SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ જાન્યુઆરી, ૨૦૧૧ પુસ્તકનું નામ : ગ્રંથબથ અનુશીલન સંકલન : સુનંદાબેન વોહરા પ્રકાશક : આનંદ સુમંગલ પરિવાર અમદાવાદ-અમેરિકા, પ્રાપ્તિ સ્થાન ઃ સુનંદાબહેન વોહોરા ૫, મહાવીર સોસાયટી, પાલડી, અમદાવાદ-૩૮૦ ૦૦૭, ફોનઃ (૦૭૯)૨૬૫૮૭૫૪, સમય-સાંજે ૫ થી ૭. મૂલ્ય : અમૂલ્ય, આવૃત્તિ ઃ પ્રથમ, માર્ચ-૨૦૧૦, શાંત સુધારસ : આ ગ્રંથમાં ચિંતક સુનંદાબહેન વહોરાએ ‘શાંત સુધારસ’, 'પ્રશમરતિ ગ્રંથ' અને 'યોગષ્ટિ સમુચ્ચય' આ ત્રણ ગ્રંથો પરનું પોતાનું ચિંતન રજુ કર્યું છે. લગભગ ૨૦૦૦ વર્ષ પૂર્વે પ્રશમરતિ ગ્રંથના રચયિતા પૂજ્યપાદ આચાર્ય શ્રી ઉમાસ્વાતિ થઈ ગવા, શ્વેતાંબર-દિગંબર બંને આમાન્યને માન્ય એવા બહુશ્રુત મહર્ષિએ રચેલ આ ગ્રંથમાં તેઓએ પ્રશમ ગુણમાં મોક્ષ સુખ અનુભવીને એ માર્ગના પથિકોને પ્રશમ સુખનો આસ્વાદ માણવા અદ્ભુત રહસ્યો દર્શાવ્યા છે. પ્રબુદ્ધ જીવન સર્જન-સ્વાગત ઘડૉ. કલા શાહ લગભગ ત્રાસો વર્ષ પહેલાં પૂ. હું. વિનય વિજયજીએ ગદ્ય અને પદ્યની અમૂલ્ય રચનાઓ કરી તેમાં ‘શાંત સુધારસ ’ તેમનું એક ઉત્તમ સર્જન XXX છે. સુનંદાબહેને આ ગ્રંથનું અધ્યયન કર્યું અને પુસ્તકનું નામ : ભક્તામર તુછ્યું નમઃ સંકલન : ડૉ. રેખા વોરા પ્રકાશક : જયભિખ્ખુ સાહિત્ય ટ્રસ્ટ બાર ભાવનાઓની અનુપ્રેક્ષા કરી. વિશ્વમાં સૂક્ષ્મ જંતુથી માંડીને મહામાનવોની ચેતના શક્તિના પ્રવાહમાં સમ-વૈષમ્ય જોવા મળે છે. તેને પ્રસ્તુત ગ્રંથમાં વિવિધ ભાવનાઓમાં ચિંતન દ્વારા અવતરિત કર્યું છે. ભૌતિક પદાર્થો અને અનેક સંયોગો સાથે નિરંતર સંબંધ ધરાવતી ચૈતનની અનન્ય અને અદ્ભુત શક્તિને સામાન્ય બુદ્ધિથી સમજી શકાતીનથી. ઘેરા ચિંતન દ્વારા તેને સમજી શકાય તેમ છે. તેનું માધ્યમ આ ભાવનાઓ છે. આ ગ્રંથમાં જીવનની શાંતિ પ્રાપ્ત કરવાની અનેક ચાવીઓ આપી છે. વાસ્તવમાં આ ભાવનાઓ જીવો માટે વૈરાગ્ય પ્રેરક, હિતકારી અને શાંતિદાતા છે. દરેક ભાવના સ્વને ઉદ્દેશીને ચિંતન રૂપે છે. જે આ ચિંતનયાત્રા કરશે તેનું જીવન સાર્થક થશે. પ્રશમ રતિ : લેખિકાએ સમજાવ્યું છે કે પ્રશમ રતિ એટલેપ્રશમ ભાવ-વૈરાગ્ય ભાવમાં પ્રીતિ, જીવે પ્રશમ- વૈરાગ્યના પવિત્ર જળમાં સ્નાન કરવું. આ રીતે પ્રશમભાવ પરનું ચિંતન સંક્ષિપ્તમાં આલેખ્યું છે. યોગષ્ટિ સમુચ્ચય : લગભગ બસો વર્ષ પૂર્વે શ્રી હરિભદ્રસૂરિએ યોગમાર્ગને વિવિધ ગ્રંથો દ્વારા ખુલ્લો કર્યો. પૂજ્યશ્રીએ રચના કરી છે. જિજ્ઞાસુઓ માટે આ ગ્રંથનો અભ્યાસ વિવિધ ગ્રંથોના સાર રૂપે યોગદૃષ્ટિ સમુચ્ચય ગ્રંથની છે. આમ યોગમાર્ગ વિષયક લેખિકાનું ચિંતન આ સરળ છે અને અધ્યાત્મની રૂચિવાળા જીવો માટે પ્રેરક ગ્રંથમાં નિરૂપ્યું છે. 'ગ્રંથત્રયનું અનુશીલન' ગ્રંથની યાત્રા કરવી જરૂરી છે. અમદાવાદ-૩૮૦૦૦૭, પ્રાપ્તિ સ્થાન : ડૉ, રેખા વ્રજલાલ વોરા સી-૧, સી ૫૫, મહાવીર જૈન સોસાયટી, શંકર લેન, કાંદિવલી (વેસ્ટ), મુંબઈ-૬૭. મૂલ્ય રૂા. ૪૦૦/-, પાના ઃ ૫૨૪, આવૃત્તિ મૂલ્ય રૂા. ૪૦૦/-, પાના ઃ ૫૨૪, આવૃત્તિ : પ્રથમ-૨૦૦૯, જૈન ધર્મનું પ્રખ્યાત સ્તોત્ર 'ભક્તામર' એ સ્તોત્ર સાહિત્યનું એક અનુપમ ભક્તિકાવ્ય છે. બેન રેખા વોરાએ ‘સ્તોત્ર સાહિત્ય' અને ‘ભક્તામર' જેવા ગંભીર, વિશાળ અને ગહન વિષય પર સંશોધન કરી મુંબઈ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી અને આ ગ્રંથ પ્રકાશિત કર્યો. આ વિષય પર સંશોધન કરવાનું કપરૂં કામ રેખા વોરાએ કર્યું છે તેની પ્રતીતિ આ ગ્રંથ વાંચતા થાય છે. પાંચસો પાનામાં તૈયાર કરેલ આ ગ્રંથમાં જૈન સ્તોત્રનું સ્વરૂપ, વિશ્વના અન્ય ધર્મોમાં સ્તોત્રો, ભક્તામર સ્તોત્રનું ભક્તિકાવ્ય તરીકે મૂલ્યાંકન અને તેમાં રહેલ સાહિત્યિક કાવ્યત્વનું વિવેચન વિસ્તારપૂર્વક કરેલ છે. ૫. પૂ. માનતુંગસૂરીયારજી રચિત ‘ભક્તામર’ સ્તોત્ર એ જૈન ધર્મ અને સાહિત્યનું એક એવું સ્તોત્ર છે જેની પંક્તિએ પંક્તિએ શબ્દ શબ્દ અને અક્ષરે અક્ષરે કવિના હૃદયનો નર્યો નિર્ભેળ ભક્તિભાવ નીતરે છે અને તે સહજ રીતે કાવ્યમાં અવતર્યો છે, તેની રસપ્રદ સમીક્ષા આ ગ્રંથમાં કરી છે. ૩ ૫ જૈન સાહિત્યમાં રસ ધરાવનાર વાચકોને આ ગ્રંથ વસાવવા અને મનન કરવા જેવો છે. XXX પુસ્તકનું નામ ઃ અધ્ધનમ્ (મહાનિબંધ) લેખક : ડૉ. ભાનુબેન સત્રા (શાહ) પ્રકાશન, પ્રાપ્તિ સ્થાન : અજરામર જૈન સેવા સંઘ, મુંબઈ, C/o અજરામર સ્થાનકવાસી જૈન સંપ ૪૦, ટાયકલવાડી, ધર્માલય, ભગત જૈન, માટુંગા (વેસ્ટ), મુંબઈ-૪૦૦ ૦૧૬, ફોન : ૦૨૨-૨૪૩૧૬૯૭૯ મૂલ્ય : રૂ।. ૨૦૦/-, પાના ઃ ૫૦૨, આવૃત્તિ : ૧. ઈ. સ. ૨૦૧૦. જૈન સાહિત્યના ક્ષેત્રે અનેક વિદ્યાર્થીઓ સંશોધન કરી મુંબઈ વિદ્યાપીઠ દ્વારા પીએચ.ડી.ની ડીગ્રી પ્રાપ્ત કરી રહ્યા છે. તેમાં ડૉ, ભાનુબેન સત્રા (શાહ)નું નામ ઉમેરાયું છે. તેમણે લાડનુ જૈન વિશ્વભારતી સંસ્થાનમાંથી એમ.એ. (જેનોલોજી) કરી મુંબઈ યુનિવર્સિટીમાં પીએચ.ડી. કરવા જેન શ્રાવક કવિ ઋષભદાસ કૃત ‘સમકિતસાર રાસ'ની હસ્તપ્રત ભાંડારકર ઈન્સ્ટિટ્યૂટમાંથી મેળવી. લગભગ સાડાત્રણસો વર્ષ પહેલાં લખાયેલી હસ્તપ્રતનું ગુજરાતીમાં અવતરણ કરી, તેના તત્ત્વજ્ઞાન, કાવ્ય, ભાષાશૈલી વગેરેનો અભ્યાસ કરી રાસા તરીકે મૂલ્યાંકન કર્યું છે. આ ગ્રંથની વિશેષતા એ છે કે તેમાં સમ્યગ્દર્શન જેવા વિષયને અનેક આયમો તથા ગ્રંથોને આધારે સમજાવવામાં આવેલ છે. વિક્રમની સત્તરમી સદીના શ્રાવક કવિ ઋષભદાસે સમતિસાર રાસની રચના કરી છે જેના આધારે ભાનુબેને જૈન દર્શનમાં સમ્યક્ત્વનું સ્વરૂપ દર્શાવેલ છે. આ મહાનિબંધમાં પ્રારંભમાં અમૂલ્ય જ્ઞાનનો વારસો હસ્તપ્રતોના સ્વરૂપે ગ્રંથાલયોમાં સચવાયેલો છે તેનો ઇતિહાસ તથા કવિ ઋષભદાસના જીવનનો પરિચય, સમકિતના ૬૭ બોલનું વિશદ વર્ણન જેમાં લેખિકાએ નિશ્ચય અને વ્યવહારનું સાંગોપાંગ વર્ણન કર્યું છે. સમકિત જેવા ગહન વિષયને લેખિકાએ સામાન્ય જનોને સમજાય તેવી રીતે આલેખ્યો છે. આ ગ્રંથનું વાંચન-મનન વાચકોના હૃદયને સંખ્યńનની અનુભૂતિ જરૂર કરાવશે. XXX બી-૪૨, દયાનંદ સોસાયટી, એ-૧૦૪, ગોકુલધામ, ગોરેગામ (ઈસ્ટ), મુંબઈ-૪૦૦ ૦૬૩. ફોન નં. : (022) 22923754
SR No.525996
Book TitlePrabuddha Jivan 2011 Year 58 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2011
Total Pages402
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy