SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ નવેમ્બર, ૨૦૧૧ પ્રબુદ્ધ જીવન શ્રી મુંબઈ જૈન યુવક સંઘ યોજે છે ? નમસ્કાર મહામંત્ર આધારિત દ્વિદિવસીય વિશિષ્ટ કાયોત્સર્ગ ધ્યાન શિબિર આરાધક : નમસ્કાર મહામંત્રના આજીવન ઉપાસક સુશ્રાવક શ્રી શશિકાંતભાઈ મહેતા તા. ૨૫, શુક્રવાર અને તા. ૨૬ શનિવાર નવેમ્બર-૨૦૧૧. • સમય : સાંજે છ વાગે. સ્થળ : પ્રેમપુરી આશ્રમ-બાબુલનાથ મુંબઈ (માત્ર મર્યાદિત સંખ્યામાં પ્રવેશ હોવાથી આપનું નામ આજે જ કાર્યાલયમાં ફોન કરી રજીસ્ટર કરાવો. ફોન : ૨૩૮૨૦૨૯૬) નમસ્કાર મહામંત્ર આધારિત કાયોત્સર્ગ ધ્યાન અને કાયોત્સર્ગ વિધાન ભગવાન મહાવીરે એક જ ભવમાં અને તે પણ ફક્ત ૧૨ વર્ષની સાધનામાં કેવલ્યજ્ઞાન મેળવ્યું તે કયું તપ હતું? • બાહ્યતા તો દેહને સંયમિત રાખવા માટે છે. જ્યારે ૬ અત્યંતર તપમાં છઠું અને શ્રેષ્ઠ તપ કાયોત્સર્ગ ધ્યાન છે, જે કોઈ પણ સાધક એક જ ભવમાં આરાધના કરી મુક્તિના ગર્ભદ્વારમાં પ્રવેશી શકે છે. જરૂર છે માત્ર સંનિષ્ઠ પ્રયોગની. નમસ્કાર મંત્રના શબ્દો જ્યારે પણ સાથે ગણવામાં આવે છે (વિકલ્પ લોગસ્સ સૂત્ર પણ ગણી શકાય) ત્યારે આ શબ્દો એક તેજોવર્તુળ બની, દેહની અશુદ્ધિઓને બાળી નાંખે છે. • કાયોત્સર્ગધ્યાન એ વિશ્વયોગ છે. It is a Yoga of the Earth. અલબત્ત આ યોગ-સાધના માટે કાયોત્સર્ગનું વિધાન પણ સમજવું જરૂરી છે. • જેમ સૂરિ મંત્રની આરાધના પાંચ પીઠની હોય છે તેમ નમસ્કાર મંત્ર ગર્ભિત કાયોત્સર્ગની સાધનાનું પણ એ વિધાન, જે પંચપીઠમાં વિગત જાણી શકાય : એક જ સામાયિકમાં, આ વિધાન સહિત કાયોત્સર્ગ ધ્યાન થઈ શકે. એક એક પીઠમાં વિવિધ રીતે, નમસ્કાર મંત્રને માત્ર અને માત્ર વર્તમાન ક્ષણમાં જીવવાનું આ અમૃતમયી વિધાન છે. • કાયોત્સર્ગ એટલે કાયાનો ઉત્સર્ગ નહિ પણ કાયા સાથે જોડાયેલ અહંતા-મમતા ત્યજવાની સાધના • પ્રભુ મહાવીર પ્રેરિત આ કાયોત્સર્ગ ધ્યાન અદ્ભુત છે. મનોગુપ્તિ, વચનગુપ્તિ, કાયગુપ્તિ-ત્રિગુપ્તિ સહિત થતું ધ્યાન એટલે કાયોત્સર્ગ • જે કર્મો અજ્ઞાનીને ખપાવતાં ક્રોડો વર્ષ લાગે, તે કર્મોને, ત્રિગુપ્તિ સહિતના જ્ઞાનીને માત્ર એક શ્વાસોશ્વાસ જોઈએ. આજે પણ આ સાધના જીવંત છે, જવલંત છે, જયવંતિ છે. • વિશ્વના સર્વયોગોમાં તે શ્રેષ્ઠ છે. યોગીઓ માટેનો આ માર્ગ, શ્રાવક-શ્રાવિકાઓ માટે સુલભ છે. ૦ યુગોનું કાર્ય, એક જ ભવમાં થઈ શકે. આમ્નાયપૂર્વક (શાસ્ત્રનિર્દિષ્ઠ વિધિથી) કાયોત્સર્ગ શું છે? એની પૂર્વ સેવા કઈ છે? તેની વિધિ શું છે? તેને જીવન સાધનાનું અવિભાજ્ય અંગ કેવી રીતે બનાવી શકાય, તેને પ્રયોગાત્મક રીતે સમજવા/જાણવા બે દિવસીય (રોજ ૨ કલાક) કાયોત્સર્ગ વિધાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. ૦ પ્રબુદ્ધ સુજ્ઞ આરાધકોને પધારવા આમંત્રણ છે. આ અવસર ન ચૂકવા જિજ્ઞાસુજનોને વિનંતિ છે. • આરાધના શ્રી શશિકાંતભાઈ મહેતા (રાજકોટ) (ઉં. વ. ૮૩) કરાવશે. પ્રબુદ્ધ જીવન : કથા વિશેષાંક પ્રતિભાવ a ડૉ. કવિન શાહ - અંજની મહેતા – ડૉ. હિંમતભાઈ શાહ ([‘પ્રબુદ્ધ જીવન'ના વિશેષાંક માટે રૂબરૂ, ફોન અને પત્ર દ્વારા અમને ઘણાં અભિનંદન પત્રો પ્રાપ્ત થયા છે. આવા હૃદયસ્પર્શી હુંફાળા પ્રતિભાવ માટે અમે સર્વેનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. ડૉ. કે. બી. શાહ અભિનંદનના વિશેષ અધિકારી છે. ત્રણેક પત્રાંશો અત્રે પ્રસ્તુત છે.] . કથા વિશેષાંકનું પ્રકાશન આવકારદાયક જાણવા મળે છે. મોટે ભાગે વાચક વર્ગ પાત્રોને યાદ રાખે છે પણ જૈન તત્ત્વજ્ઞાન આત્મસાત્ કરવા માટે કથાનુયોગ સર્વસાધારણ તેની સાથે તેમાંથી પ્રગટ થતા તત્ત્વજ્ઞાનને વધુ મહત્ત્વનું ગણવાનું વર્ગને ઉપકારક છે. તેનાથી પ્રાપ્ત થતો બોધ ધર્માભિમુખ થવા છે. કથાઓ સમય પસાર કરવાનું સાધન નથી પણ આત્મ વિકાસનો માટે પ્રેરક નિમિત્ત છે. કથાનુયોગનો મૂળ સંદર્ભ આગમ ગ્રંથો માર્ગ દર્શાવે છે તે રીતે અધ્યયન થવું જોઈએ. છે. કથા વિશેષાંકની ૨૪ કથાઓ પ્રાચીન મધ્યકાલીન તથા ડૉ. કાંતિભાઈએ કથાના આધારનો ઉલ્લેખ કરીને તેની પ્રાચીનતા અર્વાચીન સમયને સ્પર્શે છે. કથાના પાત્રો દ્વારા તત્ત્વની વાત પણ દર્શાવી છે એટલે કથાઓ માટે ધર્મની દૃષ્ટિએ આદરભાવ થાય
SR No.525996
Book TitlePrabuddha Jivan 2011 Year 58 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2011
Total Pages402
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy