ સર્વસ્વનો ત્યાગ હતો. નિરાંતે વસવા માટે કોઈ આશ્રમ નહોતો અને આમ પ્રતિકૂળતામાં પરમ અનુકૂળતા જોતા હતા. આવા રાજા ૠષભ મૌન ધારણ કરીને વિહાર કરે છે. લોકોને ખ્યાલ નથી કે આવા ત્યાગીને આપવું શું? કોઈ પોતાનો પ્રિય અશ્વ લઈને આવે છે, કોઈ સુંદર હાથી લઈને હાજર થાય છે, તો કોઈ એમની સમક્ષ રત્નરાશિ કે રૂપગુણ સંપન્ન કન્યાઓ લઈને આવે છે. પરંતુ ત્યાગી ઋષભ એમના તરફ એક દૃષ્ટિ સુદ્ધાં કરતાં નથી. એમને સ્વાગતની કોઈ ખેવના નથી અને સગવડની કોઈ ઈચ્છા નથી. આવા રાજા ૠષભ મૌન ધારણ કરીને વિહાર કરે છે. એમના દર્શને આવેલી માતા મરુદેવા હાથી પર બેઠા-બેઠા જ પોતાના શેષ કર્મોને નષ્ટ કરી, તે૨મા ગુણસ્થાનકને પ્રાપ્ત કરીને સર્વજ્ઞ બન્યા, સિદ્ધ-બુદ્ધ અને મુક્ત બન્યા. આવા અવસર્પિણી કાળમાં સર્વપ્રથમ કેવળજ્ઞાન ભલે શ્રી ઋષભદેવને થયું, પણ સર્વપ્રથમ મોક્ષ મરુદેવી માતા પામ્યા. ત્યાગી ઋષભ આહાર લેતા નથી અને મોન ધારણ કરીને રહે છે. એમની પ્રતિજ્ઞા છે કે નિર્દોષ આહાર જ સ્વીકારવો. અને અહીં જૈન ધર્મના આહારશાસ્ત્રની પદ્મશ્રી કુમારપાળ દેસાઈએ માર્મિક ચર્ચા કરી અને વર્તમાન સમયમાં આહાર અંગે ચાલી રહેલા ચિંતનને દર્શાવ્યું. શ્રેયાંસકુમારના જાતિસ્મરણજ્ઞાનને આલેખતાં એમણે કહ્યું, ‘હું કોણ ? પ્રભુનો પૂર્વભવનો સારથિ ! સ્વયંપ્રભાદિક અવતારમાં પણ હું એમનો સાથી હતો. આજે એ મારા પ્રપિતામહ છે. અરે! મારે અને એમને તો નવ નવ ભવના સગપણ છે. એ સગપણ સાચું કરવા આજે એ પધાર્યા લાગે છે. અહાહા ! એ તીર્થંક૨ થશે એવી વાણી મેં વજ્રસેન અરિહંતના મુખે પૂર્વભવમાં સાંભળી હતી, એ જ. આ પોતે ત્રણ લોકના નાથ !’ આદિમં પૃથિવીનાથમાદિમં નિષ્પરિગ્રહમ્ | આદિમં તીર્થનાથં ચ, ૠષભસ્વામિનું સ્તુભઃ ।। શ્રેયાંસકુમાર એક વખત આનંદથી નાચી ઊઠ્યા, પણ તરત જ એમની નજર પ્રભુના દેહ ૫૨ ગઈ. રાજા સોમયશ અને નગરશેઠ સુબુદ્ધિ પણ આવીને પ્રભુચરણમાં નમ્યા. એમણે પણ અન્યની જેમ મણિ, મુક્તાને ગજ-રથની ભેટ ધરવા માંડી, પણ કુમાર શ્રેયાંસ તરત બોલી ઊઠ્યા: ‘અરે, આપણે કેવા મૂર્ખ છીએ! ભગવાને જેને અસાર સમજીને છોડી દીધું, એ અખાજને જ આપણે તેમને ભેટ ધરીએ છીએ ! જો એમને એ જ જોઈતું હતું, તો આવા વેશે શા માટે નીકળી પડત? એમને ખજાને શી ખોટ હતી? અહા! પ્રભુએ વર્ષથી ભોજન કર્યું નથી! પ્રભુને અન્નની જરૂર છે. અન્ન વિના એમનો દેહ આવો શિથિલ બન્યો છે. ચાલો, હું પ્રભુને પારણું કરાવું !' અને શ્રેયાંસકુમારે નિર્દોષ, નિરવદ્ય આહારને યોગ્ય બેંતાલીસ દોષથી મુક્ત ઇક્ષુરસથી પ્રભુને પારણું કરાવ્યું. નગરજનોએ જયજયકાર કર્યો. આકાશમાં પંચદિવ્ય પ્રગટ થયાં. સામાન્ય એવા શે૨ડીના રસથી શ્રેયાંસકુમાર ભવોભવની બાજી જીતી ગયા. વસ્તુનો મહિમા નથી. ભાવની મહત્તા છે એ વાત જગતને એ દિવસે સમજાઈ. આ રીતે નિષ્પાપ જીવન અને નિરવર્ધ આહાર એ બે બાબતનો સંદેશ ત્યાગી ઋષભે જગતને આપ્યો. વૈશાખ શુક્લા તૃતીયાનો એ દિવસ ઇક્ષુરસના દાનથી અમ૨ થઈ ગયો. પ્રભુએ વર્ષેદિવસે પારણું કર્યું. ત્રણ જગતના નાથનો અભિગ્રહ પૂરો થયો. ઘે૨ ઘે૨ ઉત્સવ મંડાયો. શેરીએ શે૨ીએ આનંદ-ઉલ્લાસ વર્તી ગયો. પ્રભુએ પારણું કરી શ્રેયાંસકુમારને તારી દીધો. દેવોને દોહ્યલું દાન શ્રેયાંસે પ્રભુને દીધું ને દેવોને દોહ્યલું મુક્તિદાન પ્રભુએ શ્રેયાંસને
SR No.525997
Book TitlePrabuddha Jivan 2012 Year 59 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy