SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ ८ પ્રબુદ્ધ જીવન સુદ બારસની સવારે પૂ. ઉપાધ્યાય મહારાજની સાથે ત્રિભુવન પણ જંબુસરથી વિહાર કરીને આોદ આવ્યો, થોડી વાર બાદ વંદનાર્થે આવેલાં એક બહેન ત્રિભુવનને ઓળખી ગયાં. એમણે પૂછ્યું: ‘સબુડા ! તું અહીં ક્યાંથી?' ત્રિભુવનનું હુલામણું નામ સબુડો હતું. સબુડાએ યોગ્ય જવાબ વાળીને એ બહેનને વિદાય કર્યાં. એ બહેન ત્રિભુવનનાં સગા હોવાથી પૂ. ઉપાધ્યાયજી મહારાજ ચિંતિત થઈ ગયા કે, આ ગામમાં પણ ત્રિભુવનને દીક્ષા ન આપી શકાય. આ વાતની જાણ થતાં જ ત્રિભુવન ભાંગી પડ્યો. એણે શ્રી મંગળવિજયજી મહારાજને કહ્યું: આપશ્રી આ મુહૂર્ત સચવાઈ જાય, એવું કંઈક કરી ! શ્રી મંગળ વિજયજી મહારાજ ! પૂ. ઉપાધ્યાયજી મહારાજ પાસે આવ્યા. એમણે કહ્યું: આપ આજ્ઞા આપો, તો ગંધાર તીર્થમાં જઈને દીક્ષાનું કાર્ય પાર પાડવાની મારામાં હિંમત છે. આાદથી ગંધાર ચોદ માઈલ થાય, પોષ સુદ તેરસની આડે ગણતરીના જ કલાકો હતા. પૂ. ઉપાધ્યાયજી મહારાજની આજ્ઞા મળતાં જ શ્રી મંગળવિજયજી મહારાજ અને શ્રી પદ્મવિજયજી મહારાજની સાથે એજ સાંજે સાત માઈલનો વિહાર કરીને ત્રિભુવન પણ ટંકારિયા ગામમાં પહોંચ્યો. ત્યાંથી પોષ સુદ તેરસની સવા૨ે સાત માઈલનો વિહાર કરીને સૌ ગંધાર પહોંચ્યા. બે મુનિવરો, પેઢીના મુનિમજી, પૂજારી અને ઉપધિ લઈને વડોદરાથી આવેલ કોઠારી કુટુંબનો એક સભ્યઃ આટલી નાનકડી હાજરી વચ્ચે સેંકડોના દીક્ષાદાતા બનવાનું ભાગ્ય ધરાવનાર ત્રિભુવનની દીક્ષાવિધિ શરૂ થઈ. મંદિરનો રંગમંડપ! દરિયાકિનારો! પવનના સુસવાટા! આવા વાતાવરણ વચ્ચે દીક્ષા વિધિ ચાલવા માંડી, ચારે બાજુ રહેલા દીપકો પવનના સુસવાટે જાણે હમણાં જ ઓલવાઈ જશે, એવા ભય વચ્ચેય વિધિ આગળ વધી રહી. ત્યાં કોઈ હજામ હાજર ન હોવાથી મુનિમની સૂચનાથી બાજુના ગામમાંથી હજામને તેડવા એક માણસ રવાના થયો. પણ એ આવે એ પૂર્વે તો મુંડનની ક્રિયા ચાલુ કરવી પડે, એમ જ હતી. કેમકે તો જ મુહૂર્ત સચવાય ! એથી શ્રી મંગળ વિજયજી મહારાજ જાતે જ ત્રિભુવનું મુંડન કરવા બેસી ગયા. થોડી વારમાં જ હજામ આવતાં મુંડનકાર્ય પુરૂં થયું અને દીક્ષાની ક્રિયા આગળ ચાલી. ઝિલમિલ થતાં દીવા પવનના સુસવાટા સાથે ટક્કર લેતા છેક સુધી પ્રજ્વલિત રહ્યા અને ત્રિભુવનનું ચિષ્ય સ્વપ્ન સિદ્ધ થતા અને શ્રીરામ વિજય'નું નામ મળ્યું. ત્યારે શ્રી મંગળવિજયજી મહારાજના મોઢેથી સહજ રીતે જ એવા શબ્દો સરી પડ્યા કે ‘આ દીવા જાણે એવો સંકેત કરી ગયા કે, શ્રી રામવિજયજીના જીવનમાં અનેક ઝંઝાવાતો જાગી, પણ એ ઝંઝાવાતો આમને ઝુકાવી નહિ શકે. રામવિજયજી એ ઝંઝાવાનો સામે ઝઝૂમતા રહીને નિરંતર વિજયી જ નીવડતા રહેશે.’ મે, ૨૦૧૨ દીક્ષાની આસપાસના દિવસોમાં આટલો ઉગ્ર વિહાર કરવા છતાં શ્રી રામવિજયજી મહારાજના મુખ ઉપર તો સંયમપ્રાપ્તિની પ્રસન્નતા જ ચમકી રહી હતી. ભરૂચ આવતાં જ પાદરાથી સગાં સંબંધીઓનું ટોળું ઉતરી પડ્યું. પૂ. ઉપાધ્યાયજી મહારાજને નૂતન મુનિવરે કહ્યું કે, આપ જરાય ચિંતા કરતા નહિ, હું બધાંને સમજાવી દઈશ. પાદરામાં દીક્ષાના સમાચાર જ્યાં પહોંચ્યા, ત્યાં જ ધમાલ મચી ગઈ. ગમે તે રીતે ત્રિભુવનને ઉપાડી લાવવાની વાતો સગાંવહાલાંઓ કરવા માંડ્યા. અને આવા જ ઝનૂન સાથે સૌ ભરૂચ જવા રવાના થયા. રતનબાને પણ આઘાત તો ખૂબ જ લાગ્યો હતો, પણ એ સમજુ દાદીમા હતાં. એથી એમણે ત્રણ-ચાર ડાહ્યા માણસોને ખાનગીમાં લઈ જઈને કહ્યું કે, ત્રિભુવને જો ખરેખર દીક્ષા લઈ જ લીધી હોય અને એ અહીં આવવા રાજી જ ન હોય, તો એને ઉપાડી લાવવાની મહેનત ન કરતા. પણ મારા તરફથી એને કહેશો કે, હવે સાધુપણું બરાબર પાળે! પાદરાથી નીકળેલું ટોળું ભરૂચમાં પ્રવેશ્યું ને ઉપાશ્રય ગાજી ઊઠ્યો. શ્રી રામવિજયજીએ સૌને કહ્યું: 'આમ ધાંધલ-ધમાલ કરવાનો શો અર્થ ? તમને બધાને જવાબ આપવા હું બંધાયેલો છું. માટે બધા શાંતિથી વાત કરી શકો છો.' બધા બેસી ગયા. બે કલાક સુધી વાતચીત ચાલી. પણ નૂતન મુનિ તો મક્કમ જ હતા, એ મક્કમતા જોઈને અંતે ડાહ્યા માણસોએ કહ્યું: ‘અમારી સાથે રતનબાએ કહેવડાવ્યું છે કે, શ્રી રામવિજયજી આવવા રાજી ન હોય, તો બળજબરીથી લાવતા નહિ, અને મારા વતી એમને કહેજો કે, હવે સંયમ સારી રીતે પાળે !” આ વાત થતાં જ બધો મામલો શાંન થઈ ગયો. સૌ વીલે માટે પાદરા તરફ પાછા ફર્યા. પૂ. ઉપાધ્યાયજી મહારાજ, રામવિજયજીની મક્કમતા જોઈને છક્ક થઈ ગયા. એમણે નહોતું ધાર્યું કે, વિઘ્નોનાં આ વાદળ આ રીતે વરસ્યા વિના જ વીખરાઈ જશે. ભરૂચથી વિહાર કરીને બધા મુનિવરો જંબુસર આવ્યા. ત્યાં પૂ. પ્રેમવિજયજી મહારાજ આદિ શ્રી રામવિજયજી મહારાજને લેવા આવી પહોંચ્યા હતા. જંબુસરથી વડોદરા પહોંચવાનું હતું. એથી વચમાં પાદરા આવતું હોવા છતાં એના પાદરેથી વિહાર કરીને સૌ વડોદરા પહોંચ્યા. બે દિવસમાં ચોત્રીસ માઈલનો વિહાર થયો હોવાથી શ્રી રામવિજયજી મહારાજના પગે સોજા આવી ગયા. બે-ત્રણ દિવસના ઉપચાર પછી સોજા ઉતરી જતાં નૂતન મુનિશ્રીને વડીીક્ષાના જંગમાં પ્રવેશ કરાવવામાં આવ્યો અને ૧૯૬૯ના ફાગણ સુદ બીજે પૂ. મુનિરાજ શ્રી હંસવિજયજી મહારાજની અને પૂ. ૫. શ્રી સંપતવિજયજી ગણિવરની નિશ્રામાં વડીદીક્ષા થતાં સૌનો આનંદ નિરવધિ બન્યો. ગંધારમાં દીક્ષાનું મુહૂર્ત સચવાઈ ગયું, આટલા માત્રથી જ કામ પતી જતું નહોતું ! ખરી કસોટી ને જવાબદારી તો હવે જ શરૂ થતી હતી. ખાનગી દીક્ષા હોવાના કારણે તોફાન તો આવવાનું જ હતું. એથી સુરક્ષિત ક્ષેત્રમાં જો પહોંચી ન જવાય, તો નાવ કિનારે આવીને ડૂબે, એવી શક્યતા હોવાથી પોષ સુદ તેરસે જ ગંધા૨થી વિહાર કરીને ત્રીજે દિવસે સૌ ભરૂચ આવ્યા. જેમની નિશ્રામાં સેંકડો દીક્ષાઓ ધામધૂમથી થવા પામી, એ પૂ. આ. શ્રીમદ્ વિજય રામચન્દ્ર સૂરીશ્વરજી મહારાજને દીક્ષા મેળવવા આ રીતે ધોળે દહાડે તારા નીચે ઉતારવા જેવો કેવો પ્રચંડ પુરુષાર્થ કરવો પડ્યો હશે, એની માહિતી આજે કેટલાને હશે ? દીક્ષા ગ્રહણ કર્યા પછીના થોડા મહિનાઓ બાદ બનેલો આ પ્રસંગ છે. શ્રી રામવિજયજી મહારાજની કુનેહભરી વર્તણૂકથી પાદરાનું દીક્ષાવિરોધી વ્યાપક વાતાવરણ ઠીકઠીક શાંત થઈ ગયું હતું. રતનબા
SR No.525997
Book TitlePrabuddha Jivan 2012 Year 59 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy