SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ માર્ગનો શ્રદ્ધાળુ સાધક સહરાના રણ જેવા દુષ્કર સંયમજીવનમાં દીપકલ્પરૂપ આનંદની અનુભૂતિ કરી શકે છે. પ્રબુદ્ધ જીવન શ્રાવક-શ્રાવિકા માટે શ્રાવકાચારનું પાલન અને સંઘો, મહાસંઘો જેવી મહાજન સંસ્થાની જાગૃતિ અને વિવેક શાસન પર આવતી વિપત્તિને ટાળી શકે. આને માટે આપણે મહાસંઘો અને મહાજન સંસ્થા જેવા સંગઠનોને ખૂબ જ મજબૂત બનાવવા જોઈએ. આપણાં સાધુ-સાધ્વીજીઓ શ્રમણ સંસ્કૃતિની ધરોહર છે. આપણી પાસે સાધુસંપદા અત્યં છે. જિન શાસનની આ અમુલ્ય સંપદાને સાચવવી એ આપણી ફરજ છે. ઇતિહાસના પૃષ્ઠો તપાસતાં જણાયું છે કે લબ્ધિપ્રયોગને કારણે કેટલાક સંતો પર શિથિલાચારના આરોપ અને આક્ષેપ થયા છે. સંયમપંથમાં સાધુતાની પગદંડી પર વિહરતા સંતોનું જીવન દિવ્ય હોય છે, મતિની નિર્મળતા અને સાધનાના પરિણામરૂપે સંતોના જીવનમાં સહજભાવે લબ્ધિ પ્રગટ થતી હોય છે. જૈન દર્શન ચમત્કારમાં માનતું નથી. સાધુની સમાચારી પ્રમાણે સંત-સતીજાઓને લબ્ધિપ્રયોગ પ્રદર્શનનો નિષેધ છે. સ્વમુખ કે લોકપ્રિયતા માટે સંતો કદી આવા પ્રયોગો કરતા નથી. મે, ૨૦૧૨ લાલચરહિત, સ્થાપિત હિતોના દબાણ હેઠળ આવ્યા વિના, તટસ્થબુદ્ધિથી Activist-ઍક્ટિવિસ્ટ જર્નાલિસ્ટ, કર્મશીલ પત્રકાર હોય. ભૌતિક સુખની ઝંખના કરતી આ દુનિયામાં તન-મનના દુ:ખીઓનો કોઈ પાર નથી. શારીરિક રોગ, માનસિક રોગ, પ્રેમમાં નિષ્ફળતા, ડિપ્રેશન, તાલુ, હતાશા, ધંધામાં, મુશ્કેલી, સંતાનની આશા, વહેમ, દરિદ્રતા, વળગાડ, ધન અને પદ માટે લાલચ વગેરે કામનાવાળો લોકપ્રવાહ સતત સંત-સતીજીઓ પાસે આવતો હોય છે. તેઓની અપેક્ષા સંત પાસેથી દોરા, ધાગા, તંત્ર, માદળિયા અને ચિત્ર-વિચિત્ર વિધિઓ દ્વારા પોતાનું કામ પાર પાડવાનો હોય છે. સંસારિક દુઃખો દૂર કરવા, ભૌતિક સુખો મેળવવા અને ક્ષુલ્લક કા૨ણોસ૨ ગુરુ પાસે લબ્ધિપ્રયોગ કરવા વિનંતી કરવી તે ‘શ્રાવકાચાર’થી તદ્દન વિપરીત છે. પત્રકાર લોકમત કેળવનાર લોકશિક્ષક છે. જ્યારે અર્ધસત્ય અને વિકૃત અહેવાલો કે સમાચારોથી સમાજ વિશુધ્ધ બને. શાસનમાં કોકટી સર્જાય, ભોળા શ્રદ્ધાળુ કે યુવા વર્ગની ધર્મ પ્રતિ શ્રદ્ધા ડગમગે ત્યારે જૈન પત્રકાર ધીર-ગંભીર બની ડહોળાયેલા નીરને નિર્મળ કરે. સુનામીના પ્રચંડ મોજાને સરોવર જેવું શાંત કરે અને શ્રદ્ધાને પુનઃસ્થાપિત કરવાનો સમ્યક્ પુરુષાર્થ કરી શ્રમણ સંસ્કૃતિની અસ્મિતાને ઉજાગર કરવાનો પુરુષાર્થ કરે. જૈન ધાર્મિક શિક્ષણ બૉર્ડ, મેજિક ટચ કે લૂક ઍન્ડ લર્ન જેવા સેન્ટરો દ્વારા બાળકોને નાની વયથી જૈન ધર્મનું શિક્ષા આપવામાં આવે, યુવાનોને સાત્ત્વિક વિકલ્પ પૂરો પાડી ઘર્મ અને સેવાકીય પ્રવૃત્તિમાં એલર્ટ યંગ ગ્રુપ, વીર સૈનિક કે અર્હમ યુવા ગ્રુપ જેવી પ્રવૃત્તિમાં જોડવામાં આવે. ઘરઘર અને જનજન સુધી ભગવાન મહાવીરના ઉપદેશગ્રંથો ‘આગમ' પહોંચાડવામાં આવે અને ગુરુઆજ્ઞાથી તેનો સ્વાધ્યાય કરવામાં આવે. ચતુર્વિધ સંઘને જોડતી મજબૂત કડીરૂપ ધર્મપ્રચારક, ધર્મપ્રભાવક, સમાસમણી શ્રેણી કે સુવ્રત સમુદાયને જિન શાસનમાં નક્કર સ્થાન આપવાથી કે આવી સમસ્યાઓ નહિવત્ ઉદ્ભવશે. અમુક સંપ્રદાયની જેમ ગીતાર્થ ગુરુભગવંતની નિશ્રામાં, પ્રતિવર્ષ દરેક સંપ્રદાય- ફિરકા કે ગચ્છ દ્વારા ચતુર્વિધ સંઘનું 'મર્યાદા મહોત્સવ અને અનુમોદના સમારોહ’નું આયોજન થવું જોઈએ. આ મહોત્સવમાં વિતેલા વર્ષ દરમિયાન બનેલી ઘટનાઓ અને પ્રસંગો પર કેટલુંક વિહંગાવલોકન કેટલીક મહત્ત્વની બાબતો પર ચિંતન કે ગંભીર ચર્ચા કરવામાં આવે. દોષો થયા હોય ત્યાં પ્રાયશ્ચિત આપવામાં આવે અને ઉત્કૃષ્ટ સુંદર કાર્યો થયાં હોય તેની અનુમોદના કરી પારિતોષિક-ઈનામ પણ અપાય છે. આને કારણે ભૂલો કે દોષોનું પુનરાવર્તન ટળશે અને સુકૃતોને ઉત્તેજન મળશે. મર્યાદામહોત્સવ એ આંતર-નિરીક્ષણનો અવસર આપે છે. જિન શાસનમાં ઊભા થયેલ કોઈ પણ વિષયની કટોકટી વખતે શ્રાવકશ્રાવિકા-મહાજન અને પત્રકારની ખૂબ જ જવાબદાર અને વિશિષ્ટ ભૂમિકા છે જે તેણે ખૂબ જ નિષ્ઠાથી નિભાવવી જોઈએ. જૈન ધર્મના દરેક સંપ્રદાય કે ફિરકાએ સંધશ્રેષ્ઠીઓ અને ગુરુભગવંતોને વિશ્વાસમાં લઈ અને ધર્મના જાણકાર શ્રેષ્ઠીવર્યો અને વિવિધ ક્ષેત્રોના પ્રતિભાશાળી ઉત્તમ શ્રાવકો અને શ્રાવિકાઓની નિષ્પક્ષ સ્વાયત્ત સ્વતંત્ર