________________
જુલાઈ, ૨૦૧૨
પ્રબુદ્ધ જીવન
આપ્યું.
એ ઘટનાનું રસપ્રદ નિરૂપણ કર્યા પછી ડૉ. કુમારપાળ દેસાઈએ કહ્યું કે આનું ઈંદ્યુતીજ, અખાત્રીજ અથવા અક્ષયતૃતિયાના નામથી પુણ્યસ્મરણ કરાય છે. સર્વપ્રથમ ઈક્ષુરસનું પાન કરવાને માટે ઋષભદેવ ‘કાસ્યપ’ નામથી જાણીતા થયા એમ ‘શ્રી દશવૈકાલિક સૂત્ર' કહે છે, જો કે આચાર્ય જિનસેન ‘મહાપુરાણ'માં એમ કહે છે “કાસ્ય' એટલે તેજ અને ભગવાન ઋષભદેવ તેજના રક્ષક હોવાથી ‘કાસ્યપ’ કહેવાયા. શેરડીના રસના દાનથી વૈશાખ સુદ ત્રીજનો દિવસ અક્ષય કહેવાયો. ભગવાન ઋષભદેવના એક સંવત્સરની તપશ્ચર્યા પછી દાનધર્મની સ્થાપના થઈ. અવસર્પિણી કાળમાં સર્વપ્રથમ દાન શ્રેયાંસકુમારે આપ્યું. ઋષભના વર્ષીતપના પારણાનો ઇતિહાસ આ દિવસ સાથે જોડાઈ જવાથી વર્ષનો તે મહત્ત્વનો દિવસ ગણાયો. એ પછી તો આ પર્વ સાથે
અનેક ઘટનાઓ અને પરંપરાઓ જોડાઈ.
પૂર્વની વાતનો એક સંદર્ભ પ્રગટ કરતાં રસપ્રદ વાણીમાં ડૉ. કુમારપાળ દેસાઈએ કહ્યું કે રાજધૂરા ધારણ કરતા હતા, ત્યારે રાજા ઋષભે ખેતરમાં પાકેલા ધાન્યને બગાડતા બળદોને રોકવા માટે પાતળી દોરીમાં આંટા પાડી બળદના મુખ પર ભરાવી શકાય તેવું મોરયું શોધી આપ્યું હતું. પણ બન્યું એવું કે આને કારણે ભૂખ્યા બળદોનું મોં બંધાઈ ગયું અને પોતાના કામમાં મશગૂલ એવા ખેડૂતોને બળદોના નિઃસાસાની પરવા નહોતી. રાજા ઋષભ તો પશુના આત્માને પિછાણનારા હતા અને તેમણે એ નિઃસાસા સાંભળ્યા અને સાંભળીને ગણ્યા તો પૂરા ત્રણસોને પાંસઠ. એમણે ખેડૂતને બોલાવ્યો અને એમણે એની ભૂલ સમજાવી.
આ ઘટનાની વાત કરી ડૉ. કુમારપાળ દેસાઈએ કહ્યું કે મોટા મોટા મુનિઓને પણ કર્યા કર્મ ભોગવવા પડે છે. એ નિઃસાસાએ પ્રભુને અનેક દિવસ ભૂખ્યા રાખ્યા. અબોલની આંતરડી કકળાવવી એ મહા દોષનું કાર્ય છે.
અહીં ડૉ. કુમારપાળ દેસાઈએ લિયોનાર્ડો દ વિચિની વાત કરતાં કહ્યું કે એ મહાન કલાકારે ભવિષ્યની કલ્પના કરતાં કહ્યું હતું કે, એક સમય એવો આવશે કે મારા જેવા માણસો પ્રાણીઓની કતલને એવી દૃષ્ટિએ જોશે કે જે દૃષ્ટિએ આજે તેઓ માણસની કતલને જુએ છે.
રેસ્ટોરાંના અંધારિયા આછા પ્રકાશમાં જે ખવાય છે તે થોડાં સમય પહેલાં ચેતનાથી ચાલતું, ફરવું, ધબકતું પ્રાણી હતું તે ઘણા લોકો ભૂલી જાય છે. સભ્ય સમાજ આસાનીથી ટાળી શકે એવી આ હિંસા છે, પરંતુ આપણે ગુમાવેલી સંવેદનાને કારણે આપણું હૃદય એને અનુભવવાની ક્ષમતા ગુમાવી બેઠું છે. ડૉ. કુમારપાળ દેસાઈએ માર્મિક રીતે કહ્યું કે આપણે કોઈના આયુષ્યની એક ક્ષણ વધારી શકતા નથી, તો અન્યના આયુષ્યની એક ક્ષણ છીનવી લેવાનો આપણને અધિકાર નથી.
સંત વિનોબાએ કહ્યું હતું, ગુજરાત દુનિયાનો સૌથી મોટો અન્નાહારી
૨૩
પ્રદેશ છે, ગાંધી ગુજરાતમાં ન જન્મે તો બીજે ક્યાં જન્મે ? પોતાના અનુભવની વાત કરતાં ડૉ. કુમારપાળ દેસાઈએ કહ્યું કે બી.બી.સી.ના જ્હોન ગાયનરે ‘મૅન ઍન્ડ ઍનિમત્ર' વિષય પર ૪૦ દેશોમાં ભ્રમા કરીને ડૉક્યુમેન્ટ્રી ફિલ્મ બનાવી હતી. અમદાવાદમાં એમણે જૈન સાધુની દિનચર્યા, જૈન શ્રાવકની જીવનશૈલી, જૈન પાંજરાપોળ અને નાના નાના જંતુની રક્ષા માટે રખાતા જીવાતખાનાનું ફિલ્માંકન કર્યું. આ કાર્ય સંપન્ન થયા પછી એમણે એમ કહ્યું કે માનવ અને પ્રાણીના સંબંધ વિશે સૌથી ગહન અને સંવેદનશીલ ચિંતન જૈનસમાજે કર્યું છે.
જરા આજથી પચાસેક વર્ષ પૂર્વેના આપણા દૈનિક જીવનમાં વણાઈ ગયેલી જીવદયાની પ્રવૃત્તિનો વિચાર કરીએ. એ સમયે વહેલી સવારે ગામબહાર આવેલા કે ઘરના આંગણામાં રહેલા ચબૂતરામાં કબૂતરોને માટે જુવાર નખાતી ભોજન તૈયાર કરતી વખતે સૌપ્રથમ ગાય- કૂતરાને માટે અલાયદા રોટલાઓ થતા. પક્ષીઓ પાણી પી શકે તે માટે ઝાડ પર હાંડી લટકાવી રાખતા. પોતાની શેરીમાં કોઈ કૂતરીએ ગલુડિયાંને જન્મ આપ્યો હોય તો તેને શિરો ખવડાવતા અને ગલુડિયાને દૂધ પીવડાવતા. સાંજે ગામના સીમાડે જઈને ગાયોને રજકો-ઘાસ ખવડાવતા. વર્ષોવૃદ્ધો ફરવા જતા ત્યારે કીડીઓ માટે કીડીયારું (લોટ અને ગોળનું મિશ્રણ) લઈ જતા અને કીડીના દરની આગળ ભભરાવતા. અનાજ વગેરે સાફ કરતા જે કણકી વધી હોય તે ફેંકી દેવાને બદલે ગાય ભેંસ કે બકરીને ખવડાવતા અને તહેવાર કે ઉત્સવના દિવસે કૂતરાઓને ગાંઠિયા અને ગાયને ઘઉંની ઘૂઘરી ખવડાવતા હતા.
આવી જ રીતે પોતાના સ્વાનુભવને વ્યક્ત કરતાં ડૉ. કુમારપાળ દેસાઈએ કહ્યું કે વેટિકનમાં પોપ જ્હોન પોલ (દ્વિતીય)ને મળવા ગયા ત્યારે એમના સાથીએ પ્રશ્ન કર્યો હતો કે “આ પૃથ્વી પર મનુષ્યનું અસ્તિત્વ ભયમાં આવી પડ્યું છે. જો પ્રાણીઓ નષ્ટ થઈ જશે, તો મનુષ્યને માટે પૃથ્વીના ગ્રહ પર જીવવું અશક્ય બનશે, તો એ અંગે તમારો ધર્મ શું માને છે ?'
ત્યારે એમને મેં આગમશાસ્ત્રોના વચનોની વાત કરી હતી. આગમમાં કહ્યું છે, જીવાવઠો અપ્પવો, જીવદયા અપ્પણો દયા હોઈ
(જીવનો વધ આપણી પોતાની વધે છે, જીવ પર દયા રાખવી, એ આપણા પોતાના પર દયા રાખવા બરાબર છે)
અને પછી પોતાની વાતને વધુ સ્પષ્ટ કરતાં ડૉ. કુમારપાળ દેસાઈએ જણાવ્યું હતું કે આચાર્ય ઉમાસ્વાતિજીએ ચોથી સદીમાં લખેલા તત્ત્વાર્થસૂત્ર'નું પ્રથમ વાક્ય છે, ‘પરસ્પરોપગ્રહો જીવાનામ્' એટલે કે એક જીવ બીજા જીવ પર આધારિત છે. મનુષ્યનું જીવન પ્રાણી ૫૨ અને પ્રાણીનું જીવન મનુષ્ય પર નિર્ભર છે. વર્તમાન સમયમાં કરવામાં આવેલા એક તારણને દર્શાવતાં ડૉ. કુમારપાળ દેસાઈએ કહ્યું કે, ઓબોન્યોક નામના એક રશિયન લેખકે જેલમાંની હિંસક ગુનાખોરીની