બૉડીની રચના કરવી જોઈએ જે સર્વમાન્ય હોય. સત્તા, સંપત્તિ, સિદ્ધાંત કે શિથિલાચા૨ જેવી બાબતોમાં મતભેદ, ઝઘડો ઉદ્ભવે અને કટોકટી સર્જાય ત્યારે લવાદી કે આÚટ્રેશનનું કામ કરી આનો ઉકેલ અને સમાધાન લાવી શકે તો ધર્મક્ષેત્રમાં પોલીસ, કોર્ટ, પ્રચારમાધ્યમો, પત્રકારો વગેરે પરિબળોને નિવારી શકાય. ધર્મના વાતાવરણને દૂષિત થતું અટકાવી આજે પણ કેટલાય સંતોના જીવનમાં વચનસિદ્ધિ અને અન્યત્રધ્ધિ પ્રગટેલી હોય છે સંતો પોતાની સાધનાના પરિપાકરૂપે પ્રગટેલી સહજલબ્ધિનો પ્રયોગ વિનાકારણ ન જ કરી શકે. ચતુર્વિધ સંઘની પ્રતિષ્ઠા સાચવવા, શીલની રક્ષા કે ફરી કદી સમયે સંઘ અને ધર્મપ્રભાવના ટકાવવા, તપસ્ત્રી, તીર્થ અને ધર્મની રક્ષાના અર્થે છેલ્લા ઉપાય તરીકે અનિવાર્ય સંજોગોમાં માત્ર રુબાબુઢિથી આ પ્રયોગ કરે છે. જો શિષ્યનું આમાં જરા પણ ખેંચાણ થાય તો ગીતાર્થ ગુરુભગવંત એને ચેતવે છે. ‘ચમત્કારનો માર્ગ તો સંસાર વધારવાનો અને આત્માને ખોવાનો માર્ગ છે એમાં તો આપણા અંતરઆત્માનો અવાજ રૂંધાય અને દુનિયા છેતરાય એ વળી પાંચ જાંબુ માટે હીરાના સોદા જેવો ખોટનો ધંધો થયો કહેવાય.' ચતુર્વિધ સંઘ અને જિન શાસનનું હિત જૈન પત્રકારને હૈયે વસેલું હોય પત્રકારને શ્રાવકાચાર પ્રત્યેની સભાનતા અને સાધુની સમાચારી પ્રત્યે પુર્ણ જાણકારી હોવી જોઈએ. વિચિલાચારીને ચારિત્ર્યમાં સ્થિર કરવાની ભાવના હોવી જોઈએ, ધર્મ શાસનની સિલના થાય તેવા લેખો કે સમાચારો તે ક્યારેય પોતાના પત્ર કે પત્રિકામાં પ્રગટ કરે નહિ. જિન શાસનની ગરિમા જળવાય તે રીતે વર્તમાન સમસ્યાઓ, નીતિ કે તીર્થની ચર્ચાનું સમ્યક વિશ્લેષણ કરે. ૬૦૧, સ્થિત ઍપાર્ટમેન્ટ, ખોખાડી લેન, ઘાટકોપર (ઈસ્ટ), પત્રકાર હંમેશાં પીળા પત્રકારત્વ-Yellow Journalism થી દૂ૨ ૨હે. મુંબઈ- ૪૦૦૦૭૭. મોબાઈલ : ૯૮૨૦૨૧૫૫૪૨ શકાય. દેવ, ગુરુ, ધર્મમાં શ્રદ્ધા રાખી આપણે સૌ શ્રાવકાચારના સમ્યક્ આચરણ દ્વારા જિન શાસનની પવિત્ર જ્યોતને ઝળહળતી રાખીએ.
SR No.525997
Book TitlePrabuddha Jivan 2012 Year 59 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy